Breaking News

જાણો એક એવા દેવતાં વિશે જેમની સાથે કિન્નરો કરે છે લગ્ન, જુઓ તસવીરો……….

મિત્રો આજે અમે તમને અમારા આ આર્ટિકલમાં જણાવીશું કે અરાવન દેવતા જેમની સાથે થાય છે કિન્નરોના લગ્ન.મિત્રો આપણા દેશમાં તમિલનાડુ રાજ્યના એક દેવતા અરાવનની પૂજા કરવામાં આવે છે.ઘણી જગ્યાએ તેમને અરાવન અને ઇરાવનના નામથી પણ ઓળખવામાં આવે છે.અરાવન કિન્નરોના દેવતા છે તેથી દક્ષિણ દિશામાં અરાવનને કિન્નરોના દેવતા કહેવાય છે કિન્નરો અને અરાવન દેવતાના સંબધમાં સૌથી અચરચ વાળી વાત એ છે કે કિન્નર તેમના આરાધ્ય દેવ અરાવન સાથે વર્ષમાં એક વખત લગ્ન કરે છે.જોકે આ લગ્ન માત્ર એક દિવસ માટે હોઈ છે,બીજા દિવસે અરાવન દેવતાના મૃત્યુથી તેમનું લગ્ન જીવન સમાપ્ત થઈ જાય છે.

તમને બધાને એ જણાવી દઈએ કે અરાવન દેવતા છે કોણ??એકવાર મહાભારતની કથા અનુસાર એકવાર અર્જુન એ દ્રૌપદી સાથે લગ્ન કર્યા છે એક શરતના ઉલ્લંઘનની કારણે ઇન્દ્રપ્રસ્થથી નિષ્કાષિત કરીને 1 વર્ષની તીર્થ યાત્રા પર મોકલવામાં આવે છે.ત્યાંથી નીકળ્યા પછી અર્જુન ઉત્તર પૂર્વ ભારતમાં જાય છે જ્યાં તેમની મુલાકાત એક વિધવા નાગ રાજકુમારી ઉદુપી સાથે થાય છે. બંનેને એક બીજા સાથે પ્રેમ થાય છે અને બંને લગ્ન કરી લે છે. લગ્ન પછી થોડા જ સમયમાં ઉદુપીએ એક પુત્રને જન્મ આપ્યો. જેનું નામ રાવણ રાખવામાં આવ્યું. એક પુત્રના જન્મ પછી, અર્જુન તે બંનેને ત્યાં છોડી દે છે અને આગળની યાત્રા તરફ આગળ વધે છે.

અરાવન તેની માતા સાથે નાગલોકમાં જ રહે છે.યુવા થવા પર તે નાગલોક છોડીને તેના પિતા પાસે આવે છે, ત્યારે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હોય છે. તેથી અર્જુન તેમને યુદ્ધ કરવા માટે યુદ્ધના મેદાનમાં મોકલે છે. મહાભારતના યુદ્ધમાં, એક સમય એવો આવે છે કે જ્યારે પાંડવોને તેમની જીત માટે માતા કાલીના ચરણોમાં સ્વૈચ્છિક નરબલિદાન માટે રાજકુમારની જરૂર પડે છે.જ્યારે કોઈ પણ રાજકુમાર આગળ ન આવ્યા, ત્યારે અરવાન પોતાને સ્વૈચ્છિક નરબલિદાન માટે રજૂ કરે છે. પરંતુ તેઓ શરત મૂકે છે કે તો અવિવાહિત નહીં મૃત્યુ પામે. આ શરત ને કારણે મોટુ સંકટ ઉંભું થાય છે. કારણ કે કોઈ રાજા એ જાણતા કે બીજા દિવસે તેમની પુત્રી વિધવા થઈ જશે,તેથી અરાવન સાથે તેમની પુત્રીના લગ્ન કરવા તૈયાર નથી થતા.

જ્યારે કોઈ રસ્તો નથી હોતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વંય મોહિની રૂપ ધારણ કરીને અરાવન સાથે લગ્ન કરે છે.બીજા દિવસે અરાવન સ્વંય પોતાનું મસ્તક માં કાળીના ચરણોમાં અર્પિત કરી દે છે.અરાવનની મૃત્યુ પછી શ્રી કૃષ્ણ મોહિની રૂપમાં લાંબા સમય સુધી વિલાપ પણ કરે છે,હવે જોકે શ્રી કૃષ્ણ પુરુષ હોવા છતાં સ્ત્રીના રૂપમાં અરાવન સાથે લગ્ન કરે છે.તેથી કિન્નર જે સ્ત્રી રૂપમાં પુરુષ માનવામાં આવે છે તે પણ અરાવન દેવતા સાથે એક રાત માટે જ લગ્ન કરે છે.અને તેમને તેમના આરાધ્ય દેવ માને છે.

હવે તમને જણાવીએ તમિલનાડુમાં સ્થિત ભગવાન અરાવન દેવતાના મંદિર વિશે,જોકે તમિલનાડુના ઘણા ભાગોમાં અરાવન નું મંદિર બનેલું છે.પણ તેમનું સૌથી પ્રાચીન અને મુખ્ય મંદિર વિલ્લુપુરમ જિલ્લામાં કુભગમ્બ ગામમાં છે,જે કુંઠ ટેમ્પલના નામથી ઓળખાય છે.આ મંદિરમાં ભગવાન અરાવનના ફક્ત મસ્તક ની પૂજા થાય છે.એવી જ રીતે રાજસ્થાનના ખાટુંશ્યામજીમાં બર્બરિકના મસ્તકની પૂજા કરવામાં આવે છે.આશા કરું છું કે તમને અરાવન દેવતા અને કિન્નરો સંબધિત આ આર્ટિકલ પસંદ આવ્યો હશે,અને આવી ખબરો માટે અમારી સાથે જીડાયેલ રહો. !!આભાર..!

About bhai bhai

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *