Breaking News

ક્યાંક અચાનકજ આવી જાય પરિયડ્સતો તરતજ કરીલો આટલું કાર્ય,આ વસ્તુનો ઉપયોગ પેડ્સ તરીકે કરી શકો છો……

મિત્રો, સ્ત્રીઓમાં માસિક સ્રાવ એ સૌથી સામાન્ય સમસ્યા છે. જે પ્રત્યેક સ્ત્રીને દર મહિને એકવાર પસાર થવું પડે છે. ઘણી વાર સ્ત્રીઓ તેમના સમય પહેલા આવી સમસ્યાનો સામનો કરે છે અને જો તમે બહાર નીકળી ગયા છો અને તમને લોહી નીકળતું હોય તો તમે આમાંથી કેટલીક ચીજોનો ઉપયોગ પેડ તરીકે કરી શકો છો.જલદી તમે અચાનક આવું બનવા લાગો છે તો પછી તમે તમારા રૂમાલને ફોલ્ડ કરી શકો છો અને તેને પેડ તરીકે વાપરી શકો છો.

જાહેર શૌચાલયોમાં મૂકવામાં આવેલા રોલ્સ અથવા દુકાનો પર વગેરે જેવા જાહેર સ્થળોએ પણ અચાનક રક્તસ્રાવ અટકાવવા અને અસ્વસ્થતાને દૂર કરવા માટે પેડ તરીકે ઉપયોગ કરી શકાય છે.જો તમને ઉપરોક્ત કોઈપણ સાધનો ન મળે, તો તમે તમારા મોજાં ટોઇલેટ પેપરમાં પણ રોલ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. જે થોડા સમય માટે તમારી સમસ્યા હશે.

બેઠાડુ જીવનશૈલી, અનિયિમિત દિનચર્યા, જંકફૂડ વગેરે અનેક કારણોસર સ્ત્રીઓમાં પિરિયડ્સને લગતી સમસ્યામાં વધારો થઈ ગયો છે. અનિયમિત માસિક, માસિકમાં ખૂબ જ વધુ કે સાવ ઓછો રક્તસ્રાવ થવો, પિરિયડ્સ સમયે અસહ્ય દુઃખાવો વગેરે જેવી સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ છે. પિરિયડ્સને લગતા દર્દમાં કેટલાંક આયુર્વેદિક ઉપચાર ખૂબ જ અસરકારક પુરવાર થઈ શકે છે. આ આયુર્વેદિક ઉપચાર કરવાથી તમને લાંબાગાળાના પરિણામો મળશે અને પિરિયડ્સને લગતી સમસ્યાઓમાં કાયમી રાહત મળશે. તો તમે પણ ટ્રાય કરી જુઓ આ આયુર્વેદિક ઉપચાર.

અનિયમિત માસિકઃપોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ આજકાલ ઘણી છોકરીઓમાં સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. આ સમસ્યામાં શરીરમાં હોર્મોન્સનું બેલેન્સ ખોરવાઈ જતા પિરિયડ્સ અનિયમિત બની જાય છે. આ સમસ્યા ધરાવતી સ્ત્રીઓને ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલી પડે છે. પિરિયડ્સમાં દર મહિને વધારે દિવસો ચડી જતા હોય તો તમે એલોવેરા પલ્પ સાથે મંજિષ્ઠ લઈ શકો છો. આ ઔષધ લોહીનું શુદ્ધિકરણ કરે છે જેને કારણે ધીમે ધીમે પિરિયડ્સ નિયમિત બની જાય છે.

ભારે રક્તસ્રાવઃઘણી છોકરીઓને માસિક 6-7 દિવસ લાંબુ ચાલે છે અને તેમાં લોહીનો સ્રાવ પણ ખૂબ જ વધારે હોવાને કારણે તેમને નબળાઈ આવી જતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ સૂચવતા વૈદ્ય પ્રવીણભાઈ હીરપરા જણાવે છે, “નિરંજન ફળ એ ભારે રક્તસ્રાવમાં ખૂબ જ અસરકારક ઔષધ છે. આ દરેક દવાની દુકાને મળે છે. આ ફળને દોઢથી બે કલાક પાણીમાં પલાળી રાખવામાં આવે તો તે ફૂલીને લીંબુ જેટલા કદના થઈ જાય છે. ત્યાર પછી તેને બરાબર મસળી, નીચોવીને એ પાણીમાં સાકર નાંખીને પીવાથી રક્તસ્રાવ નિયંત્રણમાં આવી જાય છે.” ઘણી સ્ત્રીઓને આ સમસ્યા એટલી હદે વકરી જાય છે કે ડોક્ટરો ગર્ભાશય કાઢી નાંખવાની સલાહ આપતા હોય છે. તેવામાં આ આયુર્વેદિક ઉપચાર જાદુઈ પરિણામ આપે છે.

ગર્ભાશયની દીવાલ જાડી થઈ જાયઃસ્ત્રીઓમાં એન્ડોમેટ્રિઓસિસ ગર્ભાશયની દીવાલ જાડી થઈ જવી એ પણ કોમન સમસ્યા થઈ ગઈ છે. આને કારણે પેટના નીચેના ભાગમાં ભારે દુઃખાવો, ભારે રક્તસ્રાવ વગેરે સમસ્યાઓ સર્જાય છે. ઘણીવાર આ સમસ્યામાં ડોક્ટરો ગર્ભાશય કાઢી નાંખવાની પણ સલાહ આપતા હોય છે પરંતુ એક આયુર્વેદિક ઉપચાર આમાં ખૂબ જ અસરકારક પુરવાર થઈ શકે છે.

અમદાવાદના દીપા જોશી (નામ બદલ્યુ છે) પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, “મારા ગર્ભાશયની દીવાલની જાડાઈ વધીને 6.3 mm જેટલી થઈ ગઈ હતી. આ જાડાઈ સામાન્ય રીતે 4 mmથી ઓછી હોવી જોઈએ. મેં સૂચના પ્રમાણે એલોવેરાના પલ્પને પાણીમાં ક્રશ કરીને તેમાં ચપટી હળદર ઉમેરી આ મિશ્રણ પીવાનું શરૂ કર્યું અને એક જ મહિનામાં મને ખૂબ સારુ પરિણામ મળ્યુ. દીવાલની જાડાઈ ઘટીને 2.6 થી 3.5 mm જેટલી થઈ ગઈ હતી.” ડોક્ટરો પણ આ રિઝલ્ટ જોઈને ડઘાઈ ગયા હતા.

માસિકમાં દુર્ગંધઃઘણી ગર્લ્સને માસિકમાં પડતુ લોહી વધારે દુર્ગંધ વાળુ હોય છે જેને આયુર્વેદની ભાષામાં આર્તદુષ્ટિ કહેવામાં આવે છે. આ સમસ્યામાં પણ મંજિષ્ઠ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે.શ્વેતપ્રદરઃઘણી સ્ત્રીઓને શ્વેતપ્રદરની સમસ્યા હોય છે જેમાં તેમને યોનિમાંથી વ્હાઈટ રંગનો ચીકણો સ્રાવ પડ્યા કરે છે. આ પણ યોનિમાર્ગને લગતી એક બીમારી જ છે. આ સમસ્યામાં રોજ 1-2 કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

ગાયનું ઘીઃસંસ્કૃતમાં ફળ એટલે સંતાન. ફળઘૃત ને આયુર્વેદમાં સંતાનનું વરદાન આપનાર ઔષધ માનવામાં આવે છે. આયુર્વેદમાં દેવોના વૈદ્ય અશ્વિની કુમારોએ આ ઘી બનાવ્યું હોવાની માન્યતા છે. વૈદ્ય પ્રવીણભાઈ હીરપરા જણાવે છે, “ગર્ભાશયને લગતી કોઈપણ સમસ્યામાં ફળઘૃત રામબાણ ઈલાજ છે. ગાયના ઘીમાં 45 જેટલા ઔષધો મિક્સ કરીને આ ઘી તૈયાર કરવામાં આવે છે. પ્રેગનેન્સીથી માંડીને અનિયમિત માસિક સુધી બધી જ સમસ્યામાં આ ઘીથી ઘણા સારા રિઝલ્ટ મળે છે.

સ્ત્રીસશક્તિકરણ અને સ્ત્રીઓની અદ્વિતિય સિદ્ધિઓની ઉજવણી કરવા ઘણો લાંબો સમય આપણે સંધર્ષ કરવો પડ્યો હતો. હજી પણ આપણે એ વાતનું મૂલ્યાંકન કરવું જરૂરી છે,કે આપણાં સમાજમાં મહિલાઓ યોગ્ય રીતે પોતાના અધિકારો ભોગવી શકે ! ખાસ કરીને સ્વાસ્થ્યને લગતા અધિકારો. કારણ કે, સ્વસ્થ, શ્રેષ્ઠ અને ગુણવત્તાપૂર્ણ જીવન, એક સ્ત્રીના સર્વાંગી વિકાસમાં પાયારૂપ ભૂમિકા ભજવે છે. જો સ્ત્રી માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ ન હોય, તો વિકાસની પ્રક્રિયામાં અગ્રેસર થવા તેણે ઘણા પરિબળોને સામનો કરવો પડે છે. વિમેન્સ ડૅ નિમિત્તે, આજે આપણે એવી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે ચર્ચા કરીશું, જેનો હજી મહિલાઓ સામનો કરી રહી છે અને તેને દૂર કરવા આપણે પ્રતિબદ્ધ થવું જરૂરી છે.

માસિકધર્મ સંબંધિત સમસ્યાઓ,પ્રિ-મેનસ્ટ્રુઅલ સિન્ડ્રોમઃ એક એવી સમસ્યા છે, જે સામાન્ય માસિક સ્ત્રાવની સાઈકલને ખલેલ પહોચાડે છે. તેના લક્ષણો કેટલાક કલાકોથી લઈને કેટલાક દિવસો સુધી ચાલી શકે છે. અલબત્ત, તે લક્ષણોના પ્રકાર અને તીવ્રતા સ્ત્રીઓમાં અલગ-અલગ હોઈ શકે છે. ડિપ્રેશન, ગુસ્સો આવવો, સ્વભાવમાં ચીડિયાપણું, પેટમાં ગરબડ થવી, પગના તળિયા અને આંગળીઓમાં સોજો આવવો, ખીલ થવા, માથું દુખવું, વર્ટિગો, સ્નાયુઓમાં દર્દ વિગેરે તેના પ્રમુખ લક્ષણો છે. આ સમસ્યામાં જીવનશૈલીમાં સામાન્ય સુધારો કરવાથી લાભ મળે છે, જેમકે અઠવાડિયામાં 3-5 વખત કસરત કરવી, સંતુલિત પોષણયુક્ત આહાર લેવો, પૂરતા પ્રમાણમાં ઉંધ લેવી. માસિકસ્ત્રાવના આ ગાળામાં દર 4-6 કલાકે પેડ બદલવું સલાહભર્યું છે.

એમેનોરિયાઃ એમેનોરિયા અર્થાત સતત 3 મહિના સુધી માસિક ન આવવું. આ સમસ્યા સ્ત્રીના જીવનમાં કેટલાક તબક્કામાં થતાં પરિવર્તનોને કારણે જોવા મળે છે, જેમકે – ગર્ભધારણ, સ્તનપાન, મેનોપોઝ દરમિયાન. આ સિવાય કેટલીક દવાઓના પરિણામરૂપે કે મેડિકલ સમસ્યાઓને કારણે પણ એમેનોરિયા થઈ શકે છે, જેવીકે ઓવ્યુલેશન એબનોર્માલિટી, જન્મજાત ખામી, શારીરિક અક્ષમતા કે અન્ય મેડિકલ સ્થિતી, ઈટીંગ ડિસઓર્ડર, મેદસ્વીતા, અત્યાધિક શારીરિક વ્યાયામ, થાઈરોઈડની સમસ્યા વિ. જો સતત ત્રણ માસિક સાઈકલ ન આવે, 16 વર્ષ કે તેથી વધુ વય સુધી માસિક ન આવે, તો આવી સ્થિતીમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ડીસમેનોરિઆ: માસિક દરમિયાન સતત અને અત્યાધિક પીડાદાયક ખેંચાણ. ડીસમેનોરિઆ એટલે કે માસિક સમયે થતો દુખાવો. આ એક એવી તકલીફ છે જે સ્ત્રીઓ ને ખુબ મૂંઝવતી હોય છે. આ તકલીફમાં સામાન્ય રીતે પેટ તેમજ પેડુના ભાગમાં દુખાવો રહેતો હોય છે. દુખાવો હળવો અથવા તો ખુબ વધારે એમ બંને પ્રકારે હોઈ શકે છે. હળવા દુખાવામાં પેડુના ભાગમાં ભારનો અનુભવ થાય છે, જે અલ્પકાલિન હોય છે. વધારે દુખાવો ઘણી વખત સ્ત્રીના રોજબરોજના કાર્યો પર કેટલાક દિવસો સુધી રહે છે. ક્યારેક વધુ પડતો રક્તસ્ત્રાવ પણ થાય છે. દુખાવાની લાક્ષણિકતા સમજીએ તો કોઈ સ્ત્રીને પેડુના ભાગમાં ચૂંક આવવી, બળતરા કે ઝાટકા આવતા હોય એવું જણાય છે.

સેકન્ડરી ડીસમેનોરિઆ થવા માટે સ્ત્રીની શારીરિક સ્થિતી, પેડુની સમસ્યાઓ, યુટેરીન ફાઈબ્રોઈડ (ગાંઠ થવી), એબર્નોમલ પ્રેગ્નનન્સી (જેવીકે ગર્ભપાત વિ.), ચેપ લાગવો વિગેરે કારણો જવાબદાર હોય છે. આ સિવાય જે મહિલાઓ ધૂમ્રપાન, માસિક દરમિયાન વધારે પડતુ મદ્યપાન, અત્યાધિક વજન કે 11 વર્ષની વય પહેલાથી જે માસિક શરૂ થઈ ગયુ હોય તેમને પણ સેકન્ડરી ડીસ્મેનોરિઆ થવાની શક્યાતા વધારે રહે છે.

મેનોરેજિયા: મેનોરેજિયા એ ગર્ભાશયના અસામાન્ય રક્તસ્રાવનો સૌથી સામાન્ય પ્રકાર છે, જેમાં લાંબા સમય સુધી માસિક રક્તસ્રાવ વધારે પ્રમાણમાં થાય છે. કેટલાક કિસ્સાઓમાં, રક્તસ્રાવ એટલો તીવ્ર હોઈ શકે છે,કે મહિલાની દૈનિક પ્રવૃત્તિઓ પણ ખોરવાઈ જાય છે.

મેનોરેજિયા લક્ષણોઃ સ્ત્રીને માસિક દરમિયાન લગભગ દર કલાકે સેનેટરી નેપકિન્સ બદલવાની જરૂર પડે છે. સ્ત્રીનો માસિકસ્રાવનો સમયગાળો સાત દિવસથી વધુ સમય સુધી ચાલી શકે છે. અન્ય સામાન્ય લક્ષણોમાં માસિક સ્રાવ દરમિયાન સ્પોટિંગ અથવા રક્તસ્રાવ, અથવા ગર્ભાવસ્થા દરમિયાન સ્પોટિંગ અથવા રક્તસ્રાવ થઈ શકે છે.

રજોનિવૃત્તિ અને સ્વાસ્થ્ય સમસ્યાઓઃ આ એક એવો સમયગાળો છે, જે સ્ત્રીનું માસિકચક્ર બંધ થયાનો નિર્દેશ કરે છે. જ્યારે સતત 12 મહિના સુધી માસિક ન આવે ત્યારે તેનું નિદાન થાય છે. આ એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે. મેનોપોઝમાં હોટ ફ્લશ, ઉંધ પૂરતી ન આવવી, નબળાઈનો અનુભવ થવો અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. અલબત્ત, આ માટે લાઈફસ્ટાઈલ સુધારાથી લઈને હોર્મોનલ થેરપી સુધીની અસરકારક સારવાર ઉપલબ્ધ છે. હૃદયરોગઃ મેનોપોઝ પછી હૃદયરોગની શક્યતા વધારે રહે છે. ઈસ્ટ્રોજનના સ્ત્રાવમાં ઘટાડો થાય છે, જેના કારણે હૃદયના ઘબકારાઓ અનિયંત્રિત થાય છે. જો આપને આવી કોઈ સમસ્યાનો અનુભવ થાય તો, આપના ડૉક્ટર પાસે યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *