Breaking News

જાણો લો ડાયાબિટીસ,ઉધરસ, એસીડીટી,લો બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેસર માટે ના એકદમ સહેલા ઘરેલું ઉપચાર…

આજકાલ બહારના ખાવા પીવાને કારણે શરીર જલ્દી બગડી જાય છે વધારે પડતું મસાલા વાળું ખાવાથી ઘણી સમસ્યાઓ થાય છે.
કહેવાય છે કે સ્વસ્થ શરીરમાં ભગવાન નો વાસ રહે છે. પરંતુ એવા લોકો બહુ ઓછા છે જે સંપૂર્ણ સ્વસ્થ હોઈ છે. કેટલાક સામાન્ય લોકો દરરોજ જટિલ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરે છે. હાઈ અથવા લો બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, અસ્થમા અને પેટની સમસ્યા સામાન્ય બની ગઈ છે, જેના કારણે દરેક વ્યક્તિ દરરોજ સંઘર્ષ કરે છે.અમે અહીં કેટલાક સરળ પણ ખૂબ જ ફાયદાકારક ઘરેલું ઉપાયો લઈને આવ્યા છીએ, જેના ઉપયોગથી તમે રોજિંદા જીવનમાં આવતી સમસ્યાઓથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો

ડાયાબિટીસમેથીના કેટલાક દાણા (લગભગ 1/2 ચમચી) એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો અને તેને આખી રાત રાખો અને તેને ગાળીને સવારે પી લો. આ મિશ્રણનું સેવન રોજ કરવાથી ડાયાબિટીઝમાં રાહત મળે છે.કાળી જીરી અને મેથીના દાણાને બરાબર માત્રામાં લઇને તેને થોડું પીસી લો. એકદમ બારીક ન પીસવું, રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આ મિશ્રણ નાખી આખી રાત પલળવા દેવું. સવારે મિશ્રણને ગાળી લઈ તેને સરખું ચાવીને ખાઇ લેવું, અને પછી જેમાં તે પલાળ્યું હતું તે પાણી પી જવું. આ ઉપાય સળંગ ત્રણથી ચાર મહિના અજમાવવાથી આ સમસ્યામાંથી છુટકારો મળશે.

સુગર લેવલને નિયંત્રિત રાખવા માટે રોજ ખાલી પેટે ત્રણથી ચાર તુલસીનાં પાન ખાવાનું રાખવું. તુલસીનાં પાનમાં એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદિત કરવાનું કાર્ય કરે છે, આના કારણે સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.એક મહિના સુધી નિયમિતપણે પાણી સાથે એક ચમચી તજનો પાઉડર લેવાનું રાખવું. આ ઉપાયથી પણ ડાયાબિટીસને નાથી શકાશે. તજના પાઉડરના સેવનથી વજન પણ ઘટશે, જો વજન વધારે હોય તો પણ તમે આ ઉપાય અજમાવી શકો છો.૧૦ મિલી આમળાના જ્યૂસને ૨ ગ્રામ હળદરના પાઉડરમાં મિક્સ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. તેનાથી સુગર નિયંત્રણમાં રહેશે.

૬ બીલીપત્ર, ૬ કડવા લીમડાનાં પાન, ૬ તુલસીનાં પાન અને ૩ મરીના આખા દાણા આ બધી જ વસ્તુ પીસીને રોજ સવારે ખાલી પેટ એક ચમચી આ પેસ્ટ ખાવી અને એક ગ્લાસ પાણી પી લેવું. આ પેસ્ટનું સેવન કર્યાં બાદ કમ સે કમ એક કલાક સુધી બીજું કાંઇ જ ન ખાવું. આ ઉપાય અજમાવવાથી સુગર લેવલ નિયંત્રણમાં રહેશે.ઘઉંના છોડમાં રોગનાશક ગુણ હોય છે. ઘઉંના નાના-નાના છોડમાંથી રસ કાઢીને રોજ તેનું સેવન કરવું. આપણે તેને જવારાના રસ તરીકે પણ ઓળખીએ છીએ. રોજ આ રસ પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

હાઈ બ્લડ પ્રેશરતમે એક કપ પાણીમાં 25-30 કઢીના પાનનો રસ લો અને સ્વાદ વધારવા માટે તેમાં લીંબુ ઉમેરી શકો છો. દરરોજ સવારે આ મિશ્રણને ખાલી પેટ પર લેવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થશે.આ સિવાયલસણ બ્લડ પ્રેશને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. તે લોહીની ગાંઠ જામવા દેતા નથી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે.ટામેટા તમને જરૂરી વિટામીન આપશે અને સાથે જ લોહીની ધમનીઓમાં ફેટી એસિડને જામવાથી પણ રોકશે.બીટ અને મૂળો શરીરમાં નાઈટ્રેટ્સની માત્રા વધારે છે જે કે હાઈ બીપીને ઓછું કરે છે. તમે તમારા સલાડમાં તેને જરૂર શામેલ કરો.તમારે પેકેટવાળા ફૂડ જેમાં વધારે મીંઠુ હોય છે, તેનાથી દૂર રહેવું જોઇએ. કેમકે તેમાં વધારે પડતું મીંઠુ હોય છે. મીંઠુ તમારું બીપી વધારી શકે છે.

લો બ્લડ પ્રેશર7 બદામને આખી રાત પલાળી રાખો. સવારે તેની છાલ કાઢી અને એક સરસ પેસ્ટ બનાવો, હવે આ પેસ્ટને દૂધમાં મિક્સ કરી લો. દરરોજ આમ કરવાથી લો બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત મળશે તે સિવાય તમે પાણીમાં લીંબુ, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને લીંબુંનું સરબત પી શકો છો.ભોજન એકવાર કરવાની જગ્યાએ થોડૂક ખાઓ. ખાવાની વચ્ચે વધારે સમય ન રાખો.દિવસમાં ત્રણ વખત ભોજન કરો છો તો થોડૂક થોડૂક કરીને 6 વખત ખાઓ.• ખોરાકમાં મીઠાનું સેવન ઓછું કરો છો તો તેનું પ્રમાણ વધારી દો.
દિવસમાં ઓછામાં ઓછા 2-3 લીટર પાણી જરૂરથી પીઓ. તે સિવાય દાડમનું જ્યૂસ, શરબત, નારિયેળ પાણી, આમ પન્ના, ગ્લુકોઝ, એનર્જી ડ્રિંકનું સેવન કરતા રહો.

તુલસીના પાનનું સેવન કરવાથી પણ બ્લડ પ્રેશર સામાન્ય થવા લાગે છે. તુલસીના પાનને પીસીને તેમા મધ મિક્સ કરીને ખાલી પેટે સેવન કરો. બ્લડ પ્રેશર લો છે તો બદામને આહારમાં જરૂરથી સામેલ કરો. રાત્રે 5-6 બદામ પલાળીને સવારે તેની પેસ્ટ દૂઘમાં મિક્સ કરીને પીઓ.કિશમિશ ખાવાથી પણ ખૂબ ફાયદો મળે છે. રાત્રે 3-4 કિશમિશ પાણીમાં પલાળીને તેને સવારે દૂધની સાથે પી લો. નિયમીત રીતે તેનું સેવન કરવાથી લો બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.

એસિડિટીએક કપ ઉકળતા પાણીમાં એક ચમચી વરિયાળી નાખો. અને તેને આખી રાત માટે ઢાંકી રાખો. સવારે ઉઠ્યા પછી આ પાણીમાં એક ચમચી મધ મેળવીને રોજ ત્રણ વખત આ મિશ્રણ લેવાથી એસિડિટીમાં રાહત મળે છેતમારા ભોજનમાં તાજા ફળ, સલાડ, શાકભાજીનો સૂપ, ઉકાળેલા શાકભાજી સામેલ કરો. લીલા પાંદડાવાળા શાકભાજી અને ફણગાવેલું અનાજ પુષ્કળ માત્રામાં ખાઓ. આ વિટામિન બી અને ઈનો ઉત્તમ સ્રોત છે જે શરીરને એસેડિટીમાંથી રાહત અપાવશે.

પાઇનેપલના જ્યુસનું સેવન કરો, તેમાં એન્ઝાઇમ્સ હોય છે. ખાધા બાદ જો પેટ વધારે ભરેલું કે ભારે લાગે તો અડધો ગ્લાસા તાજું પાઇનેપલનું જ્યુસ પીશો તો તમામ બેચેની દૂર થઇ જશે.આંબળાના રસનું સેવન કરો, તે આમ તો ખાટ્ટો હોય છે પણ એસેડિટીના ઘરેલું ઉપચારના રૂપમાં તે બહુ કામની વસ્તુ છે.ગેસની સમસ્યામાંથી તુરંત રાહત મેળવવા માટે 2 ચમચી આંબળાનો જ્યુસ કે સૂકાયેલા આંબળાનો પાવડર અને બે ચમચી ખાંડેલી સાકર લો અને બંને કપમાં પાણી મિક્સ કરી પી જાઓ.

ઉધરસજો તમને ગળામાં દુખાવો થાય છે, તો એક ચમચી કાળા મરીનો પાઉડર, એક ચમચી આદુનો પાવડર અને એક ચમચી મધ મેળવીને ખાવાથી દુખાવામાં રાહત મળે છે, જો કફની કફની ફરિયાદ છે, તો હળદરનું ચૂર્ણ શેકી લો. દરરોજ સવાર-સાંજ આ પાવડરને 2-3 ગ્રામ લેવાથી કફ મટે છે.બીજા ઉપાય1- ગરમ ચણાને સૂંઘવાથી શરદીમાં રાહત મળે છે.2- નીલગિરીના તેલનો નાસ લેવો. શરદીમાં તરત જ રાહત મળશે.3- તુલસી અને આદુંની ચા પીવાથી પણ લાભ મળે છે.4- ગરમ દૂધમાં સૂકી દ્રાક્ષ ઉકાળીને તેમાં થોડી એલચી અને કેસર મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ શરદી-ઉધરસમાં રાહત મળે છે.

5- એક ચમચી ગરમ દેશી ઘીમાં મરીનું ચૂર્ણ મિક્સ કરીને રોટલીની સાથે તેનું સેવન કરવાથી પણ શરદીમાં રાહત મળે છે.6- ગોળમાં થોડી મરીનું ચૂર્ણ મિક્સ કરીને તેનું સેવન કરવું અને તેને ચાની જેમ ઉકાળીને તેનું સેવન કરવું. શરદી દૂર થઇ જશે.7- સરસિયાના તેલને નવશેકું કરીને છાતિ, પગ અને બંન્ને તળિયા તથા નાકની આજુબાજુ લગાવવાથી પણ શરદીમાં રાહત મળે છે.8- અડધી ચમચી વરિયાળીનું સેવન કરવું. ત્યાર પછી તેના પર થોડું પાણી પીવું. ત્યાર પછી તરત જ ગરમ દૂધનું સેવન કરવું. શરદી-ઉધરસમાં રાહત મળશે.

આધાશીશી.લીંબુના છાલને પીસીને બારીક પાવડર બનાવો અને થોડું પાણીમાં જાડી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને આખા કપાળ પર લગાવો. તેનાથી આધાશીશીમાં રાહત મળશે.દ્રાક્ષનો રસ માઈગ્રેનમાં અત્યંત લાભકારી છે. દ્રાક્ષ નો રસ એક કપ દરરોજ સૂર્ય ઉગ્યા પહેલા પીવાથી અધાસીસી નું દર્દ ઠીક થાય છે.દૂધ જલેબીમાઈગ્રેનમાં દૂધ અને જલેબી ઘણા ઉપયોગી છે. જો અધાસીસી નો દુખાવો સૂર્ય સાથે ઘટતો વધતો રહેતો હોય તો સૂર્ય ઉગ્ય પહેલા ગરમ દૂધ ની સાથે જલેબી કે રબડી ખાવાથી થોડા જ દિવસો માં આરામ થઇ જશે.

દહીં ભાત માં મિશ્રી(ખાંડ)માઈગ્રેન થાય ત્યારે ગામડાઓમાં આ ઉપચાર આજે પણ ઉપયોગમાં લેવાય છે. આધાસીસી સૂર્ય સાથે દુખાવો વધતો ઘટતો રહે તો દહીં,ભાત,માં મિશ્રી નાખી ને ખાવા થી માથાનો દુખાવો ઠીક થઇ જશે.દેશી ઘીઅધાસીસી નાં દુખાવા માં સવાર સાંજ દેસી ઘી સુંઘો। માથાનો દુખાવો ગરમી ને કારણે છે તો ઠંડુ ઘી નહિ તો ગરમ ઘી થી માથા માં માલીસ કરો. દેશી ઘી નો આ ઉપચાર માઈગ્રેનમાં ખુબ જ લાભકારી છે. તેનાથી માથાની નબળી પડેલી નસો પણ ફરીથી મજબુત થાય છે. જો માથાનો દુખાવો સૂર્યોદયની સાથે વધતો ઘટતો હોય તો આ ઉપચાર જરૂર અપનાવો.

હિંગહિંગ ને પાણી માં નાખી ને સુંઘવા થી માથાનો દુખાવો માટે છે અને આનો લલાટ માથા પર લેપ કરો.માઈગ્રેનમાં હિંગ પણ અત્યંત લાભકારી છે. આના ઉપયોગથી તરત આરામ મળે છે.સિંધો મીઠું અને મધમાઈગ્રેન નાં દુખાવા માં અડધી ચમચી સિંધાલુ મીઠું અને અડધી ચમચી મધ આ બે મિક્ષ કરી ને ચાટોમાઈગ્રેન માટે સિંધાલુણ અને મધ પણ ખુબ જ કારગર નીવડેલો ઉપચાર છે.સુંઠઅડધું માથા નું દર્દ કે આખું માથું દુખતું હોય તો સુંઠ ને પાણી માં વાટી ને ગરમ કરી ને માથા પર લેપ કરો અને આને સુંઘતા રહો. માઈગ્રેનમાં સુંઠ પર ખુબ જ ઉપયોગી છે. તેને માત્ર સુંઘવાથી પણ માઈગ્રેનમાં તરત રાહત મળે છે. જરૂર અપનાવવો જોઈએ.

સરસવનું તેલમાથા નાં જે ભાગ માં દર્દ હોય નાક નાં તે બાજુ નાં તે સાઈડ ૮ ટીપાં તેલ નાક માં નાખો આ પ્રયોગ પાંચ દિવસ કરો.
સરસવનું તેલ માઈગ્રેનમાં તરત લાભ અપાવવામાં ખુબ જ અસરકારક છે. અને સરસવનું તેલ ના હોય તો બદામનું તેલ પણ અત્યંત લાભકારી છે.ગોળ અને દેશી ઘી12 ગ્રામ ગોળ ની સાથે ૬ ગ્રામ દેસી ઘી નાખી ને ખાયો માઈગ્રેનમાં ગોળ અને દેશી ઘી પણ ખુબ જ લાભકારી છે. ગામડાઓમાં જુના વૈદ્ય આ ઉપચાર કરીને માઈગ્રેન જેવા દુખાવાને મટાડી આપતા હતા. તમે પણ અજમાવો.મરી અને દેશી ઘી12 ગ્રામ મરી ચાવી ને ખાયો અને એની ઉપર ૩૦ ગ્રામ ઘી પી જાયો. માઈગ્રેન રોગમાં મરી અને દેશી ઘી નો આ પ્રયોગ પણ ખુબ જ નીવડેલો છે.અસ્થમાદરરોજ સૂકા આંબળાંના પાવડરમાં એક ચમચી મધ ઉમેરીને લેવાથી અસ્થમા પીડિતોને ફાયદો થશે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *