Breaking News

ઈસરોના ચૅરમેન કે. સિવન પાસે એક સમયે પહેરવા ચંપલ નહોતા આ પહેરીને જતા હતા સ્કૂલ જાણો પૂરી સફળતાની કહાની

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કે. સિવનનું આખુ નામ કૈલાસાવાદિવો સિવન પિલ્લઈ છે. તમિલનાડુના કન્યાકુમારીમાં ગરીબ ખેડૂત પરિવારમાં 14 એપ્રિલ 1957ના રોજ એમનો જન્મ થયો હતો. સિવનની મહેનતને કોઇ રીતે ઓછી આંકી શકાય એમ નથી. શાળામાં અભ્યાસ કરતી વખતે તેમની પાસે પહેરવા પેન્ટની જોડી પણ ન હતી. તેઓ ધોતી પહેરીને અભ્યાસ કરતા હતા.

તેમનું પ્રાથમિક શિક્ષણ એક સ્થાનિક સરકારી શાળામાં તમિલ મીડિયમમાં થયુ. સિવનના એક સંબંધી અનુસાર તેઓ પોતાના પરિવારના પ્રથમ ગ્રેજુએટ છે. કે. સિવનના એક સંબંધીએ જણાવ્યા અનુસાર કે. સિવન ક્યારેય પણ ટ્યૂશન અથવા કોચિંગ ક્લાસ ગયા નથી. ફેબ્રુઆરી 2017માં PSLV-C37થી 104 સેટેલાઈને એક જ ફ્લાઈટમાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. આ મિશનમાં સિવનનો મહત્વનું યોગદાન હતું. ISROના ચેરમેન બન્યા પહેલા સિવન ત્રિવેન્દ્રમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર હતા. પંરતુ આ પદ સુધીની એમની જીવન સફર આસાન નથી રહી.

એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું, “મારા ગામમાં અમારું જીવન સાવ અલગ હતું. મારા પિતા ખેડૂત હતા અને કેરીની સિઝનમાં વેપાર પણ કરતા.”“હું રજાઓમાં એમની સાથે કામ કરતો. હું હાજર હોઉં ત્યારે તેઓ મજૂરો નહોતા રાખતા.” ડૉ. સિવને આગળ કહ્યું, “સામાન્ય રીતે લોકોની કૉલેજ પસંદ કરવાની પદ્ધતિ અલગ હોય છે પંરતુ મારા પિતાએ મારી કૉલેજ નજીકમાં હોય તેવો આગ્રહ રાખ્યો જેથી હું કૉલેજથી આવીને કામ કરી શકું. અમારી સ્થિતિ રોજ કમાવી રોજ ખાનાર જેવી હતી.”

“હું જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં ભણવા આવ્યો ત્યારે મેં ચંપલ પહેરવાનું શરૂ કર્યુ. એ અગાઉ તો હું ઉઘાડેપગે જ ફરતો.” આ મહત્વના અવોર્ડ મળી ચૂક્યા છે.વર્ષ 2007માં ISRO મેરિટ એવોર્ડ. વર્ષ 2011માં રોય સ્પેસ સાયન્સ એન્ડ ડિઝાઈન અવોર્ડ. વર્ષ 2013માં MIT એલ્યુમની એસોસિએશનથી ડિસ્ટિંગુઈશ્ડ એલ્યુમિનસ અવોર્ડ. વર્ષ 2014માં સત્યભામાં યુનિવર્સિટીથી ડોક્ટરેટ ઓફ સાયન્સ (ઓનારિસ કોસા).

આપને કદાચ ખબર હશે કે, સિવનને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં નિર્દેશક તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સંશોધિત રોકેટ બનાવાવમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. સીવને સાઈક્રોજેનિક એન્જિન, પીએસએલવી, અને જીએસએલવી રિયૂઝેબલ લોન્ચ વ્હીકલ કાર્યક્રમોમાં મોટું યોગદાન આપ્યુ છે. જેના કારણે સિવન રોકેટમેન તરીકે ઓળખાઈ રહ્યા છે.

ભારતના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન 2ની અસફળતાએ સમગ્ર દેશને ભાવુક કર્યો છે. ચંદ્રયાન 6 સપ્ટેમ્બરે મોડી રાત્રે ચંદ્રની સપાટીથી માત્ર 2 કિલોમીટર દૂર ગુમ થઈ ગયું. ચંદ્રની સપાટી તરફ વધી રહેલું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો. વર્ષોથી મહેનત કરી રહેલી વૈજ્ઞાનિકોની ટીમ ઉદાસ થઈ ગઈ, જેમાં ઈસરોના ચીફ કે. સિવન પણ સામેલ હતા. કે. સિવન એટલા ભાવુક થઈ ગયા કે ચોધાર આંસુએ રડી પડ્યા. પીએમ મોદીએ તેમને ભેટીને આશ્વાસન આપ્યું. ત્યારે આ મિશનના સૂત્રધાર કહેવાતા કે. સિવન વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો.

તેમનો જન્મ 14 એપ્રિલ 1957માં તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં સરક્કલવિલઈ ગામમાં થયો હતો. 2018માં ઈસરોના ચેરમેન તરીકે તેમની પસંદગી થઈ. તેમણે એ. એસ. કિરણ કુમારનું સ્થાન લીધું. અહીંથી કર્યો અભ્યાસ સિવને 1980માં મદ્રાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. બાદમાં તેમણે 1982માં બેંગલુરુના IISCથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. IIT-બોમ્બેથી 2006માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડી પૂરું કર્યું. પરિવારના પ્રથમ ગ્રેજ્યુએટ સિવન તેમના આખા પરિવારમાં ગ્રેજ્યુએટ થનાર પહેલા વ્યક્તિ છે. તેમના ભાઈ અને બે બહેનો ગરીબીના કારણે ભણતર પૂરું ના કરી શક્યા. સિવનના જણાવ્યા અનુસાર, તેઓ કોલેજમાં હતા ત્યારે પિતાને ખેતીમાં મદદ કરતા હતા.

આ જ કારણે તેમણે એવી કોલેજમાં એડમિશન લીધું જે ઘરની નજીક હતી. જ્યારે તેમણે BSc (મેથ્સ) 100% સાથે પાસ કર્યું ત્યારે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો. બૂટ અને સેંડલ પહેરવાના રૂપિયા પણ નહોતા સિવનનું માનીએ તો બાળપણમાં તેમની પાસે બૂટ કે સેંડલ નહોતા એટલે તે ખુલ્લા પગે જ ચાલતા હતા. તેઓ કોલેજમાં આવ્યા ત્યાં સુધી ધોતી પહેરતા હતા. એમઆઈટીમાં એડમિશન લીધું ત્યારે પેન્ટ પહેરવાની શરૂઆત કરી. સિવાનના કાકાના જણાવ્યા પ્રમાણે, તે ખૂબ જ મહેનતુ હતા અને ક્યારેય કોઈ ટ્યૂશન કે કોચિંગ ક્લાસમાં ગયા નથી.

1982માં ઈસરો સાથે જોડાયા સિવન 1982માં ઈસરોમાં આવ્યા અને PSLV પરિયોજનામાં કામ કર્યું. તેમણે એન્ડ ટુ એન્ડ મિશન પ્લાનિંગ, મિશન ડિઝાઈન, મિશન ઈન્ટીગ્રેશન એન્ડ એનાલિસિસમાં યોગદાન આપ્યું. તેઓ ઈન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ, એરોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા અને સિસ્ટમ્સ સોસાયટી ઓફ ઈન્ડિયામાં ફેલો છે.

ઘણા જર્નલમાં સિવનના પેપર પબ્લિશ થઈ ચૂક્યા છે. આ કારણે કહેવાય છે રોકેટ મેન ક્રાયોજેનિક્સ એન્જિન, PSLV, GSLV અને RLV પ્રોગ્રામમાં સિવનના યોગદાનને કારણે તેમને ઈસરોના ‘રોકેટ મેન’ કહેવામાં આવે છે. ફ્રી સમયમાં સિવનને ગાર્ડનિંગ કરવું પસંદ છે.ઘણા પુરસ્કારોથી સમ્માનિત થયા.સિવનને ઘણા પુરસ્કારોથી સમ્માનિત કરાયા છે. વર્ષ 1999માં શ્રી હરિ ઓમ આશ્રમ પ્રેરિત ડૉ. વિક્રમ સારાભાઈ રિસર્ચ અવોર્ડ, 2007માં મળ્યો ઈસરો મેરિટ અવોર્ડ, ચેન્નૈની સત્યભામાં યુનિવર્સિટીમાંથી એપ્રિલ 2014માં ડૉક્ટર ઓફ સાયન્સની પદવી મળી છે.

અંતરિક્ષના ઇતિહાસમાં ભારતને નવી ઊંચાઈ સર કરાવનારના ઇસરોના પ્રમુખ સીવને દેશને જશ્ન મનાવવાના ઘણા મૌકા આપ્યા છે. ભારતનું મુન મિશન ચંદ્રયાન-2 ના સૂત્રધાર તરીકે સીવનને હંમેશા યાદ રાખવામાં આવશે.લગભગ 95 ટકા સુધી સફળ થનારું ચંદ્રમિશન સાથેનો સંપર્ક ભલે તૂટી ગયો હોય પરંતુ ઓર્બીટરની સાચી દિશા અને સીવનની મહેનત ક્યારે પણ વ્યર્થ નહિ જાય. ઓર્બિટર દવારા મોકલેલી તસ્વીરથી ખબર પડે છે કે, લેન્ડર એકદમ બરાબર છે. ઈસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે.

લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટવાથી ઈસરો પ્રમુખ સીવન ખુદને રોકી શક્ય ના હતા. વડાપ્રધાન મોદીની સામે તેની આંખ છલકાઈ ગઈ હતી. વડાપ્રધાન મોદીએ તેને ગળે લગાવી સાંત્વના આપી હતી. સોશયીળ મીડિયામાં આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ હતી. ત્યારે ફરી એક વાર સીવન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. આ વખતે જેના કારણે તેને પ્રસિદ્ધિ મળી છે તે એક વિડીયો કલીપ છે. જેમાં સીવન ખુદને પહેલા એક ભારતીય જણાવે છે. એક ઇન્ટરવ્યૂમાં સિવને કહેલી આ વાત દિલને અડકી જાય છે.સિવને જાન્યુઆરી 2018માં એક સમાચાર ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન પત્રકારોએ તેને સવાલ કર્યો હતો કે, એક તમિલ વ્યક્તિ તરીકે આપ કેટલી ઊંચાઈ પર પહોંચ્યા છો. તમિલનાડુ ના લોકોને તમે શું કહેવા માંગશો ? આ પ્રશ્નના જવાબમાં સિવને જે કહ્યું તે જાણીને તમારી છાતી પર ફુલાઈ જશે.

સિવને આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, સૌથી પહેલા એક ભારતીય છું. મેં ભારતીયના રૂપમાં ઈસરો જોઈન કર્યું હતું. ઈસરો એક એવી જગ્યા છે જ્યાં બધા ક્ષેત્રના લોકો, અલગ-અલગ ભાષાઓ વાળા લોકો એક સાથે કામ કરતા હોય છે.અનેદદ તેનું યોગદાન આપતા હોય છે. હું મારા આ ભાઈઓ પ્રત્યે આભારી છું. જે મારી પ્રસંશા કરે છે. આ સાંભળીને ભારતીય લોકો તેનો આભાર વ્યક્ત કરતા હોય છે.જણાવી દઈએ કે સિવને 1982માં ઈસરો જોઈન્ટ કર્યું હતું. અહીં તેને લગભગ બધા જ રોકેટના કાર્યક્રમમાં કામ કર્યું છે. ઇસરોના પ્રમુખ બનતા પહેલા તે રોકેટ બનાવવાવાળા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં નિર્દેશક પણ હતા.

About bhai bhai

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *