Breaking News

ખુબજ પૌષ્ટિક છે એ વસ્તુ સાચી રીતે સેવન કરો તો મળે છે અનેક ફાયદા.

सर्वेषां कंदशाकानां सूरण: श्रेष्ठ उच्यते || તમામ કંદશાકોમાં સુરણનું શાક ઉત્તમ છે.એ જમવામાં રુચી ઉત્પન્ન કરે છે.ઘીમાં તળેલું અથવા છાશમાં બાફેલું જંગલી સુરણનું શાક ખાવાથી હરસ-મસા (પાઈલ્સ) મટે છે.જંગલી સુરણને સુકવી તેનું ચુર્ણ બનાવી બાટલી ભરી લેવી. એક ચમચી જેટલું આ ચુર્ણ દહીંમાં મેળવીને ગળી જવાથી ઉદરરોગ, અર્શ-પાઈલ્સ મટે છે.ઔષધમાં જંગલી સુરણ અને શાકમાં મીઠું સુરણ વાપરવું.સુરણ સહેજ તીખું, મધુર, અગ્નીદીપક, રુક્ષ અને કોઈ કોઈને એ ખંજવાળ-એલર્જી ઉત્પન્ન કરે છે.

સુરણ મળને રોકનાર, સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, પ્લીહા અને લીવરના રોગોમાં ખુબ જ હીતાવહ છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં હીતાવહ છે.  પરંતુ દાદર, કોઢ અને રક્તપીત્તમાં તે હીતાવહ નથી.છાશમાં બાફેલું અથવા ઘીમાં કે તલના તેલમાં તળેલું સુરણ ખુબ જ હીતાવહ છે.

શૂરણ એક ખુબજ લાભદાયી શાક છે તેનો દેખાવ માટી ના કલર જેવો હોય છે કેમકે તે જમીનની નીચે જ ઊગે છે સુરણ શરીર માટે ખુબજ ઉપયોગી આહાર છે સાથે તે અન્ય ગંભીર બીમારીઓ જેવીકે કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે. શૂરણમાં વધારે પ્રમાણમા ફાયબર,વિટામીન્ બી ૬ અને ફોલિક એસીડ જેવા અન્ય ઘણા તત્વો હોય છે જે આપના શરીર મતે ખૂબ જ લાભદાયી છે તેની સાથે તેમાં ઘણા પોષકતત્વો પણ હોય છે જેવા કે મેગનેશિયમ, પોટેશિયમ,આયર્ન.

ઘણા લોકોને આ શાક નો સ્વાદ ગમતો નથી પણ તે ખૂબ જ લાભદાયી છે આનાથી મગજ સક્રિય બને છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે સુરણ નો સ્વાદ થોડો તૂરો હોય છે તેથી લોકો ને તે ગમતો નથી સુરણ નો ઉપયોગ દવા તરીકે થાય છે અને તે પેટને લગતા રોગો માટે ઈલાજ માં કામ આવે છે જો તમારે તમારી યાદશક્તિ અને મેમરીપવાર વધારવો હોય તો એમાં સુરણ ખાસ ઉપયોગી થાય છે.

જો તમે તમારી આંખો વધારે તેજ બનાવવા માગો છો તો તમને સુરણ ઉપયોગી થસે સુરણ ની અંદર વિટામિન એ હોય છે જો તમને આંખના નંબર હોય તો તમારે આહાર માં સુરણ ખાવું જોઇયે.સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. આયુર્વેદમાં જણાવ્યાનુસાર થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ  આ કંદમૂળ રામબાણ ઇલાજ છે.
આ સિવાય સૂરણ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે જેને કારણે આ તમામ રોગોમાં સુધારો જોવા મળે છે.

પાચનની સમસ્યા આજકાલ સામાન્ય થાય ગઈ છે કેમ કે ઘણીવાર લોકો ને ગમે તે બહારની વસ્તુ ખાવાની ટેવ હોય છે તેનાલીધે પાચન પર બહુ જ ખરાબ અસર પડે છે જો આવી સમસ્યા તમને પણ હોય તો તમારા આહારમાં શૂરણ સામેલ કરવાથી તમારી તકલીફ નું નિવારણ થાય જશે કેમકે સુરણ માં ભરપૂર ફાઈબર હોય છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે.

અંગ્રેજીમાં જેને શાર્પ માઈન્ડ કહે છે તેનું મગજ ને સતેજ કરવામાટે સુરણ નો ઉપયોગ કરવામાં આવે છેઆવું માઇન્ડ જેનું હોય તે વ્યક્તિ નાની નાની કોઈ પણ વસ્તુ ભૂલતો નથી અને મેમરી પાવર માં વધારો થાય છે.સુરણમાં ભરપૂર ફાઈબર હોય છે તેનાથી પાચન વધારે સક્રિય થાય છે અને ઓવરડાઈવે ની કોઈ પણ સમસ્યા રેતી નથી સુરણ ખાવાથી વજનમાં ઘટાડો થાય છે.એન્ટીઓકિસડન્ટસ અને વિટામિન સી જેવા ગુણધર્મો ને કારણે સુરણ કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે,જે કોષો કેન્સર પેદા કરે છે તેની સામે લડવામાં મદદ કરે છે.

મધુપ્રમેહ ના રોગ માટે સુરણ એક ઉત્કૃષ્ટ દવા છે જે તેનો ઉપયોગ આહારમાં સતત કરવામાં આવે તો રક્ત માં ગ્લુકોજ નું પ્રમાણ ઘટે છે અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો સામે રક્ષણ મલે છે. આયુર્વેદ માં ચેતવણી આપવામાં આવી છેકે જે લોકોને ચામડીના સોજા હોય તે લોકો એ સુરણ ખાવું ના જોઇયે. અને ગર્ભવતી સ્ત્રીઓએ પણ સુરણ ના ખાવું.

સૂરણ જમીનમાં થનાર કંદ છે. તેના છોડ થડ વગરના અને મોટા પાનવાળા થાય છે. કંદમાંથી સોટા બહાર નીકળે છે અને ઉપર જતાં પણ છત્રીની જેમ વિસ્તાર ધારણ કરે છે. તેના સોટા-દાંડાનો રંગ ધોળો હોય છે. અને તેના પર શુભ્ર ટપકાં હોય છે. પાનની દાંડીઓ લાંબી હોવાથી છોડ ત્રણ-ચાર ફૂટ ઊંચો દેખાય છે. તેનો પાક ફળદ્રુપ એવી રેતાળ જમીનમાં સારો થાય છે.

સૂરણના કંદ ઉપર નાની-નાની ગાંઠો હોય છે, તે વવાય છે. પાંચ-પાંચ તોલાની ગાંઠો એક-એક ફૂટને અંતરે ક્યારામાં રોપાય છે. જયારે પાંદડા સુકાઇ જાય ત્યારે ગાંઠો ખોદીને કાઢીને હવાદાર મકાનમાં રાખી મુકાય છે.એ ગાંઠો દસથી પંદર તોલાની હોય છે. તેને પાછી બીજા વર્ષે સવાથી દોઢ ફૂટના અંતરે રોપે છે. બીજી ફસલ વખતે ગાંઠો એકથી સવા રતલની થાય છે. તેને બબ્બે ફૂટના અંતરે ફરીથી રોપવાથી પાંચ-પાંચ રતલની ગાંઠો થાય છે. તેને પાછી સાડા-ત્રણથી ચાર ફૂટના અંતરે રોપવાથી પંદરથી વીસ રતલની થાય છે. સામાન્ય રીતે સૂરણની ગાંઠ જેટલા વજનની રોપવામાં આવે છે. તેનાથી ચારગણા વજનની થાય છે. જેઠ -વૈશાખમાં તે રોપાય છે અને માગસર-પોષ માં તે ખોદી કાઢવામાં આવે છે. ભારતમાં સર્વત્ર થાય છે.

સૂરણમાં બે જાત હોય છે: એક મીઠી અને બીજી ખૂજલીવાળી,ખૂજલીવાળુ સૂરણ ખાવાથી વવળાટ થાય છે અને મોં સૂજી જાય છે. આવા સૂરણનો કંદ લીસો હોય છે. અને તેનું સંવર્ધન કંદના નાના-નાના કકડા કરીને થાય છે. એ જાત મોમાં અને ગળામાં વવળે છે. તેનું ઉત્પાદન વધારે થાય છે. મીઠી જાત ગુણવત્તામાં વધારે સારી છે. એ વવળતી નથી . તેના ગરનો રંગ સફેદ અથવા આછો ગુલાબી હોય છે. મીઠી જાત શાક માટે અને વવળાટવાળી જાત ઔષધિ તરીકે વપરાય છે. સૂરણનો પાક મલબારમાં વિશેષ થાય છે. સુરત જિલ્લામાં પણ સૂરણ બહુ થાય છે. અહી વીસ-વીસ રતલ સુધીની તેની ગાંઠો થાય છે.

સૂરણનું શાક સ્વાદિષ્ટ અને રુચિકર થાય છે. સર્વ પ્રકારના કંદ-શાકોમાં સૂરણનું શાક સર્વોત્તમ છે. તેના શાકમાં ઘીનો વઘાર થાય છે. શાક ઉપરાંત તેની રોટલી,પૂરી શીરો,ખીર વગેરે કરીને પણ ખવાય છે. કોઈ કોઈ સ્થળે તેનું અથાણું પણ થાય છે. તેના ફૂલ, કુમળા પાન તથા દાંડાનું પણ શાક થાય છે. સૂરણને પાણીમાં ખુબ ધોઈ,ધીમા અગ્નિની આંચે બાફી,ઘી કે તેલમાં તળી,તેમાં મરી -મીઠું વગેરે નાખીને પણ ખવાય છે. એ રીતે ખાવાથી પણ તે સ્વાદિષ્ટ લાગે છે અને શરીર ને પુસ્ટ કરે છે.

સૂરણને લાંબા વખત સુધી રાખી શકાય છે. અર્શ-મસાના રોગમાં તે ખુબ ગુણકારી હોવાથી સંસ્કૃતમાં તેનું નામ ‘અર્શોધ્ન’ પડેલું છે. તેનું શાક અર્શવાળા માટે ખૂબ પથ્ય છે. સૂરણ અગ્નિને પ્રદીપ્ત કરનાર,રુક્ષ,ચળખુજલી કરનાર,કડવું,ઝાડાને રોકનાર,સ્વચ્છ,રુચિ ઉપજાવનાર,હલકું અને કફ તથા અર્શને કાપનાર છે। અર્શ પર તે પથ્ય છે અને બરોળ તથા ગોળાને પણ મટાડે છે. મીઠું અથવા ધોળું સૂરણ તીખું,ઉષ્ણ,રુચિકર,અગ્નિ-દીપક,છેદક,લઘુ,રુક્ષ,તૂરું ,મળને રોકનારું,વાયુનાશક,કફનાશક,પાચક તથા રફતપિતનો પ્રકોપ કરનારું છે.

ખુજલીવાળું અથવા રાતું સૂરણ તૂરું,લઘુ, વિષ્ટમ્ભી,વિશદ,તીખું,રુચિકર,દીપન,પાચન,પીત્ત કરનાર તથા દાહક છે. તે ઉધરસ, ઉલટી, ગોળો અને શૂળમાં ગુણકારી તથા કૃમિનાશક છે. સૂરણના કંદ સૂકવી,તેનું ચૂર્ણ કરી,ઘીમાં શેકી,સાકર નાખીને ખાવાથી આમ માટે છે. સૂરણના કકડા ઘીમાં તળીને ખાવાથી અર્શ-મસા મટે છે.સૂરણના કંદને સૂકવીને બનાવેલું ચૂર્ણ બત્રીસ તોલા,ચિત્રક સોળ તોલા અને મરી બે તોલા એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ તેમાં નાખી મોટા બોર-બોર જેવડી ગોળીઓ બનાવીને ખાવાથી સર્વ પ્રકારના અર્શ-હરસ મટે છે.

About bhai bhai

Check Also

આ એક વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમા આપે છે રાહત આ રીતે કરો સેવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લોકો સ્વાસ્થ્યને આરોગ્યપ્રદ રાખવા માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *