Breaking News

ખુબજ ચમત્કારીક છે હનુમાનજીની આ મૂર્તિ, જાતેજ ગ્રહણ કરે પ્રસાદ, લગાવે છે જય શ્રી રામનાં નારા, જુઓ તસવીરો…….

ભગવાન શ્રી રામના સૌથી પરમ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ 8 એપ્રિલ 2020 એટલે કે બુધવારે ઉજવવામાં આવશે. મહાબલી હનુમાનને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. તેમની શક્તિઓથી દરેક વ્યક્તિ સારી રીતે પરિચિત છે, તેમના સ્મરણ માત્રથી મોટા મોટા સંકટ દૂર થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની પ્રેત-બાધા પરેશાન નથી કરતી.દરેક વ્યક્તિ એજ ઈચ્છે છે કે, તેમની ઉપર સંકટ મોચન મહાબલી હનુમાનજીનો આશીર્વાદ બન્યો રહે, જેના માટે લોકો પોતાની તરફથી દરેક સંભવ પ્રયત્ન કરે છે. ઘણા લોકો એવા છે જે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઉપાય અપનાવે છે. એવું કહેવામાં આવે છે કે, જેમની ભક્તિથી હનુમાનજી ખુશ થાય છે, તેમના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. મહાબલી હનુમાનજીની જન્મ જયંતી દર વર્ષે ચૈત્ર માસની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે. જો તમે ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, તો તેના માટે અમુક ઉપાય કરી શકો છો.

મહાબલી હનુમાનજી એક એવા દેવતા છે જે કળિયુગમાં પણ પોતાના ભક્તોની પોકાર સાંભળે છે. હિંદુ ધર્મ અનુસાર મહાબલી હનુમાન રામના ભક્ત અને ભગવાન શિવના અંશ અવતાર માનવામાં આવે છે. જે લોકો બ્રહ્મચારી છે તેમના માટે હનુમાન જયંતીનું પર્વ ઘણું મહત્વ રાખે છે. ભક્ત હનુમાનજીને ઘણા નામોથી પોકારે છે.ધાર્મિક ગ્રંથોમાં મહાબલી હનુમાનજીને વીરોના વીરની પદવી આપવામાં આવી છે. હનુમાનજીએ પોતાના આરાધ્ય ભગવાન શ્રી રામ અને સીતા માતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આજે અમે તમને કયો ઉપાય કરવાથી તમે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો, તેના વિષે જાણકારી આપવાના છીએ. જો તમે આ સાધારણ ઉપાય અપનાવી લો છો, તો તેનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી મનોકામના પુરી થઈ શકે છો.

હનુમાનજીની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય.

જો તમે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે અત્યારથી તૈયારી કરવી પડશે. હનુમાન જયંતી પર હનુમાનજીની વિશેષ કૃપા મેળવી શકાય છે. તેના માટે તમે 8 એપ્રિલ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો અને રોજ નિયમિત રૂપથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને હનુમાનજીની પ્રતિમા અથવા ફોટાના માથા પર ગાયના ઘી માં મિક્સ કરેલા સિંદૂરનું તિલક લગાવો. ત્યારબાદ તમારે 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે.તમે આ ઉપાય નિયમિત રૂપથી કરો અને છેલ્લા દિવસે એટલે કે હનુમાન જયંતીના દિવસે તમે સુંદરકાંડનો પાઠ કર્યા પછી હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ લગાવો. જો તમે આ સરળ ઉપાય કરો છો તો તેનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના પુરી કરશે. હનુમાનજી પોતાના ભક્તોની સાચી ભક્તિ જુએ છે, અને તેમને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ વસ્તુની જરૂર નથી. તમે આ સાધારણ રીતથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો.હનુમાન જન્મોત્સવનો દિવસ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. એટલા માટે તમે આ ઉપાય જરૂર અપનાવો. તેનાથી બજરંગબલી તમારા જીવનના કષ્ટ દૂર કરશે અને તેમની કૃપાથી તમારું જીવન ખુશહાલ બનશે. જીવનમાં જે પણ સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તેનું સમાધાન બજરંગબલી અવશ્ય કરશે.

મેળવવી છે બજરંગબલીની કૃપા તો હનુમાન જયંતી પર કરો આ ઉપાય, પવનપુત્ર પુરી કરશે તમારી દરેક મનોકામના સંકટ મોચન મહાબલી હનુમાનજી નો જન્મોત્સવ ચૈત્ર મહિના ની પૂર્ણિમા ના રોજ મનાવવામાં આવે છે, મહાબલી હનુમાનજી ભગવાન શિવજી ના અવતાર માનવામાં આવે છે અને એને ચૈત્ર મહિનામાં પૂર્ણિમા તિથિ ના રોજ અંજની માતા ના ખોળે જન્મ લીધો હતો, આજ રોજ હનુમાન જયંતિ છે અને આ દિવસે હનુમાનજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.મહાબલી હનુમાનજી એક એવા દેવતા છે, જેની કૃપા થી મનુષ્ય ના દરેક સંકટ દુર થઇ શકે છે, એટલા માટે મહાબલી હનુમાનજી ને સંકટ મોચન પણ કહેવામાં આવે છે, ભક્ત એની પૂજા આરાધના માં લીન રહે છે અને એના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દરેક સંભવ કોશિશ કરે છે.હનુમાન જયંતિ ના દિવસે સવારના સમયે જલ્દી ઉઠીને સ્નાન કરી લેવું અને મહાબલી હનુમાનજી ની પ્રતિમા ને પણ સ્નાન કરાવવું, એ પછી તમે હનુમાનજી ને સાફ વસ્ત્ર પહેરાવીને એને સિંદુર અર્પિત કરવું.

હનુમાન જન્મોત્સવ વાળા દિવસે હનુમાનજી ની સમક્ષ દીપક જરૂર કરવો, જો સંભવ બની શકે તો તમે ઘી નો દીવો કરી શકો છો, એનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે, જો તમે સિંદુર માં ઘી અથવા ચમેલી નું તેલ મિક્ષ કરીને હનુમાનજી ને અર્પિત કરો છો તો આ ખુબ જ શુભ માનવામાં આવે છે.જો હનુમાન જયંતિ ના દિવસે તમે હનુમાનજી નો શણગાર કરોછો તો તમે એની પૂજા આરંભ કરો, તમે એની પૂજા દરમિયાન હનુમાન ચાલીસા નો પાઠ જરૂર કરો અને ભગવાન શ્રી રામજી ના નામ નું કીર્તન કરવું.જો તમે હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાન ચાલીસા, સંકટ મોચન હનુમાન અષ્ટક, બજરંગ બાણ નો પાઠ કરો છો તો એનાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થશે, એ સિવાય તમે સુંદરકાંડનો પણ પાઠ કરી શકો છો.સંકટ મોચન હનુમાનજી ની પૂજા કરો ત્યારે એને ભોગ જરૂર લગાવવો, તમે ભોગમાં તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ સામગ્રી લગાવી શકો છો, પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે હનુમાનજી ને સાત્વિક આહાર નો જ ભોગ લગાવવો.

હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજી ની આરતી તમારા પરિવાર ની સાથે મળીને કરવી. એ પછી તમે જે હનુમાનજી ને ભોગ ચડાવ્યો છે એ પ્રસાદ ને પુરા પરિવાર માં વહેંચી દેવો. એમાંથી થોડો પ્રસાદીનો ભાગ ગાય ને પણ આપવો, જેનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે.ઉપરોક્ત હનુમાન જન્મોત્સવના દિવસે તમે ઘરમાં રહીને હનુમાનજી ની પૂજા કઈ પ્રકારે કરી શકો છો, એના વિશે જાણકારી આપવામાં આવી છે. જો તમે આ સાધારણ તરીકે હનુમાન જયંતિ પર તમારા પરિવાર ના લોકોની સાથે મળીને પૂજા કરો છો તો એનાથી હનુમાનજી ની કૃપા તમારા પર હંમેશા બની રહેશે અને તમારી પૂજા થી હનુમાનજી પ્રસન્ન થશે.મહાબલી હનુમાનજી કળિયુગ માં પણ આપણી વચ્ચે ધરતી પર સશરીર હાજર છે. વર્તમાન સમય માં પણ આ એમના ભક્તોના દરે કષ્ટો દુર કરનારા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે એમના ભક્તો ની પુકાર તરત સાંભળે છે અને વ્યક્તિ ના જીવન ના દરેક કષ્ટ ચમત્કારી રૂપથી દુર થઇ જાય છે. ઘણા લોકો એવા છે જે હનુમાનજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે એની પૂજા અર્ચના કરે છે.જે વ્યક્તિ હનુમાનજી ની શરણમાં જાય છે, એને દરેક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. આપણા દેશમાં ઘણા હનુમાન મંદિર છે જ્યાં ભક્ત એમના જીવનની દુખ પરેશાનીઓ લઈને આવે છે અને આ મંદિરો માં હનુમાનજી ના દર્શન કરવા માત્ર થી જ વ્યક્તિ ના કષ્ટ દુર થઇ જાય છે.

મહાબલી હનુમાનજીની શક્તિઓ અને એમના ચમત્કારોથી તો વધારે લોકો સારી રીતે જાણે છે કે હાલમાં હનુમાનજી એક માત્ર દેવતા છે, જે અજર અમર માનવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે કે મહાબલી હનુમાનજી એના ભક્તો ના બધા દુઃખ દુર કરે છે. કળયુગમાં પણ હનુમાનજી ધરતી પર વિરાજમાન છે એમ પણ તમે લોકો એ દુનિયાભર માં ઘણા હનુમાન મંદિર જોયા હશે અને એની વિશે સાંભળ્યું પણ હશે આ મંદિરો માં થતા ચમત્કાર ને જાણીને પછી લોકો ના મન માં એના પ્રતિ અતુટ વિશ્વાસ જોવા મળે છે આ મંદિરો થી લોકો ની આસ્થા જોડાઈ રહી છે એ જ મંદિરો માં થી આજે અમે તમને એક એવા મંદિર ની વિશે જાણકારી દેવા જઈ રહ્યા છીએ જે હનુમાનજી ના મંદિર ભક્તો ની વચ્ચે આસ્થા ના કેન્દ્ર બની રહ્યા છે આ મંદિર માં બધા ભક્તો ની મનોકામનાઓ પૂરી થાય છે એટલું જ નહિ આ મંદિર ની અંદર મહાબલી હનુમાનજી નો હોવાનો અહેસાસ પણ થાય છે અને આ મંદિર માં મોજૂદ મૂર્તિ પ્રસાદ લે છે એની સાથે જ મૂર્તિ માંથી રામ નામ નો અવાજ સંભળાય છે.

હકીકતમાં આપણે જે હનુમાન મંદિર ની વિશે જાણકારી આપવાના છીએ તે આ મંદિર ઉત્તરપ્રદેશ ના ઇટાવા થી લગભગ 12 કિલોમીટર ની દુરી પર થાના સિવિલ લાઈન વિસ્તાર ના ગામ રુરા ની પાસે યમુના નદી ની નજીક પીલુવા મહાવીર મંદિર મોજુદ છે આ મંદિર માં દુર દુર થી ભક્ત મોટી સંખ્યામાં આવે છે જે ભક્ત અહિયાં મહાવીરજી ના દર્શન કરે છે એના બધા દુઃખ પરેશાનીઓ અને રોગ દુર થાય છે.આ મંદિર ના વિષય માં અહિયાં ના લોકો નું એવું માનવું છે કે અહિયાં હનુમાનજી ની જે મૂર્તિ સ્થાપિત છે તે પ્રસાદ ગ્રહણ કરે છે એની અતિરિક્ત હનુમાનજી ની આ મૂર્તિ ના મોઢા માંથી સતત રામ નામ નો અવાજ સંભળાય છે અને મૂર્તિ માં શ્વાસ ચાલતો હોય એવો અભાસ પણ થાય છે. આ મંદિર ની અંદર મહાબલી હનુમાનજી ની મૂર્તિ દક્ષિણ તરફ મોં કરીને સુય જાય છે આ મૂર્તિ ના મોઢા માં જેટલો પણ પ્રસાદ લાડુ અથવા દૂધ ચડાવે છે તે ક્યાં જતો રહે છે તે વિશે આજ સુધી કોઈ ને પણ જાણકારી મળી નથી.હનુમાનજી ના આ ચમત્કાર ને જોઇને બધા ભક્ત ખુબ જ આશ્ચર્યચકિત થાય છે અને એને આ મંદિર પ્રત્યે અતુટ વિશ્વાસ જોવા મળે છે.

આ મંદિર ખુબ જ પ્રાચીન છે એવું બતાવ્યું છે કે લગભગ ૩૦૦ વર્ષ પહેલા આ વિસ્તાર પ્રતાપ નગર ના રાજા હુકુમચંદ પ્રતાપ સિંહ ચૌહાણ ની હેઠળ હતા. એમને મહાબલી હનુમાનજીએ એની પ્રતિમા અહી હોવા નું સપનું આપ્યું હતું.જયારે રાજા એ આ સપનું જોયું તો એના અનુસાર રાજા એ સ્થાન પર આવ્યા અને પ્રતિમા ને ઉઠાવવા નો પ્રસાય કર્યો પરંતુ તે હનુમાનજી ની પ્રતિમા ને ઉઠાવી ના શક્યા એમણે વિધિ વિધાન થિઆ સ્થાન પર પ્રતિમા ની સ્થાપના કરાવી મંદિર નું નિર્માણ કરાવી દીધું. દક્ષિણ મુખી સુતેલી હનુમાનજી ની આ પ્રતિમા ના મોઢા પર કોઈ પણ સમયે પાણી નજર આવે છે, ભલે તમે એની પ્રતિમા ના મોઢા માં એક સાથે જેટલો પણ પ્રસાદ નાખી દો બધું એની અંદર જતું રહે છે પરંતુ આજ સુધી કોઈ પણ વ્યક્તિ હનુમાનજી ના આ ચમત્કાર ને જાણી નથી શક્યું કે જે પ્રસાદ એના મોઢા માં નાખવામાં આવે છે તે ક્યાં જતો રહે છે તે રાજ આજ સુધી રાજ બની રહ્યું છે.આ સિવાય જો આપણે તેમના બીજા ચમત્કારિક મંદિર વિશે વાત કરીએ તો..

આપણે મંદિરની વાત કરીએ છીએ તે ઇલાહાબાદ માં આવેલું છે, ઇલાહાબાદ કુંભમેળા માટે જગપ્રસિધ્ધ છે. સંગમ નગરીમાં ગંગા સ્નાનને સનાતન સંસ્કૃતિમાં અત્યંત શુભ માનવામાં આવે છે. કુંભ ઉપરાંત પણ અહીંયા ધાર્મિક ઉત્સવો પર ગંગાસ્નાનનું વિશેષ મહત્વ હોય છે. આ સંગમ નગરીમાં ગંગાના કિનારા પર હનુમાનજી નું મંદિર આવેલું જ્યાં દર્શન ના કરવામાં આવે તો ગંગાસ્નાન અધૂરું કહેવાય છે આ મંદિરનું નામ છે ‘બડે હનુમાનજી’ આ ઇલાહાબાદ માં કોટવાલ ના નામથી પ્રસિદ્ધ છે. ઇલાહાબાદ ના આ ધાર્મિક સ્થળ પર એક એવી હનુમાનજી ની પ્રતિમા છે જે ઉભી નહિ પરંતુ સુતા હોય તેવી અવસ્થામાં વિરાજમાન છે. આ દેશનું એક જ એવું મંદિર છે જે સ્થાન માં મહાબલી હનુમાનજી સૂતા હોય તે અવસ્થામાં જોવા મળે છે.

મહાબલી હનુમાનજીના આ મંદિરમાં દક્ષિણ મુખી હનુમાનજીની આ મૂર્તિ ૨૦ ફુટ લાંબી છે અને આ મુર્તિ જમીનમાં ૬ થી ૭ ફુટ નીચે છે. આ હનુમાનજી ને બડે હનુમાનજી, કિલ્લાવાળા હનુમાનજી, અને બાંધ વાળા હનુમાનજી ના નામે પણ જાણવા માં આવે છે. પુરાણોમાં બડે હનુમાનજી ના નામ નો ઉલ્લેખ મળે છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે લંકા પર જીત મેળવ્યા પછી હનુમાનજી ને થોડો થાક લાગ્યો હતો ત્યારે માતાસીતા એ તેમને અહીંયા વિશ્રામ કરવાનું કહ્યું હતું. આ એ જગ્યા છે જ્યાં હનુમાનજી એ વિશ્રામ કર્યો હતો અને અહીંયા સુતા હતા.એક અન્ય માન્યતા અનુસાર એક ધનવાન વેપારી એ હનુમાનજીની આ મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું. તે વ્યાપારી આ મૂર્તિને લઈને દેશ ભરમાં ફરતો રહેતો હતો. પરંતુ આ જગ્યાએ તે વ્યાપારી રોકાઈ ગયો હતો.કેટલાક વર્ષો પછી બાલાગીરી નામના સંતને આ સ્થળ પર મૂર્તિ મળી તો તેમણે અહીંયા આ જગ્યા પર બડે હનુમાનજી નું મંદિર બનાવડાવ્યું હતું.

મહાબલી હનુમાનજીના આ મંદિર વિશે લોકોની માન્યતા એવી છે કે આ મંદિરના જે મૂર્તિ છે તેના જમણા પગ નીચે કામદા દેવી અને ડાબા પગ નીચે અહીરાવન દબાયેલા હોય તેવી માન્યતા છે. જે ભક્તો સાચ્ચા મનથી પોતાની ઈચ્છા જણાવે છે તેમની મનોકામનાઓ હનુમાનજી અવશ્ય પુરી કરે છે. દરેક શ્રાવણ માસમાં ગંગામાતાનું જળસ્તર વધી જાય છે જેથી ગંગામાતા હનુમાનજીને સ્નાન કરાવી શકે. એવું કહેવાય છે કે ગંગાનું જળસ્તર ત્યાં સુધી વધતું રહે છે જ્યાં સુધી તે બડે હનુમાનજીના પગનો સ્પર્શ ના કરી લે. ત્યારપછી ગંગાનું જળસ્તર સામાન્ય થવા લાગે છે.ગંગા કિનારે આવેલા આ મંદિરમાં બડે હનુમાનજીની મૂર્તિ સુતા હોઈ તે અવસ્થામાં પોતાના ભક્તોને કયારેય પણ ખાલી હાથે પાછા નથી જવા દેતા. મહાબલી હનુમાનજી પોતાના ભક્તોને સાહસથી પરિપૂર્ણ કરીને મોકલે છે આ જ સાહસ ભક્તોને મુસીબત સામે લડવામાં મદદ કરે છે.તો મિત્રો આવા ઘણા બધા મહાબલી હનુમાનજીના ચમત્કારિક મંદિરો છે.જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અને તમારા અન્ય મિત્રો સાથે પણ શૅર કરો..ધન્યવાદ

About Admin

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *