કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ પવન જોશીની સગી બહેન સાથે આકાશ દવેના ફોટા આવ્યા સામે… બંનેની આ તસવીરો તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય…

0
136

મિત્રો તમે ગુજરાતના લોકગાયિકા કિંજલ દવેનો જરૂર ઓળખતા હશે. કિંજલ દવેના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં છે. આજથી થોડાક દિવસ પહેલા કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા હતા. જાણવા મળી રહ્યું હતું કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે પાંચ વર્ષ પહેલા કિંજલ દવે અને પવન જોશીની સગાઈ થઈ હતી.

ત્યારે અચાનક જ કંઈક એવું થયું કે પાંચ વર્ષ બાદ બંનેની સગાઈ તૂટી ગઈ છે. સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પવન જોશી સાથેના તમામ ફોટાઓ સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા હતા. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશીની બહેન છે. કહેવામાં આવી રહ્યું છે કે પવન જોશીની બહેન અને કિંજલ દવેના ભાઈ આકાશ દવેના લગ્ન નક્કી થયા હતા.

પરંતુ પવન જોશીની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા. જેના કારણે પવન જોશી અને કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ હતી. આ વાતના સમાચાર મળતા જ કિંજલ દવેના ચાહકો હચમચી ગયા હતા. બંનેની સગાઈ તૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણી અલગ અલગ વાતો થઈ રહી છે. આ ઉપરાંત કિંજલ દવે અને પવન જોશીની સગાઈના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

ત્યારે હાલમાં પવન જોશીની સગી બહેન સાથેના આકાશ દવેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઇ રહેલી બંનેની તસવીરો ઘણી બધી જૂની છે. એક તસવીરમાં તમે જોઈ શકો છો કે આકાશ દવે અને પવન જોશીની બહેન બંને એકબીજાને કેક ખવડાવતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત કિંજલ દવે અને પવન જોશીની બહેનના પણ સાથે ફોટા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ થઈ ગયા બાદ આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈ કરવામાં આવી હતી. આ વાત એકદમ સાચી છે કે ખોટી તેની અમારી વેબસાઈટ માહિતી લેતી નથી. મિત્રો કિંજલ દવે અને જાગૃતિ જોષીની બંનેની સાથેની કેટલીક તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ ઉપરાંત કિંજલ દવેના પરિવાર સાથે પણ જાગૃતિ જોષીએ પડાવેલા ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બધી તસવીરો જૂની છે પરંતુ સગાઈ તૂટ્યા બાદ ફરી એક વખત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થઇ રહેલી તસ્વીરો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.