Breaking News

જીવનની બધી સમસ્યાઓનો આવશે અંત એક વાર અજમાવી જુઓ આ ચમત્કારી ટોટકા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ તો આવતાં જ હોય છે. પરંતુ શ્રેષ્ઠ જીવન તે વ્યક્તિનું માનવામાં આવે છે જેના જીવનમાં આવો સમય ન આવે. પરંતુ આવું શક્ય નથી. જો તમે પણ આવું વિચારતા હોય તો આજથી તમારી આ માન્યતા બદલાઈ જશે. કારણ કે જીવનના ડગલેને પગલે નડતી અનેકાનેક સમસ્યાઓને સરળતાથી પાર કરી સફળ અને સુખી જીવન તરફ આગળ વધી શકો છો. સામાન્ય રીતે લોકોને સમસ્યા જમીન-મકાન, વાહન, વિવાહ, સ્વાસ્થ્ય, સંપત્તિ અને નોકરીમાં ઉદભવે છે. આવી અલગ અલગ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે કેટલાક ટોટકાઓ અજમાવી શકો છો.

નોકરી મેળવવા માટે.અભ્યાસ પુરો થાય એટલે સારી નોકરી મેળવવાની શોધખોળ શરૂ થઈ જાય છે. પરંતુ ઘણા યુવક યુવતીઓને નોકરી મળવામાં સમસ્યાઓ ઉદભવે છે. જ્યારે આવું થાય ત્યારે રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને જ્યારે પણ નોકરીના ઈન્ટરવ્યુમાં જવાનું થાય ત્યારે ત્રણ એલચી હાથમાં રાખી’ શ્રીં’ ત્રણવાર બોલી અને તેને ખાઈ જવી.

સફળતા જરૂરથી મળશે. આ સિવાય 41 દિવસ સુધી પીપળાના ઝાડ નીચે શુદ્ઘ ઘીનો દીવો કરવાથી પણ લાભ મળશે.વેપાર-ધંધામાં લાભ માટે.જો કોઈને ધંધામાં નુકસાની જઈ રહી હોય તો એક લીંબૂ લઈ તેને વેપારની જગ્યાની ચાર દિવાલને અડાડવું અને પછી તેના ચાર ટુકડા કરી અને ચારેય દિશામાં એક એક ફેંકી દેવા. આ ઉપાય સાત શનિવાર સુધી કરવો.

અસફળતાથી મુક્તિ મેળવવા માટે.જો તમને વારંવાર તમારા કાર્યમાં અસફળ થવું પડતું હોય તો શુક્લ પક્ષના ગુરુવારે એક પાણીનો કળશ લઈ અને તેના પર વડલાનું પાન રાખી તેના ઉપર પાંચ પ્રકારના ફળ અને બે એલચી રાખી સંધ્યા સમયે આ કરશ પીપળા નીચે રાખી આવવો. 7 ગુરુવાર પૂરા થશે તે પહેલા જ તમારી મનોકામના પૂર્ણ થઈ જશે. કરજમાંથી મુક્તિ માટે.શનિવારે સવારે સ્નાનાદિ કરી પોતાની લંબાઈ જેટલો કાળો દોરો લઈ અને તેને એક નાળિયેર પર વીંટી દેવો. તે નાળિયેરનું પૂજન કરી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું અને ઋણ મુક્તિની પ્રાર્થના કરવી.

મીઠું રાઈ લસણ ડુંગળીમાંથી છાલ ઉતારી અને સુકી મિર્ચને દેતવાની આગમાં નાખીને તે આગને રોગીની ઉપર સાત વાર ફેરવવાથી ખરાબ નજરનો દોષ દુર થાય છે. સરસવનું તેલ કે શુદ્ધ ધી નો દિવો કરવો આની ઉપર એક વાટકી મુકવી જેથી કાળાશ તેમાં આવી જશે અને આની કાજળ બનાવો હવે આ કાજળને આંખમાં લગાવવાથી ભૂત, પ્રેત વગેરે દુર રહે છે અને આવું કઈક થયું હોય તો તે દુર થાય છે.જો તમે કોઈ કામથી બહાર જતા હોવ તો એક લીંબુ લઈને તેના પર ચાર લવિંગને લગાવવા. પછી ‘શ્રી હનુમાન નમ:’ મંત્રનો 21 વાર જાપ કરતા કામ વચ્ચે કઈ નડતર નહિ આવે.

આંકડાના રૂ થી દીવો બનાવી શિવ મંદિરમાં પ્રજવલિત કરો. આનાથી શિવ પ્રસન્ન થાય છે. આવું નિયમિત રૂપે કરવાથી ગ્રહની બાધા દુર થાય છે.કોઇપણ કાર્યની સફળતા માટે ઘરેથી નીકળતા સમયે હાથમાં એક રોટલી રાખો. પછી માર્ગમાં જ્યાં કાગડો દેખાય તેને રોટલીના ટુકડા કરીને ખવડાવી દો. ત્યારબાદ આગળ વધવું. આ ટોટકાથી તમે જે કામ માટે બહાર જતા હશો તેમાં સફળતા મળશે.

નજર લાગેલ વ્યક્તિને પાનમાં ગુલાબની સાત પાંખડી નાખીને ખવડાવો. વ્યક્તિ એ ઇષ્ટદેવનું નામ લઈને પાન ખાઈ જવું. આનાથી ખરાબ નજર દુર થશે.જો કોઈ માણસનો વ્યાપાર સારી રીતે નહી ચાલી રહ્યું છે તો શનિવારના દિવસે લીંબૂના તાંત્રિક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય મુજબ એક લીંબૂને દુકાનની ચારે દીવારોથી અડાવીને એમના ચાર ટુકડા કરો અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં એક-એક લીંબૂનો ટુકડો ફેંકી દો એનાથી દુકાન, વ્યાપાર સ્થળની નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જશે.

ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં લીંબૂનો ઝાડ લગાડો. લીંબૂના ઝાડથી આસપાસનો વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. એની સાથે જ લીંબૂનો ઝાડ ઘરમાં લગાડવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર હોય છે. પ્રચલિત માન્યતા મુજબ જો સૂઈ લાગેલું લીંબૂ કોઈ રોગીના માથા પરથી 7 વાર ઉતારીને ચાર રસ્તા પર મૂકી દેવા જોઈએ. ચાર રસ્તાથી જતા જે પણ માણસ એ લીંબૂને પાર કરશે કે અડશે તો રોગીના બધા રોગ એને લાગી જાય છે.

સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ.કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. તેથી ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.

બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.

તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો, તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા.તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ, ધન અને દાગીના એક સાથે ન રાખવા. એક સ્થાન પર રાખવાથી ધન હાનિ થાય છે. દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા.

એક પીપળાનું પાન લેવું તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ऊं લખવો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.

ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા. તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું.

About bhai bhai

Check Also

જીવનમાં ક્યારેય ધનની કમી નહી થાય સવારે ઉઠતાની સાથે કરો આ કામ થશે ધનનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *