Breaking News

જાણો સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ડાબા પગની પહેલી આંગળી ફરકે શુકન છે કે અશુકન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યોતિષના અનેક પ્રકાર છે જેમાં હસ્તરેખા શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, સ્વપ્ન જ્યોતિષ વગેરે. તેમાંથી સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના અંગ ફરકવાથી થતાં લાભાલાભનો ઉલ્લેખ મળે છે. જ્યોતિષ પ્રમાણે પણ વ્યક્તિને આવા સંકેતો પરથી જ ભવિષ્યમાં થનારી શુભ કે અશુભ ઘટનાઓ વિશે જાણવા મળે છે. આપણા હોઠ, આંખ, ગાલ જેવા અંગ ફરકવાથી કેવું ફળ મળે છે આજે જાણી લો. અંગ ફરકવા પાછળ એવી માન્યતા છે કે યુવતીઓ માટે ડાબુ અંગ ફરકવું શુભ અને જમણુ અંગ અશુભ ફળ આપે છે. જ્યારે યુવકો માટે જમણું અંગ ફરકવું શુભ અને ડાબુ અંગ અશુભ માનવામાં આવે છે.

જો ડાબા પગની પહેલી આંગળી ફરકેતો લાભ થાય છે અને એક સારું શુકન પણ માનવામાં આવે છે. જમણા પગની પહેલી આંગળી ફરકેતે તેને અશુભ સંકેત માનવામાં આવે છે. પગની પીંડીઓ ફરકે તો તમારા દુશ્મન તરફથી તમને પરેશાની મળવાના સંકેત કરે છે. ડાબો ઘુંટણ ફરકેતો તેને અશુભ માનવામાં આવે છે. જમણો ઘુંટણ ફરકે તો શુભ સંકેત પ્રાપ્ત થાય છે. ડાબી જાંઘ ફરકે તો સારો સંકેત માનવામાં આવે છે. તે દોસ્તથી મદદ મળવાનો સંકેત હોય છે. પ્રિય પાત્ર સાથે મિલનના સંકેત સમજવા. ડાબા હાથનો અંગુઠો ફરકે તો તે અશુભ માનવામાં આવે છે.

બંને આંખની ભ્રમરોનો મધ્ય ભાગ ફરકેતો સુખ પ્રાપ્ત થાય છે. માથુ ફરકે તો તે જમીન લાભ મળવાનો સંકેત માનવામાં આવે છે. જો આંખોની આસપાસનો ભાગ ફરકે તો પ્રિય વ્યક્તિ સાથે મળવાનો સંકેત મળે છે. આંખોના ખૂણા ફરકે તો તે ધન પ્રાપ્તિના સંકેત મળતા હોય છે.જો કપાળ ફરકે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. હોઠો ફરકતા હોય તો કોઈ પ્રિય વસ્તુ મળવાના સંકેત મળે છે.

દરેક અંગ કંઈક જુદા સંકેતો આપે છે અને તેમાંય આપણાં શરીરમાં ડાબું અને જમણું એમ બે અંગ હોય છે, આ હિસાબે કયું અંગ અને કઈ બાજુનું ફરકે છે, તેના ઉપરથી સંકેતો અંગે અનુમાન લગાવવામાં આવે છે. આપણું શરીર ખૂબ જ સંવેદનશીલ હોય છે તે આપણી આસપાસ થનાર ઘટનાઓને પારખી લઈને આપણને ચેતવણી પણ આપી શકવાની ક્ષમતા ધરાવે છે. જી હા, જો તેને સમજવાનો પ્રયત્ન કરશો તો ઘણી સમસ્યાઓને સમયસર નિવારી શકશો. આવો જાણીએ શરીરનું એવું કયું અંગ છે, જે ફરકે તો થઈ શકે છે ધન લાભ અને એવું કયું અંગ છે જેનું ફરકવું આપને માટે લાભદાયી.

અંગ ફડકવાથી આપણે ક્યારેક ડરી જતાં હોઈએ છીએ. પગ કે હાથમાં આંગળીઓમાં કે આંખની ભમર કે પાંપણો ફરકતી હોય ત્યારે એમ થાય કે આવું શા માટે થતું હોય છે. શું શરીરમાં કોઈ બીમારીની આ નિશાની છે કે પછી કોઈ બીજી તકલીફ તો નથી થવાનીને? આવો જ્યારે વૈજ્ઞાનિક અમુક તારણ એવા પણ હોય છે કે શરીરમાં વાયુ પ્રકોપ થાય ત્યારે શરીરના અવયવો આ રીતે પ્રતિક્રિયા આપતાં હોય છે.

જેને કારણે કોઈવાર કોઈ ચોક્કસ અંગ ફરકતું રહેતું હોય છે. શરીર કોઈ પ્રકારની બેચેની અનુભવે કે ડિસકંફર્ટ અનુભવે ત્યારે આપણને ચિંતા પણ થતી હોય છે. એ બધાંની સામે એક એવા સમાચાર પણ કોઈ આપે કે શરીરનું કોઈ અંગ ફરકવાથી થઈ શકે છે ધન લાભ તો? જી હા, એવું પણ બની શકે છે. આવો જાણીએ આ રસપ્રદ માહિતી…

જાણો કયું અંગ ફરકવાથી કેવા થાય છે લાભ.આપણાં જીવનમાં ધન છે અતિ મહત્વની બાબત. આપણે દિવસ આખો કામમાં વ્યસ્ત રહીએ છીએ, મહિનાને અંતે આપણાં ખાતામાં પગાર આવે છે. કોઈ નોકરી કરે છે તો કોઈ પોતાનો વ્યવસાય કરે તેનો એકજ હેતુ હોય છે ધન કમાવવાનો. તેની કમાણી અને તેમાથી થતી બરકત તેના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે. તેમ છતાંય દરેકના મનમાં ક્યાંક એવી ઇચ્છા પણ રહેતી હોય છે કે અચાનકથી ક્યાંકથી કોઈ ધન લાભ થઈ જાય તો!

કોઈને કોઈ રીતે વધુ પૈસા કમાવવાની ઇચ્છા અને લાલસા સૌ કોઈને હોય છે. આ બાબત એવી છે કે ધન વિના આપણે આપણા જીવનની કલ્પના પણ ન કરી શકીએ. ધન, વૈભવ અને સમૃદ્ધિ જેટલી વધે તેટલી વધારે મેળવવાની ઇચ્છા રહેતી હોય છે. એમાંય જો આકસ્મિત લાભ થાય તો તેની મજા જ કંઈક ઓર વધી જતી હોય છે. તો આવો કંઈક એવી જ મજાની ચર્ચા કરીએ.

જમણી આંખ.આ એક સૌથી જૂની અને જાણીતી માન્યતા છે. એમાં એવું માનવામાં આવે છે કે સ્ત્રીની જમણી આંખ ફડકે તો કોઈ ધન લાભના સારા સમાચાર કોઈપણ રીતે તમને જાણવા મળી શકે છે. આ સિવાય કોઈ સફળતાનો સંકેત પણ તેનાથી સમજવામાં આવે છે. આવા સમયે જેમને જમણી આંખ ફડકતી હોય તેઓ મનોમન કોઈ ઇચ્છાઓ પણ વિચારવા લાગે છે. કે એવી તે શું ખુશખબરી હશે જે એમને બહુ જ જલ્દી મળવાની છે.

આંખો ઉપરની આઈબ્રો પણ આપે છે કંઈક સંકેતો. ભમર ખાજવી, એવો શબ્દ વપરાય છે જ્યારે આંખો ઉપરના ભવાં ફરકે છે ત્યારે. એક માન્યતા પ્રમાણે આ અંગનું ફરકવું પણ કંઈક સંકેત આપી રહ્યું છે. જરા સરખી પણ ભમર ફરકે કે અચાનકથી થોડી થોડી વારે હલે તો સમજવું કે કોઈ લાભદાયી સમાચાર મળવાના છે. જેમાં ધન લાભ પણ હોઈ શકે અને કોઈ બીજા શુભ સમાચાર પણ હોઈ શકે.

ખભ્ભો ફરકે ત્યારે?.જ્યારે હાથ કે ખભ્ભો ફડકે ત્યારે સૌથી પહેલાં તો ચિંતા થવા લાગે છે કે શરીરમાં કોઈ ચેપ કે બીમારી તો થઈ જણાઈ રહીને. આમાં જમણો અને ડાબો બંને ખભ્ભા માટે રસપ્રદ માન્યતા છે. જો જમણો ખભ્ભો ફરકતો હોય તો સમજવું કે નજીકના ભવિષ્યમાં તમને કોઈ ખાસ ધન લાભ થવાના સમાચાર મળશે. પરંતુ જો ડાબો ખભ્ભો ફરકે તો કોઈ એવી સફળતાના સમાચાર તમને મળશે કે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બોલો છે, ને આ રસપ્રદ?

ગાલનું ફરકવું.ગાલ આપણાં શરીરનું એવું અંગ છે, જેને આપણે આપણી ઇચ્છાથી હલનચલન કરી શકતાં નથી. ગાલને અડકીએ તો જ તેના સ્નાયુઓ હલે છે. પરંતુ આ રીતે અચાનકથી હલવા લાગે એટલે કે તે ફરકે છે એવું માનવામાં આવે છે કે જમણાં ગાલનું ફરકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને જો બંને સાઈડના ગાલ એકસાથે અથવા થોડા થોડા સમયે વારાફરથી ફરકતા હોય તો તે અતિશય સારા સમાચાર મળવાના સંકેત હોઈ શકે છે.

ગરદન અને ગળામાં ફરકે છે તો શું થશે તે પણ જાણી લો.ગરદન અને ગળું આપણે જાતે હલાવી શકીએ છીએ પરંતુ તેના સ્નાયુઓ અચાનક થોડા લબક્ઝબક થઈને ફરકવા લાગે છે તો ચેતી જવું. આમાં પણ જો જમણી બાજુની ગરદનનો ભાગ ફરકે છે તો ચિંતા જેવું નથી. તે ધન લાભની વાત સૂચવે છે. પરંતુ જો ડાબી તરફ ફડકવાનું શરૂ થાય તો ચેતી જવા જેવું છે. આ સંકેતથી નુક્સાન થઈ શકવાના એંધાણ મળી શકે છે. કમર ફડકે ત્યારે.જો કોઈ વ્યક્તિની કમરમાં જમણી તરફનો ભાગ સીધો ફડકતો જણાય કે લબકારા અનુભવાય તો સમજવું કે ધન પ્રાપ્તિના સંકેતો મળી રહ્યા છે.

કપાળમાં ફડક જણાય ત્યારે.કપાળ કે લલાટનો વચલો હિસ્સો ફડકતો જણાય ત્યારે એવું માનવામાં આવે છે કે જે લોકો જગ્યાએ કોઈ જોબ કે વ્યવસાય કરતા હોય તો એ સ્થળે તેમનું માન અને પ્રતિષ્ઠા વધી શકવાની શક્યતા વધી જાય છે. નોકરીમાં પ્રોમોશન કે કોઈ ધનનો નફો થઈ શકવાની શક્યતા દર્શાવે છે.મોંનું તાળવું.શરીરનું આ અંગ એવું છે જે ભાગ્યે જ હલનચલન કરે છે અને તેમાં સંવેદનશીલતા પણ ખૂબ હોય છે. જો આ અંગ ફડકે ત્યારે સમજવું કે ખુશહાલ અને આરામદાયક વૈભવી જીવન જીવવા માટેનો કોઈ શુભ સંકેત મળી રહ્યો છે.

About bhai bhai

Check Also

જો આ રીતે કરશો રોટલીનો સૌથી સરળ ઉપાયતો બદલાઈ જશે જીવન,આવશે અનેક ખુશીઓ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે રોટલી નો ઉપયોગ માત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *