Breaking News

કંગના રણાવતે કર્યો મોટો ખુલાસો,આ કારણથી મોટા કલાકારો સુશાંત મામલે ચૂપ બેઠા છે,કારણ જાણીને ફિલ્મો જોવાનું પણ મન નહીં થાય…..

સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનો થઇ ગયો છે અને ફેન્સ તેમજ ફેમિલી CBI ઇન્કવારીની માગ કરી રહી છે. હાલમાં જ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ અમિત શાહને ટ્વિટ કરીને તપાસ માટે અરજ કરી હતી. ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ મુદ્દે કહ્યું હતું કે, સુશાંતના કેસમાં CBI તપાસની કોઇ જરૂર જ નથી. મુંબઇ પોલીસ આ કેસને સોલ્વ કરી લેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ દેશમુખે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં CBI તપાસની જરૂર નથી. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરવામાં સક્ષમ છે. CBI તપાસની કોઈ માગ સ્વીકારી નથી. તેમણે કહ્યું કે મને પણ ઘણાં ટ્વીટ્સ મળ્યાં છે, પરંતુ મને લાગે છે કે CBI તપાસની જરૂર નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુંબઇ પોલીસ સંપૂર્ણ રીતે સક્ષમ છે અને વ્યાવસાયિક હરીફાઇ સહિત તમામ ખૂણાઓથી તપાસ કરી રહી છે. હજુ સુધી તપાસમાં કોઈ કાવતરું બહાર આવ્યું નથી અને તપાસ પૂર્ણ થયા બાદ તમામ વિગતો શેર કરવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કેટલાક અન્ય લોકો સામે દાખલ એફઆઈઆરની નકલ મોકલવા માટે બિહાર પોલીસને કહ્યું હતું. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ કેસમાં નાણાં પડાવવાની તપાસ માટે એફઆઈઆરની નકલ માંગવામાં આવી છે.

આ સિવાય સુશાંતના મોત નું કારણ બૉલીવુડના કેટલાક કલાકારો પણ છે.જે નેપોટીઝમમાં માને છે એ અંગે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત ઉદ્યોગની એક એ સ્ટાર માંથી છે જે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેના પરિવાર માટે ન્યાયની માંગ કરી રહી છે. સુશાંતના કેસમાં હવે ડ્રગ એંગલ પણ સામે આવ્યો છે. તાજેતરમાં જ કંગના રાનાઉતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સુશાંત મામલે બોલિવૂડમાં ડ્રગ માફિયાના મામલે ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ શા માટે મૌન છે.ડ્રગ માફિયા ના દોસ્ત છે પોલીસ અને રાજનેતા :

કંગનાએ કહ્યું સુશાંતની હત્યા થઇ :

ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ માફિયા વિશે વાત કરતા કંગના રાનાઉતે કહ્યું હતું કે બોલિવૂડમાં ડ્રગ માફિયા સાથે સંકળાયેલા લોકોમાં રાજકારણીઓ અને પોલીસ મિત્રો હોય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસને આ નેટવર્ક અને તેમાં સામેલ લોકપ્રિય કલાકારો વિશે પણ ખબર છે.

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ જ કંગના રાનાઉતે કહ્યું હતું કે તે આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. ત્યારબાદથી તે સુશાંત અને તેના પરિવારની તરફેણમાં અવાજ ઉઠાવતી આવી છે. સુશાંતના મોત પાછળ કંગના રાનાઉતે બોલીવુડના ભત્રીજાવાદનો હાથ કહ્યું છે.

સુશાંત મામલાની સિબિઆઇ કરી રહી છે તપાસ :

સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઇના બાંદ્રા સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અગાઉ મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી. હવે આ કેસ સીબીઆઈ પાસે છે અને તે આ કેસ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. સુશાંતના કેસમાં સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબી પણ પોતાની તપાસ ચલાવી રહ્યા છે.

About Admin

Check Also

90 % હોસ્પિટલમાં પડદા થી લઈ ડોકટર ના કપડાં લીલા અથવા ભૂરા શા માટે હોય છે.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આજે અમે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *