ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજના ઘરે આવી ખુશીઓ..! કવિરાજે ખરીદી મોંઘી અને લક્ઝરી કાર…ભાવ સાંભળીને આંખો પહોળી થઈ જશે…જુઓ વિડિયો

0
1220

આપણે સૌ જાણીએ છીએ કે આપણું ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી સંગીત ઉપરાંત ભવાઈઓ અને અન્ય બાબતો આખા વિશ્વમાં લોકોમાં ઘણી લોકપ્રિયતા ધરાવે છે. લોકોને ગુજરાતી ભાષા અને તેની વિવિધ કૃતિઓ ઘણી ગમે છે, તેમાં પણ જો વાત ગુજરાતી સંગીત અંગે કરીએ તો તેમના ચાહકો બધે જ છે. આજના સમયમાં પણ લોકો વિવિધ ડાયરાઓના શોખીન છે, જ્યારે પણ ડાયરાઓનું આયોજન થાય ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે.

ગુજરાતી સંગીતને આખા વિશ્વમાં અનોખું સ્થાન આપવામાં આવ્યું છે, આપણા ગુજરાતી કલાકારોએ ઘણી મહેનત કરી છે. આપણે અહીં એક એવા જ લોકલાડીલા કલાકાર વિશે વાત કરીશું જેમને જોવા અને જેમનો અવાજ સાંભળવા લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે. આપણે અહીં ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ વિશે વાત કરવાની છે. જીગ્નેશ કવિરાજ આ નામથી પરિચિત છીએ, તેમણે પોતાની આવડત અને મહેનતના કારણે લોકોના દિલમાં પોતાની આગવી છાપ ઊભી કરી છે.

જીગ્નેશ કવિરાજની લોક ચાહના ફક્ત ગુજરાત પૂરતી જ સીમિત નથી પરંતુ, આખા વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ જીગ્નેશ કવિરાજના ઘણા મોટા ફેન છે. હાલમાં જીગ્નેશ કવિરાજ ના ઘરે ખુશીનો માહોલ છે, આ ખુશીનું કારણ જીગ્નેશ કવિરાજ લીધે જ છે. જીગ્નેશ કવિરાજ નવી મોંઘી અને વૈભવી ગાડી ખરીદી છે, હાલના સમયમાં સોશિયલ મીડિયા પર સામાન્ય વ્યક્તિથી લઈને અનેક મોટી હસ્તીઓ જોવા મળે છે.

જીગ્નેશ કવિરાજ પણ સોશિયલ મીડિયા પર વિવિધ માધ્યમો પર છે અને અહીં પણ તેઓ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. હાલમાં જીગ્નેશ કવિરાજ એ પોતાની ખુશી પોતાના ફેન્સને શેર કરી છે. જીગ્નેશ કવિરાજ ની નવી ગાડી વિશે વાત કરીએ તો તેમણે મર્સિડીઝ કંપનીની C220d મોડલની ગાડી ખરીદી છે. જેને લઈને તેમને સોશિયલ મીડિયા પર અનેક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ પોતાના પત્ની અને બાળકો ઉપરાંત પોતાના અન્ય સ્નેહીજનો સાથે ગાડી પાસે અલગ અલગ પોઝમાં ફોટા પડાવતા નજરે ચડે છે.

જીગ્નેશ કવિરાજ એ જ્યારથી તેમના અને તેમની નવી ગાડી ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે ત્યારથી તેને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. હાલમાં આ આલીશાન અને વૈભવી ગાડી જીગ્નેશ કવિરાજના ગાડીઓ ના કાફેલની શોભા વધારતી તેમના ઘરના આંગણે ઉભી છે. જીગ્નેશ કવિરાજ અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ જોવા મળે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.