કાળી ગાયને ઘાસ ખવડાવવાથી મળશે તમને આટલા મોટા લાભ,જાણી લો આ માહિતી…

મિત્રો આપણા હિંદુ ધર્મમાં બધા જ જીવને સહિષ્ણુતા આપવામાં આવે છે. કેમ કે આપણો હિંદુ ધર્મ દરેક જીવને ખુબ જ મહત્વ આપે છે. પરંતુ હિંદુ ધર્મમાં ગાયને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કેમ કે સનાતન ધર્મ અનુસાર ગાયને માતાનો દરરજો આપવામાં આવ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગાયની સેવા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથે ખુદ કરતા હતા. ઘણી વાર સાંભળવામાં પણ આવ્યું હોય છે કે ગોલોક. તો મિત્રો ગોલોક એ ગાયોનું નિવાસ સ્થાન છે. આમ જોઈએ ગાય ખુબ જ પૂજનીય છે. તેની દરેક વસ્તુને પવિત્ર માનવામાં આવે છે. ગાયનું છાણ, ગૌમૂત્ર, દૂધ વગેરે વસ્તુઓ પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

પરંતુ મિત્રો એટલું જ નહિ કામધેનુંના રૂપમાં ગાયને શાસ્ત્રમાં ઈચ્છાપૂર્તિ માટે પણ પૂજવામાં આવે છે. જેનાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય. પરંતુ મિત્રો આજે અમે તમને કાળી ગાયના મહત્વ વિશે જણાવશું કે, જો તમે કાળી ગાયને ઘાસ ખવડાવો તો તેનાથી તમને ઘણા પ્રકારના ફાયદા થાય છે. તો આજે અમે તમને જણાવશું થોડા એવા ઉપાય જેને કરવાથી તમારું ભવિષ્ય અવશ્ય ચમકશે.

માટે આ લેખ અવશ્ય વાંચોબધા જ પાપોનો અંત આવે છે : શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાળી ગાયના ગૌમૂત્રને તમે સ્નાન કરવાના જળમાં નાખવામાં આવે અને ત્યાર બાદ સ્નાન કરો તો તમારા વર્ષોના પાપોનો અંત આવી જાય છે. પરંતુ જો કાળી ગાયને ઘરે રાખવામાં આવે તો હંમેશા સુખ અને શાંતિ જળવાઈ રહે છે. પરંતુ આજના સમયમાં બધા લોકો પાસે એટલી સુવિધા નથી હોતી. જેના કારણે તે ગાયને સાચવી શકતા નથી. પરંતુ રોજ કાળી ગાયના દર્શન પણ શુભ માનવામાં આવે છે.

પ્રાપ્તિ થાય છે આં પુણ્યની : જો કાળી ગાયને તમે ઘાસ ખવડાવો માત્ર 30 દિવસમાં જ માણસના બધા પાપો નાશ પામે છે. જેવી રીતે મનુષ્ય તીર્થ સ્નાન કરીને દાન અને પુણ્યનું કામ કરે છે તેમ કાળી ગાયને જો ઘાસ ખવડાવવામાં આવે તો તેનું પણ સારું ફળ મળે છે. તો મિત્રો કાળી ગાયને ઘાસ ખવડાવીને પણ તમે પુણ્ય મળે છે.

દેવતાઓનો આશીર્વાદ પણ મળે છે : સવારે વહેલા ઉઠીને કાળી ગાયની શ્રદ્ધા પૂર્વક પરિક્રમા કરવી જોઈએ. તેવું કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવ્યું છે કે 33 કોટી દેવી દેવતા ગાયના શરીરમાં વાસ કરે છે. એટલા માટે બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ ગાયની પૂજા કરવાથી મળે છે.

બધા જ તીર્થનું ફળ મળે છે : પંચગવ્યથી જો તમે સ્નાન કરતા હોવ તો તેનું ફળ બધા જ તીર્થો સમાન મળે છે. પંચગવ્યમાં ગાયનું છાણ, દહીં, ગાયનું ઘી, ગાયનું દૂધ અને ગૌમૂત્રનો સમાવેશ થાય છે. જેને પંચ્ગચ્ય કહેવામાં આવે છે. ન્હાવાના પાણીમાં જો પંચગવ્ય નાખવામાં આવે તો આપણને બધા પુણ્ય તીર્થમાં સ્નાન કર્યું હોય એટલું ફળ મળે છે.

ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે : કાળી ગાયને રોજ આપણે ભોજન કરીએ તેના પહેલા ઘાસ ખવડાવીએ તો આપણા બધા જ પાપો નષ્ટ થઇ જાય છે. ઘણા લોકોને ગ્રહ દોષ પણ હોય છે. પરંતુ જજો કાળી ગાયને ઘાસ ખવડાવવામાં આવે તો બધી જ પ્રકારના ગ્રહ દોષ માંથી મુક્ત થઇ જઈએ છીએ. તેના સિવા જો જીવનમાં અશુભ પ્રભાવ હોય તો એ પણ નષ્ટ થઇ જશે. માટે કાળી ગાય આપણા ભાગ્યને પણ વધારે છે.

Leave a Comment