Breaking News

જાણો આખરે શું છે કાલ સર્પ યોગ? અને કેવું હોય છે એનું પરિણામ, જાણી લો એના નિવારણ ના ઉપાયો….

કાલસર્પ  એક એવો યોગ છે જે જાતકના પૂર્વ જન્મના કોઈ અપરાધ કે દંડ કે શ્રાપના ફળસ્વરૂપ તેની જન્મકુંડળીમાં જોવા મળે છે. જ્યારે કુંડળીમાં સાત ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે હોય તો તે ઘાતક કાલસર્પ યોગ બને છે. તેમા વ્યક્તિ આર્થિક અને શારીરિક રૂપે પરેશાન તો થાય છે સાથે જ સંતાન સંબંધી કષ્ટ પણ રહે છે. તેને હંમેશા આર્થિક સંકટ ઘેરી લે છે. તેને અનેક પ્રકારના રોગ સતાવતા રહે છે. બનતા કામ બગડી જાય છે કે પછી તેમા અવરોધ ઉભો થાય છે. આવી વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળે છે.

જ્યારે કોઈ જન્મ કુંડળીમાં દરેક ગ્રહો રાહુ અને કેતુની મધ્યે આવી જાય છે, તો તે કાલસર્પ યોગ બને છે. રાહુ કુંડળીમાં ગમે ત્યાં હોય, કેતુ હંમેશા તેના સાતમા ભાવમાં રહે છે. આવું થવાને કારણે કેટલાક વ્યક્તિઓને જીવનમાં અશુભ અસરોનો સામનો કરવો પડે છે. ક્યારે ક્યારે આ યોગ વ્યક્તિને જીવનમાં અસાધારણ સફળતા પણ અપાવે છે.

કાલસર્પ યોગવાળા ઘણા વ્યક્તિ એવા પણ થઈ ચુક્યા છે જે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા ઊંચા પદ પર પહોંચ્યા. જેમા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી સ્વ. પં જવાહર લાલ નેહરુ, સ્વ મોરારજી ભાઈ દેસાઈ અને સ્વ ચંદ્રશેખર સિંહ પણ કાલસર્પ દોષથી ગ્રસ્તિ થયા. પરંતુ તેઓ છતા પણ ભારતના પ્રધાનમંત્રી પદને સુશોભિત કરી ચુક્યા છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિએ નિરાશ ન થવુ જોઈએ. તેને પોતાના કર્તવ્યોનુ પાલન સંપૂર્ણ મનથી કરવુ જોઈએ.

જીવનમાં રાહુનો પ્રભાવ: રાહુનો પ્રભાવ આપણા જીવનમાં ઘણો મહત્વનો છે. અન્ય ગ્રહોની સાથે ખાસ કરીને ચંદ્ર, સૂર્ય, ગુરુ, શનિ અને મંગળની સાથે મળી આ તે ગ્રહના પ્રભાવને ખતમ કરી નાખે છે. રાહુ ચંદ્રનો યોગ કે રાહુ સૂર્યનો યોગ માનસિક તકલિફ અપાવે છે. ગુરુ-રાહુનો યોગ પૈસાને લગતો અથવા સંતાનને લગતી ચિંતા ઉભી કરે છે. શનિ-રાહુનો યોગ જીવનમાં દુઃખ કે રોગો લાવે છે. જો આ યોગ લગ્નમાં હોય તો વ્યક્તિ માદક પદાર્થોનું સેવન કરવાનો શોખ ધરાવે છે.

કાલસર્પ યોગની જીવન પર અસર: રાહુ અને શુક્ર એક સાથે હોય તો ધન સુખ પ્રદાન કરે છે, પણ કૌટુંબિક જીવનમાં અશાંતિ રહે છે. ઉપર જોયું તે પ્રમાણે રાહુ અન્ય ગ્રહો સાથે બેસી જીવનમાં શું પ્રભાવ પાડે છે. જન્મ કુંડળીમાં રાહુ બીજા, છઠ્ઠા આઠમાં અને બારમાં ભાવમાં હોય તો કેતુ ક્રમશઃ આઠમાં, બારમાં, બીજા કે છઠ્ઠા ભાવમાં રહેશે. આ સ્થિતિમાં દરેક ગ્રહ જો બીજા-આઠમાં ભાવના મધ્યમાં હોય કે છઠ્ઠા-બારમાં ભાવ હોય, કે આઠમા-બીજા ભાવના મધ્યમાં હોય અથવા બારમાં અને છઠ્ઠા ભાવના મધ્યમાં હોય તો તેનાથી બનનારો કાલસર્પ યોગ જીવનમાં અશુભ પ્રભાવ પેદા કરે છે.

કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે ? : આવા સમયે સુખી જીવન જીવવા માટે તમારા બ્રાહ્મણથી તેની શાંતી કરાવી લેવી જોઈએ.આ યોગનો દુષ્પ્રભાવ રાહુની વિંશોત્તરી મહાદશા કે અન્તર્દશા દરમિયાન સામે આવે છે. ક્યારેક આ દુષ્પ્રભાવ ગોચરમાં રાહુના અશુભ સ્થાનોમાં આવવાથી પણ સામે આવે છે. તેની જાણકારી જન્મ કુંડળીમાં આપેલી ગણનાઓથી સરળતાથી કરી શકાય છે. કાલસર્પ યોગ હોવાને કારણે શારીરિક મુશ્કેલી, આર્થિક હાની, અભ્યાસમાં મુશ્કેલી, સંબંધીઓ અને કુટુંબમાં વિરોધ, નકામા કેસોમાં પૈસાનો બગાડ જેવું ફળ મળે છે. ક્યારેક લગ્ન થવામાં અડચણો આવે છે, સંતાન સુખ મળતું નથી, પત્ની કે પતિ સુખથી વંચિત કે તેની સાથે કોઈ દુર્ઘટના પણ થાય છે.

ઉપાય માટે શું કરશો? : જો કુંડળીમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર કે શનિ પોતાની રાશિ કે પોતાની ઉચ્ચ રાશિમાં થઈ લગ્ન કે ચંદ્ર થી કેન્દ્ર સ્થાને હોય તો કાલસર્પ યોગ ખતમ થઈ જાય છે. કાલસર્પ યોગ હોય તો ડરવું જોઈએ નહિં. કોઈ એક યોગના રહેવાને કારણે અનિષ્ટ થતું નથી. જો સમય પ્રતિકૂળ હોય તો આખી કુંડળીનું અધ્યયન કરીને જ કોઈ તારણ પર પહોંચવું જોઈએ. સામાન્ય રીતે ભગવાન શિવની આરાધના અને તાંબાનો સર્પ ચઢાવવાથી લાભ થાય છે.

શુ આપ જાણો છો કાલસર્પના પણ 12 પ્રકાર છે. મુખ્ય રૂપથી 12 કાલસર્પ યોગ છે એવુ માનવામાં આવે છે. આવો જાણીએ એ 12 કાલસર્પ યોગના નામ

 • 1. અનંત કાલસર્પ યોગ
 • 2. કુલિક કાલસર્પ યોગ
 • 3. વસુકિ કાલસર્પ યોગ
 • 4 શંખપાલ કાલસર્પ યોગ
 • 5 પદમ કાલસર્પ યોગ
 • 6.  મહાપદમ કાલસર્પ યોગ
 • 7. તક્ષક કાલસર્પ યોગ
 • 8. કારકોટક કાલસર્પ યોગ
 • 9. શંખચૂડ કાલસર્પ યોગ
 • 10. ઘાતક કાલસર્પ યોગ
 • 11. વિષઘર કાલસર્પ યોગ
 • 12. શેષનાગ કાલસર્પ યોગ

જ્યોતિષશાસ્ત્ર મુજબ પંચમી તિથિના દેવતા શેષનાગ છે. તેથી આ દિવસ ખૂબ શુભ ફળ આપનારો માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે કાલસર્પ દોષ શાંતિ માટે નાગ અને શિવની વિશેષ પૂજા અને ઉપાસનાથી જીવનમાં આવી રહેલ અવરોધો નિશ્ચિત રૂપે દૂર થાય છે. કાલસર્પ યોગના ઉપાય નદીના કિનારે કે શંકરજીના મંદિરમાં કરવા જોઈએ.  કાલસર્પ યોગ શાંતિ માટે ઉજ્જૈન મહાકાળ અને નાસિકમાં ત્રયંબકેશ્વર સૌથી સિદ્ધ સ્થાન છે. કાળ સર્પ યોગથી પીડિત જાતકને યથાસંભવ આ સ્થાન પર જઈને દર્શન પૂજા અર્ચના કરવી જોઈએ.

નાગ પંચમીના દિવસે શિવનો અભિષેક કરતા ચાંદીના નાગ-નાગિનની જોડી શિવલિંગ પર ચઢાવી દો. પછી અભિષેકની સમાપ્તિ પર તેને તાંબાના પાત્રમાં વિસર્જિત કરીને એ પાત્રને અભિષેક કરનારા પંડિતને દાનમાં આપી દો. તેનાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. નાગ પંચમીના દિવસે 11 નારિયળ વહેતા પાણીમાં પ્રવાહિત કરો. તેનાથી કાલ સર્પ દોષથી જરૂર મુક્તિ મળે છે. કાર્યમાં સફળતા મળવાના યોગ બને છે. જીવનમાં આવેલી અસ્થિરતા દૂર થઈ જાય છે.

નાગ પંચમીના દિવ્સે અને દરેક મહિને શુક્લ અને કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે ૐ કુરુકુલ્યે હું ફટ સ્વાહા મંત્રનો જાપ જરૂર કરો. તેનાથી કાલ સર્પ દોષના દુષ્પ્રભાવ ઓછા થાય છે. જે જાતકને કાલ સર્પ દોષ હોય તેણે નાગની આકૃતિવાળી અંગૂઠી જરૂર પહેરવી જોઈએ શ્રાવણના મહિનામાં 30 દિવસ સુધી મહાદેવનો અભિષેક કરો.શ્રાવણના દરેક સોમવારે શિવ મંદિરમાં દહીથી ભગવાન શંકર પર હર હર મહાદેવ કહેતા અભિષેક કરો.

શ્રાવણ મહિનામાં રૂદ્રાભિષેક કરાવો અને મહામૃત્યુંજય મંત્રની કે માળાનો જાપ રોજ કરો. ઘરના ઉંબરા પર માંગલિક ચિન્હ બનાવીને ખાસ કરીને ચાંદીનો સ્વાસ્તિક જડાવવાથી શુભ્રતા આવે છે. કાસસર્પ દોષમાં કમી આવે છે. શ્રાવણમાં શિવલિંગ પર રોજ મીઠા દૂધમાં ભાંગ નાખીને ચઢાવો. તેનાથી ગુસ્સો શાંત થાય છે સાથે જ સફળતા ઝડપથી મળે છે.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *