Breaking News

જાણો કેવી રીતે એક સામાન્ય ખેડૂતએ બનાવી દીધી સૌથી પ્રખ્યાત બાલાજી વેફર્સ, એકવાર જરૂર વાંચજો આખો કિસ્સો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક ખેડૂત ના દીકરા વિશે વાત કરીશું જેને બાલાજી વેફરની બ્રાન્ડ ને આખા વિશ્વ માં પ્રખ્યાત કરી દીધી તો ચાલો જાણીએ. આજે આપણે એક સફળતા અને અસફળતા જીવનનો એક ભાગ જ છે જો તમે દ્રઢ નિશ્ચય કરી ને તમારી પુરી મેહનત થી કામ કરો તો તમને સફળ બનતા કોઈ નથી રોકી શકતું. પ્રથમ પ્રયાસ માં જ સફળ થવું એ જરૂરી નથી, ઘણી બધી અસફળતા મેળવ્યા બાદ પણ તમે સાચી સફળતા મેળવી શકો છો..

ગુજરાત માં ભાગ્યેજ કોઈ એવો વ્યક્તિ હશે જેને બાલાજી વેફર નહીં ખાધી હોય, ગુજરાત ના ખૂણે ખૂણે નાની એવી દુકાને પણ તમને બાલાજી ના પેકેટ્સ મળી જશે, બાલાજી વેફર ના સ્થાપક છે આપણા ગુજરાત ના જ એક ખેડૂત વ્યક્તિ જેમનું નામ છે ચંદુભાઈ વિરાણી, એમનો જન્મ જામનગર ના નાના એવા ગામ ધૂન-ધોરાજી માં થયો હતો.

એ પરીવાર ના 3 ભાઈઓ ભીખુભાઈ , ચંદુભાઈ અને કનુભાઈ એ 1972 માં પોતાના બાપ દાદા નું ખેતર 20,000 માં વેચી ને રાજકોટ માં ખેતી ના ઉપકરણો નો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તેમના એ ધંધા માં મોટું એવું નુકસાન થયું અને એમના બધા જ પૈસા ના રોકાણ નું નુકશાન થઈ ગયું.ત્યારબાદ તેમને એક બોર્ડિંગ ના મેસ નું રસોઈ કામ-કાજ હાથ પર લીધું. ત્યાર બાદ 2 વર્ષ પછી આ ત્રણેય ભાઈ એ ગુજરાન ચલાવવા માટે રાજકોટ ની એક ટોકીઝ માં વેફર અને સેન્ડવિચ ની એક કેન્ટીન ખોલી. શરૂઆત માં તો તેઓ બહાર થી માલ લાવીને વેંચતા હતા.

થોડા સમય બાદ તેમને જાતે બનાવવાનું શરૂ કર્યું. ત્રણેય ભાઈઓ ની પત્નીઓ ઘરમાં વેફર તળી ને આપતા હતા, આ રીતે એમનું ગુજરાન ચાલતું હતું. આ દરમિયાન ચંદુ ભાઈ ને વેફર ના ધંધા માં સારો એવો ફાયદો દેખાવા લાગ્યો. ઘર માં તેમની પતિઓ દ્વારા બનાવામાં આવતી વેફર હવે તેઓ કેન્ટીન ઉપરાંત બીજી દુકાનો માં પણ વેચવાનું ચાલુ કરવા લાગ્યા.

આ દરમિયાન તેમને સારા અને નરસા અનુભવ થયા હતા કેમકે એ સમય માં લોકો પેકેટ ફૂડ ને વાસી સમજતા હતા. પરંતુ દ્રઢ નિશ્ચય સાથે ચંદુ ભાઈ પોતાના કામ માં વળગી રહ્યા. તેમના પુરુષાર્થ અને દિવસ-રાત ની મેહનત રંગ લાવી અને નમકીન જગત માં તેઓ પ્રખ્યાત થવા લાગ્યા.1989 માં રાજકોટ માં એક મશીન થી શરૂ કરી બાલાજી વેફર ની સ્થાપના ચંદુ ભાઈ એ કરી. ત્યાર બાદ એમની માર્કેટ માં વેચાણ વધતું રહ્યું અને થોડા સમય માં ઑટોમૅટિક મશીન પ્લાન્ટ માં શરૂ કર્યું અને દિવસ રાત કામ કાજ ચાલુ કર્યું। જોત જોતામાં જ બાલાજી વેફર લોકપ્રિય બની ગયું અને લોકો વેફર એટલે બાલાજી પર્યાય બની ગયા એકબીજા ના, બાલાજી બ્રાન્ડ પર વિશ્વાસ કરવા લાગ્યા લોકો.

ચંદુ ભાઈ ના સપના મોટા હતા હવે તેમને ગુજરાત બહાર પણ પોતાનો ધંધો વધારવો હતો. અને વલસાડ માં મોટા હાઈ ટેક પ્લાન્ટ ની સ્થાપના કરી. અને તેમની મેહનત રંગ લાવી. આજે બાલાજી ના 30 થી વધારે પ્રકાર ના પ્રોડક્ટ માર્કેટ માં છે. અને તેમને ગુજરાત બહાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને ગોઆ માં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે. આજે 60-70 ટકા માર્કેટ એમને કવર કરી લીધું છે. આજે ચંદુ ભાઈ એ ભારત ઉપરાંત દુનિયા માં 40 કરતા વધારે દેશો માં પોતાની પ્રોડક્ટ નું વેચાણ કરે છે. તેઓ ના પ્લાન્ટ માં 2500 થી વધારે લોકો કામ કરે છે અને તેમાં 70% થી વધારે સ્ત્રીઓ છે.

કેમ બાલાજી વેફર્સ જ નામ પડ્યું? બીજું કેમ નહિ:- જ્યારે ચંદુભાઇ વિરાણીને એસ્ટ્રોન (રાજકોટ) સિનેમામાં કેન્ટીનનો કોન્ટ્રાક્ટ અમને મળ્યો ત્યાંથી તેમની સફર શરૂ થઇ હતી. રાજકોટની એસ્ટ્રોન સિનેમાની ચંદુભાઇની કેન્ટીનમાં મંદિર હતું. એમાં નિયમિત પૂજા થતી હતી. એમાંથી કંપનીનું નામ બાલાજી રાખવું એવો વિચાર આવ્યો હતો.

મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણી કહે છે કે, બિઝનેસ સફળતાપૂર્વક ખેડવા માટે અખૂટ ધીરજ જોઈએ. ઉતાવળે આંબા ન પાકે. આંબાના છોડને ઉછેરવા માટે વર્ષો લાગી જાય એ પછી એમાં કેરીનું ફળ બેસે એવું જ બિઝનેસનું છે. બિઝનેસ એ ટામેટાંનો છોડ નથી કે તરત ઊગી જાય.કાલાવડ તાલુકાનું ધૂન-ધોરાજી નામનું એક નાનકડું ગામ છે. ચંદુભાઇના પિતા આ ગામમાં ખેડૂત હતા, પણ ખેતી કરતાં સમાજ સેવા અને આગેવાનીમાં રસ વધુ હતો. ગામના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત રહે એટલે જમીન ધીમે ધીમે વેચાવા માંડી. ચંદુભાઇ, તેમના મોટાભાઇ ભીખુભાઇ અને સૌથી નાનાભાઇ કનુભાઇનું બાળપણ ગામડામાં ધીંગામસ્તી કરતાં કરતાં વિત્યું.

એમના પિતાજી પોપટભાઇ વિરાણી કંઇક અલગ વિચારનાર માણસ હતા. દીકરાઓને તેમણે કહ્યું કે ‘મોચી પોતે બનાવેલાં જોડાનો ભાવ પોતે નક્કી કરે, કુંભાર ઘડાનો ભાવ પોતે નક્કી કરે, પણ ખેડૂત પોતે ઉપજાવેલી વસ્તુનો ભાવ પોતે નક્કી કરી શકતો નથી, દલાલો અને વેપારીઓ ખેડૂતના ઉત્પાદનના ભાવ નક્કી કરે છે.

વેપારી બજારમાં જે ભાવે માલ વેચતા હોય તેના અડધા પણ ખેડૂતને મળતા નથી, આવી ખેતી નથી કરવી. શહેરમાં જવું છે.’ અને, પોપટભાઇ જમીન જાયદાદ વેચીને રાજકોટ આવી ગયા. આ નિર્ણય બહુ જ જોખમી છતાં મહત્વપૂર્ણ હતો. ચંદુભાઇ કહે છે, પિતાજીએ આ નિર્ણય ન લીધો હોત તો અમે ખેતી જ કરતા હોત. રાજકોટમાં આવીને દસ ધોરણ પાસ ચંદુભાઇએ ધંધો શોધવા માંડયો. સિનેમાઘરની કેન્ટીનમાં વેફરની ખપત બહુ રહેતી એટલે બજારમાંથી વેફર ખરીદીને સિનેમાઘરોમાં આપવાનું શરૂ કર્યું. આ ધંધામાં બહુ માર્જીન નહોતું. ૧૯૭૪થી ૧૯૮૨ સુધી વેફર સપ્લાય કરવાનું કામ કર્યા પછી ચંદુભાઇને વિચાર આવ્યો કે વેફર પણ આપણે જ બનાવીએ તો

ચંદુભાઇએ યુનિવર્સિટી રોડ ખાતેના પોતાના ઘરમાં જ તાવડો માંડયો. બટાટાની વેફર હાથે જ બનાવવાની, તેને તળવાની અને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને સિનેમાઘરોમાં આપવા જવાનું. તે વખતે વેફર બનાવનારાઓ બહુ ઓછા હતા. એટલે સ્પર્ધા બહુ ન નડી. સિનેમાઘરમાં વેફર ખાનારા કેટલાક વેપારીઓએ ચંદુભાઇનો સંપર્ક કરીને પોતાની દુકાને પણ વેફર પહોંચાડવાનું કહ્યું. બહારના આ ઓર્ડર્સ પર પૂરતું ઘ્યાન અપાયું તે વખતે ઘરમાં રોજ ૬૦ કિલો બટાટાની વેફર બનતી હતી. ચંદુભાઇના એક એડવોકેટ મિત્રે ત્યારે તેમને ટીકાત્મક રીતે કહ્યું હતું, આ શું ધંધો તમે માંડ્યો છે ?

એડવોકેટ મિત્રનો કહેવાનો અર્થ સ્પષ્ટ હતો, આ ધંધામાં કાંઇ બે પાંદડે થવાય નહીં. પણ ચંદુભાઇ હિંમત હાર્યા નહીં. તેમની વેફરની બજારમાં સારી માંગ રહેતી હતી. ૧૯૮૩માં પ્લાસ્ટિકની જે થેલીઓમાં તેઓ વેફર પેક કરતાં હતા તેની ઉપર બાલાજી લખાવ્યું અને બાલાજી બ્રાન્ડનો જન્મ થયો. સાંગણવા ચોકમાં વેફર વેચવાની એક દુકાન પણ કરી. મગદાળ, વટાણા, ચણાદાળ વગેરે પ્રોડક્ટ પણ બનાવવાની ચાલુ કરી. ભીખુભાઇ વિરાણી ત્યારે દુકાને બેસતા.

આજે બાલાજીની ફેક્ટરીમાં જાઓ તો બટાટાની ગુણી મશીનના એક છેડે ઠાલવ્યા પછી બીજા છેડે સરસ પોલીપેકમાં, નાઇટ્રોજન સાથે પેક થયેલું વેફરનું પેકેટ મળે. આ નવાં મશીન તો જો કે, હમણાં આવ્યાં, ’૯૨માં જે મશીન હતું તે ઘણું સાદું હતું, પણ ઓટોમાઇઝેશન પર જવાનો નિર્ણય બાલાજી માટે ટર્નિંગ પોઇન્ટ હતો. તાવડા-ભઠ્ઠામાં બનતી અને બહુ જ વખણાતી પોતાની વેફર પ્રત્યે અઢળક પ્રેમ રાખીને જો તેમણે ઓટોમાઇઝેશન ન કર્યું હોત તો હજી બાલાજી સાંગણવા ચોકની દુકાન પુરતી સીમીત હોત.

ઘરમાંથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાના અને ઓટોમાઇઝેશન સુધીની આ સફરની સાથે સાથે બીજી પણ બે બાબતો સતત સાથે હતી, જે બાલાજીને આજની સ્થિતિ સુધી પહોંચાડવા માટે બહુ જ મહત્તવપૂર્ણ ભાગ ભજવવાની હતી. તેમાંની એક હતી ક્વોલિટી. ચંદુભાઇ સતત ક્વોલિટીનું ઘ્યાન રાખતા રહ્યા. બટાટાની ખરીદીથી માંડીને વેફર તળવા તથા તેના પેકેજીંગ સુધી તમામ બાબતોમાં તેઓ ક્વોલિટી કોન્શિયશ રહેતા હતા. બાલાજીની વેફર ગ્રાહકોમાં પ્રિય હોવાનું એકમાત્ર કારણ તેની ક્વોલિટી હતી.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *