Breaking News

જીમમાં પૈસા બગાડ્યા વગર ઘરેજ આ એક ઉપાયની મદદથી ઘટાડી શકો છો વજન જાણીલો આ ઉપાય વિશે…..

હાલ મોટેભાગે બધા માણસો ને સ્થૂળતા ને લીધે શરીર મા વજન નો વધારો જોવા મળે જ છે અને આ વધતા વજન ને નિયંત્રિત કરવા માટે માણસો જાત-જાત ના નિત નવા પ્રયોગ કરતા હોય છે. હાલ આમ જો જોવા જઈએ તો મોટેભાગે માણસો કસરત, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ જેવા ઘણા પ્રયોગો કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું એકમાત્ર કારણ એ જ હોઈ શકે કે તમારી જીવનશૈલી કદાચ ખોટી છે.જો આપણા શરીર મા વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવા મા પૌષ્ટિક તત્વો ની ખામી ને લીધે શરીર નબળું પડતું જાય છે તેના લીધે શરીર ની રોગપ્રતિકારક મા પણ ઘટાડો આવે છે જેથી બીમારી ની શક્યતાઓ મા વધારો જોવા મળે છે. આ માટે જ શરીર ના વજન ઓછુ કરવા માટે એવા પ્રયોગ કરવા કે જેથી શરીર નુ વજન પણ ઓછુ થાય અને શરીર ને નુકશાન પણ ના પોહચે. તો નીચે જણાવેલા ઉપાયો ના ઉપયોગ કરવા થી વજન મા ઘટાડો થશે અને એ પણ કોઈ શારીરિક નુકશાની વિના.

આપણા શારીરિક વજનને અંકુશમાં રાખવા આપણે કંઈકેટલાય ઉપાયો અજમાવીએ છીએ. ચોક્કસ પ્રકારનો આહાર, કસરત, ઉપવાસ જેવા ઘણાં પ્રયોગો કર્યાં પછી પણ થોડા સમયમાં વજન ન ઘટે તો આપણે જે તે પ્રયોગ પડતો મૂકી દઈએ છીએ. પરંતુ જો તમને કોઈ એમ કહે કે તમે ચોવીસ કલાકમાંથી આઠથી દસ કે દસથી બાર કલાકના સમયગાળામાં જે અને જેટલું ખાવું હોય તે ખાઓ. અને બાકીનો સમય કાંઈ ન ખાઓ.

આ પ્રયોગથી તમારું વજન ચોક્કસપણે ક ઘટાડી શકાશે તો તમે માનો ખરાં? પરંતુ તાજેતરમાં કેલિફોર્નિયા સ્થિત સાન ડીએગોમાં આવેલી ‘સોક ઈન્સ્ટિટયૂટ ફોર બાયોલોજિકલ સ્ટડીઝ’ માં ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસમાં જણાઈ આવ્યું હતું કે આઠથી દસ કલાકના ચોક્કસ ગાળામાં તમે નિયમિત રીતે જે અને જેટલું ખાતા હો તેમાં કોઈપણ જાતનો બદલાવ કર્યા વિના ખાઓ તો પણ તમારું વજન ઘટે.

આ પ્રયોગના સંશોધક ડો. સચ્ચિદાનંદ પાંડાએ ઉંદરો પર કરેલા અભ્યાસ દ્વારા આપણી રોજિંદી (૨૪ કલાકની આંતરિક ઘડિયાળ) સુવા, ઉઠવા, પાચનક્રિયા માટે એન્ઝાઈમ્સ અને હોર્મોન્સનો સ્ત્રાવ કરવા જેવી ક્રિયાઓનું નિયમન કરતા જનિન તત્ત્વો, મોલેક્યુલ્સ અને કોષો શોધી કાઢ્યા હતા.

જો કે તેમણે નોંધ્યું હતું કે ખાવાપીવા માટેનો આઠ તેમ જ દસ કલાકનો ગાળો બાર કલાકના ગાળા કરતાં વધુ ફાયદાકારક રહ્યો હતો. ખાસ કરીને દસ કલાકનો. સંશોધકે જણાવ્યું હતું કે જ્યારે આપણી આ આંતરિક ઘડિયાળમાં ખલેલ પહોેંચે ત્યારે પોષણ અને કાયાકલ્પ વચ્ચેનું સંતુલન ખોરવાય છે અને વય વધવા સહિતની ચયાપચય તેમ જ ડિજનરેટિવ વ્યાધિઓ ઝડપથી પ્રસરે છે. તેથી આઠથી દસ કલાકના સમયગાળામાં ખાવુંપીવું શ્રેષ્ઠ ગણાય.તમારે તમારા નિયમિત આહાર મા નિત્યપણે પૂરતા પ્રમાણ મા સલાડ નો ઉપયોગ કરવો. જયારે પણ ભૂખ લાગે ત્યારે વેફર ની જગ્યાએ સલાડ જેવા કે ગાજર, કાકડી, ફ્ગાવેલા મગ, ચણા નું સેવન કરવું જોઈએ.

ભોજન લીધા બાદ ૧૫ મિનીટ માટે ટહેલવા ની ટેવ પાડોબપોર ને સમયે આરોગવામા આવેલ ભોજન હોય કે પછી રાત્રી નુ ભોજન નિયમિત ભોજન લીધા બાદ ૧૫ થી ૨૦ મિનીટ માટે ચાલવાની ટેવ પાડો. ઘર હોય કે પછી ઓફિસ, આપણે જ્યાં પણ જમ્યા હોઈએ ત્યારબાદ આપળી આજુ બાજુ જો કોઈ પાર્ક હોય તો ત્યાં સુધી ચાલવા જવું અને ત્યાં પણ ચાલવું. ભોજન આરોગ્યા બાદ જો તરત જ સુવા મા આવે અથવા તો કોઇપણ બેસી ને કામ કરવામા આવે તો વજન મા વધારો થાય છે અને પેટ પણ બહાર નીકળતું જાય છે.ઓવર ઈટિંગ નો અર્થ થાય છે કે જયારે માણસ ને ભૂખ લાગી હોય અને તે તેના કરતા વધુ ભોજન આરોગે તો તેના શરીર મા વજન નો વધારો થાય છે. આ માટે જયારે પણ જમવા બેસો તો ત્યારે જેટલી ભૂખ હોય તેટલું જ ભોજન આરોગો.

સંશોધક તેમ જ તેમની ટુકડીએ ઉંદરો પર ખાવાપીવા માટેના ચોેક્કસ સમયગાળાનો પ્રયોગ કર્યા પછી આ પ્રયોગ આઠ સ્થૂળકાય લોકો પર પણ કર્યો હતો. આ આઠે જણ દરરોજ દિવસના ચૌદ કલાકના ગાળામાં ખાતાપીતા હતા. પરંતુ તેમણે સોળ અઠવાડિયા સુધી અગાઉ જે અને જેટલું ખાતા હતા એટલું દસથી બાર કલાકના ગાળામાં ખાધુ ત્યારે તેમનું વજન ઘટયું, તેઓ વધુ સારી નિંદ્રા લઈ શક્યા અને તેમનામાં નવી ઊર્જાનો સંચાર થયો.

સંશોધકોએ જણાવ્યું હતું કે જ્યારે તમે આ પ્રકારના ખાસ કરીને રાત્રે આઠથી દસ વાગ્યા સુધીમાં તમારો આઠથી દસ કલાકનો ખાવાપીવાનો સમયગાળો પૂરો થઈ જતો હોય એવા નિયમને અનુસરો ત્યારે તમારા શરીરને તેના ક્ષતિ પામેલા કોષોનું સમારકામ કરવા તેમ જ નવા કોેષો બનાવવા પૂરતો સમય મળી રહે છે.જો કે તેઓ ઉમેરે છે કે આનો અર્થ એવોે નથી થતો કે તમે ગમે તે આચરકૂચર પેટમાં ઠાલવતા રહો. વાસ્તવમાં તમારે તમારા આહારમાં ફળો, શાકભાજી, કડધાન્ય, પ્રોટીન તેમ જ અન્ય સ્વાસ્થ્યપ્રદ પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. આ પ્રકારનો સંતુલિત ખોરાક ચોક્કસ સમયગાળામાં લેવામાં આવે ત્યારે તેનો લાભ અનેકગણો વધી જાય છે.

આ પ્રયોગ અજમાવનાર ૫૦ વર્ષીય સૌરભ મલ્હોત્રા કહે છે કે મેં મારો ખાવાપીવાનો સમયગાળો આઠ કલાકનો રાખ્યો હતો. અને બાકીના સોળ કલાક ઉપવાસના રાખ્યા હતાં. મેં મારો સવારનો નાસ્તો લેવાનું બંધ કરી દીધું અને સીધો બપોરે બે વાગે જમતો. ત્યાર પછી વચ્ચે હળવો નાસ્તો કે ફળ ખાતો. અને રાત્રે દસ વાગે ફરીથી ભોજન લેતો. આ આઠ કલાકના સમયગાળા સિવાય હું માત્ર લીંબુ નાખેલું હુંફાળું પાણી અને ખાંડ વગરની કોફી પીતો. તેને કારણે માત્ર ત્રણ મહિનામાં મારું વજન પાંચ કિલોથી પણ વધુ ઘટયું.

સંશોધકો કહે છે કે તમે પણ જો આ પ્રયોગ કરવા માગતા હો તો તમારા ખાવાપીવાનો સમયગાળો તમારા કામ કરવાના સમયને અનુરૂપ નક્કી કરો. જો કે રાત્રે સુવાના સમય દરમિયાન કાંઈપણ ખાવાપીવાનો પ્રશ્ન જ નથી આવતો. તેથી તમે તમારો સવારનો નાસ્તો લેવાનું બંધ કરી દો અથવા બ્રેકફાસ્ટ મોડો લો.તેવી જ રીતે વારંવાર આચરકૂચર ખાવાનું ટાળો. જો તમે તમારો ખાવાપીવાનો સમયગાળો દસ કલાકનો રાખવા માગતા હો તો સવારનો નાસ્તો અથવા રાત્રિભોજન બંનેમાંથી એક બંધ કરો. એક વખત તમને આ સમયપત્રક ફાવી જાઓ તો વધુ સારા પરિણામ માટે તમારો ખાવાપીવાનો સમયગાળો આઠ કલાકનો કરી નાખો.

આમ કરવાથી તમારી વારંવાર ખાવાની ઈચ્છા આપોઆપ અંકુશમાં આવી જશે. તમને વધુ સ્ફૂર્તિ જણાશે. તમારા શરીરમાંથી ચરબી ઘટશે. બ્લડ શુગર નિયંત્રિત થશે. પેટમાં બળતરા ઘટશે. આંતરડામાં સારા બેક્ટેરિયા વધશે. લીવરના રોગો સામે રક્ષણ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતા અક્ષય કુમાર હમેશાં કહે છે કે સાંજે છ વાગ્યા પછી કાંઈ ખાવું નહીં. આમ કરવાથી આપણા આંતરડાને આરામ મળે છે. શરીરને નવા કોષો બનાવવાનો અને ક્ષતિ પામેલા કોષોનું સમારકામ કરવાનો સમય મળી રહી છે. જૈન ધર્મમાં પણ ચૌવિહાર, એકાસણા કે બ્યાસણા કરવાની પરંપરા ચાલી આવે છે. પરંતુ હવે આ વાત સંશોધન દ્વારા સિદ્ધ થઈ છે.જો તમે તમારો વજન ઘટાડવા ઇચ્છતા હોય તો દિવસ દરમિયાન દસ થી બાર ગ્લાસ પાણી અટેલે કે ત્રણ થી ચાર લીટર જેટલું પાણી પીવા નો નિયમ લઇ લો. આટલું પાણી જો રોજ પીવા મા આવે તો તેના થી શરીર નું મેટાબોલિઝમ સારી રીતે કાર્ય કરે છે અને સાથોસાથ જમવાનું પાચન પણ સારી રીતે થાય છે.

જો તમે સાચે જ તમારું વજન ને નિયંત્રિત કરવા કે ઓછુ કરવા ઈચ્છતા હોય તો તમારે જંકફૂડ તેમજ બહાર બજાર મા મળતી તમામ વસ્તુઓ નો ત્યાગ કરવો. ઘણા માણસો તીખું ચટપટું ખાવા માટે બજાર મા મળતી વસ્તુઓ નુ સેવન કરતા હોય છે.નિયમિત એક ટેવ પાડો કે સવાર ના સમયે ઉઠતા ની સાથે નયણાં કોઠે એક ગ્લાસ નવશેકું પાણી પીવું. આ રીતે પાણી પીવા થી શરીર મા રહેલી વધારા ની ચરબી ઓગળે છે અને સાથોસાથ શરીર ના મેટાબોલિઝમ પણ સારી રીતે કાર્ય કરે છે.

નિયમિત હળવી કસરત ની ટેવ પાડોવજન ને નિયંત્રિત કરવા અથવા તો ઓછુ કરવા તેમજ શરીર ને સુદૃઢ બનાવવા માટે રોજ હળવી કસરત શરીર માટે ઘણી લાભદાયી સાબિત થાય છે. કસરત થી શરીર ના સ્નાયુઓ પર ભાર પડે છે તેમજ શરીર મા સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

જો તમે ખાવાપીવા ના વધારે શોખીન હોય અને તમે તમારી આ લત્ત થી મુશ્કેલી ની અનુભવ કરતા હોય તો તમારે આખા અઠવાડિયા મા ઓછા મા ઓછું એકવાર તો ઉપવાસ જરૂર થી કરવો જોઇએ. આ ઉપવાસ દરમિયાન તમારી ઈચ્છા હોય તો તમે અઠવાડિયા મા એક દિવસ પ્રવાહી પદાર્થો નુ સેવન કરી ને પણ ઉપવાસ કરી શકો છો. આ પ્રદાર્થો મા પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે જેવી વસ્તુઓ નુ સેવન કરી શકાય છે. આ ઉપવાસ દરમિયાન સલાડ કે ફળાહાર નો ઉપયોગ કરી શકાય છે જે તમને વજન નિયંત્રિત કરવામા મદદરૂપ થશે.

કમર તેમજ પેટ ના ભાગ મા જામેલી ચરબી ને ઓછી કરવા અથવા તો શરીર નો વજન નિયંત્રિત કરવા માટે નિત્યપણે સવારે ઊઠી ને યોગ કરવા ની ટેવ પાડવી. આ યોગ મા ઘણા એવા આસન છે કે જેના પ્રયોગ થી પેટ તેમજ કમર મા જામેલી ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે. આમ જોવા જઈએ તો યોગ માનવ શરીર ને નિરોગી રાખે છે આ માટે સૂર્ય નમસ્કાર ની તમામ ક્રિયાઓ સાથે સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે આસન નો સમાવેશ કરવો જોઇએ.

જો તમે ચા પીવા ના શોખીન છો તેમજ તમે ઝડપ થી વજન ઓછો કરવા ઈચ્છતા હોય તો તમારી આ ચા પીવા ની ટેવ તમને વજન ઓછો કરવા મા મદદરૂપ થશે. પરંતુ આ ચા દૂધવાળી ના હોવી જોઈએ એટલે કે આ દૂધ ની ચા પીવા ને બદલે તમારે નિયમિત એન્ટીઓક્સિડેન્ટ થી ભરપુર ગ્રીન ટી, લેમન ટી અથવા તો બ્લેક ટી પીવી જોઈએ. વાસ્તવ મા દૂધવાળી ચા પીવા થી તમારા શરીર મા સ્થૂળતા વધે છે માટે આ રીત ની ગ્રીન ટી નો ઉપયોગ કરવો જોઈએ.

About bhai bhai

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *