Breaking News

જીવનમાં એકવાર આ હનુમાનજીના મંદિરની મુલાકાત જરૂર લેજો,જાણીલો તેની પાછળનું કારણ.

ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.

આપણા દેશમાં બજરંગબલીના લાખો કરોડો ભક્ત છે અને તે કારણ છે કે હનુમાનજીના મંદિરોની સંખ્યા પણ લાખોમાં છે, પરંતુ જણાવી આપીએ કે દરેક મંદિરોને એટલા વિશેષ નથી માનવામાં આવતા જયારે હનુમાનજીના અમુક એવા મંદિરો છે જેની લોકપ્રિયતા માત્ર તેની આસપાસના વિસ્તારોમાં જ રહે છે પરંતુ અમુક મંદિરો દેશના ખૂણે ખૂણા સુધી પ્રચલિત હોય છે અને ક્યારે ક્યારે તો વિદેશો સુધી પણ.તેવામાં આજે અમે તમને દેશના અલગ અલગ ભાગોમાં આવેલા થોડા મંદિરોની જાણકારી આપી રહ્યા છીએ જેની પોત પોતાની અલગ અલગ ખાસિયત છે.

કળયુગમાં પણ માત્ર એક જ દેવતા સાક્ષાત છે જે છે બજરંગ બલી. અનેક નામથી જાણીતા એવા કષ્ટભંજન દેવની આરાધના તેના ભક્તને દરેક સમસ્યામાંથી દૂર રાખે છે. રામભક્ત હનુમાનના આમ તો દેશભરમાં અનેક મંદિર છે પરંતુ તેમાંથી કેટલાક એવા છે જ્યાં દરેક હનુમાન ભક્તે એકવાર તો જવું જ જોઈએ. તો જાણી લો કયા કયા છે આવા મંદિર.

ઉત્તર પ્રદેશ.અહીં હનુમાનજીની 20 ફુટ લાંબી મૂર્તિ છે જે સૂતેલી અવસ્થામાં છે. માન્યતા છે કે અહીં દર્શને આવનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. કહેવામાં આવે છે કે ચોમાસાના દિવસોમાં જયારે પુર જેવી સ્થિતિ ઉભી થઇ જાય છે તો તે દરમિયાન અહિયાંનું સંપૂર્ણ સ્થાન પાણીમાં ડૂબી જાય છે અને ત્યારે હનુમાનજીની આ મૂર્તિને બીજા સ્થળ ઉપર લઇ જઈને સુરક્ષિત રાખવામાં આવે છે અને પાછળથી સામાન્ય સ્થિતિ થઇ જાય ત્યારે પાછી અહિયાં લાવવામાં આવે છે.

રાજસ્થાન ચેરુ જિલ્લાના સાલસર ગામમાં હનુમાનજીનું એક મંદિર આવેલું છે. આ મંદિર પાસે બે પાણીના કુંડ છે જેમાંથી પાણી સતત વહ્યા કરે છે. આ મંદિરમાં ભગવાનની દાઢી-મુછવાળી પ્રતિમા સુશોભિત છે. રાજસ્થાનના ચરુ જીલ્લામાં આવેલુ હનુમાનજીનું આ મંદિર સાલાસર વાળા બાલાજીના નામથી આ મંદિર પ્રસિદ્ધ છે. અલસામાં આ મંદિર સાલાસર નામના ગામમાં વસેલું છે જેને કારણે જ લોકો આ નામથી ઓળખવા લાગ્યું. હનુમાનજીની આ મૂર્તિ સામાન્યથી થોડી અલગ છે કેમ કે તેમાં તેમની દાઢી અને મુછ પણ આકારેલી છે. દેશના અલગ અલગ ભાગમાંથી શ્રદ્ધાળુઓ અહિયાં પોતાની મનોકામના લઈને આવે છે અને ઈચ્છા મુજબ વરદાન મેળવે છે.કર્ણાટક- બેલ્લારી જિલ્લાના હંપીના મંદિરમાં પ્રતિષ્ઠિત હનુમાનજીને યંત્રોદ્ધારક હનુમાન કહેવામાં આવે છે. વિદ્વાનો માને છે કે અહિં જ પ્રાચીન સમયમાં કિષ્કિંધા નગરી વસેલી હતી.

અયોધ્યા- રામ ભગવાનની જન્મભૂમિ પર બનેલું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થળ હનુમાનગઢીના નામથી પ્રચલિત છે. ઉત્તર પ્રદેશનું સૌથી મોટું ધાર્મિક સ્થળ એટલે કે અયોધ્યા જેને ભગવાન શ્રીરામની જન્મ ભૂમિ પણ કહેવામાં આવે છે અહિયાં શ્રી હનુમાન મંદિર, હનુમાનગઢીના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર રાજદ્વાર સામે એક ઘણી ઉંચી ટોચ ઉપર આવેલી છે અને અહિયાં સુધી પહોચવા માટે તમારે ૬૦ પગથીયા ચડવા પડે છે અને ત્યારે તમે શ્રી હનુમાનજીના દર્શન કરી શકો છો.માન્યતા એ છે કે અયોધ્યા આવેલા રામ મંદિરમાં જવા માટે સૌથી પહેલા અહિયાં હનુમાનગઢીમાં આજ્ઞા લેવી પડે છે, નહિ તો તમે શ્રીરામના દર્શન નહિ કરી શકો. આ મંદિરની સ્થાપના લગભગ ૩૦૦ વર્ષ પહેલા સ્વામી શ્રી અભયારામદાસજીએ કરી હતી.

ઉત્તર પ્રદેશ- વારાણસી, ચિત્રકૂટમાં પણ આવેલું છે હનુમાનજીનું ખાસ મંદિર જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં પણ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. યુપીના ધાર્મિક શહેર વારાણસીમાં આવેલા હનુમાનજીનું આ મંદિર ઘણું જ વધુ પ્રભાવી અને લોકપ્રિય છે. કાશી આવેલા આ મંદિર વિષે એવી માન્યતા છે કે હનુમાનજીની અહિયાં સ્થાપિત મૂર્તિ ગોસ્વામી તુલસીદાસના તપ અને પ્રભાવથી પ્રગટ થઇ હતી. દર્શન માત્રથી હનુમાનજી પોતાના દરેક ભક્તની દરેક મનોકામનાઓપૂરી કરી દે છે. અહિયાં દર્શન માટે મોટી મોટી વ્યક્તિઓ પણ આવતી રહે છે.

કષ્ટભંજન હનુમાન, સારંગપુર.અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે સંવત 1906માં (ઈ1850 ) ભગવાન સ્વામિનારાયણના સામર્થ્યવાન સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે. આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ અહીં મળી જાય છે.

બાલાજી હનુમાન મંદિર, મેહંદીપુર.રાજસ્થાનમાં આવેલુ આ મંદિર જયપુર-બંદીકુઈ બસ રસ્તે જયપુરથી લગભગ ૧૦ કી.મી. ના અંતરે છે.માન્યતા મુજબ કહેવામાં આવે છે કે આ મંદિર આજથી લગભગ ૧૦૦૦ વર્ષ જુનું છે, કહેવામાં આવે છે કે અહિયાં એક વિશાળ શીલા માં કુદરતી રીતે હનુમાનજીની આકૃતિ ઉપસી આવી હતી અને ત્યાર પછી જ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદિર વિષે કહેવામાં આવે છે કે મુગલ સામ્રાજ્ય દરમિયાન આ મંદિરને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ કોઈ પણ સફળ ન થઇ શક્યા અને ત્યાર પછી આ મંદિરની માન્યતા ઘણી વધી ગઈ.

બેટ દ્વારકા, ગુજરાત.બેટ દ્વારકાથી લગભગ ચાર માઈલના અંતરે આવેલા મકરધ્વજ સ્થાને હનુમાનજીની મૂર્તિ નાની હતી પરંતુ હવે બંને મૂર્તિઓ એક સરખી ઊંચાઈની થઇ ગઈ છે અને તે પોતાની જાતે જ થયું છે. કીવીદ્ન્તો મુજબ કહેવામાં આવે છે કે અહી રાવણે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને આ સ્થળ ઉપર છુપાવીને રાખ્યા હતા અને ત્યારે તેમને શોધતા શોધતા હનુમાનજી આ સ્થળ ઉપર આવ્યા હતા અને ત્યારે તેમનું મકરધ્વજ સાથે જોરદાર યુદ્ધ થયું. અંતે હનુમાનજીએ તેને હરાવીને તેમની પૂંછડી સાથે તેણે બાંધી દીધા અને તેની યાદમાં આ સ્થળ ઉપર આ મૂર્તિ સ્થાપિત છે.

શ્રીફળ મંદિર, ગેળા ગામ.બનાસકાંઠા જિલ્લાના લાખણીથી માત્ર 6 કિલોમીટર દૂર ગેળા ગામ આવેલું છે. આ ગામમાં છે એક શ્રીફળનો પહાડ. અહીં હનુમાન દાદાના મંદિર નજીક શ્રીફળનો પહાડ છે. આ શ્રીફળના પહાડથી આ મંદિરનું નામ શ્રીફળ મંદિર પડ્યું છે. લાભાગ 700 વર્ષ પહેલા અહીં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શીલા પ્રગટ થઇ હતી.

જાણીને નવાઈ લાગશે કે, આ શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઇ જઈ શકતું નથી, અને વર્ષોથી પડેલ આ શ્રીફળ બગડતા પણ નથી અને એમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ પણ નથી આવતી. ગેળા ગામે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવતા ભક્તો હનુમાન દાદાના દર્શનની સાથે સાથે શ્રીફળના પહાડના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર શનિવારે ભક્તોની ભીડ અને અને જય શ્રીરામ જય શ્રીહનુમાન દાદાના નાદથી ગેળા ગામે ભક્તિનું અલ્હાદાયક વાતાવરણ ઉભું થાય છે.

About bhai bhai

Check Also

ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે રાજવી પરિવારના કુળદેવી માં ખોડિયારનું આ મંદિર જાણો શું છે વિશેષતા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં રાજપરા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *