કામની વાત:થોડી થોડી વારે લાગી જતો હોય થાક, તો આ મેજિકલ ડ્રિંક પીવાનું કરી દો શરૂ, શરીર બનશે શક્તિશાળી…

હાલ વર્તમાન સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલ, ખાવા પીવામાં બેદરકારી, વધારે પડતા જંકફૂડનું સેવન લોકોને આંતરિક રીતે નબળાં બનાવી રહ્યું છે.અને બીમાર બનાવી રહ્યું છે. સારો ખોરાક ન ખાવાથી ઈમ્યૂનિટી તો ઘટે જ છે સાથે જ શરીરમાં અન્ય સમસ્યાઓ પણ ઘર કરવા લાગે છે. શરીરમાં અશક્તિ અને થાક અનુભવાય છે. એવામાં કેટલાક ઘરેલૂ ઉપાય કરીને શરીરને શક્તિવર્ધક રાખી શકાય છે. જેથી આજે અમે તમને ગોળ અને દૂધનો એવો જબરદસ્ત ઉપાય જણાવવાના છે, જેને અજમાવીને તમે થાક અને અશક્તિની સમસ્યાને દૂર કરી શકશો.

સતત થાક લાગતો હોય તો કરો આ ઉપાય.ગોળનો આ ઉપાય અશક્તિ પણ કરશે દૂર.રોજ આ મેજિકલ ડ્રિંક પીવાનું શરૂ કરી દો.દૂધ અને ગોળ બંને શરીર માટે ફાયદાકારક હોય છે. દૂધમાં ગોળ મિક્સ કરીને પીવામાં આવે તો શરીરને વધારે લાભ મળે છે. ખાસ કરીને લોકો સાદુ કે ખાંડવાળું દૂધ પીવાનું પસંદ કરતા હોય છે જોકે ગોળને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી શરીરને કેલ્શિયમ આયર્ન પ્રોટીન લેક્ટિક એસિડ વિટામિન A અને વિટામિન D પણ ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. શરીરને તાકાત મળે છે અને થાક દૂર થાય છે.

ગોળવાળું દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂર ગરમ કરીને તેમાં એક ગાંગડો ગોળ નાખીને ગેસ બંધ કરી દો. આવું દૂધ રોજ રાતે સૂતા પહેલાં પીવો. દૂધ અને ગોળ બંનેમાં ભરપૂર કેલ્શિયમ હોય છે જે શરીરના સ્વસ્થ રાખવાની સાથે હાડકાંઓને બિમારીઓ-ઓસ્ટિયોપોરાસિસ અથવા તો ઉંમરની સાથે થતાં સાંધાના દુખાવાથી સુરક્ષિત રાખે છે. આ માટે દરરોજ ગોળનો નાનો ટુકડો આદુની સાથે ખાવો અને ગરમ દૂધ પીવો.

પાચનથી જોડાયેલી સમસ્યાને ઠીક કરવા માટે ગોળ અને દૂધ બંને લાભકારી છે. આ બંનેમાં રહેલુ પોષણ પેટમાં સારા બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે ગોળવાળું દૂધ પીવાથી ભોજન સરળતાથી પચવા લાગે છે. પેટમાં ગેસ બનવાની પરેશાની દૂર થાય છે.જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવું જોઇએ. અનિદ્રાની સમસ્યા દૂર થઇ જાય છે. ગોળના સેવનથી લોહી શુદ્ઘ થાય છે અને દૂધ શરીરમાં ઉર્જા બનાવી રાખે છે જે શરીરને રિલેક્સ મુદ્રામાં લાવે છે.

ગોળ નું સેવન કરવાથી શરીર નું લોહી સાફ થાય છે અને શરીર ને તાકાત પણ મળે છે. બસ ખાલી એક ગ્લાસ ગરમ દૂધ માં ગોળ ને નાખી દેવો અને આ દૂધનું સેવન કરી લેવું, તમે આ દૂધ નું સેવન દરરોજ સવારે અથવા પછી રાત્રે સુતા પહેલા પણ કરી શકો છો.

પાચનશક્તિ માટે : પાચન ખરાબ થવાથી શરીર માં કમજોરી આવી જાય છે અને કોઈ પણ વસ્તુ યોગ્ય રીતે પચતું પણ નથી. જો ગોળ અને દૂધ નું સેવન એક સાથે કરવામાં આવે તો પાચનક્રિયા ને પણ યોગ્ય કરી શકાય છે અને સાથે જ ખરાબ પાચન થી શરીર માં આવેલી કમજોરી ને પણ દુર કરી શકાય છે. એ સિવાય આ દૂધ માં ગોળ નાખીને આ દૂધ ને પીવાથી પેટ માં ગેસ પણ થતો નથી.

મહિલાઓને પીરિયડ્સના દુખાવાથી બચવા માટે ગરમ દૂધમાં ગોળનો ટુકડો નાખીને પીવું જોઇએ. ડૉક્ટર હંમેશા મહિલાઓને થાક અને નબળાઇને દૂર કરવા માટે ગોળ ખાવાની સલાહ આપે છે. જો ગર્ભવતી દરરોજ ગોળ ખાય તો તેણે એનિમીયા નથી થતો.ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી તૈયાર કરવામાં આવે છે જેમાં ઓછી કેલેરી હોય છે. આ કારણથી રોજ રાત્રે ગોળવાળું દૂધ પીવામાં આવે તો શરીરમાં જમા ફેટ ઓછી થવા લાગે છે.અસ્થમાથી રાહત મેળવવા માટે શરીરમાંથી કફનું નીકળવું ખૂબ જ જરૂરી છે. જો દરરોજ રાતે ગોળવાળું દૂધ પીવામાં આવે તો અસ્થમાની બિમારીથી રાહત મળશે.

સાંધાના દુખાવા ની ફરિયાદ ઘણા લોકો ને હોય છે અને આ દુખાવા ના કારણે લોકોને ઉઠવા અને બેસવા માં ખુબ જ તકલીફ થાય છે. જો તમે પણ સાંધા ના દુખાવાથી પરેશાન રહો છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુ નું સેવન કરવું જોઈએ. ગોળને પીસી ને એમાં આદુ મિક્ષ કરીને પછી એનું સેવન કરવું. એનું સેવન કરીને પછી ઉપરથી ગરમ દૂધ પીઈ લેવું.

ત્વચામાં નિખાર : ગોળ અને દૂધ નું સેવન એક સાથે કરવાથી ત્વચા પર પણ ખુબ જ અસર પડે છે. ત્વચા મુલાયમ થઇ જાય છે. એમાં નિખાર આવી જાય છે અને દાગ ની સમસ્યા પણ દુર થઇ જાય છે.જો તમને ઊંઘ ઓછી આવતી હોય અથવા બિલકુલ આવતી ન હોય તો રાત ના સમયે ગોળ ને દૂધ માં ભેળવી અને પીઓ.આમ કરવાથી ખુબજ સારી ઊંઘ આવે છે અંર તમે આરામ નો અનુભવ કરી શકો છો.

દૂધ માંથી તમને પ્રોટીન અને કેલ્શિયમ સિવાય અન્ય જરૂરી પોષકતત્વો પણ મળે છે.આમજ,ગોળ આપણી રોગપ્રતિકારક શક્તિ ને વધારવા માટે મદદ કરે છે.બન્ને ને જો ભેળવી દેવામાં આવે તો તે ખુબજ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.ગરમ દૂધ ની સાથે ગોળ લેવાથી તણાવ માં મળે છે રાહત.આ તણાવ દૂર કરવાનો એક ખુબજ સારો ઉપાય છે.

આ સિવાય હુંફાળા દૂધ માં ગોળ મેળવી અને પીવાથી પ્રજનન ક્ષમતા પણ વધે છે અને શુક્રાણુઓ ની સંખ્યા પણ વધે છે.ગોળ માં પ્રોટીન અને ફોલિક એસિડ ની માત્રા ખુબજ વધારે હોય છે જે શરીર માં ઉપસ્થિત લોહી ને ઘાટું કરવામાં મદદ કરે છે.તે શરીર માં થઈ રહેલ લોહી ની ઉણપ ને દૂર કરે છે.જો તમે ગોળ ની સાથે મહેંદી ના ફૂલો ને પીસી ને દૂધ માં મેળવી અને પીઓ છો તો તમને માથા ના દુખાવા ની સમસ્યા દૂર થશે અને પાચન ક્રિયા સક્રિય બનશે.તે શરીર ના રક્ત ને પણ સ્વચ્છ રાખે છે અને મેટાબોલિઝમ ઠીક કરે છે.

તે પેટ ને ઠંડક પહોંચાડે છે અને આનાથી ગેસ ની સમસ્યા પણ થતી નથી.જે લોકો ને ગેસ ની સમસ્યા છે તે લોકો દરરોજ લંચ અથવા ડિનર પછી થોડો ગોળ જરૂર ખાઓ.ગોળ નું સેવન શરદી ઉધરસ અને કફ થી આરામ આપે છે.ઉધરસ દરમીયાન જો તમે કાચો ગોળ ખાવા માંગતા નથી તો તેને દૂધ સાથે પણ લઈ શકો છો.

Leave a Comment