જ્યારે દારા સિંહ એ ઉખાડી નાખી હતી કિંગકોંગની મૂછો જાણો સમગ્ર કહાની, જુઓ તસવીરો……

થોડા સમય પહેલા દૂરદર્શન પર ફરીથી ‘રામાયણ’ સિરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. રામાયણ સિરિયલના શુટિંગ સાથે જોડાયેલા ઘણા કિસ્સા હાલના દિવસોમાં ચર્ચામાં છે. આજે આપણે આ આર્ટિકલમાં એવા જ કિસ્સા વિષે જાણીશું જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે. એવો જાણીએ આજના આર્ટિકલમાં શું ખાસ છે?દેશમાં લોકડાઉનને કારણે રામાનંદ સાગરની ‘રામાયણ’ નું ફરીથી દૂરદર્શન પર રી-ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રામાયણના શૂટિંગ સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી રહી છે, જે આ સમયે ઘણી ચર્ચામાં છે. રામાનંદ સાગરની રામાયણમાં દારા સિંહે ‘હનુમાન’ નું પાત્ર ભજવ્યું હતું. આજે ભલે તે આપણા બધા વચ્ચે નથી રહ્યા, પણ રામાયણમાં તેમણે ભજવેલું તેમનું હનુમાનનું પાત્ર આજે પણ લોકોના દિલમાં તાજું જ છે. આ પાત્રથી તેમને આખા દેશમાં ખુબ લોકપ્રિયતા મળી હતી.

રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવવાવાળા દારા સિંહે શૂટિંગ પૂરું થાય ત્યાં સુધી ચિકન-મટન ખાવાનું છોડી દીધું હતું. આ વાતનો ખુલાસો તેમના દીકરા વિંદુએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતાએ રામાયણના શૂટિંગ દરમિયાન નોનવેજ ખાવાનું છોડી દીધું હતું. વિંદુએ આગળ જણાવ્યું કે, જયારે રામાયણનું શૂટિંગ પૂરું થતું હતું તો દારા સિંહ પોતાના કો-એક્ટર્સ સાથે સ્ટુડિયોનો દરવાજો ખોલતા હતા. જ્યાં લોકો તેમને પગે લાગવાની રાહ જોતા હતા.

દારા સિંહ આ શો થી એટલા પ્રખ્યાત થયા કે, લોકો તેમને હનુમાન માનીને પૂજવા લાગ્યા હતા. એટલું જ નહિ એક સમય એવો પણ હતો જયારે તેમના હનુમાનના રૂપમાં પાડેલા ફોટા મંદિરોમાં લાગવા લાગ્યા હતા. દારા સિંહે ટેલિવિઝન સિરિયલ સિવાય ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

વિશ્વઆખામાં પોતાની શક્તિ અને હિંમત બતાવનારા ભારતીય કુસ્તીબાજ દારા સિંહે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. તેમણે મૃત્યુ સુધી અજેય કુસ્તીબાજનું બિરુદ તેમની પાસે જ રાખ્યું. દારા સિંહે દુનિયાભરમાં પ્રસિદ્ધ પોતાના કરતા બમણા વજન વાળા કુસ્તીબાજને હરાવીને, તેની મૂછો ઉખાડી નાખી હતી. દારા સિંહ પરિણીત હોવા છતાં એક ગોરી પંજાબી છોકરીના પ્રેમમાં એટલી હદે હતા કે લગ્ન કરી લીધા.

નાની ઉંમરે જ મોટા દેખાતા હતા દારા સિંહપંજાબમાં અમૃતસરના ધરમૂચક ગામમાં 19 નવેમ્બર 1928 ના રોજ બલવંત કૌર અને સુરતસિંહ રંધાવાના ઘરે એક બાળકનો જન્મ થયો. માતાપિતાએ બાળકનું નામ દારાસિંહ રંધાવા રાખ્યું. નાનપણથી જ દારા સિંહને કુસ્તી અને કુસ્તીનું વાતાવરણ મળ્યું, તો તેમણે પણ કુસ્તી તરફ પ્રયાણ કર્યું. દારા સિંહ તેના મજબુત શરીરને કારણે ઉંમરમાં પણ મોટા દેખાતા હતા. દારા સિંહના માતાપિતાએ નાની ઉંમરમાં જ બચના કૌર સાથે 1937 માં લગ્ન કરી દીધા.

લગ્ન અને પિતા બન્યા સુધી નાની ઉંમરના હતાલગ્ન પછી, દારાસિંહે કુશ્તીને તેની કારકીર્દિ બનાવી લીધી અને તેના ભાઈ સરદારાસિંહ રંધાવા સાથે મળીને આ વિસ્તારમાં થતા રમખાણોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. દારા સિંહે 16 વર્ષની ઉંમરમાં જ અમૃતસરમાં ખ્યાતી મેળવી લીધી અને પ્રતિભાશાળી યુવા કુશ્તીબાજોની યાદીમાં જોડાઈ ગયા. તે દરમિયાન જ્યારે દારા સિંહ 17 વર્ષની ઉંમરમાં પ્રદ્યુમ્નના પિતા પણ બની ગયા.

સુરજીત સાથે ઇશ્ક અને બીજા લગ્ન1960 સુધીમાં દારા સિંઘ વર્લ્ડ ચેમ્પિયન બની ગયા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાના કુસ્તીબાજોને ધૂળ ચાટતા કરી દીધા. તે દરમિયાન દારા સિંહની મુલાકાત એક ગોરી પંજાબી યુવતી સુરજીત કૌર સાથે થઇ. દારા સિંહ સુરજીતની સુંદરતા ઉપર મોહિત થઇ ગયા અને તેના પ્રેમમાં પડી ગયા. પાછળથી 1961 માં દારાસિંહે પરણિત હોવા છતાં સુરજીત સાથે લગ્ન કર્યા અને પાછળથી તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા.

મલેશિયાના ચેમ્પિયનને પછાડીને ખળભળાટ મચાવ્યો.દારાસિંહે 1947 માં કુસ્તી માટે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. તે સમય દરમિયાન તેમણે કુઆલલંપુરમાં મલેશિયાના ચેમ્પિયન તારલોક સિંઘને હરાવીને મલેશિયા ચેમ્પિયન બન્યા અને કુસ્તીની દુનિયામાં ખળભળટ મચાવી દીધો. ત્યાર પછી દારા સિંહ કોમનવેલ્થ દેશોના પ્રવાસ ઉપર ગયા. તે દરમિયાન ઓસ્ટ્રેલિયાના ચેમ્પિયન અને વિશ્વના સૌથી ખતરનાક કુશ્તીબાજ કિંગ કોંગ સાથે તેમની કુશ્તી થઇ. જે આજસુધીની સૌથી વધુ રોમાંચક અને લોકપ્રિય કુશ્તી કહેવામાં આવે છે.

200 કિલો વજનવાળા કિંગકોંગને પછાડ્યો અને મૂછો કાઢી.વિદેશી ધરતી ઉપર પોતાના વિજયી અભિયાન લઈને નીકળેલા દારા સિંહ 1952 માં ભારત પાછા ફર્યા. તે પહેલા તેની વિશ્વ પ્રસિદ્ધ કુશ્તી વર્લ્ડ ચેમ્પિયન કિંગકોંગ સાથે થઇ. એવું કહેવામાં આવે છે કે કુશ્તી પહેલાં 200 કિલો વજનવાળા કિંગકોંગ અને દારા સિંહ વચ્ચે હારવા વાળાની મૂછો ઉખેડવાની શરત નક્કી કરવામાં આવી હતી. કુશ્તીની મેચમાં દારા સિંહે કિંગકોંગને પોતાના હાથ ઉપર ઉંચો કર્યો અને ફેરવીને ફેંકી દીધો. કિંગકોંગની હાર થઇ અને દારા સિંહે તેની મૂછો ઉખાડી લીધી.

ન્યુઝિલેન્ડ અને કેનેડાના કુશ્તીબાજોએ આપી ઓપન ચેલેન્જ.કિંગકોંગને પરાજિત કર્યા પછી દારા સિંહને ન્યુઝીલેન્ડના ચેમ્પિયન જોન ડીસિલ્વા અને કેનેડાના જ્યોર્જ ગાર્ડિયાન્કાએ ખુલ્લો પડકાર આપ્યો હતો. તે દરમિયાન 1954માં દારા સિંહ ભારતીય કુશ્તીનો ચેમ્પિયન બની ગયો. 1959 માં કોલકાતામાં યોજાયેલી કોમનવેલ્થ કુશ્તી ચેમ્પિયનશીપમાં દારા સિંહને પડકાર આપનાર જોન ડીસિલ્વાની દારા સિંહ સાથે કુશ્તી થઇ અને દારા સિંહ વિજેતા બન્યા. ત્યાર પછી તેની કુશ્તી જ્યોર્જ ગાર્ડિયાન્કા સાથે થઇ તેમણે જ્યોર્જને પણ હરાવીને ચેમ્પિયનશીપ જીતી લીધી.

વર્લ્ડ ચેમ્પિયન અને હનુમાન બનીને ઘર ઘરમાં લોકપ્રિય થયા.દારા સિંહે 1968 માં અમેરિકન કુશ્તીબાજ અને વર્લ્ડ ચેમ્પિયન લાઉં થેઝ સાથે કુશ્તી થઇ. 29 મેના રોજ યોજાયેલી આ મેચમાં દારા સિંહે થેજને હરાવીને વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો. દારા સિંહે સતત 500 કુસ્તીઓ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.

1983 માં તેમણે તેની છેલ્લી મેચ જીતીને નિવૃત્તિ લઇ લીધી. તે સમયના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે દારા સિંહને અજેય કુશ્તીબાજના બિરુદથી સન્માનિત કર્યા હતા. દારા સિંહે પાછળથી બોલીવુડમાં પણ ખ્યાતી મેળવી અને રામાનંદ સાગર સીરિયલની સીરીયલ રામાયણમાં તે ભગવાન હનુમાનની ભૂમિકા ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય બની ગયા.

Leave a Comment