Breaking News

જાણો હાલ ક્યાં છે બોલિવૂડ ની આ હોટ અભિનેત્રી,આજે પણ દેખાઈ છે એટલી જ સુંદર અને હોટ,જોવો તસવીરો…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ પોતાનું નસીબ અજમાવવા માંગે છે, પરંતુ દરેકનું નસીબ જોઈ એવું ચમકતું નથી. ઉદ્યોગની અંદર ઘણા એવા કલાકારો છે જેમણે ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આમાંની એક અભિનેત્રી મહિમા ચૌધરીનું નામ પણ આવે છે. હા, મહિમા ચૌધરીએ તેની પહેલી ફિલ્મથી નોંધપાત્ર સફળતા મેળવી છે.

હાલમાં થોડા સમય પહેલાં જ બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરીનો જન્મદિવસ હતો. મહિમા ચૌધરીનો જન્મ ૧૩ સપ્ટેમ્બર, ૧૯૭૬નાં દાર્જીલિંગમાં થયો હતો. શાહરૂખ ખાનની સાથે “પરદેશ” મુવી રીવ્યુ કરવાવાળી એક્ટ્રેસ મહિમા ચૌધરી બોલિવૂડની એક જાણીતી એક્ટ્રેસ છે. ભલે તે આજે ઇન્ડસ્ટ્રીમાં કામ નથી કરતી પરંતુ તેમ છતાં પણ દુનિયાભરમાં તેમની ઓળખ મળી છે. ૪૬ વર્ષીય મહિમા ચૌધરી પોતાની દીકરીને સાથે મુંબઈમાં એકલી રહે છે. મહિમાની દીકરીનું નામ અર્યાના ચૌધરી છે. જણાવી દઈએ કે પતિ બોબી મુખર્જી સાથે છૂટાછેડા બાદ મહિમા એકલી રહેવા લાગી હતી.

મહિમા ચૌધરી એમના અફેયર ને લઈને પણ ખુબ જ ચર્ચા માં રહી છે. જણાવી દઈએ કે મહિમા નું નામ એક ટેનિસ પ્લેયર ની સાથે પણ જોડાયેલું હતું.જી, હા જણાવી દઈએ કે આ બંને નો સબંધ લગભગ છ વર્ષ સુધી ચાલ્યો, પરંતુ પછી આ બંને અલગ થઇ ગયા. બરહલાલ જે ટેનિસ પ્લેયર વિશે અમે વાત કરી રહ્યા છીએ તે કોઈ બીજું નહિ પરંતુ લિએંડર પેસ છે. જાણવા મળે છે કે પેસ થી અલગ થયા પછી મહિમા એ એક ઈન્ટરવ્યું દરમ્કિયન કહ્યું કે તે ખુબ જ સારા ટેનિસ પ્લેયર છે. પરંતુ તે બિલકુલ પણ સારા વ્યક્તિ નથી. જણાવી દઈએ કે ૨૦૦૫ માં આ બંને એક બીજા ને ડેટ કરી રહ્યા હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે મહિમાએ વર્ષ ૨૦૦૬માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન વધારે સમય સુધી ચાલી શક્યા નહીં. વર્ષ ૨૦૧૩માં તે બંનેએ છૂટાછેડા લઇ લીધા અને મહિમા હવે મુંબઈમાં પોતાની દીકરી અર્યાના સાથે રહે છે. મહિમા વીજે રહી ચૂકેલી છે અને તેણે ઘણી એડવર્ટાઈઝમેન્ટમાં પણ કામ કર્યું છે.

સિંગલ મધર છે મહિમામહિમા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને જ્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું, તો તેમણે કહ્યું હતું કે તે એક સિંગલ મધર છે અને સિંગલ માટે પોતાના બાળકનું પાલન પોષણ કરવું થોડું મુશ્કેલ બની જાય છે. તેમણે જણાવ્યું હતું કે પૈસા કમાવવા હતા અને દીકરી ખૂબ જ નાની હતી. એટલા માટે તેને છોડીને શૂટિંગ પર જવું મુશ્કેલ હતું. એટલા માટે તેમણે પોતાનું બધું જ ધ્યાન પોતાની દીકરી તરફ લગાવ્યું અને ફિલ્મોથી અંતર બનાવી લીધુ.

ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈએ આપ્યો હતો બ્રેકમહિમાને બોલિવૂડમાં લાવવાનું ક્રેડિટ નિર્દેશક સુભાષ ઘાઈને મળે છે. તેમને ફિલ્મ “પરદેશ” માં મહિમાને શાહરુખ ખાન અને અપૂર્વ અગ્નિહોત્રી અપોઝિટ કાસ્ટ કરેલ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મ માટે ૩૦૦૦ યુવતીઓએ ઓડિશન આપ્યું હતું, જેમાંથી મહિમાની પસંદગી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે પહેલા મહિમાનું નામ રીતુ ચૌધરી હતું. તેને મહિમા નામ સુભાષ ઘાઈએ આપ્યું હતું.

આમ તો તમને બધા ને ‘આઈ લવ માય ઇન્ડિયા’ નું ગીત તો યાદ જ હશે. તે એ ફિલ્મ છે જેમાં મહિમા ચૌધરી એ ખુબ જ સારું કામ કર્યું હતું અને આ ફિલ્મ માં એની સાથે શાહરૂખ ખાન પણ હતા. બરહલાલ આ બંને ની જોડી ને દર્શકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવી હતી. આમ તો ઘણા લોકો જાણે છે કે આ સુપરહિટ ફિલ્મ મહિમા ચૌધરી ની પહેલી બોલીવુડ ફિલ્મ હતી. એટલે કે મહિમા એ એમના ફિલ્મી કરિયર ની શરૂઆત આ ફિલ્મ થી કરી હતી. એ સિવાય મહિમા ચૌધરી એ આમીર ખાન ની સાથે એક કોલા બ્રાંડ ની એડ માં પણ કામ કર્યું હતું અને એ પછી ઘણી ચર્ચા માં આવી ગઈ હતી. આ એડ પરદેસ ફિલ્મ ના રિલીજ થયા પહેલા જ આવી ચુકી હતી.

૧૯૯૭માં આવેલી “પરદેશ” ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી અને મહિમાને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ નવોદિત કલાકારો એવોર્ડ પણ મળ્યો હતો. મહિમા ૧૯૯૦માં મિસ ઈન્ડિયા કોમ્પિટિશનની વિનર રહી ચુકી છે. જોકે પરદેશ બાદ તે “દાગ : ધ ફાયર”, “યે તેરા ઘર યે મેરા ઘર”, “ઓમ જય જગદીશ”, “દિલ હે તુમહારા” જેવી ફિલ્મોમાં નજર આવી હતી. પરંતુ કોઇ ખાસ કમાલ દેખાડી શકી નહીં.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *