કપાતર પુત્ર અને પૌત્ર : જમીનના ટુકડાના મામલે પુત્ર અને પૌત્રએ જન્મ દેનારી માતાનો જીવ લઇ લીધો – જાણો સમગ્ર ઘટના

0
117

પંચમહાલના જાંબુઘોડા તાલુકાના જોડવડ ગામમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જમીનના ટુકડાના લાલચમાં પુત્રએ પોતાના દીકરાની મદદથી પોતાની જનેતાનો જીવ લઇ લીધો. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમાં રહેતા ગંગાબેન ના પતિનું ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. ગંગાબેન પોતાના નાના પુત્ર સંજય સાથે રહેતા હતા.

ગંગાબેન પતિનું મૃત્યુ થયા બાદ તેને મોટા દીકરા અને નાના દીકરાને સરખે ભાગે જમીનનો હિસ્સો આપીને જમીનનો એક ટુકડો પોતાની પાસે રાખ્યો હતો. કોઈ કારણોસર ગંગાબેન ના મોટા પુત્ર રાજેશે જમીનના ભાગ ફરીથી પાડવાની માંગણી કરી હતી અને આ વાતનો ગંગાબેન ચોખ્ખો ઇનકાર કરી દીધો હતો.

ત્યારે આ ચર્ચાના મુદ્દે મોટો દીકરો રાજેશ અને તેનો પુત્ર રાહુલ સાંજે ગંગાબેન પાસે પહોંચ્યા હતા. ત્યાં રાજેશે પોતાની માતા ગંગાબેન સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન માથાકૂટ એટલી વધી ગઈ કે, પિતા-પુત્ર ગંગાબેનને જમીન પર પાડી દીધા અને તેમની ધુલાઇ કરી હતી.

આ ઘટના બન્યા બાદ પિતા-પુત્ર ત્યાંથી ભાગી ગયા હતા. મળતી માહિતી અનુસાર ગંગાબેન આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઇ ગયા હતા અને તેમને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તેમની હાલત ખુબ જ નાજુક હતી આ કારણસર તેમના નાના પુત્ર સંજય એમ્બ્યુલન્સના મારફતે ગંગા બેન ને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ ત્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે ગંગાબેનને મૃત જાહેર કર્યા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.