ભારત એક ધાર્મિક દેશ છે અહીં થી મોટી એવી દરેક સમસ્યાનું નિરાકરણ ઈશ્વર પાસેથી માંગવામાં આવે છે. લોકો ઇષ્વર પ્રત્યે ખૂબ જ આસ્થા દાખવે છે. તેઓને વિશ્વાસ હોય છે કે, કોઈ તેઓની સમસ્યા નિરાકરણ લાવે કે ન લાવે પરંતુ ઈશ્વર અવશ્ય આવશે…
આજે આપણે આવી જ એક સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં લોકો ખૂબ જ શ્રદ્ધાથી પોતાની સમસ્યા લઈને જાય છે. તમને જણાવી દઇએ કે, આ ચમત્કારિક સ્થળ ગુજરાતમાં કચ્છમાં આવેલું છે. અહીં માનતા રાખવાથી કેન્સર જેવી મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે.
આ કોઈ મંદિર નહીં પણ એક દરગાહ છે… જેને ગેબનશાહ પીર ની દરગાહ તરીકે ઓળખવામાં આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ દરગાહ ના પરચા માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. કહેવાય છે કે, અહીં બાધા રાખવાથી કેન્સર જેવી મોટી બીમારી પણ દૂર થાય છે. આ ઉપરાંત આ દરગાહ પર મોટા અક્ષરમાં ‘કેન્સર ના ડોક્ટર’ એવું પણ લખવામાં આવ્યું છે.
લોકો કેન્સર જેવી ભયંકર બીમારીથી છુટકારો મેળવવા માટે અહીં બાધા રાખે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે આ દરગાહ પર ચાદર ચઢાવે છે. તો તમને એ પણ જણાવી દઈએ કે, અહીં પ્રસાદીમાં ગોળ અને ખાંડ અર્પણ કરવામાં આવે છે વિદેશોમાંથી પણ લોકો કેન્સર જેવી ભયંકર બીમારી નું નિરાકરણ લાવવા અહીં બાધા રાખે છે.
જ્યારે પણ લોકો કેન્સરનું નામ સાંભળે તો તેઓ આશા બાંધી બેસે છે કે, હવે તેઓ વધુ નહીં જીવે… તેઓને લાગે છે કે હવે આ બીમારી માંથી ક્યારેય છૂટકારો નહીં મળે. પરંતુ આ દરગાહ પર બાધા રાખવાથી કેન્સરને પણ દૂર કરી શકાય છે. અને આ વાત ઘણા સમયથી અહીં સાબીત પણ થતી આવી છે. બહારના રાજ્યોમાંથી પણ ઘણા લોકો અહીંની બાધા રાખવા માટે આવતા હોય છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.