ખજુરભાઈ આપણા ગુજરાતના પ્રખ્યાત યુવા સામાજિક કાર્યકર છે. ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની નીતિનભાઈ જાની તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે ગુજરાતના ગામડે ગામડે જઈને ખૂણે ખૂણે રહેતા ગરીબોને મદદ કરે છે.
તાજેતરમાં ગોંડલમાં નવ વિકલાંગ બાળકોના માતા-પિતા માટે એક ઘર બનાવવામાં આવ્યું હતું.એક મહિના પહેલા ખજુરભાઈએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની સગાઈની તસવીરો શેર કરીને સૌને ચોંકાવી દીધા હતા.
ખજુર ભાઈએ તેમની મંગેતર મીનાક્ષી દવે સાથે સગાઈ કરી લીધી કે તરત જ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી, લોકો અને ચાહકો તેમને અભિનંદન આપી રહ્યા હતા.
સગાઈ બાદ ખજુરભાઈ અને મીનાક્ષી દવે બંને એકદમ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે.હાલમાં ખજુરભાઈ અને તેની મંગેતર મીનાક્ષી દવેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ખજુરભાઈ તેની મંગેતર મીનાક્ષી દવે સાથે બીચ કાર રાઈડનો આનંદ માણી રહ્યા છે. ખજુરભાઈ અને મીનાક્ષી દવેની સાથે ખજુરભાઈના ભાઈઓ પણ જોવા મળે છે. ખજૂરભાઈનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
પરંતુ ખજુર ભાઈ અને તેની મંગેતર મીનાક્ષી દવેનો આ વીડિયો શૂટિંગનો વીડિયો છે કે ટ્રિપનો વીડિયો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
પરંતુ લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. બંને બીચ પર સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. ખજુરભાઈ આજે ગુજરાત અને ભારતમાં પણ લોકપ્રિય છે. ખજુરભાઈ ગરીબોની સેવામાં હંમેશા આગળ રહે છે.
મીનાક્ષી દવેના અભ્યાસની વાત કરીએ તો તેમણે બેચરલ ઑફ ફાર્મસી કરેલું છે. મીનાક્ષીબેન ચોથા ધોરણથી હોસ્ટેલમાં રહેવા જતાં રહ્યાં હતાં.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.