સલામ છે આ ગુજરાતીને,ખજૂરભાઈએ મૃત્યુ પામેલા ભાઈની ઈચ્છા પૂર્ણ કરવા આ બહેનની કરી એવી મદદ કે જાણીને તમારી છાતી પણ ગર્વથી ગજગજ ફૂલી ઉઠશે

0
123

ગરીબ પરિવારની મદદે પહોંચનાર ગુજરાત નો સાચો હીરો નીતિન જાની એટલે કે ખજૂર ભાઈ નું નામ પુરા સન્માન થી દરેક ગુજરાતીઓના મોઢા પર આવી ગયેલું છે. નીતિન જાની અત્યાર સુધી ઘણા લોકોની આર્થિક મદદ કરીને માનવતાનું સાચું અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પહેલા નીતિન જાની એ 161 જેટલા વાવાઝોડામાં પડી ગયેલા નવા ઘર બનાવ્યા હતા અને હાલમાં ફરી એવા લોકો જેમની આગળ પાછળ કોઈ નથી એવા 20 જેટલા વૃદ્ધો ને નવા ઘર બનાવી આપી ને સાચી સેવાનું કામ કરી રહ્યા છે.હાલમાં ખજૂર ભાઈ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો નું ભવિષ્ય સુધરે તે માટે અને તે દિશામાં કામ કરી રહ્યા છે.

ખજૂરભાઈ થોડાક દિવસ પહેલા બાળકોના યુનિફોર્મ વ્યવસ્થા ધરમપુરથી કરી હતી અને ચંપલની વ્યવસ્થા વલસાડ શહેરમાંથી કરી આપી હતી. ખજૂરભાઈ દરેક ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ડોમિનોઝ પિઝા પણ ખવડાવવા માટે નીકળ્યા હતા. ખજૂરભાઈ દરેક બાળકોને પીઝા ખવડાવ્યા તો દરેક બાળકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા.

ખજૂર ભાઈ એક બહેન ને મશીન આપીને તેઓ માટે નવી રોજગારીની તકો ઉભી કરી છે. હાલમાં વાત કરવાના છીએ ગીતાબેન ની જેઓ નવ ભાઈ બહેનો છે અને આ બેન ના મોટાભાઈની એવી ઇચ્છા હતી કે મારી બધી બેનો મશીન ચલાવતા શીખે

પણ કદાચ ભગવાનને મંજૂર નહીં હોય એટલા માટે ભગવાને તેમના મોટા ભાઈને તેમની પાસે બોલાવી લીધા. ખજૂર ભાઈ તેમના ભાઈ બનીને આ બહેનને મશીન આપીને ખૂબ સારી એવી મદદ કરી છે. તેમના બંને પુત્ર જ્યાં સુધી ભણે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ પણ ખજૂરભાઈએ ઉપાડી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.