Breaking News

જો તમારા પણ લગ્ન માં થઈ રહ્યો છે વિલંબ તો તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય,થોડા જ સમય માં મળી જશે તમારા લગ્ન…

સાચો જીવનસાથી મેળવવો ઘણું કઠીન કામ હોય છે અને દરેક લોકો પોતાના માટે સૌથી ઉત્તમ હમસફર પસંદ કરવા માંગે છે. કેટલાક લોકો કિસ્મત વાળા હોય છે જેમને જલ્દી જ અને સાચી ઉંમર માં પોતાના જીવનસાથી મળી જાય છે. જ્યારે કેટલાક લોકો ને સાચો જીવનસાથી ઘણું શોધવાથી પણ નથી મળતા અને તેમના લગ્ન થવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે.

ત્યાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમનો સંબંધ નક્કી તો થઇ જાય છે પરંતુ લગ્ન થતા થતા રહી જાય છે. જો તમારા જીવનમાં પણ લગ્ન ના યોગ નથી બની રહ્યા અને તમારા લગ્ન પણ વારંવાર તૂટી જાય છે તો તમે લોકો નીચે જણાવેલ કેટલાક ઉપાયો ને કરીને પોતાના લગ્ન ના થવાની સમસ્યા ને હલ કરી શકો છો. આ ઉપાયો ને કરવાથી તમારા લગ્ન જલ્દી તો થઇ જ જશે સાથે જ તમને સાચો જીવનસાથી પણ મળી જશે.

લગ્નને વિશ્વનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. આ સુંદર સંબંધ બે લોકોને તેમજ તેમના પરિવારને પણ જોળીને રાખે છે. મનુષ્યના જન્મ પછી, તેનો અભ્યાસ અને પછી લગ્નની દરેક માતાપિતાને ચિંતા રહે છે. હકીકતમાં, ઘણી વાર આપણી કુંડળીમાં રહેલા દોષને કારણે આપણાં લગ્ન ઝડપથી થઈ નથી શકતા, અથવા દરેક સમયે કોઈને કોઈ વિલંબ કે અડચણ બનેલા સંબંધને પણ તોળી નાખે છે. આવી સ્થિતિમાં, ઘણાં વહેલા લગ્ન કરવાની યુક્તિઓ અપનાવે છે અથવા તેઓ પંડિતોની આસપાસ ફરતા રહે છે. પરંતુ તે પછી પણ તેઓ લગ્ન કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ લગ્નમાં સતત અવરોધોથી કંટાળી ગયા છો, તો આ ખાસ લેખ ફક્ત તમારા માટે છે. આ લેખમાં, અમે તમને તમારી રાશિ પ્રમાણે, લગ્ન કરવા માટેના સરળ ઉપાયો જણાવીશું, જે તમારા માટે વરદાન સાબિત થશે.

પરંતુ તે પહેલાં તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે લગ્નમાં વિલંબ અથવા લગ્નમાં અવરોધ હોવાના ઘણા કારણો હોઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, મંગળ, શનિ, સૂર્ય, રાહુ અને કેતુને લગ્નમાં વિલંબના પરિબળો તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો આ બધા ગ્રહો વ્યક્તિની કુંડળીમાં બેસે છે, તો તેના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ માંગલિક ખામીથી પીડિત હોય તો પણ તેના લગ્ન જલ્દી નથી થતાં. જણાવી દઈએ કે ઘણીવાર 27 વર્ષ પછી લગ્ન યોગ બને છે. આવી સ્થિતિમાં જો શુક્ર અને મંગળ કુંડળીના સાતમા ભાવમાં અથવા કેતુ અથવા રાહુ સાતમામાં હોય તો લગ્નજીવનમાં મુશ્કેલી આવે છે.

લગ્નના અવરોધોને દૂર કરવાનાં ઉપાય.
જો તમે લગ્નમાં આવતા અવરોધોથી પરેશાન છો, તો તમે આ માટે દેવી મંગલાની પૂજા કરી શકો છો. લગ્નમાં વિલંબ માટે શાસ્ત્રોમાં દેવી મંગળાની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે સાચા મનથી દેવી મંગળાની પૂજા કરે છે તે જલ્દીથી લગ્ન થઈ જાય છે. તમારી માહિતી માટે, જણાવી દઈએ કે દેવી મંગલા એ માગૌરીનું એકમાત્ર મંગલ સ્વરૂપ છે, જેની પાસે સિંદૂરી આભા છે. આ સિવાય, દેવી માતાનું આ સ્વરૂપ 52 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે, જે દેવી સતીની વક્ષમાંથી બનેલું હતું.

રાશિ પ્રમાણે કરો આ ઉપાય
તમારી રાશિના ચિહ્ન મુજબ, લગ્ન જીવનમાં આવતા અવરોધોથી છુટકારો મેળવવા માટે તમે નીચેના ઉપાયો કરી શકો છો.

મેષરાશિ.જો આ રાશિના લોકોને તેમની કુંડળીમાં ચાલતી કોઈપણ ખામીથી છૂટકારો મેળવવો હોય, તો શિવાલયમાં માતા ગૌરી પર ચઢેલો ગોળ ખાવો. આનાથી ફક્ત વહેલા લગ્ન જ નહીં, પણ સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.છેતરામણીથી બચવા માટે તેમને હંમેશા ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરવા જોઇએ.

વૃષભરાશિ. આ રાશિના લોકોએ શિવાલયમાં માતા ગૌરી પર ચઢાવેલા પીપળાનું પાન રાખી લેવું જોઈએ, તેનાથી તમામ પ્રકારના દુ:ખ દૂર થાય છે.
સુર્ય ભગવાનને જળ અર્પણ કરવું.

મિથુનરાશિ. મિથુન રાશિના લોકો શિવાલયમાં માતા ગૌરી પર ચઢાવેલી જલેબી બાળકોમાં વહેંચે, તો તમામ પ્રકારના વાદ વિવાદ દૂર થાય છે.હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો.

કર્ક રાશિ. કર્ક રાશિના લોકો, પીપળાના પાન પર સિંદૂર લગાવે અને મંગલા ગૌરીને અર્પણ કરે, તો આમ કરવાથી તેઓ તમામ પ્રકારના કસણથી સુરક્ષિત રહેશે.ભગવાન શિવની આરાધના કરો.

સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને દેવી મંગલા ગૌરીને લાલ દોરો ચઢાવવો, તેનાથી તેમના વ્યવસાયમાં અપાર સફળતા મળશે.સૂર્ય નારાયણ ભગવાનને જળ અર્પણ કરો.

કન્યા રાશિ. તમે આ મંત્રનો જાપ કરો – “ઓમ ગૌરી શંકરાય નમ:” આનાથી અધ્યયનમાં સફળતા પ્રાપ્ત થશે અને દરેક અવરોધથી છૂટકારો મળશે અને હનુમાન ચાલીસાના પાઠ કરો.

તુલા રાશિ. મંગળા ગૌરી ઉપર ચઢાવેલા મૈસૂરના દાણા તમારા ઘરની તિજોરીમાં રાખો તેનાથી તમને સફળતા મળશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો.

વૃશ્ચિક રાશિ. સાંજના સમયે પૂજાગૃહમાં ચમેલીના તેલનો દીવો કરવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે સફળતા પ્રાપ્ત કરવા માટે સૂર્ય ભગવાનને રોજ જળ અર્પણ કરો.

ધન રાશિ. નિયમિતપણે મંગલા ગૌરી સ્તોત્ર વાંચો, આનાથી તમારી લવ લાઇફમાં ચાલતી અવરોધો દૂર થશે અને શિવજીને જળ અર્પણ કરો તેમની પૂજા કરો.

મકરરાશિ. મા ગૌરીને લાલ ચુનરી ચઢાવવાથી તમારા દાંપત્ય જીવનમાં અપાર આનંદ મળશે માં લક્ષ્મીની પૂજા કરો અંને વ્રત કરો રાધા કૃષ્ણની પૂજા કરો.

કુંભરાશિ. કુંભ રાશિના લોકો દેવી માઁને સિંદૂર અર્પણ કરવું અને તેમની પૂજા નિયમિતપણે કરવી.

મીન રાશિ. મંગળવારે દેવી મંદિરમાં સિંદૂર ચઢાવવાથી, આનાથી તમારો અમંગળ દૂર થશે.સાથે દીવો કરો.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *