Breaking News

કાકડા અને ગળામાં સતત દુઃખાવા થી છો પરેશાન છો તો અત્યારેજ કરીલો આ દેશી ઉપાય જાણીલો આ ઉપાય વિશે..

ગળામાં થતો દુખાવો અને ઇરિટેશન આમ તો ખૂબ સામાન્ય જણાતી તકલીફ છે, જે લગભગ બધાને થતી હોય છે. મોટા ભાગે આ તકલીફમાં દવાઓ કે મેડિકલ હેલ્પની જરૂર પડે જ એવું હોતું નથી, પરંતુ આ સામાન્ય દેખાતા લક્ષણને સાવ ન ગણકારવાનું પણ યોગ્ય નથી. ઘણી વાર આ સામાન્ય લક્ષણ ઘણા ગંભીર રોગોની તાકીદ કરતું હોય છે અને એને અવગણવાથી રોગ વધી જઈ શકે છે.

ઘણી વાર ગળામાં દુખાવાની સાથે-સાથે ગળું સૂકું થઈ જવું કે ગળામાં સોજો આવવો, અવાજ ભારે થઈ જવો જેવાં લક્ષણો પણ એમાં ભળે છે. ગળામાં દુખાવો કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, પરંતુ ઘણા લોકોમાં આ રિસ્ક વધારે પણ હોય છે. તમારા ગળાના દુખાવા પાછળ કયાં કારણો છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે જો કારણ જાણીએ તો જ એનો યોગ્ય ઇલાજ શક્ય બને છે. ખાસ કરીને જો દુખાવો વારંવાર થતો હોય અથવા ત્રણ અઠવાડિયાંથી વધુ સમય સુધી થતો હોય તો ડૉક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.

વધુ ચટપટા, મસાલાદાર અથવા તળેલા-શેકેલા પદાર્થો ખાવાથી ગળું ખરાબ થઇ જાય છે. ઘણી વાર ઠંડી લાગવાથી કે ખુબ વધારે ઠંડુ પાણી કે ઠંડી વસ્તુ ખાવાથી પણ ગળામાં દુ:ખાવો અને સોજો આવી જાય છે,સ્વરપેટી બગડી જાય છે,ગાળામાંથી અવાજ આવવાનો બંધ થઇ જાય છે અને ગળામાં પીડા થાય છે.એકથી પાંચ વર્ષનાં બાળકોમાં ઇમ્યુનિટી નબળી હોવાને કારણે વારંવાર ઇન્ફેકશનથી બીમાર થઈ જાય છે.

ગળાનાં પાછળની બાજુએ બન્ને તરફ આવેલી ગલગ્રંથિ-ટોન્સિલ્સમાં સોજો આવવાથી જમવા, પાણી પીવા દરમિયાન અને સોજાની તીવ્રતા વધુ હોય ત્યારે થૂંક ગળવાથી પણ ગળામાં દુખાવો થાય છે. સોજો ભલે ગળામાં હોય પરંતુ તેને કારણે માથામાં દુખાવો, કાનમાં ચસકા મારવા, તાવ આવવો, ભૂખ ઓછી થઇ જવી જેવાં લક્ષણો થતાં હોય છે. ટાન્સિલ, ઇન્ફેક્શન, વાયરલ તાવ, ખાંસી અથવા ચેચક રોગમાં પણ ગળામાં દુ:ખાવો, સોજો, ઇન્ફેક્શન થઇ જાય છે. આમ થવાથી કાંઈ પણ ખાતા સમયે મુશ્કેલી થાય છે.

ખાસ કરીને ગળામાં દુખાવાનું જે મુખ્ય કારણ છે એ છે ઇન્ફેક્શન. બહારથી કોઈ પણ પ્રકારના કીટાણુઓ; પછી એ વાઇરસ હોય, બૅક્ટેરિયા હોય કે ફૂગ; ગળા પર અટૅક કરે ત્યારે ગળામાં ઇન્ફેક્શન થઈ જાય છે અને એ ઇન્ફેક્શનને કારણે ગળું દુખતું હોય છે. આ ઇન્ફેક્શનના ત્રણ પ્રકાર છે અને ત્રણેયની જુદી-જુદી વિશેષતા છે. બૉમ્બે હૉસ્પિટલનાં ચેસ્ટ-ફિઝિશ્યન ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘મોટા ભાગે ગળાનું જે ઇન્ફેક્શન લોકોમાં જોવા મળે છે એ છે વાઇરલ ઇન્ફેક્શન. એમાં સ્વરપેટી પર સોજો આવી જાય છે, દુખાવો વધી જાય છે.

આ પ્રકારના ઇન્ફેક્શનમાં જો ઍન્ટિબાયોટિક આપવામાં આવે તો પણ વ્યક્તિને દુખાવામાં ફરક નથી પડતો, કારણ કે દુખાવાનું કારણ બૅક્ટેરિયા નહીં પરંતુ વાઇરસ છે. અમુક પ્રકારના બૅક્ટેરિયા જ્યારે ગળાને અસર કરે ત્યારે આ દવાઓ કામ કરે છે. આ સિવાય ગળામાં ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે જે ખાસ કરીને અસ્થમાના દરદીઓમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને તેઓ જ્યારે ઇન્હેલર લે છે ત્યારે એ લીધા પછી જો કોગળા ન કરે તો ગળામાં ફંગલ ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધી જાય છે.’

જ્યારે વ્યક્તિને શરદી થાય ત્યારે પણ ગળું ખરાબ થઈ જાય છે. છોલાઈ જાય અથવા અંદરથી ખરડાઈ જાય છે, જેને કારણે સતત દુખાવો રહે છે. કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની ઍલર્જી‍ હોય તો એને લીધે પણ ગળાનો દુખાવો થઈ શકે છે; જેમ કે પરાગરજ કે ધૂળ વગેરે. આ પ્રકારનાં તત્વોથી થતી ઍલર્જીને કારણે પોસ્ટ નોઝલ ડ્રિપ સર્જાય છે. આ શું છે અને એ ગળાને કઈ રીતે અસર કરે છે એ સમજાવતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘જ્યારે નાકમાં કફ ભરાઈ જાય છે ત્યારે એ નાકમાંથી બહાર નીકળે છે, પરંતુ આ ઇન્ફેક્શનવાળો કફ ખૂબ વધી જાય અથવા નાક બંધ થઈ જવાને કારણે એ નાકમાંથી બહાર ન નીકળી શકે તો એ બીજો રસ્તો શોધે છે, જેમાં એ નાકની પાછળથી નીચે ગળા તરફ આવે છે. આ નીચે તરફ આવતો કફ ગળાને ઇરિટેટ કરે છે અને ગળું ખરડાય છે, જેને કારણે ગળામાં દુખાવો થાય છે અને સોજો પણ આવી શકે છે.’

જે વ્યક્તિને ઍસિડિટીની વધુપડતી તકલીફ હોય એવા લોકોનું પણ ગળું હંમેશાં લાલ રહેતું હોય છે. આની પાછળનું કારણ સમજાવતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘જે લોકોને વધુપડતી ઍસિડિટી રહેતી હોય તેમને ઍસિડ રિફ્લક્સ થાય છે જેને આપણે સાદી ભાષામાં ઘચરકો અથવા ખાટા ઓડકાર કહીએ છીએ. આ ઍસિડ ગળાને અસર કરે છે, જેને લીધે એ લાલ દેખાય છે. અંદરથી ખરડાઈ ગયું હોય એવી અનુભૂતિ થાય છે અને દુખાવો શરૂ થઈ જાય છે. જો ગળાના દુખાવા પાછળ આ કારણ હોય તો એની સાથે-સાથે છાતીમાં બળતરાનું લક્ષણ પણ જણાય છે.’

ગળામાં દુખાવાનું લક્ષણ ફક્ત સામાન્ય ઇન્ફેક્શનનું જ હોતું નથી, પરંતુ એની પાછળ ટીબી જેવા રોગો પણ હોઈ શકે છે; જેમાં સ્વરપેટીનો ટીબી સામાન્ય રોગ છે, જે ઘણા લોકોમાં જોવા મળે છે. આ ટીબીનું મહત્વનું લક્ષણ ગળામાં દુખાવો હોય છે.

જો આ લક્ષણને અવગણીએ તો બને કે ટીબી ખૂબ ફેલાઈ જાય. આ સિવાય જયારે ટૉન્સિલ એટલે કે કાકડા પર ઇન્ફેક્શન આવે છે ત્યારે પણ ગળામાં દુખાવો થાય છે. કાકડાના ઇન્ફેક્શન વિશે સમજાવતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘કાકડા પર મોટા ભાગે જે ઇન્ફેક્શન થાય છે એ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે. જ્યારે આ ઇન્ફેક્શન પર ઍન્ટિબાયોટિક કામ ન કરે ત્યારે કાકડાની સર્જરી કરવી પડે છે અને સર્જરી દ્વારા એને દૂર કરવામાં આવે છે.’

ગળાના દુખાવા અને કાકડાથી રાહત મેળવવાના ઉપાય:પાંચ-છ કાળા મરી અને છ સાત તુલસીના પાંદડાને એક કપ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી, દર 3 કલાકે આ ગરમ ઉકાળો પીવાથી 24 કલાકમાં ગાળાના દુ:ખાવાની સમસ્યા માંથી છુટકારો મળે છે. ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી, તેમાં થોડું મીઠું ભેળવી, આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરવાથી તરત જ લાભ થાય છે.

ગળામાં સોજો આવી ગયો છે અને કફ નીકળે છે, તો રાત્રે સુતા પહેલા અડધી ચમચી અજમાને ખૂબ ચાવીને ઉપરથી ગરમ પાણી પી લો. તેનાથી કફ બનવાનું બંધ થઇ જાય છે. સીરકા, મીઠું, લીંબુ અથવા લસણના રસથી કોગળા ઘણો લાભ આપે છે. હુફાળા પાણીમાં એક ચમચી કાળા મરી ભેળવી લો કે સિરકા નાખી લો કે પછી લીંબુનો રસ નાખી લો. કોઈ પણ રીતે દિવસમાં ત્રણ વખત કોગળા કરો.

લસણના રસને પાણીમાં નાખીને પણ કોગળા ઘણા અસરકારક છે. તે ઉપરાંત પાણીમાં જેઠીમધ નાખીને ઉકાળી પાણીને ઠંડુ કરી કોગળા કરવાથી પણ સારી અસર થાય છે.કાકડી તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને લોહીને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. દરરોજ બે કાકડી ખાવાથી પણ કાકડાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

ગળામાં દુ:ખાવો થાય તો સૂકા ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી ભરી બે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વખત ચવવાથી રાહત મળે છે. કળથી અને કાળા મરીની રાબ પણ ગળાની પીડા માં રાહત આપે છે. કાળા મરીમાં અડધી ચમચી ઘી અને વાટેલી સાકર ભેળવીને ખાવાથી ગળામાં ફાયદો થાય છે. કાળા મરી, લવિંગ, મીઠું અને લીમડાના પાંદડાની રાબ પણ ગળાના દુ:ખાવા વખતે ઘણું કામનું છે.

ગાજર તેમાં બેક્ટેરિયા નષ્ટ કરવાની ક્ષમતા હોય છે. તેના સેવનથી શરીરમાં વિટામીન A ની ઉણપ પણ પૂરી કરી શકાય છે. કાકડાની ઠીક કરવા માટે રોજ ગાજરનું એક ગ્લાસ જ્યૂસ પીવું જોઈએ. તેના સારા પરિણામ માટે તમે સવારે અને સાંજે બંને સમયે જ્યુસ પી શકો છો.કાકડામાં શેરડી નો જ્યુસ ખૂબ જ અસરદાર છે. જ્યુસમાં ૧ ચમચી હરડે પાવડર ઉમેરીને લેવાથી તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ જ્યુસને ઓછામાં ઓછું દિવસમાં ૨ વખત પીવું જોઈએ. તેના સેવન બાદ ૧ કલાક સુધી કંઈપણ ખાવું પીવું જોઈએ નહીં.

દાડમની છાલમાં 10 ગણું પાણી ભેળવીને ઉકાળો બનાવી તેમાં લવિંગ અને ફિટકરી વાટીને ભેળવી તેના કોગળા કરવાથી ગળાની ચીકાશ, ગળામાં દુ:ખાવો અને બેસી ગયેલો અવાજ ઠીક થઇ જાય છે. ગળું ભારે ભારે લાગવું અથવા પીડા થાય તો વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લેવી. આમ કરવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળે છે. ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે.બીટ તેમાં સંક્રમણ દૂર કરવાના ગુણ હોય છે. એટલે દિવસમાં ૨ વખત એક એક ગ્લાસ બીટનું જ્યુસ પીવાથી કાકડા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે. બીટના જ્યૂસમાં ૧ આમળું, ૧ ટમેટુ અને ૧ લીંબુ પણ ઉમેરીને પી શકો છો.

ગળામાં દુ:ખાવો, સોજાની બીમારીમાં, આ ચીજોથી પરેજી રાખવી, તેલમાં તળેલી-શેકેલી, વાસી, દહીં, ઠંડી વસ્તુ, તીખા મસાલા, આંબલી અને કોલ્ડ ડ્રંક્સ કારણ કે આ વસ્તુઓ ઇન્ફેક્શનને વધારી દે છે. ટૉન્સિલ્સની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરવો. લીંબૂનો રસ અને વાટેલુ આદુને પાણીમાં ઉકાળી કોગળા કરવા. દર અડધા કલાક પછી આવુ કરવું. દૂધ અને હળદર – એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર મિક્સ કરી પીવાથી કાકડામાં જલ્દી આરામ મળે છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *