Breaking News

કપિલ શર્મા પર આવી ગયું હતું આ યુવતીનું દિલ,ઘરે પણ કરી ચુકી હતી લગ્નની વાત.

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડના પ્રસિદ્ધ કોમેડીયન કપિલ શર્મા વિશે મિત્રો કપિલ શર્મા ભારતીય હાસ્ય કલાકાર, અભિનેતા, ટીવી એન્કર અને ગાયક છે તેમજ કપિલે ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રેટી લિસ્ટમાં પ્રથમ 100 માં સ્થાન મેળવ્યું છે મિત્રો મનોરંજન કેટેગરીમાં તેમને વર્ષ 2013મા ના સીએનએન આઈબીએન ઇન્ડિયન ઓફ ધી યેર તરીકે ઘોષિત પણ કરવામાં આવ્યા છે.

અને તેઓ હાલમાં સોની ચેનલ પર પ્રસારિત થનારા ધ કપિલ શર્મા શો ને હોસ્ટ કરી રહ્યા છે તેમજ મિત્રો જો મનોરંજન જગતની વાત કરવામાં આવે તો ત્યાં પણ ફિલ્મ અને ટીવી શો નું શુટિંગ નથી થઇ રહ્યું અને એવામાં લોકો જુના એપિસોડ જોઇને સમય પસાર કરી રહ્યા છે અને એમાં એક એવો શો પણ છે જેને કેટલી પણ વાર જોઈ લો હસવું આવી જ જાય છે અને દરેક લોકો સમજી જ ગયા હશે કે અમે ધ કપિલ શર્મા શો ની વાત કરી રહ્યા છીએ.

કપિલ શર્મા વર્તમાન માં ઇન્ડિયા ના નંબર 1 કોમેડિયન છે અને એમનો શો સોની ટીવી પર ખુબ જ વધારે ચર્ચા માં છે અને આ શો માં મોટા સ્ટાર એમની ફિલ્મનું પ્રમોશન કરવા આવે છે. આ દરમિયાન દર્શકો ને સ્ટાર્સ ની લાઈફ વિશે જાણકારી મેળવવાની તક મળે છે અને એની સાથે જ કપિલ ના શો પર બેઠેલા ઓડીયન્સ સાથે પણ વાતચીત થાય છે અને મિત્રો ઘણી વાર ઓડીયન્સ માં બેઠેલા લોકો એટલા કોમેડી સવાલ પૂછે છે કે ત્યાં બેસેલા દરેક વ્યક્તિ હસવા લાગે છે.

જો કે લાઈવ ઓડીયન્સ ને કપિલ શર્મા ની સાથે સાથે બોલીવુડ સ્ટાર્સ ને મળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે અને એવામાં ઘણા લોકો આ શો ને લાઈવ જોવાનું સપનું પણ જોવે છે કપિલ શર્મા ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા, અભિનેતા અને નિર્માતા છે જે કપિલ શર્મા શોના હોસ્ટિંગ માટે જાણીતા છે અને આ અગાઉ તેમણે ટેલિવિઝન કોમેડી શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ફેમિલી ટાઇમ વિથ કપિલ હોસ્ટ કર્યો હતો.

અને ઓર્મેક્સ મીડિયાએ શર્માને એપ્રિલ 2016 માં સૌથી લોકપ્રિય ભારતીય ટેલિવિઝન વ્યક્તિત્વનો દરજ્જો આપ્યો છે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે કોમેડી કિંગ બનતા પહેલા કપિલ શર્મા પૂલ પાર્લરમાં સહાયક હતો અને આ સિવાય તેણે ફોન બૂથમાં પણ કામ કર્યું છે મિત્રો કૉમેડીની દુનિયાના બાદશાહ તરિકે ઓળખાતા કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018 ના રોજ ભાવનીત ચત્રથ સાથે લગ્ન કર્યા હતા લોકો જેમને ગિન્ની ચત્રથ તરીકે પણ ઓળખવા માં આવે છે.

મિત્રો કપિલ અને ગિન્ની જ્યારે પેહલી વાર મળ્યા ત્યારે તે પણ ખુબજ રસપ્રદ છે મિત્રો કપિલ 2005 માં પ્રથમ વખત ગિન્ની સાથે મળ્યો હતો ત્યારે તે સમયે કપિલ 24 વર્ષનો હતો અને જ્યારે ગિન્ની માત્ર 19 વર્ષની હતી મિત્રો ગિન્ની જલંધરના એક શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યારે કપિલ શર્મા અમૃતસરના છે મિત્રો ગિન્ની એ અભિનેત્રી બનવાનું સપનું જોયું હતુ અને તે માટે તેમણે સખત મહેનત પણ કરી હતી.

અને સૌ પ્રથમ ગિન્ની 2009 માં ટીવી ઉપર દેખાઇ હતી તે એક સ્ટેન્ડઅપ કોમેડી શો હંસ બલિયે હતો જેમાં કપિલ શર્મા પણ હાજર રહ્યો હતો આ શો પછી ગિન્નીને પંજાબી ફિલ્મ અને ટીવી તરફથી ઘણી ઓફર્સ મળી પરંતુ તેણે અભિનયથી દૂર રહેવાનું પસંદ કર્યું કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ ખૂબ જ જલ્દી પોતાનો 31 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે અને પંજાબના જલંધરમાં 18 નવેમ્બર, 1989 નાં રોજ ગિન્નીનો જન્મ થયો હતો.

મિત્રો બોલિવૂડ સ્ટાર્સની જેમ જ કપિલ અને ગિન્ની ની પ્રેમ કહાની પણ ખૂબ જ દિલચસ્પ છે. જણાવી દઈએ કે 2005 માં આઈપીજે કોલેજમાં એક ઓડિશન માટે ગિન્ની આવી હતી અને આ પહેલો અવસર હતો જ્યારે કપિલે ગિન્ની ને જોઈ હતી કપિલ શર્મા આઇપીજે કોલેજમાં થિયેટર શીખવતા હતા 16 વર્ષની ગિન્નીને જોઈને 24 વર્ષના કપિલ શર્માનાં દિલમાં પ્રેમ પાંગર્યો હતો તેમજ જણાવવામાં આવે છે કે બન્નેની પહેલી મુલાકાતમાં ગિન્નીએ કપિલ શર્માને ખૂબ જ પ્રભાવિત કરી દીધા હતા.

મિત્રો આ બન્નેની વચ્ચે મિત્રતા થઈ ગઈ અને પછી આગળ જઈને ગિન્ની કોલેજમાં કપિલ માટે ભોજન લાવતી હતી. કપિલ ગિન્ની પર ફિદા થઇ ગયા હતા, તો વળી ગિન્ની પણ કપિલને અંદરો અંદર ચાહવા લાગી હતી. કપિલને આ વાતની જાણ એક મિત્ર દ્વારા થઈ હતી અને કપિલ શર્માને જ્યારે આ વાતની જાણકારી પોતાના મિત્રો થી મળી તો તેમણે ગિન્ની ને સીધો સવાલ કરી દીધો હતો કે, શું તે પણ તેને પસંદ કરે છે.

જોકે કપિલના પૂછવા પર કપિલને નિરાશા હાથ લાગી હતી. ગિન્નીએ આ વાતથી ઇનકાર કરી દીધો હતો. કપિલ શર્મા કહે છે કે હું અભ્યાસ અને કમાઈ એક સાથે કરી રહ્યો હતો અને આ વાત ગિન્નીને ખૂબ જ પસંદ આવી હતી એક વખત કપિલ શર્માની માં ગિન્નીનાં લગ્નની વાત કરવા માટે તેઓ ગિન્ની નાં ઘરે પોતાના દીકરા માટે સંબંધની વાત લઈને ગયા હતા. પરંતુ ગિન્ની નાં પિતા આ સંબંધથી ખુશ હતા નહીં અને તેમણે ગિન્ની નો હાથ કપિલ શર્માનાં હાથમાં આપવાથી ઇનકાર કરી દીધો હતો.

મિત્રો ત્યારબાદ કપિલ અને ગિન્ની બન્ને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. જો કે નસીબમાં બંનેનું મળવાનું લખ્યું હતું અને કપિલ શર્માએ વર્ષ 2016માં ગિન્ની ને પ્રપોઝ કરી દીધુ હતું અને કપિલ પોતાનો પ્રેમ મેળવી ચૂક્યા હતા અને બંને સંબંધમાં બંધાઈ ગયા. વળી 2018 માં બંનેએ પોતાના પ્રેમને લગ્ન કરીને એક નામ આપી દીધું. જણાવી દઈએ કે આજે બંનેની એક દીકરી છે, જેનું નામ અનાયરા છે.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *