Breaking News

જો તમારા નખનો રંગ પણ છે આવો તો થઈ જાવ સાવધાન, નહીં તો થઈ શકે છે આ ગંભીર બીમારી…….

આજકાલ ફેશનના ટ્રેંડમાં અલગ અલગ રીતે લોકો ફેશન કરે છે.શરીરના અંગો પર લોકો ઘણી ફેશન ક્રરીને તેને અલગ લુક આપે છે.એવામાં છોકરીઓ ફેશનની બાબતમાં આગળ છે.છોકરીઓ તેમના વાળ હોઈ,કે પછી હાથના નખ તેને ફેશન કરીને અલગ જ લુક આપે છે.આંગળી પરના નખ હાથની શોભા વધારે છે. પરંતુ છોકરીઓ તો હવે નખમાં નવી નવી ડિઝાઇન કરીને નખની સુંદરતા વધારે છે. શું તમે જાણો છો કે, હાથના નખના રંગ શરીરમાં રોગ હોવાનું સૂચવે છે. નખના રંગ શરીરના રોગનો સંકેત પણ આપે છે. વધુમાં વાત કરીએ તો નખએ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નખ સુંદરતા વધારવામાં મદદ કરે છે.

આ જ કારણ છે કે છોકરીઓ તેમના નખને સુંદર રાખવા માટે કોઈ કસર છોડતી નથી. પરંતુ નખનો બદલાતો રંગ શરીરમાં રહેલા અનેક રોગોના સંકેત પણ આપે છે. પહેલાના સમયની વાત કરીએ તો પહેલા વૈદ્ય અને હકીમ જૂના સમયમાં નખના રંગથી શરીરમાં થતા રોગ વિશે જાણ કરી દેતા હતા. તમે તમારા નખના રંગ દ્વારા શરીરમાં થતા રોગો વિષે પણ જાણી શકો છો. આજે અમે તમને નખના બદલાતા રંગને કારણે થતા ગંભીર રોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.નખ ઉપર સફેદ ડાઘ પડેલા દેખાય છે. આવા ડાઘ શરીરમાં જસતની ઓછપને કારણે થઇ શકે છે. જો આવા ડાઘ દેખાવા લાગે તો સમજી લેવું કે લિવર નબળું પડી રહ્યું છે. જો નખનો રંગ સફેદ હોય તો લીવરનો રોગ થઈ શકે છે.

આ બીમારીથી બચવા માટે ચણા, બાજરી અને દાળનું સેવન વધારે કરવું. એનાથી ઘણો ફાયદો થવા લાગશે. નાના બાળકોમાં નખ પર સફેદી દેખાય તો એનું કારણ તેમનામાં કેલ્શિયમની ઊણપ પણ હોઇ શકે છે. કેલ્શિયમની ઊણપને દૂર કરવા બાળકોને દૂધમાંથી બનતી તમામ વસ્તુઓ જેવી કે માખણ, પનીર ખવડાવવું. જો નખ નો રંગ સફેદ હોય તો તે આંતરડા અને હૃદય રોગના લક્ષણો પણ દર્શાવે છે.

જો નખનો રંગ પીળો છે, તો તેનો અર્થ એ કે કોઈ ગંભીર રોગ થવાનો છે. થાઇરોઇડ, સોરાયિસસ, એનિમિયા, કુપોષણ, ફંગલ ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને ફેફસાના રોગ હોય શકે છે જો નખનો રંગ વાદળી શાહી જેવો થઈ જાય છે, તો તેનો અર્થ એ છે કે શરીરમાં ઓક્સિજનનો અભાવ છે. તે ફેફસામાં ચેપ સાથે ન્યુમોનિયા અને હૃદય રોગના સંકેતો પણ બતાવે છે.

આ ઉપરાંત જો ઘણા લોકોના નખ અડધા સફેદ અને અડધા ગુલાબી હોય છે, આનો અર્થ એ છે કે શરીરમાં બ્લડ પ્રેશરની સમસ્યા છે. જે હાઇ અને લો બ્લડ પ્રેશરના લક્ષણો માટે દર્શાવે છે. જો નખની સપાટી ક્યારેક રફ બની જતી હોય છે. આનો અર્થ એ કે શરીરમાં સોરાયિસસ અને સંધિવાની સંભાવના છે. તૂટેલા અને તિરાડવાળા નખ થાઈરોઈડ અને ફંગલ ઇન્ફેકશનના લક્ષણો દર્શાવે છે.

કુપોષણ નખમાં ઘણા ફેરફારો કરી શકે છે. વાળની ​​જેમ, નખ પાતળા અને બરડ થઇ શકે છે, પરંતુ અન્ય લક્ષણો પણ હોઈ શકે છે. એમાંથી એક નખ છે જે ચમચી જેવા વળાંક, ખાસ કરીને તર્જની અથવા ત્રીજી આંગળી પર.એનો અર્થ એ થાય છે. કેશરીર માં આર્યનખુબ જ ઓછું છે. નાખ ખરબચડા અંથવા નેઇલ બેડ થી અલગ થઇ શકે છે. આર્યનની સમસ્યા ઉપરાંત, નખની સમસ્યાઓમાં પ્રોટીન, કેલ્શિયમ, અથવા વિટામિન એ, બી૬, સી, અને ડી નીચલા સ્તરને કારણે થઈ શકે છે.

નખની માવજતમાં પોલિશ, ફાઇલિંગ સિવાય બીજું પણ ઘણું હોય છે. નખમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ જેવી કે ટાઇપિંગ, ક્લિનિંગ, સ્પોટ્ર્સ વગેરેનો સામનો કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. સ્વસ્થ અને સુંદર બનવા માટે તેમનામાં ચેપો સામે લડવાની પણ ક્ષમતા હોવી જોઈએ. બાળકોના નખ ઘણી ઝડપથી વધે છે. પુષ્તોના નખ દર મહિને ૧/૧૧ ઇંચ જેટલા વધે છે. ઉંમર વધવા સાથે આ દર ઘટતો જાય છે.

આપણાં નખ કેરટિન નામના પ્રોટીનના ચમકતા પડથી બનેલા હોય છે. આપણાં વાળ પણ આ પ્રોટીનમાંથી જ બને છે. દરેક વ્યક્તિ સ્વસ્થ, મજબૂત, લીસા, ચમકતા, સમાનરંગી નખ ઇચ્છે છે. જેથી તેના હાથ સુંદર દેખાય. લીસા, ચમકતા, મજબૂત નખ માટે આપણે ઘરેલું ઉપાયોનો લાભ લઈ શકીએ છીએ. કેટલાંક આયુર્વેદિક ઉપચારો બરડ, તૂટેલા, ચીરાવાળા નખને સુધારીને તેમને મજબૂત અને સુંદર બનાવવાની ક્ષમતા ધરાવે છે.

નખ આપણાં સ્વાસ્થ્યનો અરીસો પણ છે. સારા નખ દર્શાવે છે કે તમારું સ્વાસ્થ્ય સારું છે. અને તમે નખની સારી સંભાળ લો છો. નખનો ગુલાબી રંગ સારું સ્વાસ્થ્ય સૂચવે છે. નખનો ભૂરો રંગ રક્તપરિભ્રમણમાં તકલીફ દર્શાવે છે. સ્વસ્થ તંદુરસ્ત નખ તિરાડ, ધારો, ખાડા વગરના હોય છે. આ માટે નખનું રક્ષણ કરવું જરૂરી છે. સફાઈના કામો કરતી વખતે હાથ-મોજા જરૂર પહેરો.

નખની આસપાસની ત્વચા એટલે કે ક્યુટિકલ્સને નરમ અને લીસા રાખો. જો આમ નહીં કરો તો તે નખ સાથ ચોંટીને તેની વૃદ્ધિ સાથે આગળની તરફ ખેંચાઈ જશે. ડીટર્જન્ટ કે સાબુનો ઉપયોગ કર્યા બાદ રોજ નખ પર ક્રીમ અથવા તેલથી માલિશ કરો. સૂકી આબોહવામાં આમ કરવું ખૂબ જરૂરી છે. બદામનું શુદ્ધ તેલ આ કામમાં ઘણું ઉપયોગી છે. તે નખને મજબૂતી બક્ષે છે. રોજ તમારા નખને હૂંફાળા બદામના તેલમાં દસ મિનિટ માટે બોળી રાખો. ત્યારબાદ નખ પર માલિશ કરી લો. ક્યુટિક્લ્સ પણ નરમ અને લીસા બનવા જોઇએ. ક્યુટિકલ્સને ક્યારેય કાપશો નહીં. નખને હૂંફાળા પાણીમાં બોળ્યા બાદ હંમેશા તેના પર ક્રીમ લગાવો જેથી નખ પાસેથી ત્વચા નરમ રહે. ત્યારબાદ નખના મૂળ પાસેની ત્વચા એટલે કે ક્યુટિક્લ્સને કોટન-બડ વડે હળવેથી નીચેની બાજુ ખસેડો. નખની અંદરના મેલને કાઢવા ક્યારેય અણીદાર સાધનોનો ઉપયોગ ના કરશો. તેના બદલે કોટન-બડ વાપરો.

સૂરજનો તડકો પણ નખ પર અસર કરે છે. બીજ અને પિંક જેવા પેસ્ટલ-શેડ્સ તડકામાં ઝાંખા પડીને પીળાશ પડતા થઈ જાય છે. નખનો રંગ પણ પીળો પડી શકે છે. સતત નેઈલ-પોલિશનો ઉપયોગ કરવાથી પણ નખ પીળા પડે છે. તેથી ક્યારેક નખને નેઈલ-પોલિશ વગર રાખો.નખને તડકાથી બચાવવા રંગ વગરનું, પારદર્શક નેઈલ-પોલિશ ટોપ-કોટ તરીકે વાપરો. નખ પર સન સ્ક્રીન લગાવીને તેમને તડકા સામે રક્ષણ આપી શકાય છે. યુ. વી. રેજિસ્ટન્ટ ટોપ-કોટ્સ પણ બજારમાં ઉપલબ્ધ છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *