દીકરી તૃષા નો જીવ લેનાર કલ્પેશ એ આપ્યું ચોંકાવનારું નિવેદન,કહ્યુ કે છેલ્લી વાર મળવાનું કહીને ન આવતા…

0
499

ગુજરાતમાં એક તરફી પ્રેમમાં વધુ એક દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. સુરત ની ગ્રીષ્મા બાદ હવે વડોદરા ની દીકરી તૃષા નો એક તરફી પ્રેમ માં જીવ લઇ લેવામાં આવ્યો છે.આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. હજુ તો સુરતમાં બનેલી ગ્રીષ્માનો મામલો તાજા છે ત્યાં વડોદરામાં 19 વર્ષની તૃષા નામની યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

આપણે જણાવી દઈએ કે દીકરી તૃષાનું મૃતદેહ વડોદરા શહેર નજીક ધનિયાવી ગામના ખેતરમાં મળી આવ્યું હતું. દીકરીના મૃતદેહથી તેનો હાથ અલગ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને મંગળવારના રોજ મોડી રાત્રે દીકરી તૃષાનો જીવ લેનાર કલ્પેશ ઠાકોરને ધરપકડ કરવામાં આવી હતી.

દીકરી ને ખોયા બાદ બીજી તરફ દીકરી તૃષાની માતાના આંસુ સુકાતા નથી. દીકરી તૃષાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ઘરનું કોઈ સભ્ય માનવા તૈયાર નથી કે આંખની સામે હસતી ખેલતી દીકરી તૃષા આજે દુનિયામાં નથી રહ્યા. દીકરી તૃષા મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.આરોપી પ્રત્યે પરિવાર માં રોષ જોવા મળી રહો છે.

દીકરી ની માતા પોસ્ટમોર્ટમ રૂમની બહાર દીકરી તૃષાની માતા દીકરી ની બાંધણી લઈને રડી રહી છે. દીકરીની નિશાની રૂપ તેની બાંધણી હાથમાં લઈને માતા દીકરી ને યાદ કરીને ધ્રુસકેને ધ્રુસકે રડી રહી છે. દીકરી તૃષાની માતાએ જણાવ્યું કે, મારી દીકરી મને કલાકે કલાકની માહિતી આપતી હતી.

પોલીસ તપાસમાં કલ્પેશ જણાવ્યું કે, મુજારી ગામ ની પાસે ખૂબ અંધારું હતું અને ચારે બાજુ કુતરા ભસવાના અવાજ આવતા હતા. ત્યારે કલ્પેશ તૃષા ને બીજા સાથે સંબંધ અંગે પૂછતા જણાવ્યું કે તે બાબતે હું કોઈપણ પ્રકારનો જવાબ આપીશ નહિ. જ્યારે દીકરી પાછળ પડી હતી અને ત્યારે તેને દીકરીનો જીવ લઇ લીધો હતો. એવા જુનુન સાથે કે તું મારી નહિ તો કોઈની નહિ તેમ કરીને તેનો દીકરીનો જીવ લઇ લીધો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.