ગરીબોની મદદ માટે અડધી રાતે પણ ઊભા રહેનાર ખજૂર ભાઈ આવા ભવ્ય આલીશાન ઘરમાં રહે છે, તેઓના ઘરના તસવીર જોઈને…

0
184

સૌના પ્રિય એવા ખજૂરભાઈને તો તમે જાણતા જ હશો… તેઓના કોમેડી વિડીયો જોઈને હર કોઈના ચહેરા પર ખુશી આવી જાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો તેમના વીડિયો ખૂબ જ આનંદથી જુએ છે. આ ઉપરાંત લોકો તેમને ખૂબ જ પ્રેમ પણ આપી રહ્યાં છે.

કોમેડી વિડીયો ની સાથે સાથે ખજૂર ભાઈ હકીકતમાં પણ લોકોના દિલ જીતી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, દેશમાં આવેલા વાવાઝોડા બાદ ઘણા લોકોના ઘર પડી ગયા હતા અને લોકોને અવનવી મુશ્કેલીઓ સહેવાનો વારો આવ્યો હતો. લોકોની આ ગંભીર પરિસ્થિતિ જોતા ખજૂરભાઈ પણ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા.

વાવાઝોડા દરમ્યાન ઘણા લોકો બેઘર બન્યા હતા, જેઓને નવા ઘર બનાવીને આપનાર ખજૂરભાઈએ માનવતાનું જળહળતું ઉદાહરણ સમાજ સામે પ્રસ્તુત કર્યું છે.હાલ, કોમેડી વિડીયો ની સાથે સાથે તેઓ સમાજસેવાનું કામ કરી રહ્યા છે. ખજુરભાઈએ ઘણા લોકોને તેમના ઘર બનાવીને આશરો પુરો પાડ્યો છે

, ત્યારે તેમના ઘરની વાત કરીએ તો તેમનું ઘર બારડોલી માં આવેલું છે… ખજૂર ભાઈનુ ઘર ખૂબ જ આલિશાન અને મોટું છે. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે, તેઓએ ત્રણવાર આ ઘરનું રિનોવેશન પણ કરાવ્યું છે.તેમના ઘર આગળ એક મોટો પીપળો છે,

જે રીનોવેશન દરમિયાન મજૂરો દ્વારા કાઢવામાં આવતો હતો પરંતુ ખજુરભાઈના પિતાએ તેને રહેવા દીધો હતો. આ પીપળો ખૂબ જ વિશાળ અને સુંદર છે. જેથી તેમનું ઘર કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું હોવાથી બધા કરતા અલગ જ તરી આવે છે.ગરીબોના મસીહા કહેવાતા ખજૂર ભાઈને ગુજરાતના સોનુ સુદ તરીકેનો ટેગ પણ આપવામાં આવ્યો છે. પોતાના ઉમદા કાર્યોના કારણે તેઓ લોકોના પ્રિય બન્યાં છે અને લોકો તેમના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.