Breaking News

ખરાબ ટેવોનો ભંડાર છે બોલિવૂડનાં આ સ્ટાર્સ,એકને તો 24 કલાક જોઈએ છે સિગરેટ.

ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ તેમના અભિનય અને વૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતા છે. તેઓ હંમેશા આધુનિક ફેશનને અનુસરે છે, તેથી તેમના ચાહકો પણ ઘણીવાર તેમની નકલ કરવાનું પસંદ કરે છે. પંરતુ આવામાં ઘણા સિતારાઓ અજાણતાં કેટલીક ભૂલો કરી દે છે અથવા ખરાબ ટેવોનો શિકાર બને છે. આવામાં તેમની ખરાબ આદતો લોકો સમક્ષ તેમની વૈભવી લાઇફસ્ટાઇલ ને લીધે ઢંકાઈ જાય છે. પરંતુ જો જોવામાં આવે તો ફિલ્મ સ્ટાર્સ પણ સામાન્ય માનવીઓ જ છે.બોલીવુડના સ્ટાર્સને જેવી રીતે મુવીઝમાં બતાવવામાં આવે છે જેનાથી ઉલટા તેઓ રિયલ લાઇફમાં હોય છે. બધા લોકોની અમુક ટેવો હોય છે કોઈક સારી તો કોઈક ખરાબ. કેટલાક સ્ટાર્સ પોતાની ખરાબ આદતોને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. અમુક વાર પોતાની આ ખરાબ હેબિટને કારણકે ડાયરેક્ટર ને પણ મુસીબત થતી હોય છે. તો ચાલો જાણીએ તમારા ફેવરીટ સ્ટાર્સની કઈ-કઈ ખરાબ આદતો છે…

શાહરૂખ ખાનશાહરૂખને સિગારેટ પીવાની ટેવ છે એ તો બધા જ જાણે છે પણ તેમની એક વધુ બેડ આદત છે જેને કદાચ તેમના ફેન નથી જણતા હોય. હંમેશાં સુટમાં ટીપટોપ રહેતા શાહરૂખને પોતાના બુટને ત્રણ ચાર દિવસ સુધી ન ઉતારવાની બેડ આદત છે.

કરીના કપૂરબોલીવુડની બેબો અને સૈફ અલી ખાન ની પત્ની કરીના કપૂર ને નખ ચાવવાની ટેવ છે. આ ખરાબ ટેવને છોડવા કરીનાએ ધણી મહેનત કરી છતા તે આ હેબિટને છોડી શકી.નથી. કરીના કપૂરની આ ટેવને કારણે પણ તેના લાખો પ્રશંસક તેને ચાહે છે.દીપિકા પાદુકોદીપિકા પાદુકોણને ખરાબ ઘર રાખવું જરા પણ પસંદ નથી. તે પોતાનું ઘર તો સાફ રાખે જ છે સાથે સાથે તે જયારે પોતાના ફ્રેન્ડસના ઘરે જાય તો તેનું ઘર ગંદુ હોય તો તેને જાતે જ સાફ કરવા માંડે છે.

અમિતાબ બચ્ચનબોલિવૂડના મેગાસ્ટાર અમિતાબ બચ્ચન ને બે ઘડિયાળ પહેરવાની આદત છે. જયારે પણ તેમની ફેમિલી માંથી કોઈ ઇન્ડિયાની બહાર જાય તો એક ઘડિયાળ તે સમયના અંદાજે રાખે છે. પોતાની એક જગ્યાનો ટાઈમ જોવા માટે તેઓ બે ઘડિયાળ પહેરે છે.

સુષ્મિતા સેનસુષ્મિતા સેન 40 વર્ષની વય પસાર કરી ચૂકી છે તેમ છતાં આજે પણ તેની સુંદરતા કોઈથી ઓછી નથી. લુકમાં તે ઘણી યુવા અભિનેત્રીઓને ટક્કર આપતી રહે છે. તેની ખરાબ આદત વિશે બહુ ઓછા લોકો જાણે છે. ખરેખર, સુસ્મિતાને બાથરૂમમાં નહાવાનું પસંદ નથી, તે હંમેશા ખુલ્લા છત નીચે સ્નાન કરવાનું પસંદ કરે છે.

વિદ્યા બાલનવિદ્યા બાલન જેટલી સુંદર છે તેટલી જ મહેનતી પણ છે. બોલીવુડમાં એન્ટરટેઇનમેન્ટની મહારાણી વિદ્યાને મોબાઇલ સાથે સખત નફરત છે. તે પોતાના મોબાઇલને કેટલાય દિવસો સુધી ચેક પણ નથી કરતી. આ ઉપરાંત તેને ગંદકી સહેજ પણ પસંદ નથી. પોતાના ઘરથી લઇને વેનિટી વેન સુધીની બધી વસ્તુઓ વિદ્યા ને સાફ જ જોઈએ. પોતાની ખરાબ આદતને કારણે પણ વિદ્યા પોતાના ફ્રેન્ડસના દિલમાં રાજ કરે છે.

જીતેન્દ્રએક સમયે અભિનેતા જીતેન્દ્રનો સિક્કો આખા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ચાલતો હતો. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આટલો મોટો સ્ટાર હોવા છતાં જીતેન્દ્રની ગંદી આદત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીતેન્દ્ર પપૈયા ખાવા માટે વારંવાર ટોઇલેટમાં અથવા બાથરૂમમાં જાય છે, જે ખરેખર આશ્ચર્યજનક છે.

અજય દેવગણઅજયને ખરાબ અને દુર્ગંધ વાળી આંગળીઓથી નફરત છે. ઉપરાંત તેને ખાવાની ગંઘ જો આંગળીમાં આવતી હોય તો પણ તેને તે પસંદ નથી. તેથી તેઓ કાંટા વાળી ચમચી અને છરીની મદદથી રોટલી ખાય છે.શાહિદ કપૂરશાહિદ કપૂરને કોફી પીવાની ખરાબ ટેવ છે. ફક્ત આટલું જ નહિ કોફી પ્રત્યે તેમની દીવાનગી એવી છવાયેલ છે કે તે એક દિવસમાં ૭ થી ૮ કપ કોફી પી જાય છે.

જોન અબ્રાહમબોલીવુડનો હષ્ટ પુષ્ટ એક્ટર જોન અબ્રાહમ ને આમ તો ડાન્સ કરવામાં કોઈ ખાસ રસ નથી પણ તેમને પગ હલાવવાની આદત પડેલ છે. તેમની આ ખરાબ આદતને તેમની ફેમીલી અને ફ્રેન્ડસ પણ પસંદ નથી કરતા. જોનની આ બેડ હેબિટને કારણકે પણ કરોડો ગર્લ્સ તેમની દિવાની છે.

રાની મુખર્જી.બૉલીવુડની ક્વિન અને રાણી એ ફિલ્મ નો વન કિલ્ડ જેસિકામાં એક બિન્દાસ્ત રિપોર્ટરનો રોલ કર્યો હતો અને આ ફિલ્મમાં ઘણાં સીન્સમાં તેઓ સિગરેટ પીતાં નજરે ચડ્યા હતાં .રાની મુખર્જીને સિગારેટ પીવાની ખરાબ આદત છે. એના દિવસની શરૂઆત સિગારેટથી જ થાય છે. સિગારેટ વગર એનો દિવસ મુશ્કેલ થઈ પડે છે. આ આદતને કારણે પરિવારે તેણીને ઘણીવાર સમજાવી છે, એમ છતાં તેણી સિગારેટ છોડી શકી નથી.

કંગના રનાવત.મધુર ભંડારકરની સ્ત્રી-પ્રધાન ફિલ્મ ફેશનમાં કંગના રાણાવતને ઘણી વાર સિગરેટ પીતા દર્શાવાઈ હતીકંગનાએ પોતાની ઘણી ફિલ્મોમાં સિગારેટ પીવાની એક્ટિંગ કરી છે. પરંતુ આ વાત ફક્ત એક્ટિંગ પૂરતી મર્યાદિત નથી. રિયલ લાઈફમાં પણ કંગના ચેન સ્મોકર છે. કંગનાનું કહેવું છે કે, સિગારેટ પીવી એ એમની પર્સનલ ચોઈસ છે. જણાવી દઈએ કે હાલમાં કંગના ‘મણિકર્ણીકા’ અને ‘મેન્ટલ હૈ ક્યાં’ જેવી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

મનીષા કોઈરાલા.ઓવેરિયન કેન્સરને માત આપનાર મનીષા કોઈરાલાને સિગારેટ અને દારૂની ખૂબ જ ખરાબ આદત છે. મનિષા પણ એક ચેન સ્મોકર હતી. પરંતુ કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવ્યા બાદ હવે મનીષાએ આ બધી વસ્તુઓ છોડી દીધી છે. હવે તેણી એક હેલ્ધી જીવન જીવવા માંગે છે. તમને જણાવી દઈએ કે મનીષાએ ‘અગ્નિ સાક્ષી’, ‘મન’, ‘બોમ્બે’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘ગુપ્ત’, ‘કચ્ચે ધાગે’ વગેરે જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. છેલ્લે તેણીએ ફિલ્મ ‘સંજુ’માં સંજય દત્તની માતાનો રોલ કર્યો હતો.

અમીષા પટેલ.હિટ ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ થી પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી અમીષા પટેલ પણ સિગારેટ પીવે છે. તેણી પણ ઘણી જગ્યાએ ધુમ્રપાન કરતા દેખાય છે. જણાવી દઈએ કે આજકાલ તેણી ફિલ્મોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. હમણાં છેલ્લે તેણી સની દેઓલ અને અરશદ વારસી સાથે ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ માં જોવા મળી હતી.

સોનાલી રાઉત.ફિલ્મ ‘ધી એક્સપોઝ’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને બિગ બોસ સિઝન-8 માં કામ કરનાર સોનાલી રાઉત પણ સિગારેટની બંધાણી છે. કેમેરા સામે અને દર્શકો વચ્ચે તેણીએ આ વાતનો સ્વીકાર પણ કર્યો છે.કરિશ્મા તન્નકરિશ્મા તન્ના બિગ બોસ – 8 ની એક મશહૂર સ્પર્ધક રહી ચુકી છે. કરિશ્મા પાસે હંમેશા સિગારેટનું પેકેટ રહે છે. તેણીને પણ સિગારેટ પીવાની ખૂબ જ ખરાબ આદત છે. કરિશ્મા ‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’ નામની સિરિયલ તેમજ ફિલ્મ ‘ગ્રાંડ મસ્તી’ અને ‘સંજુ’ માં મહત્વની ભૂમિકા ભજવી ચુકી છે.

તનીષા મુખર્જી અને માતા તનૂજા.ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જુના જમાનાની મશહૂર અદાકારા તનુજા અને એની દિકરી તનીષાને સિગારેટ પીવાની લત છે. મા-દિકરી બન્ને ઘણી વખત સિગારેટ પીતા જોવા મળી છે. તનીષા તણાવમાં હોય ત્યારે વધારે સિગારેટ પીવે છે. તનીષા મુખર્જી પ્રખ્યાત એક્ટ્રેસ કાજોલની બહેન છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *