શું વિજય સુવાળા અને મહેશ સવાણી બાદ ઇસુદાનનો ધડાકો? ઈશુદાન ગઢવીએ ફેસબુક પર પોસ્ટ મૂકીને કહ્યું કે હું આપ માં નથી

0
119

2022 ની ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક મોટા દિગ્ગજ નેતાઓ રાજીનામું આપી રહ્યા છે.આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક મોટી વિકેટ પડવાના કારણે આપ ની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

વિજય સુવાળા બાદ નીલમબેન વ્યાસ અને આખરે દિગ્ગજ ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ રાજીનામું ધરી દીધું. હાલમા આમ આદમી પાર્ટી પાસે દિગ્ગજ નેતાઓ માં ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી સિવાય કોઈ રહ્યું નથી.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટી એક પછી એક રાજીનામાને કારણે હાલ ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચૂકી છે. એક પછી એક રાજીનામાનો દોર વચ્ચે ઈશુદાન ગઢવી ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું હતું કે,હું આપમાં નથી પરંતુ આપ મારામાં છે.

આ ઉપરાંત તેમને કહ્યું કે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચાલી રહેલા પોપગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તે પક્ષમાં અસંતોષ હોવાના કારણે નથી ગયા પરંતુ પોતાની અંગત તકલીફો ને ધ્યાનમાં રાખીને તેઓ ગયા છે. નોંધનીય છે કે આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઈ ચૂક્યા છે.

ગુજરાતી ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાઈ ગયા છે અને તેની ગણતરીની કલાકોમાં જ મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીમાંથી નીલમબેન વ્યાસે પણ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા.

આપ આદમી પાર્ટીમાંથી મહત્વના માથા ગણાતા દિગ્ગજ નેતાઓના રાજકારણના કારણે એક વાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.એક પછી એક દિગ્ગજ નેતાઓના રાજીનામાના કારણે હાલમાં તો આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે.