પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પાવાગઢમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા, અહીં કિંજલ દવે ગરબા લેતા-લેતા મંદિરમાં… જુઓ વિડિયો…

0
368

મિત્રો તમને બધાને ખબર હશે કે આજથી થોડા દિવસ પહેલા કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ હતી. આ વાત ના સમાચાર મળતા જ કિંજલ દવેના લાખો ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ આજથી પાંચ વર્ષ પહેલા થઈ હતી. ત્યારે અચાનક જ સગાઈ તૂટતા આ વાતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાયા હતા.

સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પવન જોશી સાથેના તમામ ફોટાઓ સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતું બની ગયું છે. કિંજલ દવે પોતાના મધુર અવાજથી લાખો ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે કિંજલ દવે દર વર્ષે 200 થી પણ વધારે કાર્યક્રમ કરી નાખે છે.

તમે સોશિયલ મીડિયા પર કિંજલ દવેના ઘણા અવારનવાર વીડીયા અને તસવીરો જોતા હશો. ત્યારે હાલમાં કિંજલ દવેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સગાઈ તૂટ્યાના ત્રણ-ચાર દિવસ બાદ કિંજલ દવે હવે પાવાગઢમાં માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર કિંજલ દવે આજરોજ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કિંજલ દવે કામ અર્થે પાવાગઢ આવ્યા હતા. ત્યારે તેઓ મહાકાળી માતાજીના દર્શન માટે પણ પહોંચ્યા હતા. કિંજલ દવે ગબ્બર પર બિરાજતા મહાકાળી માતાજીના ચરણોમાં માથું ટેકવ્યું હતું.

આ દરમિયાન કિંજલ દવેના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે માતાજીને ફૂલોની થાળી પણ અર્પણ કરી હતી. સાથે સાથે તેઓ ગરબે રમતા રમતા માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હાલમાં તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.