માસૂમ દીકરી ગ્રીષ્મા નો પરિવાર આજે પણ આ બાબતો નો કરી રહો છે અફસોસ,જાણો

0
32

સુરતમાં બનેલી ચોંકાવનારી ઘટનાના પડઘા આજે ગુજરાતની અંદર સંભળાવી રહ્યા છે. સુરતની અંદર રહેતા પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ગ્રીષ્મા નામની દીકરી નો જાહેરમાં જીવ લઇ લીધો હતો. સુરતમાં બનેલી ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું વાતાવરણ છે.

આ દીકરી દિવ્યાંગ માતા પિતા ની લાડકી દીકરી હતી. તેને ઇન્સ્પેક્ટર બન્યું હતું અને હાલમાં તો તેને તલાટી મામલતદાર ની પરીક્ષા નું ફોર્મ ભર્યું હતું અને દરરોજ સવારે ચાર વાગ્યે ઊઠીને તેની તૈયારી કરતી હતી.

આ દીકરી તેના માતા પિતા ની જ નહિ પણ કુટુંબ ની લાડકી દીકરી હતી.ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે સાથે ઘરમાંથી કી લગાડવાનું કામ કરીને કંઈક રૂપિયા કમાતી આ દીકરી પર ખૂબ જ ગર્વ છે.

ચિત્ર ની સાથે સાથે ખાવાનું એટલું સરસ બનાવતી કે બધા આંગળા ચાટતા રહી જતા. તેને જીન્સ અને ટીશર્ટ, કુર્તા એના પર દુપટ્ટો લીધા વગર બહાર પણ નહીં નીકળતી.તેના ફોઈને બધી જ વાતો શેર કરતી અને કહેતી કે મારે સોનાનું બ્રેસલેટ લેવું છે.

તેના ફોઈએ તેની માટે સોના નું બ્રેસલેટ પણ લીધું હતું પણ ગિફ્ટ આપવાનો સમય જોતા પહેલા જ દીકરી બધાને રડતાં મૂકીને જતી રહી.આ ઘટનાની જાણ થતાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ તેમના ઘરે પહોંચ્યા હતા. પરિવાર ને જલ્દી આરોપીને કડકમાં કડક સજા આપવાની વાત કરીને પરિવારના લોકોને સાંત્વના પાઠવી હતી.

ફેનીલ છેલ્લા એક વર્ષથી આ દીકરી ને હેરાન કરતો હતો અને હાલ પરિવારના માથે દુઃખનો પહાડ આવીને પડ્યો છે. ભગવાન આ પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે તે માટે દરેક લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને હાલમાં આ ઘટના ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.