Breaking News

ખુબજ ગુણકારી છે આ વસ્તુ,થાય છે એ 10 જબરજસ્ત ફાયદા,જાણો આ ફાયદા વિશે……

શું તમે એક એવી જ્ડ્ડીબુટ્ટી ની શોધ કરી રહ્યા છો જે તમારી મોટા ભાગની સ્વાસ્થ્યની તકલીફો નો ઈલાજ કરે? તો તમારા માટે ગળો જેને હિન્દી માં ગિલોય કહે છે તેનાથી વધુ સારો બીજો કોઈ વિકલ્પ નહી હોય શકે. તે તમને ખુબ મોટા પ્રમાણમાં ફાયદો કરે છે અને તેના થોડા લાભોને ખાસ કરીને તમારા જીવન શૈલી માં અપનાવવો જોઈએ.

તમે જાણો છો કે ગિલોયના રસનું સેવન માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નહિ પરંતુ અન્ય કેટલીક બીમારીઓને દૂર કરવા માટે થાય છે. ગીલોય એટલે ગળો , જેનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદમાં રોગ હારક તેમજ રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે કરવામાં આવતો હતો, તો ચાલો જાણીએ તેનો રસ પીવાથી શું ફાયદા થાય છે.

ગીલોય(ગળો) આયુર્વેદમાં રહેલા સૌથી મહત્વની જ્ડ્ડી બુટ્ટી ઓમાં ની એક છે. તે ભારતીય તીનોસ્પોરા કે ગુદુચી તરીકે ઓળખવામાં આવે છે. ગળો ને હમેશા અમૃતા કહેવામાં આવે છે, આ અમૃતા મૂળ ભારતીય નામ છે. આ અન્ય પ્રકારના પ્રયોજનો અને રોગોના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. બની શકે કે તમે ગળો ની વેલ જોઈ હોય પણ ઓળખતા ન હોવાને લીધે ગળો ની ઓળખી ન શક્યા હોય. જેમ કે અમે પહેલા જ જણાવ્યું હતું કે ગીલોયના ઔષધીય ગુણો ઘણા પ્રકારની બીમારીઓને દુર કરવામાં કામ લાગે છે.

ગળો નો સૌથી પહેલો અને સૌથી અગત્યનો લાભ છે, રોગો સામે લડવાની ક્ષમતા આપવી. ગળો માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે ને આરોગ્યમાં સુધારો લાવે છે અને ખતરનાક રોગોનો સામનો કરે છે. ગળો બન્ને કીડની અને હ્રદય માંથી ઝેરિલા પદાર્થો દુર કરે છે અને મુક્ત કણ (free radicals) ને પણ બહાર કાઢે છે. આ બધા સિવાય, ગીલોય બેક્ટેરિયા, મૂત્ર માર્ગમાં સંક્રમણ અને હ્રદય ની બીમારીઓ નો સામનો કરે છે જે અનેક રોગોનું કારણ બની શકે છે. નિયમિત રીતે ગળો ના જ્યુસ નું સેવન કરવાથી રોગનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે.

ગિલોયમાં રહેલા એન્ટી માઇક્રોબિયલ ગુણ જે શરીરમાં કોઇપણ પ્રકારના બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. જેના કારણથી તેવી બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે ગિલોયના રસનું સેવન કરવાથી ડાયાબિટિસના દર્દી પણ રાહત અનુભવે છે તેનો રસ બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે અને ડાયાબિટીસની સમસ્યાને વધતી રોકે છે.

અત્યારે મોટાભાગના વૃદ્ધોની સાથે યુવાઓને પણ સાંધાના દુખાવાની તકલીફ રહે છે જેના માટે ડોક્ટર ઘણી વખત આયુર્વેદીક પદ્વતી મુજબ ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ બદલાવવા જણાવે છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત ગિલોયનો રસના સેવનથી સાંધાના દુખાવાને ઓછો કરી શકાય છે. તેમા એન્ટી આર્થરાઇટિસ ગુણ હોય છે જે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

શરીરમાં થયેલી કોઈપણ પ્રકારની ઇજાને રૂઝાવવામાં ગિલોયનો રસ ખુબ ફાયદો કરે છે. તેનું કારણ ગિલોયમાં રહેલું એન્ટીમાઇક્રોબિયલ તત્વ છે. આ તત્વ રૂઝ લાવવામાં ખૂબ મદદ કરે છે.ગોલોયનો રસ પીવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે.ગિલોય શરીરની અસ્વસ્થતા તેમજ માનસિક તાણ ઘટાડવા માટે એડેપ્ટોજેનિક ઔષધિ છે. જો અન્ય ઔષધિઓ સાથે તેનો ઉપયોગ આવે તો, ગિલોય ઝેરથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે, અને મેમરીને વેગ આપે છે.

ગીલોય નો એક બીજો લાભ તે પણ છે કે તે લાંબા સમય થી ચાલતો વાયરલ નો રોગનો તથા બીજા રોગો નો ઈલાજ કરે છે. કેમકે આ પ્રકૃતિમાં વાયરલ નાશક છે. તે જીવને મુશ્કેલીમાં મૂકનારી બીમારીઓ ના ચિન્હો અને લક્ષણો ને ઓછા કરી દે છે. તે તમારા લોહીમાં પ્લેટલેસ્ટ ની સંખ્યા ને વધારે છે અને ડેગ્યું નો સામનો કરે છે. ગીલોય ની સાથે તુલસીના પાંદડા પ્લેટલેસ્ટ ની સંખ્યાને વધારે છે અને ડેગ્યું નો સામનો કરે છે. ગીલોયનો અર્ક અને મધ એક સાથે ભેળવીને પીવો મેલેરિયામાં ઉપયોગી થાય છે. તાવ માટે ૯૦% આયુર્વેદિક દવાઓ માં ગીલોય નો ઉપયોગ એક જરૂરી ઘટક તરીકે થાય છે.

ગિલોયમાં એન્ટિ-એજીંગ ગુણધર્મો શામેલ છે જે વૃદ્ધત્વ, શ્યામ ફોલ્લીઓ, પિમ્પલ્સ, ફાઇન લાઇન અને કરચલીઓ તથા ખીલ ઘટાડવામાં મદદ કરે છે. ગિલોયનો પાવડર ત્વચાની વિવિધ સમસ્યાઓ ઠીક કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, કારણ કે તે શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે.

ગિલોયમાં લ્યુટિન જેવા એન્ટીઓકિસડન્ટો હોય છે જે તમારી આંખોની દ્રષ્ટિ સુધારવામાં અને તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગિલોયના રસનું સેવન કરવાથી શરીર જકડાઈ જતું નથી અને શરીરની જકડનમાં ફાયદો પહોંચાડે છે કેટલીક વખત દર્દીને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ બાદ પણ શરીર જકડાઇ જાય છે. આવી સ્થિતિમાં ગિલોયનો રસ ખુબ ફાયદો છે.તેના રસમાં બળતરા દૂર કરનારા તત્વો હોય છે જેના કારણે વારંવાર ઉધરસ, શરદી, કાકડા જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે. તે શ્વાસની તકલીફોને પણ દૂર કરે છે.

ગીલોય પણ એક અડાપ્ટોજેનિક જ્ડ્ડી બુટ્ટી તરીકે ઉપયોગ કરી શકાય છે, આ બન્ને માનસિક તણાવ ચિંતાને ઓછી કરે છે. એક ઉત્તમ સ્વાસ્થ્ય દવા બનાવવા માટે, ગીલોય હમેશા ઘણી જ્ડ્ડી બુટ્ટી ઓ સાથે ભેળવીને કરવામાં આવે છે. તે યાદશક્તિ વધારો કરવામાં અને તમને કામમાં રસ ઉત્પન કરવામાં મદદ કરે છે. તે મસ્તિકમાંથી બધા જ ઝેરી તત્વો પણ સાફ કરો શકે છે. ગીલોયના મૂળ અને ફૂલ થી તૈયાર ૫ મિલી. ગીલોયના રસનો નિયમિત સેવન એક ઉત્તમ મસ્તિક દવા તરીકે સમજવામાં આવે છે. ગીલોયને હમેશા એક ઘરડા વિરોધી જ્ડ્ડી બુટ્ટી કહેવામાં આવે છે.

અસ્થમા ને લીધે છાતીમાં જકડાપણ, શ્વાસની તકલીફ, ખાંસી, ગભરામણ વગેરે થાય છે. આવી હાલતમાં એક ઈલાજ મુશ્કેલ બની જાય છે. આમ તો ઘણા સરળ ઉપાયોથી અસ્થમાના લક્ષણો ઓછા કરી શકાય છે. તેમાંથી એક ઉપાય છે, ગીલોય. આ હમેશા અસ્થમાના રોગીઓના ઈલાજ માટે જાણકારો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ગીલોય નો રસ દમના ઈલાજ માં ઉપયોગી છે. લીંબડો અને આંબળા ને સાથે તેની મિશ્રણ ખુબ સારી અસર કરે છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *