Breaking News

જાણો રાધા કૃષ્ણની પ્રેમ કહાની કેમ રહી ગઈ અધૂરી,કૃષ્ણ ભગવાને કેમ ના કર્યા રાધા સાથે લગ્ન,જાણો એના પાછળ ની કથા…

આ સંસારરૂપી સાગર મા જયારે પણ પ્રેમ ના ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે સવપ્રથમ નામ શ્રી રાધા-કૃષ્ણ નુ જ હોય છે. તેમનો અમર પ્રેમ દ્વાપર યુગ થી લઈને આજ સુધી યાદ કરવામાં આવે છે. આ અમર પ્રેમ ને આજ ના સમય મા હજુ પણ યાદ કરવામાં આવે છે પરંતુ આજ ના સમય મા પ્રેમ ના નામે વાસના વધુ જોવા મળે છે અને આજ ના વ્યક્તિ ના મન મા આ અમર પ્રેમ થી લગતા ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે.

જેમ કે જો રાધા કૃષ્ણ ની પ્રેયસી હતી તો પછી તેમના લગ્ન કેમ નહોતા થયા. તો ઘણા લોકો એવું પણ જણાવે છે કે રાધા રાની ઉંમરે ઘણા મોટા હતા અને તેના લીધે તેમના લગ્ન કૃષ્ણ સાથે નહોતા થયા. તો ઘણા નુ એવું માનવું છે કે દ્વાપર યુગ મા ભગવાન કૃષ્ણ ના આખા જીવનકાળ દરમિયાન આઠ સ્ત્રીઓ સાથે લગ્ન થયા હતા અને જો તે ધારત તો લગ્ન કરી શકતા હતા પરંતુ તેમને ના કર્યા. તો ચાલો આજે જાણીએ આ રાધા-કૃષ્ણ ના અમર સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો.

રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સદીઓ પછી પણ લોકોના હૃદયમાં જીવંત છે. એક એવો પ્રેમ કે જેમાં કોઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિનો રસ્તો જોયો, તો કોઈએ તેમના વિરહ ની ગીત સ્મરણ કર્યું કૃષ્ણ અને રાધા નો પ્રેમ એટલો જ ચંચળ અને નિર્મળ હતો, એટલો જ જટિલ અને નિર્મમ હતો. ભલે રાધાનું નામ કૃષ્ણ સાથે સદીઓથી લેવામાં આવે છે, પરંતુ પ્રેમની આ કહાની ક્યારેય પૂરી થઈ શકી નહિ.

આજે પણ આ સવાલ લોકોને પરેશાન કરે છે કે કેમ રાધા અને કૃષ્ણનો પ્રેમ ક્યારેય લગ્નના બંધનમાં બંધાયો ન હતો. જે રીતે કૃષ્ણ અને રાધાએ એકબીજાને પ્રેમ કર્યો તે સંબંધ લગ્ન સુધી કેમ પહોંચ્યો નહીં. દુનિયાની સૌથી મોટી લવ સ્ટોરી વિરહનું ગીત કેમ બની. શું કારણ છે કે રાધા પ્રત્યેનો અતૂટ પ્રેમ હોવા છતાં, કૃષ્ણે રૂક્મણીને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યા? તેમની કુલ 8 પત્નીઓનો ઉલ્લેખ છે, પરંતુ તેમની વચ્ચે રાધાના નામનો ઉલ્લેખ નથી. એટલું જ નહીં, કૃષ્ણ સાથેના તમામ પુરાણોમાં રાધાનું નામ મળતું નથી.

જેમાં રાધા અને કૃષ્ણ ના પ્રેમ પ્રસંગ નુ અલગ જ વર્ણન કરવામાં આવે છે અને એવું મનાય છે કે ભગવાન કૃષ્ણ ની ૬૪ ગોપીઓ ને તેમની ૬૪ કળા મનાય છે અને રાધા ને આ કળાઓ ની મહાસત્તા જે એક સ્ત્રી તરીકે માનવામાં આવે છે. દ્વાપર યુગ મા જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડી ને ગયા ત્યારે તેમણે રાધા ને વચન આપ્યું હતું કે તે પરત આવશે પરંતુ તે પાછા આવતા નથી અને માતા લક્ષ્મીસ્વરૂપા રુકમણી સાથે લગ્ન કરે છે. આ છતાં પણ રાધા તેમને જ પતિ સ્વરૂપ માનતી હતી.

એવું માનવામાં આવે છે કે જયારે ભગવાન કૃષ્ણે વૃંદાવન નો ત્યાગ કર્યો ત્યારબાદ રાધા ના લગ્ન એક યાદવ સાથે થયા હતા અને તેમને ગ્રહસ્થ જીવન ની તમામ જવાબદારીઓ સંપૂર્ણપણે નિભાવી હતી પરંતુ તેમનું મન તો કૃષ્ણ મા જ લીન હતું. તો બ્રહ્માવૈવર્ત પૂરાણ જણાવે છે કે તેમના પતિ વેદો થી બનેલ હતા અને જેમનો સમાવેશ ૧૮ પુરાણો માં થાય છે. બીજી ઘણી કથાઓ જણાવે છે કે તેમના લગ્ન વૃંદાવન ના એક આનંદ નામ ના યાદવ કુમાર સાથે થયા હતા

ભગવત ગીતાથી મહાભારત સુધી ક્યાંય નથી રાધાનું નામ.રાધાએ તેનો છેલ્લો સમય ક્યાં વિતાવ્યો હતો અને કયા સંજોગોમાં રાધાએ તેના જીવનની અંતિમ પળો વિતાવી હતી. કૃષ્ણનો પડછાયો ગણાતી રાધાનું શું થયું? આ બધું રહસ્યમય બની ગયું છે. ભગવદ્ ગીતાથી મહાભારત સુધીની રાધાનું નામ ક્યાંય મળતું નથી.રાધા વિના કૃષ્ણ ને અધુરા માનવામાં આવે છે તે રાધાનું નામ કથાઓમાં પણ ઉલ્લેખ નથી આ રહસ્યને સમજવા માટે, પૃથ્વી પર તેમના આવવાના કારણો જાણવા જોઈએ.

એવું કહેવામાં આવે છે કે રાધા કૃષ્ણની ઇચ્છા પર પૃથ્વી પર આવી હતી. ભાદો મહિનામાં રાધા નો જન્મ શુક્લ પક્ષના અષ્ટમીના અનુરાધા નક્ષત્રના રાવળ ગામના એક મંદિરમાં થયો હતો. આ દિવસ રાધાષ્ટમીના નામે ઉજવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રાધાએ જન્મ પછી 11 મહિના સુધી આંખો ખોલી ન હતી. થોડા દિવસો પછી તે બરસાના ગઈ. જ્યાં આજે પણ રાધા-રાણીનો મહેલ અસ્તિત્વમાં છે.

રાધા અને કૃષ્ણની પહેલી મુલાકાત ભંડિરવનમાં થઈ હતી. નંદ બાબા ગાય ચરાવતા ત્યાં કાન્હાને ખોળામાં લઈને આવ્યા હતા. કૃષ્ણની લીલાઓએ રાધાના મનમાં એવી છાપ છોડી કે રાધાના તન, મન કૃષ્ણના રંગમાં રંગાઈ ગયા. કૃષ્ણ રાધાની નજરથી દૂર શું જતા રાધા બેચેન થઈ જતી રાધા માટે તે પ્રાણવાયુ જેવા હતા, જેના વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ હતી.

સુદામાએ આપ્યો હતો રાધાને શ્રાપ .એવું કહેવામાં આવે છે કે રાધાને કૃષ્ણથી વિરાહનો શ્રાપ સુદામાએ આપ્યો હતો. એ જ સુદામા જે કૃષ્ણના સૌથી પ્રિય મિત્ર હતા. સુદામાના આ શાપને કારણે, 11 વર્ષની ઉંમરે કૃષ્ણને વૃંદાવન છોડીને મથુરા જવું પડ્યું. શ્રી કૃષ્ણ અને રાધા ગોલોકમાં સાથે રહેતા હતા. એકવાર રાધાની ગેરહાજરીમાં, કૃષ્ણ વિરજા નામની ગોપિકાની પ્રશંસા કરી રહ્યા હતા. રાધાએ ત્યાં પહોંચીને કૃષ્ણ અને વિરજાનું અપમાન કર્યું.

આ પછી રાધાએ વિરજાને પૃથ્વી પર ગરીબ બ્રાહ્મણ બની દુખ ભોગવવાનો શ્રાપ આપ્યો. ત્યાં હાજર સુદામા આ સહન કરી શક્યા નહીં અને તે જ સમયે તેમણે રાધાને કૃષ્ણથી 100 વર્ષોનો વિરહનો શ્રાપ આપ્યો. રાધા કૃષ્ણ 100 વર્ષ પછી જ્યારે તે ફર્યા ત્યારે બાળક સ્વરૂપે યશોદાના ઘરે પ્રવેશ્યા, ત્યાં રહ્યા અને દરેકને મુક્તિ આપીને ગોલોકમાં.પાછા ફર્યા.

શ્રી કૃષ્ણએ રાધા સાથે કેમ લગ્ન ન કર્યા.કૃષ્ણની થઈને પણ તેમની ન થવાનું દુઃખ રાધાને હંમેશા રહ્યું. અંતિમ ક્ષણે, જ્યારે રાધાએ કૃષ્ણને પોતાની અર્ધાંગિની ન બનવાનું કારણ પૂછ્યું ત્યારે કૃષ્ણ કૃષ્ણ કંઈ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. રાધા ગુસ્સે થઈ ગઈ અને આ સવાલ ફરી પૂછ્યો. રાધાના ક્રોધને જોવા કૃષ્ણ પાછા વળ્યા ત્યારે રાધા પણ ચોંકી ગઈ. કૃષ્ણ રાધાના રૂપમાં હતા. રાધા સમજી ગઈ કે તે પણ કૃષ્ણ છે અને કૃષ્ણ પણ રાધા છે. બંને વચ્ચે કોઈ ફરક નથી. રાધા કૃષ્ણની ન થઈને પણ બંન્ને પૂજનીય છે. રાધા-કૃષ્ણની પ્રેમ કહાની અધુરી રહી પરંતુ આજે પણ અમર છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *