Breaking News

કિન્નરો ભેગા થઈ યુવકને પોતાની જાળમાં ફસાવી,પ્રાઈવેટ પાર્ટ કાપી લીધો, જાણો ત્યારબાદ શુ થયું…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, એક તરફ, ઘણા લોકો કિન્નરોને તેમના ઘરે આમંત્રણ આપે છે અને કિન્નરોની પૂજા કરવાનું શુભ માને છે. પંજાબના ગુરદાસપુરમાં બે વ્યઢળોએ એક યુવકને તેની જાળીમાં ફસાવી દીધો હતો અને તેની પાસે ઘણા મહિનાઓ સુધી કામ કરાવ્યું હતું અને પાછળથી તેનો ખાનગી ભાગ કાપી નાખ્યો હતો.યુવકની માતાને આ અંગેની જાણ થતાં માતાની ફરિયાદ પરથી પોલીસે બે વ્યંઢળો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને વ્યંઢળોની ધરપકડ કરવા શોધખોળ શરુ કરી હતી. માહિતી આપતાં પીડિત યુવકે જણાવ્યું કે તે ગુરદાસપુરમાં તેની માતાના જાગરણમાં કામ કરતો હતો અને ઘર ચલાવતો હતો. જાગરણમાં જ તે સોનિયા નામના એક વ્યંઢળ સાથે તેનો સંપર્ક થયો.

સોનિયા કિન્નરે પહેલા તેની સાથે મિત્રતા કરી અને સાથે જ તેને ઘરે લઈ જતો રહ્યો. ઘણી વાર તેની સાથે તેને પ્રોગ્રામ કરવા માટે પણ લઈ ગઈ, ત્યારબાદ સોનિયાનો સંપર્ક તેનો ગુરુ પરવીન કિન્નર સાથે થયો અને તે ઘણા મહિનાઓ સુધી પરવીનના ઘરે કામ કરતો રહ્યો.ઘણા મહિના કામ કર્યા પછી, સોનિયા કિન્નરે તેને ઘરે જવા દીધો નહીં અને તેની સાથે મારપીટ શરૂ કરી. એક દિવસ સોનિયા કિન્નરે તેને નશાની દવા આપી અમૃતસર લઈ ગઈ હતી. ત્યાં જઇને તેનો ખાનગી ભાગ કાપી નાખ્યો અને તેને પરવીન કિન્નરના ઘરે મૂકી ગઇ. બે દિવસ પછી તે ભાગ્યો હતો અને ઘરે આવ્યો હતો અને આખી ઘટના તેની માતાને જણાવી હતી. પોલીસને ફરિયાદ કરી કે બંને વ્યંઢળો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

પીડિતાની માતાએ કહ્યું કે તેને તેના પુત્ર માટે મોટા સ્વપનો જોયા હતા તે તેના લગ્ન કરશે અને તેનો સંતાન પણ આગળ વધશે, પરંતુ આ બંને વ્યંઢળોએ તેના પુત્ર અને તેના પરિવારનું જીવન નરક બનાવ્યું.આવીજ બીજી ઘટના નોબલનગરમાં લિવ-ઈન રિલેશન‌િશપમાં રહેતા કિન્નરને યુવાન સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડ્યો છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર નોબલનગરમાં આવેલા વાલ્મી‌િકનગરમાં મમતા તેના પ્રેમી અજય ના‌િળયા અને અન્ય એક વ્યકિત સાથે છેલ્લા ઘણા સમયથી ભાડે રહે છે.

મમતા માસી પ્રસંગોમાં ઉઘરાણી કરવાનું કામ કરે છે અને તેની સાથે અજય અને અન્ય એક યુવક રહેતો હતો. મમતા અને અજય એકબીજાને પ્રેમ કરતાં હોવાથી બન્ને જણા સાથે રહેતા હતા. છેલ્લા ઘણા દિવસથી મમતા અને અજય વચ્ચે તકરાર ચાલતી હતી, જેનો ગઇ કાલે મોડી રાતે કરુણ અંત આવ્યો છે.મમતાના પ્રેમમાં પાગલ અજય ગઇ કાલે તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. મમતાને શંકા હતી કે તેના પ્રેમી અજયને અન્ય કોઇ કિન્નર સાથે પણ સંબંધ છે, જેથી બંને વચ્ચે અનેક વખત આ બાબતને લઇ બોલાચાલી થતી હતી.

અજય તેના મિત્રની સામે મમતાનું ઢીમ ઢાળીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ સરદારનગર પોલીસને થતાં તે તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મમતાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે આ મામલે અજય વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે મોડી રાતે બાતમીના આધારે અજયની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.આવીજ બીજી ઘટના સુરત ની (Surat) સ્મીમીરે હોસ્પિટલનાં આ આઇસીયુ વોર્ડમાં જે દર્દી સારવાર હેઠળ છે તેનું નામ ગેહરીલાલ છે. તેમના ઘરે શનિવારે પુત્રનો જન્મ થયો હતો. પરંતુ પુત્રના જન્મની ખુશી મનાવવાનો કે પત્નીનાં ભરણપોષણની વ્યવસ્થા કરવાનો પણ ગહેરીલાલને સમય ન મળ્યો. કેમ કે, ગહેરીલાલને સમય મળે તે પહેલાં જ દાપુનાં નામે લૂંટ ચલાવાનારા કિન્નરોએ હુમલો કરી ગહેરીલાલને હોસ્પિટલનાં બિછાને પહોંચાડી દીધાં છે.

 

હાલમાં ગહેરીલાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. ગહેરીલાલ એ મૂળ રાજસ્થાનનો વતની છે અને સુરતનાં ગોડદરા વિસ્તારમાં પોતાની પત્ની અને બે પુત્રી અને પાંચ દિવસના નવજાત શિશુ સાથે રહે છે. ગહેરીલાલ પર થયેલા હુમલાથી અને તેના પરિવારમાં પુત્ર પ્રાપ્તિનો આનંદનો પ્રસંગ દુઃખમાં પલટાઈ ગયો છે. ગહેરીલાલના પિતાએ મીડિયા સામે આ રીતે પોતાની વ્યથા ઠાલવી હતી.સમગ્ર વાત એમ છે કે, ગહેરીલાલને પુત્ર આવ્યા બાદ કિન્નરોએ રિક્ષામાં બેસીને તેના ઘરે ત્રણ દિવસ સુધી આંટા માર્યા હતા અને 21 હજાર રૂપિયા જેટલી માતબર રકમની માંગણી ચાલુ રાખી હતી. જો કે લાંબી રકઝક બાદ ગહેરીલાલ દ્વારા 7 હજાર રૂપિયા આપવામાં આવ્યાં. પરંતુ તેમ છતાં કિન્નરોને સંતોષ ન થયો અને કિન્નરોએ ગહેરીલાલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો. એટલું જ નહીં કિન્નરો (Kinnar) આવેશમાં આવીને ગેહરીલાલનું માથું દિવાલ સાથે અફળાવ્યું. જેનાં કારણે ઘાયલ થયેલા ગહેરીલાલના મગજની નસ ફાટી ગઈ. જેને હાલમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને આ તરફ ગહેરીલાલના પરિવારજનો અને તેની પત્ની ઘેરા શોકમાં સરી પડ્યાં છે. ગહેરીલાલની પત્નીએ મીડિયા સામે આપવીતી ઠાલવી હતી.

આ ઘટના બન્યા બાદ જ્યારે પોલીસને આ ઘટનાની જાણકારી આપવામાં આવી ત્યારે પોલીસ પણ કિન્નરોના આતંકને લઇને વાકેફ હતી. તેથી પોલીસે આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક પગલાં લઈને ત્રણ જેટલાં કિન્નરોની ધરપકડ કરી હતી. કિન્નરોની ધરપકડ કર્યા બાદ તાત્કાલિક તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓ અસલી કિન્નર છે કે નકલી કિન્નર તે અંગેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસે ત્રણ કિન્નરો સામે ધમકી અને મોતના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.

જો કે, આ બાબતે વીટીવી દ્વારા કિન્નરો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે કિન્નરો પોતાનો બચાવ કરતા દેખાયાં. કિન્નરો દ્વારા પોતાનો બચાવ કરતાં તેમણે ગહેરીલાલ સાથે કોઇ પણ પ્રકારનું અભદ્ર વર્તન કે મારામારી નહીં કરી હોવાની કેફિયત રજૂ કરી હતી. કિન્નર દ્વારા અપાતી આ કેફિયતની ખરાઈની તપાસ જરૂરી છે. કેમ કે, સુરત ખાતે આજે કિન્નરોના આતંકને કારણે એક વ્યક્તિ જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે ત્યારે જો ગહેરીલાલને કાંઇક થઇ જાય તો તેની પત્ની બે પુત્રી અને એક નવજાત શિશુનાં ભરણપોષણનું શું થશે? એવો સવાલ ગહેરીલાલનાં પરિવારજનો સામે મોં ફાડીનો ઉભો છે. આ સાથે સાથે લોકોની આસ્થાનો લાભ ઉઠાવીને દાપુનાં બહાને દાદાગીરી કરતા અને લોકોને લજ્જિત કરી લૂંટવાનો ધંધો કરતા કિન્નરોને સજા થાય તે આ ઘટના બાદ જરૂરી બની ગયું છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *