ગરીબોના મસીહા કહેવાતા ખજુરભાઈએ પોતાની ટિમ ના બે ગઢા દાદાઓને દુબઇ માં પહેરાવ્યો સૂટ,બને દાદાઓને આ લુકમાં જોઈને…

0
98

જીગલી ખજૂરના નામથી ફેમસ થયેલા એવા નીતિન જાની આજે લોકોની મદદે આવ્યા છે. તેઓએ તમામ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટેની ઝુંબેશ ઉપાડી છે. ત્યારે ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેટલાય લોકો અસહાય બન્યા હતા અને બેઘર બન્યા હતા. ત્યારે આવા તમામ લોકોને નવા ઘર બનાવી આપ્યા હતા એવા નીતિન જાની આજે લોકોના ખૂબ જ પ્રિય થયા છે.

આજે સૌ કોઈ નીતિન જાની પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને આશીર્વાદ આપી રહ્યા છે.ગરીબોના મસીહા કહેવાતા ખજૂર ભાઈ બધી જ રીતે લોકોને મદદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હમણાં જ તેઓએ 200 ઘર બનાવી આપવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. જેની ખુશીમાં તેઓ પોતાની ટીમને દુબઈના પ્રવાસે લઇ ગયા છે.

જે પણ લોકોએ તેમના આ ટાર્ગેટ પૂર્ણ કરવામાં મદદ કરી હતી તે તમામ લોકોને આજે ખજૂરભાઈ દુબઈનો પ્રવાસ કરાવી રહ્યા છે ત્યારે દુબઈના પ્રવાસ અંગે તેઓ તેમની ટીમ વિશે જાણકારી મેળવી રહ્યા છે. અને તેઓનો આ અનુભવ કેવો છે તે અંગે વીડિયો બનાવી રહ્યા છે.

ખજૂર ભાઈ એક-એક મોમેન્ટ ના વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ તેમની ટીમ માં રહેલા સોમાકાકા અને ભીખાકાકા ને આજે એક નવો જ લુક આપ્યો છે. જે ભીખા કાકાએ પોતાના જીવનમાં ક્યારેય પેન્ટ પણ નથી પહેર્યું તેઓની shoot પહેરાવીને તૈયાર કરી દીધા છે.

આ ઉપરાંત ગોગલ પણ પહેરાવ્યા છે જેથી એ પણ માનવું મુશ્કેલ બન્યું છે કે શું ખરેખર આ ભીખાકાકા છે ખરા! સોમાકાકા અને ભીખાકાકા નો આ નવો લુક જોઈને કોઈ પણ તેને ઓળખી શકતા નથી. આ અંગે ના વિડીયો પણ ખજૂર ભાઈ એ શેર કર્યા છે અને તેમના ફેન્સ દ્વારા તે ખૂબ જ લાઇક કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત દુબઈના પ્રવાસે ગયેલા ખજૂરભાઈ એ youtube માં પણ ચાર વિડીયો અપલોડ કર્યા છે. જેમાં તે દુબઈની પલ પલ ની માહિતી આપી રહ્યા છે. તેમના આ વિડીયો થી જાણે તેમના ફેન્સ પણ તેમની સાથે દુબઈમાં ફરી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. તેઓએ પોતાની youtube ચેનલ પર આ વીડિયો શેર કર્યા છે આ ઉપરાંત ખજુરભાઈની આ સરાહનીય કામગીરીથી તેઓએ મસમોટી લોકચાહના ઊભી કરી છે.

આ ઉપરાંત તેમની ટીમ દુબઈમાં બુજ ખલીફા અને અન્ય પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ રહી છે. પોતાની ટીમને દુબઈના પ્રવાસે લઇ જતા તેઓને જાણે સપનામાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ આ પ્રવાસ બાબતે ખજૂર ભાઈ નો ખુબ જ આભાર પ્રગટ કરી રહ્યા છે. તેઓ આ પ્રવાસથી ખૂબ જ ખુશ છે અને ખજૂર ભાઈ પણ પોતાની ટીમ સાથે દુબઈમાં ખૂબ જ આનંદ કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.