Breaking News

જો શારીરિક સંબંધ બાંધતા સ્ત્રીઓ આપે આવા સંકેત તો સમજી જજો તમે તેને પૂરેપૂરો સંતોષ આપ્યો છે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક પુરુષની એક ઈચ્છા હોય છે કે તે પોતાના પાર્ટનરને ખુશ રાખે અને સંતુષ્ટ કરે. ફિઝિકલ રિલેશનશીપમાં પોતાના સમય અંગે હંમેશાં પુરુષો ચિંતા કરતા હોય છે. બેડરૂમમાં તેમણે પોતાના પાર્ટનર સાથે કેટલો સમય પસાર કર્યો આ બાબતે પુરુષો સતત ચિંતિત રહેતા હોય છે. ફોરપ્લેમાં કેટલો સમય લીધો, પાર્ટનર ખુશ થઈ હશે કે નહીં જેવી ચિંતાઓ પુરુષોને હંમેશાં સતાવતી રહેતી હોય છે.

પાર્ટનર ખુશ છે કે નહીં તે જાણવા માટે તમારા તેના વ્યવહારિક સંકેતોને સમજવા પડશે. મોટાભાગના કિસ્સામાં જોવા મળ્યું છે કે, મહિલાઓ પોતાની સેક્સ્યુઅલ લાઈફથી સંતુષ્ટ ન હોવા છતાં પણ પોતાના પાર્ટનર સાથે આ વાત શેર કરી શકતી નથી. આવી સ્થિતિમાં પુરુષ પાર્ટનરની જવાબદારી વધી જાય છે.

સેક્સ્યુઅલ લાઈફ સારી હોવી કે ન હોવી, બંને સ્થિતિની અસર પાર્ટનર્સ વચ્ચે બોન્ડિંગ પર પડે છે. સાથે જ તેની અસર મેન્ટલ હેલ્થ પર પણ થાય છે. મહિલાઓની વાત કરીએ તો તેમને તણાવ, ચિંતા, ડિપ્રેશન, મેદસ્વીતા કે થાઈરોઈડ જેવી સમસ્યા પણ થઈ શકે છે. જો મહિલાઓને આ પ્રકારની સમસ્યા હોય તો આગળ જતાં ગર્ભધારણ કરવામાં પણ તેને મુશ્કેલી પડી શકે છે.

આથી, પુરુષે મહિલાના દરેક વ્યવહારને પણ સમજવો જોઈએ. કેટલીક વખત મહિલાને જ્યારે શારીરિક સંતુષ્ટિ ન મળી હોય ત્યારે તેનો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે અથવા તો બીજી વખત શારીરિક સંબંધ બાંધવામાં આનાકાની કરતી હોય છે. એવા સમયે પુરુષોએ પાર્ટનર પર દબાણ બનાવવાના બદલે તેની સાથે બેસીને મુળ સમસ્યા જાણવી જોઈએ અને તેને દુર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

તાજેતરમાં બ્રિટનની યુનિવર્સિટી ઑફ બર્મિંગહૅમમાં ભણતી વીસ વર્ષની મેગન વાર્ડ નામની એક સ્ટુડન્ટે પોતાના સેક્સના પ્રયોગો બાબતે એક આર્ટિકલ લખ્યો છે, જેમાં તેણે કબૂલ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષથી તે ડેઇલી ઑર્ગેઝમ મેળવવા માટે પ્રયત્ન કરે છે; પણ તેને એનો અનુભવ હજી થયો નથી. તેને એક બૉયફ્રેન્ડ સાથે સંબંધો છે. ચરમસીમાના અનુભવ માટે તેણે જાતજાતનાં વાઇબ્રેટર્સ વસાવ્યાં છે અને છતાં સ્ટિમ્યુલેશન દ્વારા તેને આહ્લાદકતાનો અનુભવ હજી થયો નથી.

હવે તેણે સ્વીકારી લીધું છે કે તે કદી ઑર્ગેઝમ ફીલ નહીં કરી શકે. ભારતમાં કોઈએ આવી જાહેરાત કરી હોત તો આવી જ બન્યું હોત, પણ પશ્ચિમના દેશોમાં પણ કન્યાની પોતાના અંગત જીવન વિશે આવી છડેચોક જાહેરાત પછી સમાજમાં ખળભળાટ તો થયો જ. ઑર્ગેઝમ અનુભવવામાં તકલીફ અનુભવતી કેટલીય કન્યાઓએ છાને ખૂણે મેગનનો સંપર્ક કર્યો. ઑર્ગેઝમનો અભાવ એટલે કે ઍનોર્ગેઝમિયા નામની મેડિકલ કન્ડિશન બાબતે પશ્ચિમના દેશો કરતાંય ભારતમાં વધુ જાગૃતિ આવે એ જરૂરી છે.

પહેલાંના જમાનામાં પુરુષોને પત્ની સંતુષ્ટ થઈ છે કે નહીં એની ખાસ પરવા નહોતી. ઇક્વલિટી અને સમ-ભોગની સમજણ વિકસતાં પુરુષો પત્નીના સંતોષ વિશે પૂછે છે. સ્ત્રીઓ પણ આત્મસંતોષ માટે ખૂલીને વાતચીત કરતી થઈ છે. સ્ત્રીઓ પૅસિવ પાર્ટનર બની રહે ત્યારે તે પોતાની ઑર્ગેઝમને મહત્વ આપવાને બદલે પાર્ટનરને સંતોષ થયો એટલે ઘણું એવું માની લે છે. સેક્સોલૉજિસ્ટ પાસે આવતી સમસ્યાઓમાં મહિલાઓનો સવાલ હોય છે કે તે ચરમસીમા નથી અનુભવી શકતી. ક્યારેક પાર્ટનર આ બાબતે પૂછે તો સંતુષ્ટિ મળી ગઈ છે એવું ખોટું કહે છે.

કેટલાય પુરુષો સવાલ પૂછે છે કે પત્નીને સંતોષ કઈ રીતે આપવો? મહિલાઓ માની બેસે છે કે પોતાને સંતોષ આપી ન શકનાર પુરુષ તેને પૂરતો પ્રેમ નથી કરતો. પુરુષો માની બેસે છે કે પત્નીને સેક્સની વધુ ભૂખ છે એટલે તે અસંતુષ્ટ રહી જાય છે. આમ ધારણાઓ અને માન્યતાઓનાં વમળો એવાં ઊભાં થાય છે કે સંબંધો ગૂંચવાઈ જાય છે. ફીમેલ પાર્ટનરની ઑર્ગેઝમ બાબતે જે યુગલોને અસમંજસ રહેતી હોય તેમણે ઍનોર્ગેઝમિયાની હકીકતો વિશે સમજી લેવું જરૂરી છે.

ઍનોર્ગેઝમિયા એટલે કે ઑર્ગેઝમનો અભાવ. જાતીય સુખ માણતી વખતે આવતી અદમ્ય પ્લેઝરની ફીલિંગ એટલે ઑર્ગેઝમ. સૌથી પહેલાં તો સ્ત્રીઓએ એ સમજી લેવાની જરૂર છે કે જાતીય ચેષ્ટા દરમ્યાન સાહિત્ય, ફિલ્મો અને પૉનોર્ગ્રાફીમાં જે અતિરેકભર્યા ઊંહકારા કે વર્ણનો કરવામાં આવ્યા હોય છે એવું ચરમસીમા દરમ્યાન થાય એ જરૂરી નથી. દરેક વખતે આનંદની ઇન્ટેન્સિટીમાં ફરક હોય છે એટલું જ નહીં, સ્ત્રીએ-સ્ત્રીએ એની ફ્રીક્વન્સીમાં ચેન્જ હોય છે. એક જ પ્રકારનો અનુભવ પ્રત્યેક સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન દરમ્યાન થાય એ જરૂરી નથી.

બીજી ખોટી માન્યતા એ છે કે હંમેશાં વજાઇનલ ઇન્ટરકોર્સ દરમ્યાન જ ઑર્ગેઝમ ફીલ થવી જોઈએ અને એનો સંતોષ આપવાની જવાબદારી પુરુષની છે. મોટા ભાગની મહિલાઓને વજાઇનલ પેનિટ્રેશન કરતાં ક્લિટોરિસ સ્ટિમ્યુલેશનથી ઑર્ગેઝમ અનુભવાય છે.ઇનફૅક્ટ, દરેક ફીમેલના સંવેદનશીલ ભાગો અલગ-અલગ હોય છે જે તેણે જાતે એક્સપ્લોર કરીને સ્ટિમ્યુલેશન દ્વારા આનંદ મેળવતાં શીખવું જોઈએ અને પાર્ટનરને એ સમજવામાં સહાયતા કરવી જોઈએ.

કેટલીક મહિલાઓને ક્યારેય ઑર્ગેઝમ ફીલ નથી થયું હોતું તો કેટલાકને અમુક એજ પછી અથવા તો અમુક ચોક્કસ સંજોગો અને પાર્ટનર સાથે જ ચરમસીમા ફીલ થાય છે અથવા નથી થતી. ઘણી વાર કેટલીક મહિલાઓને માત્ર ઓરલ સેક્સ અથવા તો આંગળી દ્વારા થતા સ્ટિમ્યુલેશનથી જ ઑર્ગેઝમ ફીલ થાય છે. વજાઇનલ પેનિટ્રેશન દ્વારા જ ઑર્ગેઝમ ફીલ થવું જોઈએ એવી માન્યતા પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવી છે. પ્લેઝર ફીલ થવું અગત્યનું છે. કઈ રીતે થાય છે એ નહીં.

ઑર્ગેઝમ ફીલ ન થઈ શકવાનાં અનેક કારણો હોઈ શકે. કેટલીક બીમારીઓ, શારીરિક બદલાવો તેમ દવાઓની પણ અસર થાય છે.ડાયાબિટીઝ, કેટલાક ન્યુરોલૉજિકલ ડિસીઝ, હિસ્ટરેક્ટોમી તેમ જ ગાયનેકોલૉજિક કૅન્સર સર્જરી પછી ઑર્ગેઝમ ફીલ કરવામાં તકલીફ આવી શકે. બ્લડ-પ્રેશરની દવાઓ, ઍન્ટિહિસ્ટામાઇન અને ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ ચાલતી હોય ત્યારે પણ ઑર્ગેઝમમાં બદલાવ આવી શકે. દારૂ અને સ્મોકિંગનું વ્યસન પણ લોહીનો પ્રવાહ અવરોધે છે અને જાતીય ચરમસીમા અનુભવવામાં તકલીફ થાય છે. મેનોપૉઝ પછી ઇસ્ટ્રોજન હોર્મોનમાં આવેલી ઓટને કારણે વજાઇના અને ક્લિટોરિસમાં લોહીનો પ્રવાહ ઘટતાં ઑર્ગેઝમ ડિલે થઈ શકે છે.

આ તો થયાં શારીરિક કારણો, પણ મનોશારીરિક કારણો ઍનોર્ગેઝમિયામાં ઘણો ભાગ ભજવે છે. મોટા ભાગે શરીરરચના બાબતે અજ્ઞાનતાને કારણે વ્યક્તિ પોતાને સુખ મળે એવા ભાગોને એક્સ્પ્લોર નથી કરતી. સ્ટ્રેસ, ધાર્મિક માન્યતાઓ, પ્રેગ્નન્સી કે જાતીય રોગોનો ડર, શરમ, સેક્સ એટલે કંઈક ગંદું એવી ફીલિંગને કારણે વ્યક્તિ જાતીય સુખનો આનંદ ઉઠાવી શકતી નથી. કુમળી વયે થયેલું જાતીય શોષણ અને ભૂતકાળના શરમજનક અનુભવો પણ વ્યક્તિને પ્લેઝર ફીલ કરવા નથી દેતાં.

મનોશારીરિક ઉપરાંત અંગત સંબંધોનાં સમીકરણ, પાર્ટનર સાથેનું નબળું ઇમોશનલ બૉન્ડિંગ, ઝઘડા-કંકાસ તેમ જ જાતીય પસંદગીઓ બાબતેના સંવાદનો અભાવ પણ ઑર્ગેઝમનો અભાવ સર્જી શકે છે.ઍનોર્ગેઝમિયાનું મૂળ કારણ સમજવા માટે ફિઝિકલ એક્ઝામિનેશન, સેક્સ્યુઅલ હિસ્ટરી તેમ જ પેટછૂટી વાતચીત એક્સપર્ટને કરવી જરૂરી છે. કારણનું નિદાન થઈ જાય એ પછી કાઉન્સેલિંગ, સેક્સ-થેરપી, હોર્મોનલ થેરપી, બિહેવિયર મૉડિફિકેશન જેવી સારવાર-પદ્ધતિઓ ઘણેઅંશે કારગર નીવડે છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *