જો આ રીતે કરશો તુલસીનો ઉપયોગ તો થશે અનેક નુકસાન, જોઈલો ક્યાંક તમે તો નથી કરતાં ને આ ભૂલ……

તુલસીને ઔષધીય માનવામાં આવે છે અને તેની અસ્તિત્વમાં રહેલા ગુણધર્મો તેને એક ખાસ છોડ બનાવે છે.આયુર્વેદમાં તુલસીનો ઉપયોગ ઘણી પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે અને તુલસીની મદદથી ઘણી બીમારીઓ મળી શકે છે અને જેના કારણે દરેક તુલસી ખાવાની ભલામણ કરે છે.ઘણા લોકોને તુલસીની ચા પીવી ગમે છે. જ્યારે કેટલાક લોકો તુલસીના પાન ચાવતા હોય છે.

જો કે આયુર્વેદમાં તુલસીના પાન ચાવવા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.પણ આયુર્વેદ સિવાય તુલસીના પાન ચાવવાની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે અને તુલસીના પાંદડા પર કરવામાં આવેલા ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે તુલસીના પાન ચાવવા પણ ન જોવે અને ખાવા તો બિલકુલ ન જોઈએ.આને કારણે તુલસીના પાન ચાવવું જોખમી છે.

તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો, કોણે ના ખાવા જોઈએ આ પાન.. ઘણા લોકો ઉધરસ કે શરદી અથવા તો ગળાને સારું રાખવા માટે તુલસીના પાંદ ચાવતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તુલસીના પાંદનું ક્યારેય ચાવીને સેવન ન કરવું જોઈએ.

કોરોના કાળમાં તુલસીના ઉપયોગ પર વધારે ભાર મુકાયો છે. આયુર્વેદિક નુસખાઓમાં તુલસી મોટેભાગે એક મહત્વપૂર્ણ સામગ્રી રહી છે.હાલ, મોટા ડોકટરો પણ આ સમયે તુલસીનું સેવન કરવાની ભલામણ કરી રહ્યા છે. જ્યાં બીજી બાજુ તુલસીને આધ્યાત્મિકતામાં પણ ખૂબ જ ઉપયોગી છોડ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના સેવનના કેટલાક ગેરફાયદા હોઈ શકે છે. જો તમે તેનો ઉપયોગ થોડી સાવચેતીથી ન કરો તો તે ફાયદાને બદલે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે.

માટે જો તુલસીનું વધારે પડતું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં યુજીનોલનું સ્તર વધે છે.જે આપણા શરીર માટે હાનિકારક સાબિત થાય છે. આ તત્વ સિગરેટ અને ફ્લેવર વાળા પદાર્થોમાં જોવા મળે છે. તેનાથી ઉધરસ દરમિયાન રક્ત નીકળવું, શ્વાસ તેજીથી વધવો તેમજ યુરીનમાં બ્લડનું આવવું વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. તુલસીના પાંદનું વધારે સેવન કરવાથી શરીરમાં રહેલ રક્ત પાતળું થઇ શકે છે. વોલફરીન અને હેપરીન જેવી દવાઓ લેતા લોકોએ તુલસીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

તુલસીના પાંદનું વધારે સેવન પુરુષોની પ્રજનન શક્તિને પ્રભાવિત કરી શકે છે. આ તર્ક પર શોધ પણ કરવામાં આવી છે.જેમાં  સસલાઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. ત્યાર એક ગ્રુપને 30 દિવસ સુધી તુલસીના પાંદ ખવડાવવામાં આવ્યા. ત્યાર બાદ જાણવા મળ્યું કે જે સસલાઓને રોજે તુલસીના પાંદ આપવામાં આવ્યા છે તે સસલાઓમાં શુક્રાણુની સંખ્યામાં મહત્વપૂર્ણ ઘટાડો જોવા મળ્યો. ગર્ભવતી મહિલાઓ જો તુલસીના પાંદનું વધારે સેવન કરે તો માતા અને બાળક બંને પર તેની આડઅસર પડે છે. તુલસીનું વધારે પડતું સેવન કરવાથી મહિલાઓનું ગર્ભાશય સંકોચાય જાય છે.

જેનાથી બાળકના જન્મ સમયે સમસ્યાઓ આવી શકે છે. આ ઉપરાંત અન્ય રીએક્શન થવાની પણ સંભાવના રહે છે. તુલસીના સેવનથી ઘણી વખત દવાની અસર ઘટી જાય છે અથવા તો ખુબ જ વધી જાય છે. બંને સ્થિતિમાં વ્યક્તિ જે બીમારી માટે દવા લે છે તે બીમારીથી છુટકારો મળતો નથી. જેમ કે ડાયજેપામ અને સ્કોપોલામિન બે એવી દવા છે જે ચિંતા,ગભરાહટ, ઉલ્ટી વગેરે સમસ્યા દુર કરવામાં મદદ કરે છે. પરંતુ દવાના સેવનની સાથે જો તુલસીના પાંદનું સેવન કરવામાં આવે તો દવાની અસર ઘટી જાય છે

હાઈપોગ્લાઈસીમીયા એક એવું સ્ટેજ છે જેમાં શરીરની અંદર બ્લડ  સુગરનું લેવલ વધારે માત્રામાં ઘટી જાય છે. ઘણા લોકો પોતાના હાઈ બ્લડ સુગરને ઘટાડવા માટે તુલસીના પાંદનું સેવન કરતા હોય છે. પરંતુ ડાયાબીટીસ અને હાઈપોગ્લાઈસીમીયાના દર્દીઓએ દવા સાથે ક્યારેય તુલસીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી બ્લડ સુગરનું લેવલ વધારે પ્રમાણમાં ઘટી જાય છે. જે દર્દી માટે ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે.

તુલસીમાં લોહીને પાતળું કરવાની ક્ષમતા છે. જો કે તે હાનિકારક નથી. પરંતુ જો તમે લોહીને પાતળું કરવા માટે દવાઓનો ઉપયોગ કરી રહ્યા છો, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તુલસી ખાવ.તુલસીમાં લોહ જોવા મળે છે. તેથી, તેને ચાવવાથી અને ખાવાથી તમારા દાંત પર ડાઘ આવે છે.તુલસીમાં એસ્ટ્રાગોલ નામનું તત્વ હોય છે, જે ગર્ભાશયમાં સંકોચનનું કારણ બની શકે છે. આથી ગર્ભાવસ્થા દરમિયાન તુલસીનું સેવન ન કરવું જોઈએ.

ઘણા અભ્યાસોએ સાબિત કર્યું છે કે તુલસી રક્તમાંથી સુગરનું સ્તર ઘટાડી શકે છે, તેથી જો તમે બ્લડ શુગર ઘટાડવા માટે દવા લેતા હો તો તુલસી તેની અસર વધારે છે અને બ્લડ શુગરને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. જો તમે ડાયાબિટીઝની દવા લઈ રહ્યા છો, તો ડૉક્ટરની સલાહ પર જ તુલસીનો ઉપયોગ કરો.તુલસીનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં યુજીનાલનું સ્તર વધી જાય છે જેનાથી શરીરમાં ટોક્સિનનું પ્રમાણ પણ વધી જાય છે. જેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

Leave a Comment