Breaking News

ક્યારેય નહિ આવે પૈસાની કમી બસ એક વાર અજમાવી જુઓ ચોખા-કુમકુમનાં આ ચમત્કારી ટોટકા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ત્યાં કહેવત છે કે નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ, મતલબ કે સમાજમાં જો માન-સન્માન પ્રતિષ્ઠા જોઈતા હોય તો આર્થિક પાસુ મજબુત હોવુ ખુબજ જરૂરી છે. જીવન નિર્વાહ કરવા પૈસાની સૌ કોઈને જરૂરિયાત રહેવાની છે. વર્તમાન સમયમાં સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિ ધન કમાવવાના પ્રયાસમાં વ્યસ્ત રહે છે. આર્થિક સ્થિતી સદ્ધર હોય અને પરિવારનું ભરણ-પોષણ સુચારું રીતે થાય તેવી ઈચ્છા દરેકની હોય છે પરંતુ તે ઈચ્છા દરેકની પુરી થતી નથી.

આવા લોકોને હાથ લાગતી નિરાશાનું કારણ તેમની નબળી ગ્રહ દશા હોય શકે છે. તો તેવામાં શાસ્ત્રોમાં દર્શાવેલા કેટલાક ઉપાય ભાગ્યને બદલી શકે છે. તો આજે જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે જેમાં ચોખાના ઉપયોગથી કરવામાં આવે છે. ચોખાને બીજા શબ્દોમાં અક્ષત પણ કહે છે, કારણ છે કે તે પૂર્ણતાનું પ્રતિક છે. એટલા માટે જ દરેક પ્રકારની પૂજામાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે જ છે. ભગવાનને અખંડ એટલે કે તુટેલા ન હોય તેવા ચોખા ચડાવવાથી તેમના આર્શીવાદ અવશ્ય મળે છે.

કરો આ ઉપાય.એક કિલો ચોખા લઈ સોમવારના દિવસે શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરવી અને અંતમાં તેમાંથી એક મુઠ્ઠી ચોખા લઈ શિવજીને અર્પણ કરવા અને બાકી બચેલા ચોખા ગરીબોને દાન કરી દેવા. આ ઉપાય એક માસ સુધી દર સોમવારે કરવો. આ ઉપાય શરૂ કરવાની સાથે જ તમને સકારાત્મક પરિણામ મળવા લાગશે.

થોડી હળદરમાં પાણી ઉમેરી તેનાથી પૂજામાં ઉપયોગમાં લેવાતા ચોખાને રંગી લો. આ પીળા ચોખા કોરાં થઈ જાય પછી તેને અલગથી ભરી રાખો. પૂજામાં આ ચોખાનો ઉપયોગ કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. જો કે આ ચોખાની એક પડીકી બનાવી તેને શુભ ચોઘડિયામાં પર્સમાં રાખી દેવી. તેનાથી ધનની દેવી લક્ષ્મીની કૃપા સદા તમારા પર વરસતી રહેશે.કુમકુમને અક્ષત ભેળવીને પૂજા કરતી વખતે થાળીમાં રાખો. જ્યારે પૂજા થઈ જાય આ અક્ષતને ઘરના ચારેય ખુણામાં ઉછાળો આનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવશે.

આપણા ભારતીય સમાજમાં કંકુને સુહાગનું પ્રતિક માનવામાં આવે છે. અને દરેક પરણિત મહિલાઓ કંકુને પોતાના સેંથામાં લગાવે છે. એવું માનવામાં આવે છે કે પરણિત મહિલાઓનો સેંથો ખાલી ન રહેવો જોઈએ, કેમ કે એમ કરવું અશુભ માનવામાં આવે છે. અને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, પરણિત મહિલાઓ કંકુ એટલા માટે સેંથામાં લગાવે છે, જેથી તેના પતીનું આયુષ્ય લાંબુ થાય. તે ઉપરાંત તમે જોયું હશે કે કંકુ દેવી-દેવતાઓને પણ ચડાવવામાં આવે છે. અને કંકુનો ઉપયોગ ટોના ટોટકા માટે પણ કરવામાં આવે છે. તેવામાં આજે અમે તમને કંકુ સાથે જોડાયેલા ટોટકા વિષે જણાવવાના છીએ જે કરવાથી તમે લાખોપતી બની શકો છો.

જણાવી દઈએ કે, જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં પૈસાની તંગી ન રહે, તો તેના માટે તમે શુક્રવારના દિવસે કાળી હળદરની એક ગાંઠમાં કંકુ લગાવીને એક લાલ કપડામાં લપેટીને મુકી દો. તે ઉપરાંત કપડામાં બે સિક્કા પણ મુકી દો. હવે આ થેલાને તમારી તિજોરીમાં મુકી દો. એમ કરવાથી તમારા ઘરમાં હંમેશા પૈસા રહેશે.તમારા જીવનમાં હંમેશા કોઈ ને કોઈ પ્રકારની તકલીફો રહે છે. તો તમે મંગળવારે અને શનિવારે ચમેલીના તેલમાં કંકુ ભેળવીને હનુમાનજીને ચડાવી દો. તેની સાથે ચણા અને ગોળનો પ્રસાદ પણ ચડાવો. આ પ્રક્રિયાને સતત પાંચ અઠવાડિયા સુધી કરો.

કંકુનો અન્ય એક ઉપાય સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં લોહીની કમી કે કોઈ જાતનું ઇન્ફેકશન છે, કે પછી લોહી સાથે જોડાયેલી કોઈ બીમારી છે. તો તેને ઠીક કરવા માટે મુઠ્ઠી ભર કંકુ લઈને તેને પોતાની ઉપરથી સાત વખત ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયને સતત પાંચ દિવસ કરો.કંકુ તમને સમાજમાં સન્માન મેળવવા માટે પણ ઉપયોગી થશે. એના માટે એક પાનના પાંદડા ઉપર થોડી ફટકડી અને કંકુ મૂકી દો. હવે તેને વાળીને પીપળાના ઝાડ નીચે કોઈ પથ્થરની નીચે દબાવી દો. ધ્યાન રહે કે બુધવારના દિવસે આ ટોટકો કરવાનો છે. અને આ પ્રક્રિયા કર્યા પછી પાછા વળીને જોવાનું નથી. આ પ્રક્રિયાને સતત ત્રણ બુધવાર કરો.

પૈસાની તંગી દુર કરવાં માટે તમે એક પાણી વાળા નારીયેલ ઉપર કંકુનો ચાંદલો કરો. હવે આ નારીયેલને એક લાલ કપડામાં બાંધીને પૂજાના સ્થાન ઉપર મુકી દો. જો તમે ધારો તો એને તમારી દુકાનમાં પણ રાખી શકો છો. હવે આ નારીયેલને ધૂપ ધુમાડો બતાવો. આમ કરવાથી તમારી આર્થિક તકલીફ જલ્દી જ ઉકેલાઈ જશે. મિત્રો, જો તમારા ઉપર દેવું ખુબ વધી ગયું છે, અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો તેના માટે તમે એક ડબ્બીમાં શિયાળ સિંગીના નાકના વાળને મૂકી દો. હવે પુષ્ય નક્ષત્રમાં તેની ઉપર લાલ કંકુને ચડાવી દો. જો તમે આમ કરો છો તો તેનાથી તમારી રૂપિયા પૈસાની તકલીફ જલ્દી જ દુર થઇ જશે.

મિત્રો ઘણી વખત એવું પણ થાય છે કે, આપણા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગી જાય છે. તો એ ખરાબ નજરથી છુટકારો મેળવવા પણ કંકુ તમારી મદદ કરી શકે છે. એના માટે રવિવારના દિવસે ઘરના મુખ્ય દરવાજા ઉપર તેલમાં કંકુ ભેળવીને ચાંદલો લગાવી દો. આ પ્રક્રિયા તમે એક મહિનો સતત કરો.તેમજ જો તમે સ્કુલની પરીક્ષા કે કોઈ હરીફાઈમાં સફળ થવા માંગો છો, કંકુ તમારી મદદ કરી શકે છે. એના માટે ગુરુ પુષ્ય યોગ, શુકલ પક્ષ અને બુધવારે ગણેશ ભગવાનના મંદિરમાં કંકુનું દાન કરી દો. તેનાથી તમારી બુદ્ધીનો વિકાસ ઝડપથી થશે અને પરીક્ષામાં તમને સફળતા પણ મળશે.

ભારતીય સંસ્કૃતિમાં ચોખાને દેવતાઓનો પ્રિય ભોગ માનવામાં આવ્યો છે. હિંદૂ ધર્મમાં ચોખાનું વધારે મહત્વ માનવામાં આવ્યું છે. તેથી જ દરેક પૂજામાં ચોખાનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈપણ પૂજા, યજ્ઞ, અનુષ્ઠાન ચોખા વિના પૂરા નથી થતાં. આ ઉપરાંત ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે વ્યક્તિના કપાળે કંકુનો ચાંલ્લો કરી તેના પર પણ ચોખા લગાવવામાં આવે છે. પૂજા-પાઠ ઉપરાંત ચોખાનો ઉપયોગ તંત્ર-મંત્રમાં પણ કરવામાં આવે છે.તંત્રશાસ્ત્રના આ ટોટકા ચોખાના ઉપયોગના કારણે અત્યંત પ્રભાવશાળી બની જાય છે અને જેની અસર પણ તુરંત જોવા મળે છે. જીવનમાં ધનની સમસ્યા, પરિવારમાં ક્લેશ બધુ જ ગણતરીના દિવસોમાં દૂર થઈ જાય છે. તો જાણી લો આ ચમત્કારી ટોટકા વિશે આજે તમે પણ.

સોમવારે સવારે સ્નાનાદિ કર્મ કરી શિવલિંગની પૂજા કરવા જવું. આ પૂજા માટે એક કિલો ચોખા સાથે લઈ જવા. શિવલિંગની પૂજા કર્યા પછી તેના પર એક મુઠ્ઠી ભરીને ચોખા ચઢાવી દેવા અને બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા. આ પ્રયોગ સતત 5 સોમવાર સુધી કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.શત્રુબાધા દૂર કરવા માટે આખા અડદના 38 દાણા અને ચોખાના 40 દાણા લઈ ઘરના આંગણાની જમીનમાં ખાડો કરી તેમાં દબાવી દેવા અને તેના પર એક લીંબુ નીચોવી દેવું. લીંબુ નીચોવતી વખતે શત્રુના નામનું સ્મરણ કરવું.

પાકીટમાં મુકો ચોખાજો કોઈ વ્યક્તિ પાસે પૈસા આવે છે અને રોકાતા નથી, તો તમે જ્યોતિષ દ્વારા જણાવેલ ચોખાનો આ ઉપાય અપનાવી શકો છો. એના માટે તમે કોઈ પણ મુહૂર્તમાં અથવા અક્ષય તૃતીયા પૂનમ અથવા દિવાળી જેવા શુભ મુહૂર્તમાં સવારના સમયે જલ્દી ઉઠીને જરૂરી કામ પુરા કરીને એક સ્વચ્છ લાલ રેશમી કપડું લો. એ લાલ કપડાંમાં ચોખાના 21 દાણા રાખો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે 21 દાણા માંથી એક પણ દાણો તૂટેલો હોવો જોઈએ નહિ. હવે એને લાલ કપડામાં બાંધી દો.

ત્યારબાદ એને લઈને ધનની દેવી લક્ષ્મી માતાની વિધિ વિધાન સાથે પૂજા કરો. ત્યારબાદ એ પૂજામાં આ લાલ કપડાંમાં બાંધેલા ચોખાને અર્પિત કરો. ત્યારબાદ લાલ કપડાંમાં બાંધેલા આ ચોખા પોતાના એ પાકીટમાં મુકો જેનો તમે પૈસા મુકવા માટે ઉપયોગ કરો છો. ચોખાને એમાં છુપાડીને મૂકી દો. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમારા જીવન માંથી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે.

કોઈપણ શુક્રવારે રાત્રે 10 કલાકે ઘરના એકાંતવાળા સ્થાન પર બેસી એક બાજોઠ પર એક કળશ રાખવો. આ કળશ પર કેસરથી સાથિયો બનાવવો અને તેમાં દૂર્વા, ચોખા અને એક રૂપિયાનો સિક્કો પધરાવવા. આ ચોખા ભરેલા કળશ પર શ્રીયંત્રની સ્થાપના કરવી અને તેની સામે ચાર વાટનો દિવો કરવો. દિવો કર્યા પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરવું અને લક્ષ્મી મંત્રની એક માળા કરવી. મનોકામના પૂર્ણ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.ધનપ્રાપ્તિ માટે આ અચૂક ઉપાય પણ અમલમાં તમે મુકી શકો છો. તેના માટે કોઈપણ માસની શુક્લપક્ષની ચોથની તિથી પર ચાંદીની એક વાટકીમાં ગાયનું દૂધ લઈ તેમાં ખાંડ અનેબાફેલા ચોખા ઉમેરી ચંદ્રોદય થતાં ચંદ્રને તે ભોગ ધરાવવો. ચોથથી શરૂ કરી આ કાર્ય 45 દિવસ સુધી કરવું. 45 દિવસ પછી એક કન્યાને ભોજન કરાવી તેને ઉપહાર આપવા.

જો કોઈ વ્યક્તિ ને નોકરી મળવામાં પરેશાની થઇ રહી છે અથવા પછી તમને પોતાના કાર્યક્ષેત્ર માં બહુ બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તો તેના માટે તમે કેટલાક દિવસો સુધી મીઠા ચોખા કાગડા ને ખવડાવો આ ઉપાય અપનાવવાથી તમારી સમસ્યાઓ નું જલ્દી જ સમાધાન થઇ જશે.ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે કારણ કે અક્ષતનો અર્થ થાય છે કે જે તૂટેલો નથી. અખંડિતતાની ગેરહાજરીમાં કોઈપણ પૂજા અધૂરી છે. પૂજા કરતી વખતે ગુલાલ, હળદર, અબીલ અને કુંકુમ બાદ અખંડ પ્રસાદ આપવાનો કાયદો છે. પૂજામાં અક્ષત ચઢાવવાનો હેતુ છે કે આપણી પૂજા અક્ષતની જેમ પૂર્ણ છે. ચોખા આપતી વખતે સાવચેતી રાખો કે ચોખા તૂટે નહીં. ચોખા સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોવા જોઈએ. જે શુભતાનો સંકેત આપે છે.

પૂજામાં ચોખા અર્પણ કરીને આ મંત્રનો જાપ કરો-अक्षताश्च सुरश्रेष्ठ कुङ्कमाक्ता: सुशोभिता:।मया निवेदिता भक्त्या: गृहाण परमेश्वर॥કુંકુમના રંગથી સજ્જ આ અક્ષત તમને સમર્પિત છે, કૃપા કરીને તેને સ્વીકારો. લાગણી એ છે કે ચોખાને ખોરાકમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેને દેવાન્ન પણ કહેવામાં આવે છે, જેનો અર્થ દેવતાઓનો પ્રિય ખોરાક છે. તેથી, તે તમને સુગંધિત દ્રવ્યના કુંકુમથી સમર્પિત છે. આ સ્વીકારો અને ભકતોની ભાવના સ્વીકારો.

About bhai bhai

Check Also

શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ એક મહિનામાં ફક્ત ત્રણ વખતજ આ ઉપાય કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ આપે છે અઢળક ધન.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વ્યકિતના જીવનમાં સુખ-દુ:ખનું આવવું જવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *