Breaking News

કહાની એ બાહુબલીની જે 9 વર્ષ ની ઉંમરે જેલ ગયો, બીજા ની મર્સિડીઝ જબરદસ્તી પોતાની પાસે રાખી લીધી,શોખ એવાં કે ઘર માં જ હાથી અજગર પાળ્યા…

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. જેમાં એક એવા નેતાની વાત કરવા જઈ રહ્યા છે જે બિહારમાં બાહુબલી નેતા તરીકે જાણીતા છે. તો આવો તેમની જીવનશૈલી વિશે જાણીએ

અનંત સિંહનો જન્મ 1 જુલાઈ 1961માં બિહારના બારહ સીડી બ્લોકના નંદાવન ગામમાં થયો હતો. અનંત સિંહના પિતાનું નામ ચંદ્રદ્વિપ સિંહ હતું અને તેની પત્નીનું નામ નીલમ દેવી હતું. જ્યારે અનંત સિંહ 9 વર્ષના હતા ત્યારે પહેલી વખતે જેલમાં ગયા હતા. થોડાક દિવસમાં છૂટીને પણ આવી ગયા હતા. અનંત સિંહ હતા તો ચાર ભાઈમાં સૌથી નાના, પણ ગુનાની દુનિયામાં તેમનું નામ ઘણું મોટું નામ હતું.

અનંત સિંહ ઓછી ઉંમરમાં જ ગુંડાગર્દીને કારણે પોતાની ઓળખ ઊભી કરી ચૂક્યા હતા, પણ કદાચ તેમને જલદી ખબર પડી ગઈ કે અસલી જંગ ત્યારે જ જિતાશે જ્યારે ક્રાઈમ અને પોલિટિક્સનું કોકટેલ બનશે. જેને માટે તેઓ પોતે રાજકારણમાં ન આવ્યા, પણ પોતાના મોટા ભાઈને રાજકારણમાં ઉતાર્યા.

મોટા ભાઈ દિલીપ સિંહે 1985માં પહેલી વખત અપક્ષ તરીકે મોકામા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી, પણ હારી ગયા. ત્યાર પછી 1990માં પહેલી વખત તેઓ જનતા દળની ટિકિટ પર મોકામાથી ધારાસભ્ય બન્યા. 1995માં પણ અહીંથી જીત્યા, પણ 2000ની ચૂંટણી હારી ગયા હતા.2005ની વિધાનસભા ચૂંટણીથી જ અનંત સિંહ રાજકારણમાં આવ્યા.

તેઓ મોકામાથી સતત ચાર વખત જીતી ચૂક્યા છે. ફેબ્રુઆરી 2005, ઓક્ટોબર 2005 અને 2010ની ચૂંટણી JDUથી જીત્યા અને 2015માં અપક્ષથી જીત્યા. 2005ની ચૂંટણી પછી ડિસેમ્બર 2008માં અનંત સિંહના મોટા ભાઈ ફાજો સિંહની ચાર લોકોએ પટનાના મહાદેવ શોપિંગ કોમ્પ્લેક્સની બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ હુમલામાં તેમના ડ્રાઈવર અવધેશ સિંહનું પણ મોત થયું હતું. અનંત સિંહ ચાર ભાઈમાંથી સૌથી નાના છે. તેમના બે ભાઈ ફાજો સિંહ અને બીરંચી સિંહની હત્યા કરી દેવાઈ હતી, જ્યારે દિલીપ સિંહનું બીમારીથી મોત થઈ ગયું હતું.

અનંત સિંહ બિહારના મોકામા મત વિસ્તારના ધારાસભ્ય અને જનતા દળ પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય છે. તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને તેના પર ઘણા આરોપો મૂકવામાં આવ્યા છે. તેમણે જેડીયુની ટિકિટ પર 2005 માં મોકામા વિધાનસભા બેઠક લડી હતી અને જીત મેળવી હતી.

તેમણે 2010માં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ની સોનમ દેવીને 89000 વોટના મોટા અંતરથી હરાવીને આ બેઠક જાળવી રાખી હતી. તેણે નીલમ દેવી સાથે લગ્ન કર્યા છે અને છોટે સરકાર તરીકે ઓળખાય છે. 2 સપ્ટેમ્બર 2015 ના રોજ સિંહ જેડીયુ છોડીને રાષ્ટ્રીય જનતા દળ સાથે જેડીયુ નવા ગઠબંધન માટે નેતા નીતીશ કુમાર સાથે જોડાયા.

અનંતકુમાર સિંહને ‘બાહુબલી’ તરીકે ઓળખવામાં આવે છે. ગત ચૂંટણીમાં તેમના દ્વારા દાખલ કરેલા એફિડેવિટ મુજબ તેમની પાસે 28,00,11,988 રૂપિયા (લગભગ 28 કરોડ રૂપિયા) ની સંપત્તિ છે. તેની સામે હત્યાના પ્રયાસ સાથે જોડાયેલા 6 આરોપ અને ખૂન સંબંધિત 5 આરોપો છે.

આ સિવાય તેમની સામે અન્ય ઘણા ગુનાહિત કેસ નોંધાયા છે, જેમાં જાહેર સેવકોને તેમના કામથી રોકવા, ચોરી, અપહરણ, વ્યક્તિને મોતની ધમકી આપવી, લૂંટ, ગેરવસૂલી કરવી વગેરેનો સમાવેશ થાય છે. અનંત સિંહ પોતોના શોખ માટે પણ ઘણા જાણીતા છે. પહેલા વાત શોખની. અનંત સિંહને ઘોડાનો ઘણો શોખ છે. કહે છે કે જો તેમને કોઈ ઘોડો ગમી જાય તો એને ખરીદ્યા વગર ચેન નથી પડતું. એનો એક કિસ્સો પણ છે.

એક વખત અનંત સિંહને લાલુ પ્રસાદનો એક ઘોડો પસંદ આવી ગયો હતો. તેઓ એને ખરીદવા માગતા હતા, તેમને એવી પણ ખબર હતી કે લાલુ તેમને ઘોડો વેચશે નહીં. તો તેમને કોઈ બીજા પાસે ઘોડો ખરીદાવડાવ્યો અને પછી એ ઘોડા પર બેસીને મેળામાં ફરવા લાગ્યા.અનંત સિંહને જાનવર પાળવાનો શોખ પણ છે. કહે છે કે તેમને પોતાના ઘરમાં જ હાથી અને અજગર જેવાં જંગલી જાનવર પાળીને રાખ્યાં છે.

ત્યાર પછી એક વખત અનંત સિંહને એક મર્સિડીઝ પસંદ આવી ગઈ. તો તેમને એ માણસ પર દબાણ કરીને પહેલા તો મર્સિડીઝ લઈ લીધી અને પછી મનમાની કરીને મનફાવે એવી રીતે ઉપયોગ કર્યો. આ રીતે 2007માં એક મહિલા સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં અનંત સિંહનું નામ આવ્યું છે. આ અંગે એક રિપોર્ટરે તેમને સવાલ કર્યો તો તેઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે રિપોર્ટરને ઢોર માર માર્યો.

નીતીશને ચાંદીના સિક્કાથી તોલાવ્યા હતા. વાત 2004ની લોકસભા ચૂંટણીના સમયની છે. નીતીશ કુમાર બાઢ બેઠકથી 6 વખત ચૂંટણી લડી રહ્યા હતા. ચૂંટણી પહેલાં મોકામાથી અપક્ષ ધારાસભ્ય સૂરજભાન સિંહ LJPમાં સામેલ થયા હતા. સૂરજભાન સિંહને બલિયાથી ટિકિટ મળી હતી. નીતીશ કુમાર સમજી ગયા કે હવે અનંત સિંહની મદદ વગર તેઓ ચૂંટણી નહીં જીતી શકે. નીતીશના અંગત લલન સિંહે અનંત સિંહને મળાવ્યા હતા.

અનંત સિંહે હા કરી દીધી. એ વખતે બાઢમાં નીતીશ માટે એક રેલી થઈ હતી. આ રેલીમાં અનંત સિંહે નીતીશ કુમારને ચાંદીના સિક્કાથી તોલાવ્યા હતા. એ વખતે તેમનો વિડિયો પણ સામે આવ્યો હતો. નીતીશની ફજેતી પણ થઈ હતી. જોકે અનંત સિંહનો સાથ પણ નીતીશને આ વખતે જિતાડી શક્યો ન હતો. આ ચૂંટણીમાં નીતીશ નાલંદા બેઠકથી પણ જોડાયા હતા અને ત્યાંથી જીત્યા હતા.

અહીંથી અનંત સિંહ અને નીતીશ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. કદાચ આ નીતીશની મિત્રતાનું જ પરિણામ હતું કે ઓછા સમયમાં જ અનંત સિંહની સંપત્તિ લાખોથી કરોડોમાં પહોંચી ગઈ હતી. 2005ના વખતે અનંત સિંહ પાસે લગભગ 3.40 લાખ રૂપિયાની સંપત્તિ હતી, જ્યારે 2015ની ચૂંટણી વખતે દાખલ સોગંદનામામાં તેમની પાસે 28 કરોડ રૂપિયા કરતાં વધારેની સંપત્તિ હોવાની વાત સામે આવી હતી.

અનંત સિંહ હાલ જેલમાં બંધ છે અને ત્યાંથી મોકામા બેઠક પરથી ચૂંટણી લડશે, અહીંના લોકો કહે છે કે વોટ તો દાદાને જ આપીશું. અનંત સિંહ એક સમયે નીતીશ કુમારના અંગત હતા, પણ 2015માં બન્નેની મિત્રતા તૂટી ગઈ, ગત વખતે તેઓ અપક્ષમાં ઊભા રહી જીત્યા હતા.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *