ખુદ પત્નીએજ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા, રમી એવી રમત કે જાણી ચોંકી જશો……..

ખુદ પત્નીએજ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા, રમી એવી રમત કે જાણી ચોંકી જશો……..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના આ લેખમાં આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં બુકણા ગામની પરણીત યુવતી દોઢ વર્ષના બાળકને લઈ પ્રેમી સાથે ભાગી ગઈ હતી, પરંતુ બાળક સતત રડ્યા કરતાં પકડાઇ જવાની બીકે પ્રેમીએ બાળકની હત્યા કરી નાંખી હતી.બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં પ્રેમીએ પ્રેમીકાના દોઢ વર્ષના દીકરાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બુકણા ગામની પરણીત યુવતી દોઢ વર્ષના બાળકને લઈ પ્રેમી સાથે ભાગી ગઈ હતી, પરંતુ બાળક સતત રડ્યા કરતાં પકડાઇ જવાની બીકે પ્રેમીએ બાળકની હત્યા કરી નાંખી હતી. આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ વાવ તાલુકના બુકણા ગામે રહેતા ભરતભાઈ ઠાકોર પત્ની મંજુલાબેન અને દોઢ વર્ષનો દીકરો સંદીપ ઉર્ફે રવિ થરાદ તાલુકાના ચારડા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. ગત 24મી ઓક્ટોબરે આઠમા નોરતાના દિવસે માતાજીની પડલી ભરવા બુકણા ગયા હતા અને બીજા દિવસે 25મી ઓક્ટોબરે ચારડા જવા માટે વાવ બસ સ્ટેન્ડમાં બેઠા હતા. અહીંથી તેવો દીકરા સંદીપના વાળ કપાવવા માટે ગયા હતા. જોકે, સંદીપે વાળ કાપવા ન દેતા તેઓ ફરીથી બસ સ્ટેન્ડ આવી ગયા હતા.

થોડીવાર પછી મંજુલાબેને વોશરૂમ જવાનું કહીને પોતાના દીકરા સાથે શૌચાલય તરફ ગયા હતા. અહીં ભોરડુ ગામનો ઉદાભાઈ માજીરાણા બાઇક લઈને ઉભો હતો. જેની સાથે પરિણીતા દીકારીને લઈ ભાગી ગઈ હતી. જે જોઈ જતાં પતિ ભરતભાઈએ બુમાબૂમ કરી હતી. જોકે, પ્રેમી તેની પત્નીને ભગાડી ગયો હતો. આ પછી પતિ ભરતે પોતોના સાસરિયામાં જઈને બધી વાત કરતાં તેમણે દીકરી મંજૂલા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી.

બીજી તરફ મંજુ અને પ્રેમી ઉદો દોઢ વર્ષના સંદીપ સાથે થરાદ તાલુકાના જેતડા સ્થિત માતાજીના મંદિરમાં રોકાયા હતા. અહીં સંદીપ ખૂબ રડ રડ કરતો હતો. તેમજ ચૂપ થવાનું નામ લઈ રહ્યો નહોતો, જેથી પકડાઈ જવાની બીક લાગતા મંજુ અને ઉદાએ ગળું દબાવીને દીકરા સંદીપની હત્યા કરી નાંખી હતી.

આ તરફ ભરતભાઈ અને તેના સાસરીવાળાએ મંજુ અને તેના પ્રેમીને પડ્યો હતો અને તેમને પિયર પીરગઢ લઈ આવ્યા હતા. આ સમયે મંજુએ પોતાના દીકરાને કપડામાં વીંટોળેલો હતો. આ અંગે પૂછપરછ કરતાં મંજુએ પ્રેમી સાથે મળીને દીકરાની હત્યા કરી નાંખી હોવાની કબૂલાત કરી હતી. આ પછી સંદીપને થરાદની હોસ્પિટલમાં પીએમ માટે લવાયો હતો. ભરત ઠાકોરે પત્ની મંજુલા અને પ્રેમી ઉદા માજીરાણા સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં બંનેને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આવીજ બીજી ઘટનામાં 9 બાળકોની માતા પ્રેમી સાથે ભાગી ગઈ, પોલીસ પાસે પહોંચ્યો પરેશાન પતિપ્રેમીપંખીડા ભાગી જાય એવું તો તમે ઘણીવખત વાંચ્યું-સાંભળ્યું હશે, લગ્ન બાદ પ્રેમી સાથે ભાગી ગયેલા લોકો વિશે પણ તમે જાણ્યું હશે. પણ, ઉત્તરપ્રદેશમાં 9 બાળકોની માતા પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની જાણકારી મળતા જ પરેશાન પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં આધેડવયની એક મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ. હવે આ મહિલાના 35 વર્ષીય પતિએ પોલીસ પાસે પહોંચીને આ ઘટના જણાવતા ન્યાયની માગ કરી છે. યુવકે કહ્યું કે મારી પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને અગાઉ તેઓ છુપાઈને એકબીજાને મળતા હતા.પોલીસે આ યુવકની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે મારી પત્નીને અજય નામનો વ્યક્તિ ફોસલાવીને ભગાડી ગયો છે. મારી પત્ની તેની સાથે જ્વેલરી અને 5000 રૂપિયા પણ લઈ ગઈ છે. તે 5 દીકરી અને 3 દીકરાને ઘર પર છોડીને જતી રહી છે અને પોતાની સાથે સૌથી નાના દીકરાને લઈ ગઈ છે.

આ યુવકે પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે મારા પર અજય નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને મને જણાવ્યું કે તારી પત્ની અને બાળક મારી પાસે છે. જો તે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી છે તો તારા બાળકને મારી નાખીશ. તારી પત્ની મારી સાથે રહેશે. બાદમાં આ યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ન્યાયની માગણી કરી છે.

આવીજ બીજી ઘટનામાં પ્રેમી સાથે મળી પતિને ઝાડ સાથે બાંધીને ભાગી ગઈ પત્ની, કુહાડી-ધારીયા સહિત ઘરમાં મળી આ વસ્તુઓડીસાના રાણપુરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પત્ની પોતાના પ્રેમી સાથે મળી પતિને ઝાડ સાથે બાંધી ભાગી ગઇ છે. આ કિસ્સો હાલ ગામમાં ચર્ચાનો વિષય છે. આ બનાવની મળતી માહિતી અનુસાર આજે રાણપુરમાં એક યુવકને પત્ની અને પ્રેમીએ મારી નાખવાના ઇરાદે કરી ગંભીર ઇજા બાદમાં ઝાડ સાથે બાંધી ફરાર થઇ ગયા હતા. દરમિયાન ઝાડ સાથે બંધાયોલો મળી આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી યુવકને છોડી સારવાર અર્થે લઈ જવાયો હતો.

દરમિયાન પોલીસે યુવકના ઘરની તપાસ કરતા ઘરના રસોડામાં 3 કુહાડી એક ધારીયું અને જંતુનાશક દવાની બોટલ મળી આવી હતી. પોલીસે આશંકા વ્યક્ત કરી યુવક પત્ની અને તેના પ્રેમીને ખોરાકમાં ઝેર આપી મારી નાખ્યા બાદ સગેવગે કરવા હથિયાર રાખ્યા હશે. અગાઉ યુવક સામે તેની પત્નીએ ખોટી ફરિયાદો કરી જેલમાં પુરાવ્યો હતો. હાલ પોલીસ યુવકની ફરિયાદ પર તપાસ કરી રહી છે.

આવીજ બીજી ઘટનામાં ૭ સંતાનોની માતા ૫ સંતાનોના પિતા સાથે પ્રેમમાં પડીને ભાગી ગઈફતેપુરા તાલુકાના એક ગામની સાત સંતાનોની માતા નજીકના ગામમાં રહેતા પાંચ સંતાનોના પિતાના પ્રેમમાં પડયા બાદ બંને ઘેરથી ભાગી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.ફતેપુરા તાલુકાના આ ગામના યુવાનના વીસ વર્ષ અગાઉ સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન બે પુત્રો તથા પાંચ પુત્રીઓનો તે પિતા બન્યો હતો. પરંતું તેના સુખી સંસારમાં અચાનક વાવાઝોડું આવ્યું. આધેડ અવસ્થામાં આવેલી તેની પત્ની કે જે તેના સાત સંતાનોની માતા હતી, તે નજીકના ગામમાં રહેતા પાંચ સંતાનોના પિતાના પ્રેમમાં પડી હતી. આઘેડ વયે પહોંચેલા બંને પ્રેમીઓ ચોરી છૂપીથી ઘરબાર છોડી ૧૫ દિવસ આગાઉ ઘર છોડી ભાગી ગયા છેં.

બંને પ્રેમીઓ હાલમાં અજ્ઞાાત સ્થળે જતા રહ્યા છે. તેઓ બંને પોતે ક્યાં અને કેવી રીતે રહે છે તેની પરિવારજનોને ખબર પડવા દેતા નથી. જો કે વર્ષો સુધી સજોડે ઘરસંસાર ચલાવ્યા બાદ દગો દઇ ગયેલી પરિણીતાના પતિએ પોતાની પત્નીને પરત મેળવવા માટે પોલીસમાં જાણ કરી છે. જ્યારે બીજી બાજુ પ્રેમાંધ બનેલા પાંચ સંતાનોના પિતાની પત્ની હાલ ખેતીવાડીમાં તથા પાંચ સંતાનોના ભરણપોષણ માટે પિયરીયાઓના સહારે દિવસો પસાર કરી રહી છે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *