Breaking News

આઈટમ સોન્ગ અને બોલ્ડ શિન માટે ખુબજ ફેમશ હતી આ હિરોઈન, હવે કોઈ ભાવ પણ નથી પૂછતું,જુઓ તસવીરો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બૉલિવૂડ ફિલ્મ્સમાં ગ્લેમરસ રોલ અને આઈટમ ડાન્સ માટે જાણીતી થયેલી એક્ટ્રેસ સમીરા રેડ્ડી હાલ બીજી વખત પ્રેગ્નેન્ટ છે. જે હાલમાં જ તેના 5 વર્ષના દીકરા સાથે જોવા મળી, સમીરા સલવાર ડ્રેસમાં સિમ્પલ લૂકમાં હતી. જેને ઓળખવી પણ મુશ્કેલ હતી. સમીરાએ રેસ, મુસાફિર, મેને દિલ તુજકો દીયા જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે પરંતુ તે આઈટમ નંબરથી જાણીતી થઈ હતી. હાલ તે એનજીઓ ચલાવી રહી છે.

સમીરા રેડ્ડીનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૭૯નાં રોજ આન્ધ્ર પ્રદેશના રાજામુન્દ્રી ખાતે તેલુગુ કુટુંબમાં થયો હતો. તેને બે બહેનો છે: મેઘના રેડ્ડી અને સુષ્મા રેડ્ડી. તેણે શાળાનું શિક્ષણ મુંબઈમાં માં લીધુ, અને સ્નાતક અભ્યાસ સિડેનહામ કોલેજમાંથી પુરો કર્યો. સમીરા ના કહેવા મુજબ તે બાળપણ માં તેની બંને બહેનો કરતા શાંત અને રાજનૈતિક હતી.

તે સ્નાતક થઇ ત્યારે પ્રથમ વાર ગઝલ ગાયક પંકજ ઉધાસનાં સંગીત વિડિયો ‘ઔર આહિસ્તા’માં દેખાઇ. ત્યારથી તેણે બોલીવુડનું ધ્યાન ખેચ્યું, અને ૨૦૦૨ની હિન્દી ફિલ્મ ‘મૈને દિલ તુજકો દિયા’માં એક મહત્વની ભૂમિકા માટે કરારબધ્ધ થઇ. ૨૦૦૪માં તે ફિલ્મ ‘મુસાફિર’માં એક સેક્સી ભૂમિકામાં દેખાઇ.

બોલીવુડ ઉપરાંત, તેણે આંધ્રપ્રદેશની તેલુગુ, કેરળની મલયાલમ તેમજ તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે દિગ્દર્શક ગૌતમ મેનનની તમિલ ફિલ્મ ‘વારાનમ આઇરામ’માં સુર્યા શિવકુમારની સાથે દેખાઇ, જે ખુબ જ સફળ રહી.

તમને જણાવી દઈએ કે અમે માલ્યાની જે દીકરીની વાત કરી રહ્યા છીએ, તે કોઈ બીજી નથી પણ બોલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડી છે. જી હા, સમીરા રેડ્ડી અને વિજય માલ્યા વચ્ચે બાપ અને દીકરીનો સંબંધ છે. આમ તો માલ્યા છોકરીઓને વસ્તુ સમજીને જ એમનો ઉપયોગ કરે છે. પરંતુ સમીરા રેડ્ડીને તે પોતાની દીકરી માને છે.

ઘણા ઓછા લોકો આ વિષે જાણે છે કે, સમીરા રેડ્ડી માલ્યાની દીકરી છે. પણ તમે નવાઈ ના પામતા, કારણ કે સમીરા રેડ્ડી વિજય માલ્યાની સગી દીકરી નથી, પણ તે એની માનેલી દીકરી છે. અને વિજય માલ્યાએ જ સમીરા રેડ્ડીનું કન્યાદાન કર્યુ હતું. આ રીતે જોવા જઈએ તો સમીરા માલ્યાની દીકરી છે.

સમીરા રેડ્ડીનું કન્યાદાન માલ્યાએ કર્યુ.આમ તો સમીરા રેડ્ડી વિજય માલ્યાને અંકલ કહે છે. અને સમીરા ઘણી બોલીવુડ ફિલ્મોમાં અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સમીરાની અદાઓ ઘણી કાતિલ છે. જયારે લોકોને સમીરા અને માલ્યાનાં સબંધના વિષે ખબર પડી, ત્યારે લોકોએ સમીરા પર નિશાનો સાધવાનો શરુ કર્યો હતો.

પણ સમીરાએ આની જરાપણ ચિંતા કરી નહિ. અને આજે પણ સમીરા અને માલ્યા વચ્ચે ખુબ સારા સંબંધ છે. સમીરાએ વર્ષ 2014 માં બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા છે. સમીરાના લગ્નમાં માલ્યાએ પિતાની ભૂમિકા નિભાવી હતી. અને તેમણે સમીરાનું કન્યાદાન પણ કર્યુ.

બોલીવુડના મોટા-મોટા સ્ટાર્સ પણ ફરતા હતા માલ્યાની પાછળ.જણાવી દઈએ કે, સમીરા રેડ્ડીએ પોતાના લગ્નમાં વિજય માલ્યાને ખાસ મહેમાન તરીકે બોલાવ્યા હતા. અને મળેલી જાણકારી અનુસાર વિજય માલ્યાના દીકરા સિધ્ધાર્થ માલ્યા અને સમીરા રેડ્ડી વચ્ચે પણ ખુબ સારા સંબંધ હતા. આજે ભલે માલ્યા દેશના હજારો કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી ગયો છે. પરંતુ એક સમય એવો હતો કે તેમની આગળ પાછળ બોલીવુડના મોટા મોટા સ્ટાર્સ, ક્રિકેટર અને રાજનેતા ચક્કર લગાવતા હતા. આ કારણે જ વિજય માલ્યાને કિંગ ઓફ ગુડ ટાઇમ્સ પણ કહેવાય છે. સમીરા અને માલ્યા વચ્ચેના આ સંબંધની જાણકારી તેના મિત્રોએ આપી હતી.

સમીરા રેડ્ડીએ પોતાના ટીનએજ સમયની એક તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં સમીરા ઓવર સાઈઝ જોવા મળી રહી છે. તેમણે ચેક્સ શર્ટ પહેર્યો છે. ફોટાને શેર કરતા સમીરાએ કેપ્શનમાં લખ્યું મજાકથી ભરેલી હું તે વાત સાથે સતત સંઘર્ષ કરી રહી છું કે મને તે સમય જેવી સ્વીકારવામાં આવતી હતી. મારી ઉપર સારા દેખાવાનું ઘણું દબાણ હતું. એક પ્રેમ કરવા વાળા પતિ અને બાળકો છતાં આજે પણ એવો સમય આવે છે જયારે હું તે ચિંતાનો અહેસાસ કરું છું. જેનાથી મને મારા શરીર ઉપર સંદેહ થાય છે.

તે પહેલા પણ સમીરા ઘણી વખત વજન અને રંગને લઈને વાતો શેર કરતી રહે છે. એક બીજા ફોટા શેર કરતા સમીરાએ કેપ્શનમાં લખ્યું હતું – ઓળખો કોણ? ઉંમર ૧૩ વર્ષ, વર્ગમાં સૌથી લાંબી જે તેના માટે ઘણું વિચિત્ર હતું. કાશ કોઈએ મને પોતાની જાત સાથે પ્રેમ કરતા શીખવ્યું હોત. મેં મારા સંપૂર્ણ ટીનએજ અવસ્થા લોકો મારો સ્વીકાર કરશે કે નહિ અને વજન ઘટાડવાના ટેન્સન મા પસાર કર્યું. બોલીવુડને અલવિદા કરી ચુકેલી સમીરા રેડ્ડીએ ૧૨ જુલાઈના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર થઈને સમીરા સમાચારોમાં રહે છે. તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસ સાથે જોડાયેલી છે.

સમીરાએ વર્ષ ૨૦૧૪માં બિજનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા. અક્ષય Vardenchi Motorcycles ના કો-ઓનર છે. તે કંપની મોટર બાઈકને કસ્ટમાઈઝ કરે છે. સમીરા અને અક્ષયની મુલાકાત એક એડ શૂટ દરમિયાન થઇ હતી. જયારે અક્ષયે સમીરાને બાઈક ચલાવતા જોઈ તો તે તેને પ્રેમ કરી બેઠા હતા. બંનેએ એકબીજા ને બે વર્ષ સુધી ડેટ કર્યા. ત્યાર પછી લગ્નનો નિર્ણય લીધો. લગ્ન મરાઠી રીત રીવાજ સાથે થયા હતા.

સમીરા રેડ્ડી તેની બીજી પ્રેગનેન્સી વખતે ખૂબ જ એક્ટિવ અને ખુશ દેખાઈ રહી હતી. એ સમયે તેણે જાત જાતના અંડર વોટર અને સ્વીમિંગ પોઝ આપ્યા હતા. જેમાં તેનું સગર્ભાવસ્થાવાળું પેટ પણ દેખાઈ રહ્યું હતું. શીર ફેબરિકની બીચ બેર હોલ્ટરનેક ટોપ અને બ્ય્લૂ કલરનું ફ્લોરલ પ્રિન્ટવાળું સ્કર્ટ પહેર્યું છે. ટોપના સ્લીટમાંથી તેમનું સગર્ભા અવસ્થાવાળું પેટ પણ જોઈ શકાય છે. તેમણે વધુ એક પોઝમાં નો સ્મોકિંગના પોસ્ટર સાથે બીચ વેરમાં પોઝ આપીને ફોટો પોસ મૂક્યો છે. તેમણે આ અવસ્થામાં સુંદર પોષાકમાં તેમની બંને બહેનો સાથે એક ફોટો મૂક્યો છે જેમાં તેમની બહેનો એ તેમના પેટ પર હાથ મૂક્યો છે.

ગોદભરાઈના ફોટોમાં તે એક સગર્ભા સ્ત્રીના ચહેરા પર જે ગ્લો અને શાઈન દેખાતી હોય તેવી જ સમીરાના ચહેરા પર પણ જોઈ શકાતી હતી. તે ફોટોમાં દીકરાને પતિ પત્નીની વચ્ચે ઊંચકીને ફોટો મૂક્યો છે. તેઓ બીજા સંતાનના આગમન માટે આ ફોટોમાં ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યાં હતાં. જે હવે તેમનો ઇંતેજાર પૂરો થયો અને એક પરફેક્ટ ફેમીલી બની ગયું છે.

બેબીના ફોટો સાથેનું કેપ્શન છે એકદમ હ્રદયસ્પર્શી.સમીરાએ તેના બેબી સાથેના ફોટોમાં માતા બનવાની ખુશી સાથે લખ્યું છે કંઈક એવું કે તેની લાગણી સીધી સ્પર્શી જાય તેવી છે. તેણે લખ્યું છે, આ છોકરીએ મને શક્તિશાળી ઘોડા જેવી તાકાત આપી છે, તે મને મારી જાત સાથે ઓળખાણ કરાવી રહી છે, જાણે તેને ખબર હતી કે હું ક્યાંક ખોવાઈ ગઈ હતી અને મારે જાતને શોધવી હતી જેનો તેણે મને રસ્તો બતાવ્યો છે. તેણે મને માતૃત્વની ઉજવણી કરવા માટેનું બહાનું આપ્યું છે. શરીરના બંધારણમાં ફેરફાર થતો રહે છે, અને આ એક શ્રેષ્ઠ માધ્યમ છે જ્યારે લોકો તમને સમજે છે. સૌનો અભાર મને આ સ્થિતિમાં સાથ આપવા માટે. તેણે છેલ્લે ઉમેર્યું છે, અમે દીકરીના જન્મની જ પ્રાર્થના કરી હતી.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *