જીવનની દરેક મનોકામનાઓ થશે પૂર્ણ બસ હનુમાનજીની સામે બેસીને કરો આટલું કામ પછી જુઓ ચમત્કાર……

સામાન્ય રીતે દરેક લોકો હનુમાનજીની પૂજા પોતાની અનુકુળતા પ્રમાણે કરે છે. પણ પુરાણો અનુસાર કેટલાક નિયમો છે. જે પ્રમાણે કરવાથી કોઈ સંકટ પડતું નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નાના બાળકોએ ખાસ પૂજા કરવી જોઈએ. હિન્દુ ધર્મ અનુસાર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઇએ, હનુમાનજી બળ-બુદ્ધિ અને કૌશલ્યના દાતા છે. શ્રી રામના પરમ ભક્ત અને ભગવાન શિવનો રુદ્રાવતાર છે. વીરતા અને સાહસના દૃષ્ટિકોણથી હનુમાનજીનું સ્થાન આગવું રહ્યું છે.

હનુમાન ચાલીસા એ એક એવો મંત્ર માનવામાં આવે છે જેનાથી મોટામાં મોટી નકારાત્મક ઉર્જા કે દુષ્ટ ભૂત પ્રેતની છાયા પણ માણસ થી દૂર રહે છે. હનુમાન ચાલીસામાં ખુબજ શક્તિ રહેલી છે. આ સિવાય દરરોજ સવારે હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવે તો હનુમાનજી ને પ્રસન્ન પણ કરી શકાય છે અને તેમની કૃપા દ્રષ્ટિ પણ મેળવી શકાય છે.શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો અંદરથી કોઈ ભય સતાવતો હોય તો દરમિયાન કોઇ ભયાનક સ્વપ્ન આવતા હોય, શનિદેવની પીડાને કારણે કોઇ સમસ્યા હોય અથવા કોઈની નજર લાગવાનો ભય છે તો હનુમાનજીની સાચા દિલથી પૂજા કરવી જોઇએ. તેનાથી લાભ થાય છે. હનુમાનજીની પૂજા ઘરે પણ કરી શકાય છે.

ભગવાન હનુમાનજી ફટાફટ ખુશ થઈને પ્રસન્ન થતાં દેવ કહેવામાં આવે છે. તેમની પૂજા દ્રષ્ટિથી શનિના દોષ પણ અચાનક જ દૂર થઇ શકે છે. દર શનિવારના દિવસે શનિ જોડે જોડે હનુમાનજીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થાય છે તથા બુદ્ધિ પ્રખર થાય છે. બાળકોએ અભ્યાસમાં ધ્યાન વધારવા માટે વિશેષ રૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ.જો તમે અનોખી વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હિય તો હનુમાન ચાલીસાની એક ખાસ ચોપાઇનો જાપ કરી શકો છો. આ ચોપાઇના જાપની સંખ્યા ન્યુનતમ રીતે 108 હોવી જોઇએ. તે દરમિયાન તમે રૂદ્રાક્ષની માળાનો પણ ઉપયોગ કરી શકો છો. હનુમાનજીની મૂર્તિ સામે શાંત ચિત્તે બેસીને પૂજા અર્ચના કરો અને પછી નીચે આપેલ ચોપાઇનો જાપ કરવો.

बिद्यबान गुनी अति चातुर। रामकाज करीबे को आतुर।।

જો કોઇ માણસ હનુમનાની કૃપા દ્રષ્ટિ થી વિદ્યા મેળવવા માંગતો હોય, અભ્યાસના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતો હોય તો આ ચોપાઈ નો અવશ્ય જાપ કરવો જોઇએ. આ ચોપાઈ ના જાપથી માણસને વિદ્યા અને હનુમનાજી નું કૃપા બંને પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ, આપણાં દિલમાં શ્રીરામની ભક્તિભાવમાં પણ વધારો થાય છે. આ ચોપાઇનો અર્થ છે કે, હનુમાનજી વિદ્યાવાન અને ગુણવાન છે. હનુમાનજી ચતુર પણ છે. તેઓ હંમેશાં શ્રીરામના કામકાજ કરવા માટે તૈયાર રહે છે. જે પણ માણસ આ ચોપાઇનો જાપ મંત્ર કરે છે, તેમને અભ્યાસમાં સહાય, ગુણ, ચતુરાઇ જોડે શ્રી રામની કૃપા દ્રષ્ટિ પણ મળે છે.

તે સિવાય જો તમે હનુમાનજી વિશેષ ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો દરરોજ અથવા દર શની વારે રામ ભક્ત હનુમાનજી ની પૂજા અર્ચના કરી તેમની સામે દીવો પ્રગટાવો. ત્યારબાદ હનુમાન ચાલીસા નો પાઠ કરવો. આવું કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે અને તમારી નજીક રહેલ દરેક પ્રકારના ખરાબ વિચારો પણ દુર થઇ જશે. ઘરમાં પોઝિટિવ વાતવરણ રહેશે તથા દરરોજ ઘરના માણસોનું તંદુરસ્ત પણ સારું રહેશે.એક સંદર્ભ મુજબ, જ્યારે ઔરંગઝેબએ તુલસીદાસને બંદી બનાવી લીધા હતા, ત્યારે હનુમાનજીની શ્રદ્ધાના કારણે જ તેમણે જેલમાં જ હનુમાન ચાલીસાની રચના કરી હતી. જેની અંદર ત્રણ દોહા અને 40 ચોપાઈઓ છે. હનુમાન ચાલીસામાં હનુમાનજીના જીવનનો સાર છુપાયેલો છે, જેને વાંચવાથી જીવનમાં શક્તિ અને પ્રેરણા મળે છે.

હનુમાન ચાલીસના પાઠ માત્ર આપણાં ધર્મ, આસ્થા કે શ્રધ્ધા સાથે સીમિત નથી, પરંતુ આપણી શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ દૂર કરવા માટે મદદરૂપ થાય છે. હનુમાન ચાલીસાનો જાપ કરવાથી દરેક પરેશાની અને રોગનો ઉપચાર શક્ય છે. તેના માટે દરરોજ મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો સૌથી શ્રેષ્ઠ રહેશે.હનુમાનજીની પૂજા સામાન્ય રીતે દરરોજ કરી શકાય છે પણ મંગળવાર અને શનિવારે આ પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. શક્ય હોય તો વ્યક્તિએ 21 મંગળવારનું વ્રત રાખવું જોઇએ. મંગળવારે સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિને ગંગાજળથી સાફ કરવી જોઇએ. પૂજા માટે લાલ રંગના ફૂલ, ઘી અથવા તલના તેલથી દીવો કરવો જોઈએ. દીવો કર્યા બાદ આરતી, હનુમાન ચાલીસા અથવા બજરંગબાણનો પાઠ કરવો જોઇએ.

પાઠ થયા બાદ પ્રભુને પ્રસાદભોગ લગાવવામાં આવે છે. મંગળવારે હનુમાનજીને વિશેષ સિંદુર અને લાલ મિષ્ઠાનનો પ્રસાદ ધરવામાં આવે છે.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ભગવાન શિવના રુદ્રાવતાર હનુમાનજીની મૂર્તિ ઘરમાં એવી રીતે લગાવવી જોઇએ કે તેની દિશા દક્ષિણ દિશા તરફ હોય. હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી તેની પ્રતિમા યુગલ દંપતિઓના રૂમમાં ન રાખવી જોઈએ.હોય ત્યારે મંદિરના દરવાજા બંધ રાખવા જોઇએ. શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની મૂર્તિને શુભ માનવામાં આવે છે. આ ફોટો હનુમાનજીની ભક્તિ દર્શાવે છે આ સિવાય પણ ધ્યાનમુદ્રામાં હનુમાનજી બેઠેલા હોય અથવા રામ-લક્ષ્મણને ખભે બેસાડેલા હોય તેમાં હનુમાનજી ઉડતા હોય એવી તસવીર પણ ઘરમાં રાખી શકાય છે.

ઓમ નમો હનુમંતે નમઃ, પવનપુત્રાય નમઃ, ઓમ રામદુતાય નમઃ વગેરે જેવા હનુમાનજીના સરળ મંત્ર છે. આમાંથી કોઇ એક મંત્રનો મંગળવારે 108 વખત જાપ કરવાથી ફાયદો થાય છે.હનુમાન ચાલિસાને હનુમાનજીથી સંબંધીત સૌથી પ્રભાવશાળી મંત્ર માનવામાં આવે છે. ભયમુક્તિ માટે આ મંત્રનો નિયમિત જાપ કરવો જોઇએ.

હનુમાનનીકૃપા મેળવવા માટે સૌથી સરળ અને પ્રભાવી માર્ગ હનુમાન ચાલીસા છે. નિરંતર 108 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કોઇ પણ મુશ્કેલીઓનો અંત આવે છે. આ ઉપરાંત બજરંગ બાણને પણ એક ચમત્કારિક મંત્ર માનવામાં આવે છે.હનુમાન પૂજામાં કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. હનુમાનજીની પૂજા પહેલા શ્રીરામ ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો જ હનુમાનજીની પૂજા સફળ થાય છે. હનુમાન પૂજા પહેલા શ્રીરામ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. હનુમાનજીની પૂજા સંધ્યાકાળ અથવા સૂર્યાસ્ત બાદ કરવામાં આવે તેને શુભ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરતી વખતે ખોટા વિચારો ન કરવા જોઈએ. પૂજામાં પવિત્રતા હોવી જોઈએ.

પૂનમના દિવસે હનુમાનજીને તલના તેલ લગાવેલું સિંદુર લગાવવાથી અથવા લાલ ફૂલ અર્પણ કરવાથી ભય, બાધા, કર્મના બંઘન તથા મુશ્કેલીઓથી છૂટકરો મળે છે. હનુમાનજીને શ્રીફળ, ગોળ, ગોળના લાડુ, કેળા, દાડમ, લાડવા, બુંદી અર્પણ કરવા જોઈએ. આ પ્રસાદભોગને કોઇ પણ વ્યક્તિ જમી શકે છે.

Leave a Comment