Breaking News

કરોડપતિ બનવું હોય ઉઠીને આ એક નાનકડો ઉપાય કરી લેજો,કોઈ તમને નહીં રોકી શકે ધનવાન બનતાં……

આજના ભાગદોડ વાળા જમાનામાં દરેક વ્યક્તિ પૈસા કમાવાની રેસમાં દોડી રહ્યા છે. પણ દરેકના નસીબમાં પૈસા નથી હોતા. અમુક લોકોને વગર મહેનતે દરેક એશો આરામની વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે, તો ઘણા લોકોને અથાગ પરિશ્રમ કરવા છતાં પણ ધનની તંગી દુર થતી નથી. આપણા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં સવારે ઉઠીને થોડા વિશેષ કામ કરવાની સલાહ આપવામાં આવી છે.

અને સવારે આ કામ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધી જળવાઈ રહે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો કોઈ માણસ સવારે ઉઠીને આ કામ સાચા મનથી પુરા કરે છે, તો તેના જીવનમાં ક્યારે પણ ધનની કમી નથી થતી અને માં લક્ષ્મીની કૃપા તેની ઉપર હંમેશા જળવાઈ રહે છે. વૈદિક શાસ્ત્રમાં એ વાત સ્પષ્ટ દર્શાવવામાં આવી છે કે આપણા આરામ કરવાના રૂમમાં કોઈ ને કોઈ ભગવાનના ફોટા જરૂર લગાવવા જોઈએ. એની પાછળનું કારણ એ છે કે જયારે પણ આપણે સવારે ઉઠીએ તો તે ફોટા આપણી આંખોની સામે આવે. અને આપણને સવારે સૌથી પહેલા ભગવાનના દર્શન થાય. તેથી આપણો આખો દિવસ આનંદમય રહેશે. એવું કરવું ઘણું શુભ માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્રમા જીવન ની તમામ સમસ્યાઓ નો ઉકેલ જણાવવામા આવેલ છે. આ ઉપાયોની તમે અનેકવિધ પ્રકારની સમસ્યાઓમાથી સરળતાથી મુક્તિ મેળવી શકો છો ફક્ત એટલુ જ નહી વાસ્તુશાસ્ત્રની સહાયતાથી તમે શ્રીમંત પણ બની શકો છો. આપણા વાસ્તુશાસ્ત્રમા અનેકવિધ પ્રકારની એવી ટીપ્સ જણાવવામા આવેલ છે, જેને અજમાવવાથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઇ રહેશે. માતા લક્ષ્મીને આપણા શાસ્ત્રોમા ધનની દેવીનો દરજ્જો આપવામા આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે, જે લોકો પર માતા લક્ષ્મી ની કૃપા રહે છે, તેમને જીવનમા ક્યારેય પણ નાણા ની અછત નો સામનો કરવો પડતો નથી. આજે આ લેખમા અમે તમને માતા લક્ષ્મી સાથે જોડાયેલા એવા અમુક ચમત્કારિક ઉપાયો વિશે જણાવીશુ જેને અજમાવવાથી તમારુ ભાગ્ય ખુલી જશે અને તમારા પર ધનની વર્ષા થશે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

માતા લક્ષ્મીનુ ધ્યાન ધરવુ જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે પોતાના ઘરના મુખ્ય દ્વાર ખોલો ત્યારે માતા લક્ષ્મીનુ સ્મરણ કરો. વાસ્તવમા ઘરના મુખ્ય દરવાજાથી જ માતા લક્ષ્મી પ્રવેશ કરે છે. એટલા માટે નિયમિત સવારે ઉઠી ગયા બાદ તમારે જ્યારે પણ ઘરનો મુખ્ય દ્વાર ખોલવાનો હોય ત્યારે માતા લક્ષ્મીને યાદ કરવા જોઈએ. સાથોસાથ એ વાતનુ પણ ધ્યાન રાખવુ કે, ઘરના મુખ્ય દ્વાર કાળા રંગના ના હોવા જોઈએ. શાસ્ત્રો પ્રમાણે જે લોકોના ઘરના મુખ્ય દ્વાર કાળા રંગના હોય છે ત્યા માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી એટલા માટે મુખ્ય દ્વાર પર લાલ, ભૂરા અથવા હળવા રંગ કરાવવા જોઈએ.

ઘરના મુખ્ય દ્વાર પર બનાવો આ પવિત્ર ચિન્હ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે ઘરના દરવાજા પર સ્વસ્તિક, ૐ વગેરે જેવા ચિન્હો લગાવો તો ખૂબ જ શુભ માનવામા આવે છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે એટલા માટે હમેંશા ઘરના મુખ્ય દ્વાર અથવા દરવાજાની દીવાલ પર આ શુભ ચિન્હો અવશ્યપણે બનાવવા જોઈએ. સવારે ઉઠીને ત્યારબાદ આ ચિન્હોને પ્રણામ કરો અને માતા લક્ષ્મીનુ સ્મરણ કરવુ. જો તમે નિયમિત આ ક્રિયા કરો તો ઘરમા સુખ-સમૃદ્ધિ રહે અને માતા લક્ષ્મીનો વાસ રહે છે.

નાભિ પર લગાવવુ આ અત્તર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નાભિ પર અત્તર લગાવવાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત બને છે. જો તમે સવારે ઉઠી ગયા બાદ ગુલાબનો અત્તર પોતાની નાભિ પર લગાવો તો તે લાભકારી સાબિત થાય છે. જો કે, આ અત્તર લગાવતા પહેલા માતા દુર્ગાને સમર્પિત કરવુ અને ત્યારબાદ તેને પોતાની નાભિ પર લગાવવુ. યાદ રાખવુ કે, તમે આ ઉપાય ભૂખ્યા પેટે અને સવારના સમયે જ કરી શકો છો. આ ઉપાય અજમાવવાથી નાણાની ઉણપ સર્જાતી નથી અને આર્થિક નાણાભીડની સમસ્યા પણ દૂર થાય છે.

સવારે ઉઠીને કરો હથેળીઓના દર્શન :વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સવારે ઉઠી ગયા બાદ તમારે તમારી હથેળી જરૂરથી જોવી. સવારે સૌથી પહેલા પોતાના બંને હાથની હથેળીને એકસાથે જોવાથી તમારુ ભાગ્ય ચમકી જાય છે અને તમે આવનાર સમયમા શ્રીમંત બની શકો છો. આવી રીતે જો સવારે ઊઠતાની સાથે જ પગ જમીન પર રાખતા પહેલા ધરતી માતાના આશીર્વાદ લેવા. ત્યારબાદ જ પોતાના પગ જમીન પર રાખવા. આ ઉપાય કરવાથી તમારુ ભાગ્ય અવશ્ય ખૂલી જાય છે.

જણાવી દઈએ કે સવારે ઉઠીને હાથની હથેળીમાં જોવું પણ ઘણું શુભ માનવામાં આવે છે. આપણા ભારત દેશમાં એવી માન્યતા છે કે સવારે ઉઠીને હથેળી જોવાથી આપણા શુભ નસીબમાં વધારો થાય છે. એવું કહેવાય છે કે આમ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેની સાથે જ તમારે એક મંત્રનું ઉચ્ચારણ કરવું ફાયદાકારક સિદ્ધ થશે. કેમ કે હથેળી જોતી વખતે આ મંત્રનો જાપ તમારા નસીબની કાયા પલટવાનું કામ કરી શકે છે. આ મંત્રના ઉચ્ચારણથી તમારો આખો દિવસ શુભ અને મંગળમય પસાર થશે. એટલા માટે તમે જયારે પણ સવારે ઉઠો તો સૌથી પહેલા પોતાની હથેળી જોઇને આ મંત્રનો જાપ જરૂર કરો.

कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति ।करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥મંત્રનો અર્થ : ઉપર જણાવેલ મંત્રનો શાબ્દિક અર્થ એ થાય છે, કે હથેળીઓના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે. એટલા માટે હું મારી હથેળીઓમાં તેમના દર્શન કરું છું.

ઉપર જણાવેલ મંત્રને મની મંત્રીનો પૈસા મંત્ર પણ કહેવામાં આવે છે, આ મંત્રનો જાપ કરવાથી આપણી આર્થિક સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. જો તમે પૈસાની તંગીને પૂરી કરવા માંગો છો કે પછી ધનની તંગીમાં સુધારો લાવવા માંગો છો અથવા તો ધનથી થતા નુકશાનથી બચવા માંગો છો, તો તમે આ મની મંત્રનો પ્રયોગ કરી શકો છો. આ મંત્રની અસર સમકાલીન સમાજના લોકોના જીવન ઉપર પડે છે. તમને જણાવી દઈએ કે આ મંત્રને ઘણા બધા લોકોએ ચમત્કારિક મંત્રનું નામ આપ્યું છે.

હવે તમને એ પણ જણાવી દઈએ કે સવારે આ મંત્રનો જાપ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કે તમારી નજર તમારી હથેળીઓ ઉપર જ ટકેલી રહેવી જોઈએ. મંત્રનો ત્રણ વખત ઉચ્ચારણ કરો અને ત્યાર પછી તમારી હથેળીઓને સ્પર્શ તમારા ચહેરા ઉપર કરો. આમ કરવાથી તમને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમને મળશે અને તમારો આખો દિવસ શુભ રહેશે. સાથે જ આ મંત્રની શુભ અસરથી તમારી અંદરની સકારાત્મક ઉર્જામાં વધારો થશે.

હિંદુ ધર્મમાં માનવા વાળા ઘણા બધા લોકો આ રીતે રોજ સવારે આ મંત્રનો જાપ કરે છે, અને પ્રભુના આશીર્વાદ લે છે. જે આ મંત્રનો જાપ કરે છે તે મિત્રો ખાસ કોમેન્ટ કરી જણાવે કે તેઓ આ રીતે કેટલા વર્ષથી કરી રહ્યા છે, જેથી બીજાને પણ આ શ્લોક બોલવાની ટેવ પડે.

હિંદુ ધર્મમાં ગાયને દેવીનું રૂપ માનવામાં આવે છે. એવામાં જો તમે બુધ પુષ્પ યોગમાં 500 ગ્રામ ગાયના દૂધથી શ્રી ગણેશ અને લક્ષ્મી માતાની મૂર્તિની પૂજા કરો અને મંદિરમાં બુધવારે દૂધનું દાન કરો તો તમારી પાસે ધન જરૂર ટકવા લાગશે. એના સિવાય ધનની પ્રાપ્તિ માટે તમે શનિવારના દિવસે એક કાળો પથ્થર લઈને એને તલના તેલમાં ડુબાડીને પોતાની ઉપરથી અને પોતાની તિજોરી ઉપરથી 7 વાર ફેરવી લો (કોઈની નજર ઉતારીએ ત્યારે કરીએ એ રીતે). ત્યારબાદ આ પથ્થરને સળગતી અગ્નિમાં નાખી દો. અને જયારે આગ બુઝાય જાય પછી આ પથ્થર લઈને એને કુવામાં નાખી દો અને ત્યારે આ મંત્રનો જાપ કરો.ॐ शन शनिश्चराय नमः

About bhai bhai

Check Also

જો આ રીતે કરશો રોટલીનો સૌથી સરળ ઉપાયતો બદલાઈ જશે જીવન,આવશે અનેક ખુશીઓ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે રોટલી નો ઉપયોગ માત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *