જીરૂ ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,રાજ્ય ની માર્કેટીંગયાર્ડ માં જીરૂ નો બોલાયો એટલો બધો ભાવ કે સાંભળીને…

0
454

ખેડૂતમિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં તમામ ચીજવસ્તુઓના ભાવોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે, જીરા ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. એક સાથે આટલો બધો વધારો થતા ખેડૂતો હોંશે હોંશે પોતાનો પાક વેચવા તૈયાર થયા છે.

જીરુ ના ભાવ વધારાની જાણકારી ખેડૂતોને થતા તેઓ પોતાનો પાક વેચવા માટે માર્કેટયાર્ડ આગળ લાઇન લગાવી રહ્યા છે. ખૂબ જ સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આ વર્ષે જીરુંના ભાવમાં ગયા વર્ષ કરતાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જીરાની આવકમાં વધારો થતાં વેપારીઓએ પણ તેના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ શરૂ કરી દીધી છે.

ખેડૂત મિત્રો જીરાના ભાવ ની વાત કરીએ તો, રાજ્યની માર્કેટ યાર્ડમાં ખૂબ જ સારા ભાવ નોંધાયા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 3434 થી લઈને 3995 સુધીનો બોલાઈ રહ્યો છે. ખેડૂતો આ ભાવને ધ્યાનમાં લઇ પોતાનો પાક વેચવા માટે તૈયાર થયા છે. આ ઉપરાંત નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ જીરૂના ભાવ 4200 સુધી પહોંચી શકે તેમ છે.

આપણે બધા જાણીએ છીએ કે ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે અને કમોસમી માવઠાને કારણે જીરુંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેની સામે તેના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. પરંતુ જીરુંના ભાવમાં વધારો થતાં ખેડૂતોને પોતાનું વળતર મળી શકે તેમ છે. ધાણાના ભાવ ગત વર્ષ કરતાં 55 ટકા જ્યારે જીરુંના ભાવમાં ગત વર્ષ કરતા 60 ટકાનો વધારો નોંધાયો છે.

ભાવનગર માં જીરુ નો ભાવ 3030 રૂપિયાથી લઈને 4040 સુધીના ભાવ નોંધાયા છે.બોટાદ માર્કેટયાર્ડમાં 3086 રૂપિયાથી લઈને 4287 સુધીના ભાવે જીરું નું વેચાણ થઈ રહ્યું છે.સૌરાષ્ટ્ર ના રાજુલા માર્કેટ યાર્ડમાં 1455 થી 4167 રૂપિયા જીરુ નો ભાવ નોંધાઈ રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.