Breaking News

જેનાં હાથમાં હોય સૂર્યની આ રેખાતે આગળનાં જીવનમાં બને છે અબજોપતિ, જાણો આ રેખા વિશે…..

તમે હંમેશા જોયું હશે કે રસ્તાની ફૂટપાથ પર કોઈ બાવો બેઠો હોય છે. તેનો પોપટ પણ તેમની સાથે હોય છે. બાવો જોરજોરથી બૂમો પાડીને કહે છે, “જાણો તમારું ભવિષ્ય, એક હાથ જોવાના 50 રૂપિયા” આટલું કહેતાં જ તે બાવાની આસપાસ લોકોનું ટોળુ વળી જાય છે. પણ આ રસ્તે પાથરણા પાથરીને બેઠેલા બાવાનો કેટલો ભરોસો કરવો તે એક બીજો જ ચર્ચાનો વિષય છે.તેથી વિરુદ્ધ કેટલાક વિદ્વાન પંડિતો એવા ખેરખાં હોય છે જે ખરેખર તમારા હાથની રેખા જોઈને તમારું ભવિષ્ય જણાવી દે છે. હિન્દુ ધર્મમાં “હસ્ત રેખા”નું એક આગવું મહત્ત્વ છે.

આપણા હાથની હથેળીમાં ઘણી બધી રેખાઓ આવેલ હોય છે. આ બધી જ રેખાઓને પોતાનું અલગ અલગ મહત્વ ધરાવે છે. હાથમાં આવેલ કેટલીક રેખાઓને શુભ માનવામાં આવે છે જયારે કેટલીક રેખાઓને અશુભ પણ માનવામાં આવે છેઆપના હાથની હથેળીમાં જો કોઈ શુભ રેખા જોવા મળે છે તો આપનું નસીબ જલ્દી જ ચમકી શકે છે. આવા પ્રકારની રેખાઓ જુજ વ્યક્તિઓના હાથમાં જ જોવા મળે છે. શુભ હસ્ત રેખાઓ ધરાવતી વ્યક્તિઓને ક્યારેય પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

હસ્તશાસ્ત્ર અનુસાર જાણો શું છે સૂર્ય રેખા અને તેનું મહત્વ, બદલી નાખે છે તમારું નસીબ. શું તમે ક્યારેય તમારા ભાગ્ય વિષે જાણવાનો પ્રયત્ન કર્યો છે? કે ક્યારેય એ વિચાર્યું છે કે તમે કેટલું લાંબુ જીવન જીવશો? તમારું જીવન આરામદાયક રહેશે કે પીડાદાયક? તે બધા વિષે જાણવા માટે આદિકાળથી જ જ્યોતિષ શાસ્ત્રની આ વિદ્યાનો ઉપયોગ જીવન અને ભવિષ્યના રહસ્યોને જાણવા માટે કરવામાં આવી રહ્યો છે. હસ્તરેખા વિદ્દ આપણી હથેળી ઉપર અંકિત રેખાઓનું વિશ્લેષણ કરીને આપણા જીવનના ગાઢ રહસ્યો વિષે આપણને જાણકારી આપે છે. પરંતુ અમુક રેખાઓ એવી પણ છે, જે હસ્તરેખા શાસ્ત્રમાં વધુ મહત્વ ધરાવે છે. તેમાંથી એક છે સૂર્ય રેખા. જેના વિષે આપણે આગળ જાણીશું.

હસ્તરેખા શાસ્ત્ર શું છે? જેમ કે આપણે પહેલા વાત કરી ચુક્યા છીએ કે, આ વિદ્યામાં આપણા હાથ ઉપર બનેલી રેખાઓનું વિશ્લેષણ કરી આપણા ભવિષ્ય વિષે જણાવવામાં આવે. હસ્તરેખા વિદ્દ આ વિદ્યાની મદદથી આપણા જીવનના ઘણા પાસા ઉપર પ્રકાશ પાડે છે. ત્યાં સુધી કે તેનાથી જીવન, મૃત્યુ, આવક, ધન, શિક્ષણ, રોજગાર, સંતાન, લગ્ન જેવા ઘણા પાસાઓ વિષે જાણી શકાય છે. પરતું તેના માટે યોગ્ય અને અનુભવી હસ્તરેખા વિદ્દ સાથે ચર્ચા કરવી પડશે. દેશમાં ઘણા જાણીતા હસ્ત જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંત હાજર છે. તમે ઓનલાઇન બસ એક ક્લિક કરો અને તમે તમારા ઘણા પ્રશ્નોના જવાબ સુધી પહોંચી શકો છો.

રેખાઓનો આપણી સાથે શું સંબંધ? રેખાઓનો આપણી સાથે કેવો અને શું સંબંધ, તે વાતનું અનુમાન તમે એ વાત ઉપરથી લગાવી શકો છો કે, કહેવામાં આવે છે કે હથેળીમાં જ તમારા ભાગ્યની રેખાઓ હોય છે. જો હથેળીમાં રેખા છે તો ક્યારેકને ક્યારેક તો ભાગ્ય બદલાશે. આદિકાળથી આવું કહેવામાં આવી રહ્યું છે.

શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે એવું કેમ કહેવામાં આવે છે? જો નહી તો અમે તમને જણાવીએ કેમ? આમ તો આદિકાળથી જ જ્યોતિષની આ વિદ્યામાં લોકોએ વિશ્વાસ રાખ્યો છે. તેમનું માનવું હતું કે જો હથેળી ઉપર ભાગ્ય રેખા છે તો તે જીવનમાં ક્યારેકને ક્યારેક કો ફલિત થશે. હસ્તરેખા વિદ્દ તેનાથી પણ બે ડગલા આગળ છે. તે હથેળીમાં બનેલી રેખાઓનું નિરીક્ષણ કરી તમારું ભાગ્ય ક્યારે બદલાવાનું છે તેની પણ સચોટ જાણકારી આપે છે. હસ્તરેખા વિદ્દનું કહેવું છે કે, આપણી હથેળીઓ ઉપર ઘણા એવા નિશાન અને રેખાઓ હોય છે જેને ઘણા જ શુભ માનવામાં આવે છે. તેમાંથી એક છે સૂર્ય રેખા.

સૂર્ય રેખાનું હસ્ત શાસ્ત્રમાં મહત્વ : સૂર્ય રેખા પણ એટલી જ મહત્વની છે જેટલી કે બીજી રેખાઓ. હસ્ત વિદ્યામાં દરેકનું પોતાનું જ સ્થાન છે. હસ્ત વિદ્દનું કહેવું છે કે સૂર્ય રેખાનું વિશ્લેષણ કરી કોઈના પણ કારકિર્દી, માન-સન્માન, ધન પ્રતિષ્ઠા, સફળતા-નિષ્ફળતા વિષે જાણી શકાય છે. તેની સાથે જ હસ્ત વિદ્દોનું એવું પણ કહેવું છે કે, સૂર્ય રેખા સાથે બનેલી રેખાઓનું પણ પોતાનું મહત્વ છે. સૂર્ય રેખાની લંબાઈની પણ અલગ અસર વ્યક્તિ ઉપર પડે છે. સૂર્યને વૈદિક જ્યોતિષમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યને પિતા સાથે જોડીને જોવામાં આવે છે. સાથે જ કહેવામાં આવે છે કે જેમનો સૂર્ય સારો હોય છે તે ઘણી સફળતા પ્રાપ્ત કરે છે.

સ્થિતિ મુજબ સૂર્ય રેખાનું ફળ : સૂર્ય રેખા ક્યા સ્થાન ઉપર બને છે તેનું પણ મહત્વ છે. સૌથી પહેલા તમે એ જાણી લો કે સૂર્ય રેખા હથેળી ઉપર અનામિકા આંગળીની નીચે બને છે. તે સ્થાનને સૂર્ય પર્વત તરીકે ઓળખવામાં આવે છે. જો સૂર્ય રેખા સાથે મગજની રેખા બની હોય તો તે ઘણું શુભ અને ફળદાયી માનવામાં આવે છે. વ્યક્તિ ધન અને બળથી સમૃદ્ધ થાય છે. તેની સાથે જ વ્યક્તિ કળાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.

હસ્ત વિદ્દોનું માનીએ તો જો સૂર્ય રેખા સંપૂર્ણ રીતે ન બને તો એવી સ્થિતિમાં વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરવામાં વધુ મહેનત કરવી પડે છે. સાથે જ તેમાં મોડું પણ થાય છે. સૂર્ય રેખા ઉપર સ્ટારનું બનવું ઘણું જ શુભ માનવામાં આવે છે. જો એવું છે તો વ્યક્તિ તેના જીવનમાં જરૂર સફળતા પ્રાપ્ત કરશે. હસ્ત જ્યોતિષમાં બે સમાંતર સૂર્ય રેખાઓનું નિર્માણ થવું ઘણું જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિની હથેળીમાં તે બને છે તે ધન, વૈભવ, માન-સન્માન અને સમાજમાં પ્રસિદ્ધ થશે.

વ્યક્તિની હથેળી પર મુખ્ય રીતે ત્રણ રેખાઓ હોય છે. જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને હૃદય રેખા. આપણે સૌ પ્રથમ જીવન રેખા વિષે વાત કરીશું.લાંબી, ઘાટી અને સ્પષ્ટ જીવન રેખા શુભ હોય છે. આવી જીવન રેખા ધરાવતી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય છે. સાથે સાથે તેમનું ભાવિ પણ ઉજ્જ્વળ હોય છે.

નાની જીવન રેખા ઓછી ઉંમર દર્શાવે છે. નાની અને ઘાટી જીવન રેખા ધરાવનાર વ્યક્તિઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અસ્પષ્ટ જીવન રેખા ધરાવતી વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં મુશ્કેલી થાય છે. તેમનામાં આત્મવિશ્વાસની કમી હોય છે.કોઈ પણ વ્યક્તિની જીવન રેખા ટૂટેલી હોય તો તે અશુભ સંકેત આપે છે. તેવામાં અકાળ મૃત્યુનું જોખમ રહેલું હોય છે.

જો કોઈ વ્યક્તિની જીવન રેખા તૂટક તૂટક હોય તો તે વ્યક્તિ નિર્બળ હોઈ શકે છે. આવા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ નડી શકે છે.જો જીવન રેખાની કોઈ શાખા મિડલ ફિંગરની નીચેના ભાગ તરફ જતી હોય તો વ્યક્તિને ધનલાભ થઈ શકે છે.હાથમાં જીવન રેખાની ગેરહાજરીનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિએ આજીવન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમજ તે હંમેશા સમસ્યાઓથી ઘેરાયેલો હોઈ શકે છે.

બીજી મહત્ત્વની રેખા છે હૃદય રેખા. આ રેખા વ્યક્તિની લવ લાઈફ, ઓપેઝિટ સેક્સ તરફ આકર્ષણ અને ભાવનાત્મક સ્થિરતા દર્શાવે છે.લાંબી હૃદય રેખા ધરાવતી વ્યક્તિ ઘણા ખુલ્લા વિચારની હોય છે. તેવા લોકો પોતાના પાર્ટનર પાસે ખુબ અપેક્ષાઓ રાખે છે.વધારે લાંબી તેમજ ઘાટી રેખા ધાવતી વ્યક્તિ પોતાના પાર્ટનર પર નિર્ભર રહે છે. કેટલાક પંડિતો તેને શુભ પણ માને છે.

જો કેઈ વ્યક્તિના હાથમાં હૃદય રેખાની ગેરહાજરી હોય તો તેવા લોકો કઠોર સ્વભાવના હોય છે. તેવી વ્યક્તિમાં દયા – કરૂણા નહિવત જોવા મળે છે.એવી વ્યક્તિ જેની કેટલીક નાની-નાની રેખાઓ મસ્તિષ્ક રેખાથી હૃદય રેખા પર આવે તો તેવા લોકોનું હૃદય તેમના વિચારેને અસર કરે છે તેવું કહી શકાય.

ઝાંખી રેખાઓ કે તૂટક તૂટક રેખાઓ દર્શાવે છે કે વ્યક્તિમાં ઉંડા પ્રેમની ખોટ હોય છે. જો હાથ કોમળ હોય તો વ્યક્તિ કામુક હોઈ શકે છે.જો કોઈ વ્યક્તિના હાથમાં હૃદય રેખા વિભાજીત હોય તો તે દર્શાવે છે કે વ્યક્તિ પેતાના સંબંધોથી ખુશ રહેશે.જો કોઈ વ્યક્તિની હૃદય રેખા વચ્ચેથી ટૂટી ગઈ હોય તો તે સંબંધો પ્રત્યે નિરાશા દર્શાવે છે. આવા લોકો સંબંધમાં સુખ નથી મેળવી શકતા.

અણિદાર હૃદય રેખા ધાવતી વ્યક્તિ ખુબ રોમેન્ટિક સ્વભાવની તેમજ બુદ્ધિમાન હોય છે.મસ્તિષ્ક રેખામસ્તિષ્ક રેખાથી કોઈપણ વ્યક્તિના જ્ઞાનની ખબર પડે છે. સાથે સાથે આ રેખા દ્વારા મનોવિજ્ઞાન વિષે પણ જાણી શકાય છે.કોઈપણ વય્ક્તિના હાથમાં લાંબી મસ્તિષ્ક રેખા હોય તો તે દર્શાવે છે કે વ્યક્તિ બુદ્ધિમાન છે. આવા લોકોની યાદશક્તિ મજબૂત હોય છે.

વધારે લાંબી મસ્તિષ્ક રેખા દર્શાવે છે કે વ્યક્તિ ખુબ જ ડિસિપ્લીન્ડ છે. આવા લોકો કોઈ પણ કામ સમજી-વિચારીને કરે છે.નાની નાની રેખાઓ, મસ્તિષ્ક રેખાથી હૃદય રેખા તરફ જતી હોય, તેવી વ્યક્તિ સારા-નરસાને સમજવાની સક્ષમતા ધાવે છે.જે વ્યક્તિની હથેળીમાં મસ્તિષ્ક રેખા નમેલી અથવા ઘુમાવદાર હોય છે, તેવા લોકો રોમેન્ટિક, આદર્શવાદી અને અવસરવાદી હોય છે.

ઝાંખી મસ્તિષ્ક રેખાઝાંખી મસ્તિષ્ક રેખા ધરાવતી વ્યક્તિ તે પેતાની જ દુનિયામાં મસ્ત રહેવાનું પસંદ કરે છે. તેવા લોકો પોતાની સપનાની દુનિયામાં જ ખોવાયેલા રહે છે.બેવડી રેખા ધરાવતી વ્યક્તિ ઘણી ઓછી જોવા મળે છે. બેવડી મસ્તિષ્ક રેખા ધરાવતા લોકોનો સ્વભાવ પણ બેવડો હોય છે.એવી વ્યક્તિ જેમના હાથમાં ગુરુ પર્વ પર ઉભારની સાથે સાથે ઘણી બધી સીધી રેખાઓ હોય તેવા લોકોને સરકારી નોકરી મળવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *