જયારે એક સુંદર અને સુશીલ અપ્સરા બની કદરૂપી મંથરા, જાણો રામાયણ ની અનસુની કહાની

જયારે એક સુંદર અને સુશીલ અપ્સરા બની કદરૂપી મંથરા, જાણો રામાયણ ની અનસુની કહાની

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રામાયણના એક મુખ્ય પાત્ર વિશે કે જેનું નામ છે મંથરા. રામાયણ ની અંદર એક કદરૂપી દાસીની વાત આવે છે. રામાયણ અનુસાર કહેવાય છે કે આ મંથરા રાજા દશરથ ની બીજા નંબરની પત્ની કૈકયની દાસી હતી અને મંથરા ના કહેવા ઉપર જ ભગવાન શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો તેણે પોતાની મહારાણીને કૈકેયી ની કાન ભંભેરણી કરી હતી કે જેથી કરીને તેની રાજનીતિ અને તેના ષડ્યંત્રની અંદર મહારાજા દશરથ ફસાઈ ગયા અને તેણે પોતાના પુત્ર શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ આપી દીધો હતો.

રામાયણના અનુસાર મંથરા રાજા દશરથ ની સૌથી પ્રિય અને સૌથી સુંદર પત્ની કૈકેયી ની દાસી હતી, અને જ્યારે રાજા દશરથ ના લગ્ન થયા ત્યારે તેને દહેજ ની અંદર આ દાસી મળી હતી. અને તે ત્યારથી જ રાજા દશરથના મહેલની અંદર રહેતી હતી. કહેવાય છે કે મંથરાએ મહારાણી કઈ કઈ એ નાનપણથી જ પાલન-પોષણ કરી મોટી કરી હતી અને તેની દરેક વાતનો ખ્યાલ રાખ્યો હતો. મંથરા મહારાણીને પોતાની દીકરી સમાન ગણતા હતા.
પરંતુ હકીકતમાં મંથરા એક ગાંધર્વ કન્યા હતી અને તેણે દેવરાજ ઇન્દ્રએ પહેલેથી જ ભગવાન શ્રી રામને વનવાસ મળે તે માટે પૃથ્વી ઉપર મોકલી દીધી હતી, અને આથી જ કહેવાય છે કે જે તે સમયે મંથરા ના જીભ ઉપર માતા સરસ્વતીનો વાસ થયો હતો. અને તેના કારણે જ મંથરા નામોમાંથી ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ મળે અને પોતાના પુત્રને એટલે કે ભરતને અયોધ્યાનું રાજ્ય મળે તેવું ષડયંત્ર રચાયું હતું.

રામજીના વનવાસ ગયા બાદ દશરથ સ્વર્ગ સીધાવ્યા,પછી વશિષ્ઠજીએ ભરત અને શત્રુઘનને રાજગાદી પર બેસવા અને દશરથજીની અંતિમ વિધિ કરવા મોકલ્યા! સત્ય જાણીને શત્રુધને મંથરાને લાત મારી અને તેના મોંમાંથી લોહી નીકળવા માંડ્યું! ત્યારે ભરતજીએ તેમને અભય આપ્યો હતો,

પણ આ બધા પછી મંથરા ક્યાંથી આવી હતી તે કોઈને ખબર નહોતી કૈકેઇની માતાને પણ તેના પિતાએ તેના ઘરની બહાર ફેંકી દીધી હતી જેનું કારણ પણ મંથરા જ હતી. જાણો ક્યાંથી આવી હતી મંથરા અને ક્યાં ગઈ હતી?

વાલ્મીકિ રામાયણ અનુસાર, મંથરા એ એક ગંધર્વ કન્યા (અપ્સરા) હતી જેને ઇન્દ્રએ રામજીને વનવાસ થાય તે માટે પહેલેથી જ કૈકેયી પાસે મોકલી દીધી હતી! જોકે તે ક્યાંથી આવી હતી તે કોઈને ખબર ન હતી,તેના કારણે જ કૈકેયીની માતાએ પણ તેના પતિનો વિરુદ્ધ કર્યો અને તેના પતિએ તેને પોતાની માં ના ઘરે મોકલી દીધી હતી.

મંથરાએ જ કૈકેયીનો નાનપણથી ઉછેર કર્યો હતો, તેમ છતાં કૈકેયીએ તેની વાત ના માની આથી ખુદ દેવી સરસ્વતી ઇન્દ્રના કહેવા પર કૈકેયીની જીભ પર બેસી ગયા હતા અને તે સમયે તેની બુદ્ધિને વશ કરી હતી. અને રામજીને વનવાસ થાય તેવી દશરથને ઈચ્છા દર્શાવી હતી.

કૈકેયી ખરેખર ખૂબ સારી સ્ત્રી હતી! તેમણે રામજીનો ઉછેર કર્યો હતો આ વાત કોઈ ના ટાળી શકે. આમ આપણે અત્યાર સુધી જેને એક દુષ્ટ દાસી મંથરા તરીકે ઓળખતા હતા. હકીકતમાં તે અપ્સરા હતી અને તેનો જન્મ માત્રને માત્ર ભગવાન શ્રી રામને વનવાસ મોકલવા માટે જ થયો હતો, કે જેથી કરીને ભગવાન શ્રી રામ રાવણ જેવા અનેક રાક્ષસો અને દૈત્યો ને ખતમ કરી શકે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *