Breaking News

કરીલો આ ખાસ પીણાંનું સેવન,આજીવન નહીં થાય નોર્મલ બીમારીઓ,જાણીલો આ જ્યૂસ વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, રોગો સામે લડવા માટે દવા લેવાની સાથે સાથે રોજિંદા આહારમાં ખવાતાં શાકભાજી પણ ઉપયોગી થાય છે. હાઈ બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ મળે તે નફામાં! બ્લડપ્રેશરને લગતી જરૂરી બાબતો.હાઈ બ્લડપ્રેશરને લઈને હંમેશા ધ્યાન રાખવું. તેને કોઈ દિવસ અનિયંત્રિત ના થવા દેવું. પોટેશિયમ તત્ત્વ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે. હેલ્ધી ખોરાક તેમજ જીવનશૈલી હાઈપરટેન્શનને ઓછું કરવામાં સહાયક થાય છે.

યોગ્ય આહારથી હાઈ બ્લડ પ્રેશર એટલે કે, ઉચ્ચ રક્તચાપને નિયંત્રિત કરી શકાય છે. જેમાં અમુક શાકભાજીના જ્યુસ એ માટે પોષક તત્વો પૂરા પાડે છે. આ જ્યુસ તમારા રોજિંદા ડાયેટમાં પણ લઈ શકો છો.જો બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શનનું ધ્યાન ન રાખવામાં આવે તો હ્રદય માટે ઘાતક સાબિત થાય છે. અનિયમિત ખાનપાન તેમજ જીવનશૈલીને કારણે તાણ પણ વધી શકે છે. પણ જો એમાં બદલાવ કરવામાં આવે અને ડાયેટમાં પણ બદલાવ કરવામાં આવે તો બીપી નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ વેજિટેબલ જ્યુસનો ડાયેટમાં સમાવેશ કરવામાં આવે તો, પોષક તત્વો શરીરને પૂરા પાડવા ઉપરાંત ઉચ્ચ રક્તચાપને પણ નિયંત્રણમાં રાખી શકાય છે!

અમુક જ્યુસ જેવા કે.લીલા પાંદડાવાળી ભાજી: આહાર નિષ્ણાતો લીલા પાંદડાવાળી ભાજી ને અવશ્ય રોજિંદા આહારમાં સમાવેશ કરવા કહે છે. કેમ કે, તે ઘણા પોષણથી ભરપૂર છે. જેમાં પાલક, કેલ અને લેટ્યુસ જ્યુસનો સમાવેશ કરી શકાય છે. સ્વાદ માટે તેમાં આંબળાનો રસ મેળવી શકો છો.અજમાનો જ્યુસ.અજમામાં ઘણા સ્વાસ્થ્યપ્રદ તત્વ છે. વિટામિન એ, બી2, બી6, સી, ફોલેટ, પોટેશિયમ, મેન્ગેનીઝ ધરાવનાર અજમો ફાઈબરયુક્ત પણ છે. અજમાના પોષક તત્વો પર સંશોધન થયું છે અને પ્રમાણિત થયું છે કે, અજમો હાઈ બીપીને કંટ્રોલ કરવામાં હિતકારી છે. અજમામાં પાલક ઉમેરીને જ્યુસ બનાવી શકો છો.

ટમેટાંનો જ્યુસ.ટમેટાં દરેક ભારતીય વાનગીમાં વપરાય છે. ટમેટાં હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણાં સારા છે. તો ટમેટાંનો જ્યુસ બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. ઘરે જ તાજાં ટમેટાંનો જ્યુસ તૈયાર કરીને પીવો. એનો વધુ લાભ મેળવવો હોય તો એમાં મીઠું એટલે કે નમક નહીં નાંખવું. મીઠું નાખ્યા વગરનો જ્યુસ પીવો. બીટનો જ્યુસ.બીટરુટમાં નાઇટ્રિક ઓક્સાઇડ હોય છે. જે બી.પી.ને કંટ્રોલ કરવામાં બહુ હિતકારક છે. તાજા બીટનો રસ લોહીના પ્રવાહમાં પણ સુધારો કરે છે.

જયારે શરીરની ઈમ્યુનીટી સિસ્ટમ મજબુત કરવાની વાત થાય છે ત્યારે આયુર્વેદની એક અસરકારક ઔષધિ ત્રિફળાને કેવી રીતે ભૂલી શકાય? ત્રિફળા એટલે કે ત્રણ ફળોનુ મિશ્રણ. આ ત્રણ ફળ એટલે કે પુતના નામની હરડે, બહેડા અને આમળાના ચૂર્ણનું મિશ્રણ જેને ત્રિફળા તરીકે ઓળખવામા આવે છે. આયુર્વેદમા એવો ઉલ્લેખ છે કે, જો તમે નિયમિતપણે ત્રિફળાનુ સેવન કરો છો તો તમારા શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબુત થવા લાગે છે તથા તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોવ તો તેમાંથી પણ મુક્તિ મળે છે.

ત્રિફળામા સમાવિષ્ટ ત્રણ ચમત્કારિક ફળ.આમળા.આ ફળમા એંટીઓક્સિડન્ટ ભરપુર પ્રમાણમા સમાવિષ્ટ હોય છે. આ સિવાય આ ફળમા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, પોટેશિયમ અને ફાઈબર જેવા ગુણતત્વો પણ સમાવિષ્ટ હોય છે. આ ફળ આપણા શરીરમા રહેલ ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ સિવાય તે આપણા શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખે છે. આ સાથે જ તે આપણા વાળ, નખ અને દાંત માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

હરડે.આ ઔષધમા પણ પુષ્કળ પ્રમાણમા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તેમા પોટેશિયમ, મેંગેનીઝ, લોહતત્વ અને કોપર જેવા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમા સમાવિષ્ટ હોય છે. તેનુ નિયમિતપણે સેવન કરવાથી શરીરનુ બ્લડકોલેસ્ટ્રોલનુ સ્તર નિયંત્રણમા રહે છે, આ ઉપરાંત તમારા શરીરના હાડકાન મજબુત બને છે.

બહેડા.આ ઔષધમા એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફલેમેટરી જેવા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમા હોય છે. આ ઔષધ આપણા શરીરની પાચનશક્તિને તંદુરસ્ત અને મજબુત બનાવે છે. આ ઉપરાંત તે આપણુ વજન નિયંત્રણમા લાવવા માટે પણ સહાયરૂપ બને છે. આ સિવાય જો ગળામા ખરાશની સમસ્યા થઈ ગઈ હોય તો તેમાંથી પણ મુક્તિ અપાવે છે.

ત્રીફલાની ચા બનાવીને તેનુ સેવન કરવામાં આવે તો તે આપણા શરીર માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો આજે આપણે ત્રીફલાની ચા બનાવવા માટેની વિધિ જાણીએ. ત્રીફલાની ચા બે રીતે બની શકે. આ બંને વિધિઓ નીચે વિસ્તારપૂર્વક દર્શાવવામા આવી છે.આવશ્યક સાધન-સામગ્રી.પાણી ૧ કપ , ત્રિફળા ચૂર્ણ ૧ ચમચી , આમળુ ૧ નંગ , હરડે ૧ નંગ , બહેડા ૧ નંગ વિધિ.પહેલી રીત.સૌપ્રથમ એક ગ્લાસ ગરમ પાણીમા ૧ ચમચી જેટલુ ત્રિફળા ચૂરણ ઉમેરો અને તેમા મિક્સ કરો. ત્યારબાદ બે મિનીટ સુધી તેને સાઈડમા મૂકી દો. ૨ મિનીટ બાદ તમે આ મિશ્રણનુ સેવન કરી શકો.

બીજી રીત.એક વાસણમા એક ગ્લાસ જેટલુ પાણી ઉમેરો. આ પાણી ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરીને પાણી નીચે ઉતારી લો. ત્યારબાદ તેમા એક આમળુ, એક હરડે અને એક બહેડા ઉમેરવુ. ત્યારબાદ આ મિશ્રણને બે મિનીટ માટે ઠંડુ થવા મૂકી દો. ત્યારબાદ આ મિશ્રણને ગાળીને તમે તેનુ સેવન કરી શકો. જો તમે ઈચ્છો તો ત્રિફળાની આ ચા મા સ્વાદ વધારવા માટે ૧ ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

ત્રીફલાની ચા ના સેવનથી થતા લાભ.આ ચા તમારા શરીરને ડીટોકસ કરવામા સહાયરૂપ બને છે તથા તે સિવાય તમારા શરીરની ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત બનાવે છે. જો તમે પાચનશક્તિને લગતી કોઇપણ સમસ્યાથી પીડાતા તો ત્રિફળા ચા નુ સેવન તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ સિવાય આ ચા ના સેવનથી દાંતની સમસ્યાઓ જેમકે, પ્લાક, પેઢામા દુ:ખાવો, મોઢામા ચાંદી પડવી જેવી ઘણી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે.ત્રીફલાની ચા પીવા માટેનો યોગ્ય સમય.આ ચા ને આપણે આખા દિવસ દરમિયાન બે વખત પી શકીએ છીએ. સૌથી પહેલા સવારે ઉઠીને ભૂખ્યા પેટે આ ચા નુ સેવન કરી શકો છો અને ત્યારબાદ રાત્રે સુતા સમયે અડધો કલાક પહેલા આ ચા નુ સેવન કરી શકો છો.

About bhai bhai

Check Also

આ એક વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમા આપે છે રાહત આ રીતે કરો સેવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લોકો સ્વાસ્થ્યને આરોગ્યપ્રદ રાખવા માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *