Breaking News

ખુબજ સુંદર પુત્રવધુ મળે છે આ રાશિ વાળી સાસુઓને,દરેક વાત માને તેવી સંસ્કારી હોય છે…….

લગ્ન એક એવું પવિત્ર બંધન છે જેમાં જોડાયા પછી બધું જ બદલાઈ જતું હોય છે.છોકરીએ તેનું ઘર તેના માતાપિતાને છોડીને બીજા નવા ઘરે જવું પડે છે એવામાં ત્યાં નવા લોકો નવા સંબંધો બધું જ છોકરી માટે નવું હોઈ છે.દરેક પતિ ઇચ્છતો હોઈ છે કે તેની પત્ની સુંદર હોઈ સંસ્કારી હોઈ અને દરેક માંનું પણ સપનું હોય છે કે તે પોતાના પુત્ર માટે એકદમ ચાંદ જેવી વહુ ઘરે લાવે. તેથી જયારે તેનો છોકરો જુવાનની હદ પર પગ મુકે છે અને કમાવવા લાગે છે તો માં વહુની શોધ શરુ કરી દે છે. આમ તો સુંદરતાથી વધારે માણસની અંદરના ગુણ મહત્વ ધરાવે છે. પરંતુ એક માંનું દિલ હોવાના કારણે પહેલો પ્રયત્ન એ જ રહે છે કે તે પોતાના પુત્ર માટે એક સુંદર પત્ની જ પસંદ કરે. આ આશા સાથે તે ઘણી જગ્યાએ ભટકે છે. માન્યું કે સારી બહુ મળવી કે ન મળવી તે બધું યોગ સંયોગની વાત હોય છે.

દરેક પરિવારમાં દીકરાને પરણાવી વહુ ઘરે લાવવાની સૌથી વધુ ખુશી એક માતાને જ હોય છે, પરંતુ નવી વહુ આવ્યા પછી દીકરાને વહુને સોંપવાનો હોય છે જે ભાગ્યે જ બનતું હોય છે. નવી વહુ પણ પોતાનો પરિવાર છોડી તમારા પરિવારમાં આવી છે. એક સાસુથી વધારે આ વાત બીજું કોઈ ના સમજી શકે. તે પણ એક વાર પોતાનું પિયર છોડીને સાસરે આવી હતી. તેના મનમાં ઘણી મૂંઝવણ, સવાલ, ડર અને સપનાં હતાં. તો તે જ પરિસ્થિતિમાં આજે તેની વહુ હોય તો તેના માટે સમજવું ખૂબ જ સરળ છે, પરંતુ શું ખરેખર આવું થાય છે? તકલીફની શરૂઆત જ ત્યાંથી થાય છે.

પછી દીકરાના વર્તનમાં આવતો સહજ અને સ્વાભાવિક બદલાવ પણ મોટો લાગે છે. તે તેની પત્ની તરફની થોડી ફરજ બજાવે ત્યારે માતાને દીકરો દૂર થતો જણાય છે, પરંતુ હકીકતમાં દીકરા માટે બંને સ્ત્રી ખાસ જ હોય છે. એક સ્ત્રી જેણે તેને જન્મ આપ્યો છે અને બીજી સ્ત્રી જેણે જીવનભર સાથે રહેવા માટે જન્મ લીધો છે. તો તેના માટે બંનેનું મહત્ત્વ હોય જ, પરંતુ જ્યારે દીકરા સામે આ સવાલ આવે કે ખાસ કોણ? ત્યારે દીકરા માટે જવાબ આપવો ધર્મસંકટ બની જાય છે.

આપણે બધા જાણીએ છીએ કે પુત્રની સૌથી વધારે ચિંતા માતાને જ હોય છે. પુત્રની દરેક બાબતમાં માટે ખુબ જ સારસંભાળ લેતી હોય છે.પછી ભલે પુત્ર નાનો હોય કે મોટો હોય પરંતુ માતાને તેની ચિંતા હંમેશા રહેતી જ હોય છે અને તેની સારસંભાળ લેવાનું છોડતી નથી.આ સાથે જ માતા તેના પુત્રને ક્યા સમયે શું જોઈએ છે તે પણ ધ્યાનમાં રાખતી હોય છે. તેથી જ જ્યારે પુત્ર યુવાન થઈ જાય છે અને તેના લગ્ન કરવાની ઉંમર થઈ જાય છે ત્યારે તેની માતા તેને લાયક સુંદર અને ગુણવાન પત્નિ શોધવાનું શરૂ કરી દે છે.

તો મિત્રો આજે અમે માતાની આ ચિંતાને હળવી કરવા માટે એક એવી માહિતી જણાવીશું કે જેને જાણ્યા બાદ માતાઓએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે એવા ત્રણ અક્ષર જણાવવા જઈ રહ્યા છીએ. તે અક્ષરથી શરૂ થતા નામ વાળી સાસુઓને મળે છે દુનિયાની સૌથી સુંદર વહુ.દરેકની કિસ્મત અને જોડી ઉપરથી લખાઈને આવે છે. ખાસ કરીને કે તમારી રાશી, નામ અને તેના સંબંધિત ગૃહ નક્ષત્ર તે નક્કી કરે છે કે તમને શું મળશે અને શું નહી મળે. તે વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને કેટલાક એવા સાસુના નામ જણાવવા જઈ રહ્યા છીએ. જેને પોતાના ઘરે એક ચાંદ જેવી સુંદર બહુ મળે છે.

B નામ વાળી સાસુ :-આ નામની સાસુના ઘરે જે પણ વહુ આવે છે તેની સુંદરતા કમાલની હોય છે. માત્ર સુંદરતા જ નહિ પરંતુ તેની વહુની વાતચીતનો અંદાજ, અદાઓ પણ ખુબ આકર્ષક હોય છે. તેનો અર્થ એ છે કે તેમના ઘરની વહુને જોઇને બીજા ઘરના લોકો બળવા માંડે છે અને વિચારે છે કે જો અમને પણ એવી કોઈ વહુ મળી શકે. તે નામની સાસુ અને તેમનો પુત્ર ઘણા ભાગ્યશાળી હોય છે કે તેમને આટલી સુંદર વહુ મળી છે. એવામાં તે લોકોને પણ પોતાના ઘરની વહુને રાણીની જેમ માન સન્માન અને પ્રેમથી રાખવી જોઈએ.આવી સાસુની વહુ સુંદર હોવાની સાથે વાતચીત કરવામાં, હાવભાવમાં અને ચાલચલણમાં પણ આકર્ષક હોય છે. તેથી આ અક્ષર ધરાવતી સાસુ ખુબ જ ભાગ્યશાળી હોય છે કે તેમને અતિ સુંદર વહુ મળે છે અને આ નામ વાળી સાસુને તેની વહુ ખુબ જ ખ્યાલ રાખે છે. એટલા માટે તેની સાસુએ પણ તેની કદર કરવી જોઈએ અને માન-સન્માન આપવું જરૂરી છે.

H નામ વાળી સાસુ :-આ નામની સાસુના ઘરે આવતી વહુ બ્યુટી વિથ બ્રેઈન હોય છે. એટલે કે તેનામાં સુંદરતાની સાથે મગજ પણ ઘણું તેજ હોય છે. તેમની વહુ ઘણી સમજદાર અને ઇન્ટેલીજેન્ટ હોય છે. તે બીજાના અભિપ્રાયનું સન્માન કરે છે. તેનો વ્યવહાર બધા પ્રત્યે વિનમ્ર હોય છે. તેમના આ ગુણના લીધે ઘરમાં ક્યારેય લડાઈ ઝગડા નથી થતા. તેમને સુંદર અને શુશીલ વહુ મળવી તે યોગ સંયોગની જ રમત છે. તેમની નિયતિમાં આ જ લખ્યું હોય છે. તેમની વહુના ઘરમાં આવતા જ ખુશીઓ બે ગણી થઇ જાય છે.આ અક્ષર ધરાવતી સાસુની વહુ દરેકની સલાહનું માન રાખે છે. તેથી જ તેની વહુનો સ્વભાવ વિનમ્ર પૂર્વકનો હોય છે. આમ તેની વહુ આવી ખુબીઓ ધરાવતી હોવાથી ઘરમાં વાદ-વિવાદ અને ઝઘડાઓ થતા નથી.

K નામ વાળી સાસુ.આ નામની સાસુની વહુ બહારથી જેટલી સુંદર હોય છે અંદરથી પણ એટલી જ ખુલ્લા મનની હોય છે. આ ક્યારેય કોઈનાથી ખોટું બોલતી નથી. તેના મનમાં જે પણ હોય છે તે મોઢા પર કહેવું પસંદ કરે છે . તેને લોકોની પીઠ પાછળ બોલવું પસંદ નથી હોતું. તેમનું દિલ ચોખ્ખું અને વિશાળ હોય છે. તે દાન ધર્મ અને દયામાં માને છે. તે ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતી. તેમના ઘરે આવવાથી અમન અને શાંતિ વધે છે. તેમના ઘર વાળાઓને પણ ઘણું બધું શીખવા મળે છે થાય. સાસુ શબ્દ જ બદનામ છે. જ્યારે કોઈ દીકરી સાસરેથી પહેલી વાર પિયર જાય ત્યારે દરેકનો એક જ સવાલ હોય છે તારાં સાસુ કેવાં છે?

સાસુ ખરા અર્થમાં દીકરો સુખી જીવન જીવે એવું ઇચ્છતી હોય તો તેના દીકરાના લગ્ન પછી સૌ પ્રથ તેણે પોતાના વિચાર, વ્યવહાર અને લાગણીઓ પર નિયંત્રણ લાવવું જરૂરી થઇ જાય છે. લગ્ન કરી આવનાર વહુ માટે સાસરિયાના દરેક સંબંધ નવા હોય છે. જ્યારે પૂરા પરિવાર માટે વહુ એક પાત્ર નવું હોય છે. સ્વાભાવિક છે. એક વ્યક્તિ બધાને સમજે તેમાં થોડો સમય તો લાગે જ, પણ આપણે બધા મળીને પણ એક વ્યક્તિ (વહુ)ને ના સમજી શકીએ..? બદલાવાનું નથી, પરંતુ તેને આપણા ઘરમાં સમાવવાની છે.

શરૂઆતમાં બધાને થોડી તકલીફ પડે, પરંતુ તેને પારખવા કરતાં સમજવા તરફનું વલણ અથવ સમજાવી અને શીખવવા તરફનું વલણ અપનાવીએ તો ચોક્કસ દીકરાના લગ્નજીવનની સાચા અર્થમાં શુભ શરૂઆત થાય. જ્યારે પોતાની દીકરી સાસરે જાય ત્યારે જે ચિંતા થાય છે તેનું કારણ પણ આ જ છે કે, આપણે સાસુ બનીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે હું પણ કોઈની દીકરી વહુ અને દીકરીની માતા છું.

સમાજમાં જ્યારે આ દૃષ્ટિકોણ આવશે ત્યારે ચોક્કસપણે દરેક દીકરી, વહુ અને માતા નિખાલસપણે નવા સંબંધોને જીવી શકશે. વહુને પિયર અથવા માતાની યાદ પણ નહીં આવે. તેની સાસુ જ માતાની જગા લેશે. દીકરાની પસંદ-નાપસંદ, ગમવું-ના ગમવું જેવી નાની બાબત અંગે સાસુ વહુ સાથે બેસીને નિખાલસ વાતો કરી શકશે જેથી દીકરા અને વહુ વચ્ચેના પ્રેમાળ સંબંધ વધુ ઝડપથી ગાઢ બની શકે અને તે પછી દીકરાની જવાબદારી વહુને સોંપી.

તે જવાબદારીમાંથી મુક્ત થઇ શકે અને વળી ખાસ ધ્યાન રાખવા જેવી વાત કે પછી દીકરામાં કોઈ બદલાવ આવે તો વહુ કે દીકરાને સંભળાવવાનું અથવા તે અંગે ટીકા-ટિપ્પણ ના કરવી જેનાથી ઘરનું વાતાવરણ બગડે અને સાસુની પોતાની પ્રતિષ્ઠા પણ. પ્રભાવ એવો રાખવો જોઈએ કે વહુની નજરમાં માન જળવાઈ રહે, નહીં કે નફરત.

વહુ જ્યારે સાસરિયામાં આવે અને સાસુ કોઈ રીતભાત, વ્યવહાર તેમજ ઘરની વાત કહે તો તે સમયે દીકરી બની શીખવી તેમજ સ્વીકારવી એ વહુની ફરજ બને છે. જો તેમાં તેનો અહમ આવે કે મને આમ કેમ કીધું? તો પછી તે સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થાય.તે વહુ જ્યારે પોતાની માતાનો ઠપકો, માતાની શીખ સમજતી હોય તો સાસુને માતાનું સ્થાન ત્યારે જ આપી શકે જ્યારે તેમની દરેક વાતને પ્રેમપૂર્વક, ભાવપૂર્વક સમજી અને શીખે. દરેક વહુ માટે સાસુ માત્ર માતા નહીં, પરંતુ તેના દાંપત્યજીવન, સામાજિક જીવક અને માનસિક જીવનને સુખમય બનાવતી ચાવી છે.

પતિને ખુશ કરવાની દરેક રીત સાસુ પાસેથી સરળતાથી મળી શકે. સામાજિક દૃષ્ટિએ સાસુ કદાચ થોડું બોલશે, પરંતુ પોતાની વહુની સમાજ સામે ઢાલ બનીને ઊભી રહેશે. કોઈને બોલવા નહીં દે. જ્યારે વહુ માનસિક રીતે નબળી પડે ત્યારે જો સાસુ-વહુના પ્રેમાળ સંબંધ હોય તો કદાચ પતિને ખબર પડે કે ના પડે, પરંતુ વહુની માનસિક વ્યથા એક સાસુ ખૂબ જ સારી રીતે સમજી શકશે.

About bhai bhai

Check Also

ખિસ્સામાં રહેલો નાનકડો રૂમાલ પણ કરાવી શકે છે અનેક પરેશાનીઓ,જાણો કઈ રીતે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટા ભાગના લોકોને પોતાના ખિસ્સામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *